Tag: Consteble
અરવલ્લી એલસીબીનો લાંચિયો કોન્સ્ટેબલ નાટકીય રીતે એસીબીમાં હાજર થયો
મોડાસા, તા.08
અરવલ્લી જિલ્લા એલઆઈબીનો કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા એક માસ અગાઉ મોડાસાના જીવણપુર પાસેથી લાંચના છટકાની રકમ બે લાખ લઇને કારમાં ભાગી છુટ્યો હતો. છેલ્લા એક માસથી ભાગેડુ કોન્સ્ટેબલ એસીબીમાં હાજર થતાં તેને મોડાસાની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં વ્યક્...