Tag: Corporation
ખોટની સવારી, એસટી અમારી
ગુજરાત એસટી કોર્પોરેશનનો વહીવટ નમૂનેદાર થતો જાય છે. ગુજરાતની જનતા માટે જાહેર પરિવહનનું એકમાત્ર માધ્યમ એસટી નિગમ દર વર્ષે ખોટ કરતું જાય છે. જ્યારથી નિગમની રચના થઇ છે (1લી મે 1960) ત્યારથી આ નિગમે ખોટ કરી છે. સરકાર એવો દાવો કરે છે કે રાજ્યની જનતાની સુખાકારી માટે એસટી બસો ચલાવવામાં આવે છે પરંતુ હકીકત વધુ ગંભીર છે. સાચી હકીકત એવી છે કે એસટી બસના ડ્રાઇવ...
કોર્પોરેશનની 10 મિલકતોનું કુલ લાઈટબિલ 50 લાખ, એકમાત્ર એસવીપીનું 1.5 કર...
અમદાવાદ,તા:07 અમદાવાદ શહેરના નાગરિકો પ્રાથમિક સુવિધા માટે મસમોટો વેરો ચૂકવી રહ્યા છે, પરંતુ કોર્પોરેશનના મહાનુભાવો તેમના અંગત સ્વાર્થ માટે તેનો સરેઆમ દુરુપયોગ કરી રહ્યા છે અને પ્રજાનાં નાણાંથી બારે મહિના દિવાળી ઊજવે છે.
રાજ્ય સરકારની ગ્રાન્ટથી તૈયાર કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલને સંપૂર્ણપણે વાતાનુકૂલિત બનાવવામાં આવી છે, જેના માટે બે હજાર ટનનું ...
‘મહા’ વાવાઝોડાની સંભવિત અસર સામે અમપાનું તંત્ર હાઈએલર્ટ પર
અમદાવાદ,તા.૬
રાજ્ય માથે ઝળુંબી રહેલા મહા વાવાઝોડાને લઈ અમદાવાદ શહેરમાં ગંભીર અસર પહોંચવાની શક્યતા નથી, છતાં શહેરમાં બુધવારે મોડીરાતથી ગુરુવારે પણ ભારે વેગીલા પવનને સાથે વરસાદ પડવાની સંભાવનાને પગલે અમપા દ્વારા સમગ્ર તંત્રને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યુ છે. અમદાવાદના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની ઊભી થનારી સંભવિત અસરને પહોંચી વળવા તંત્ર દ્વારા બાવન જેટ...
અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકારણી કરી બે કરોડના કૌભાંડની તપાસ અભેરાઈ પર ચ...
પ્રશાંત પંડિત
અમદાવાદ, તા. 0૩
શહેરના ઉત્તરઝોનમાં આવેલી અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકારણી કરી અમપા તિજારીને રૂપિયા બે કરોડનો આર્થિક ફટકો પહોંચાડનારા સામે એક વર્ષ અગાઉ વિજિલન્સ તપાસની મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરી કૌભાંડને અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યું છે. અનિલ સ્ટાર્ચની મિલ્કતોને લાભ કરાવવા જે તે સમયે ડેપ્યુ...
અમપાના રૂપિયા ૫૫૩ કરોડ તેમજ ઔડાના રૂપિયા ૨૪૫ કરોડના વિકાસકામો નું આજે...
અમદાવાદ,તા.૨૫
અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા નિવારવા રૂપિયા ૯૯ કરોડના ખર્ચે અંજલી પાસે બનાવાયેલા ફલાયઓવરના લોકાર્પણ ઉપરાંત અમપાના રૂપિયા ૫૫૩.૭૨ કરોડ અને ઔડાના રૂપિયા ૨૪૫.૬૦ કરોડ મળી કુલ રૂપિયા ૮૦૦ કરોડના વિકાસકામોનુ શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ,અમદાવાદના મેયર બિજલ પટેલની...
નિયમિત સાફસફાઈના અભાવમાં રાજકોટ મેયરનો સ્થાનિકો દ્વારા ઘેરાવ કરાયો
શહેરમાં રોગચાળાએ માઝા મૂકી છે, ત્યારે સ્થાનિકો કોર્પોરેશન દ્વારા યોગ્ય સાફસફાઈ કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે. જો કે કોર્પોરેશન આ અંગે સદંતર નિષ્ફળ નીવડ્યું છે.
શહેરમાં સાફસફાઈના અભાવમાં લોકોને પડતી હાલાકીના કારણે લોકો રસ્તા પર આવી ગયા હતા. લાખાજી રોડ પર કોર્પોરેશન દ્વારા યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવતી હોવા અંગે સ્થાનિકોએ રોડ પર આવી વિરોધ પ્રદર...
મ્યુનિસિપલ કમિશનરની સત્તા પર કાપ મુકાતા જાહેર હિતની અરજી
અમપામાં હાલ ડેપ્યુટી કમિશનરની કુલ બાર જગ્યા છે.આ પૈકી આઠ જગ્યાઓ ભરાઈ છે.આઠ પૈકી સાત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે.રાજય સરકારે ૨૩ મે-૨૦૧૮થી ઠરાવ કરી તમામ મહાનગરપાલિકાઓમાં ડેપ્યુટી કમિશનરની નિમણૂંક કરવાની સત્તા જે અગાઉ મ્યુનિસિપલ કમિશનર હસ્તક હતી તે છીનવી લીધી હોઈ આ નિર્ણય સામે પુર્વ વિપક્ષનેતા બદરૂદીન શેખ દ્વા...
રાજકોટમાં ડેન્ગ્યૂનો શહેરીજનો પર ભરડો, 13 દિવસમાં 151 કેસ નોંધાયા
રાજકોટઃ,તા:૧૫ ચોમાસું વીતી ગયું પણ કોર્પોરેશન દ્વારા મચ્છરના ઉપદ્રવને નાથવા માટે હજુસુધી ચોક્કસ પગલાં ભરવામાં આવ્યાં નથી, જેના પરિણામ સ્વરૂપ ડેન્ગ્યૂના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હવે જ્યારે શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે ત્યારે રહીરહીને કોર્પોરેશન દ્વારા 392 આશાવર્કર બહેનોની સાથે નર્સિંગ કોલેજ, સેનેટરી ઈન્સ્પેક્ટર, હોમિયોપથી ...
અમપાના કર્મચારીની ઓળખ આપી તોડ કરવા ગયેલા બે શખ્સો ઝડપાયા
અમદાવાદ, તા.૧૦
અમપાના કર્મચારી તરીકે ઓળખ આપીને ચવાણાની દુકાનના માલિકનો તોડ કરવા નિકળેલા બે ગઠીયાઓ ઝડપાઈ જતા અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. દુકાન માલિકને શંકા જતા બંને ગઠીયાઓ આબાદ રીતે પકડાઈ ગયા છે.
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા કાનજી દેસાઈની માલિકીની દુકાન ભાડે રાખી કિશનસીંગ ભૈરવનાથ ચવાણાના નામથી ધંધો કરે છે. કિશનસિંગ વતનમાં ગયા હોવા...
નરોડા-દહેગામ રોડ પર વરસાદ વિના પડ્યો ભૂવો, બાઈકચાલક ઈજાગ્રસ્ત
અમદાવાદ, તા.11
વરસાદમાં તો સમગ્ર શહેરમાં ભૂવા પડવાના અનેક કિસ્સા નોંધાયા જ છે, પરંતુ વિના વરસાદે પણ નરોડામાં 15 ફૂટ ઊંડો ભૂવો પડવાની ઘટના નોંધાઈ છે. આ ભૂવામાં પડી જવાના કારણે એક બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ભૂવામાં પડી ગયેલા બાઈકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું...
મ્યુનિ. કમિશનરના આદેશને ઘોળીને પી ગયા પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ
રાજકોટ,તા:05 કોર્પોરેશન દ્વારા હાલમાં જ શહેરની ટ્રાફિકની સમસ્યાના નિરાકરણરૂપે પૅ એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના નિયમ પ્રમાણે એક કલાક મુજબ ટુ-વ્હીલર માટે રૂ.2 અને કાર માટે રૂ.5નો દર નક્કી કરવામાં આવ્યો છે. જો કે રાજકોટ કોર્પોરેશનના આ આદેશને કોન્ટ્રાક્ટર્સ જાણે ઘોળીને જ પી ગયા હોય તેમ પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ બાઈકચાલક પાસેથી એક ...
રાજકોટ કોર્પોરેશન 33 સ્થળે પૅ એન્ડ પાર્ક માટેના કોન્ટ્રાક્ટ આપશે
રાજકોટ,તા:૦૩ કોર્પોરેશને પાર્કિંગના પ્રશ્નને હલ કરવા માટે શહેરના વિવિધ વિસ્તારમાં 33 સ્થળે પૅ એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવા નિર્ણય કર્યો છે, જેના માટે કોર્પોરેશન દ્વારા રિ-ટેન્ડર બહાર પડાયા છે.
અગાઉ પણ આ અંગે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં સારી અને નબળી બંને સાઈટ ફરજિયાત રાખવાનો અને અનુભવી લોકો દ્વારા જ ટેન્ડર ભરવા અંગેની શરત રાખવામ...
ચાર મહિના બાદ પણ નદી દૂષિત, ખુદ અમપા જ પેરામીટરનો ભંગ કરે છે
અમદાવાદ, તા. 29
શહેરની આગવી ધરોહર સમાન સાબરમતી નદીને માત્ર ચાર મહિનામાં જ શુદ્ધ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) કમિશનરે જે દાવા કર્યા હતા, તે સાવ ખોટા સાબિત થઈ રહ્યા છે. દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં સાબરમતી નદીનો પણ સમાવેશ થાય છે. અમપા કમિશનરે જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં નદી સ્વચ્છ થઈ જશે એવી જાહેરાત કરી હતી તથા તેના માટે ખાસ શ્રમ...
મેટ્રોના ખાડાનું કામ થશે અમદાવાદવાસીઓના પૈસે, પાડાના વાંકે પખાલીને ડામ...
અમદાવાદ,તા:૨૫
શહેરમાં વરસાદ શું પડ્યો કે શહેરના રસ્તાઓની સ્થિતિ જ બગડી ગઈ. સ્માર્ટસિટીનો દરજ્જો મળ્યા બાદ પણ અમદાવાદના રસ્તાની સ્થિતિ કંઈક આવી જ છે, ચાલુ વર્ષે પણ 30 ઈંચ વરસાદ પડતાં શહેરના મોટાભાગના રસ્તાનું ધોવાણ થયું છે. ચોમાસામાં ખરાબ થઈ ગયેલા રસ્તાનું પેચવર્ક અને રિસરફેસનું કામ સામાન્ય રીતે નવરાત્રી બાદ કરવામાં આવતું હોય છે, પરંતુ 17 સપ્ટેમ્...
મચ્છરજન્ય રોગચાળાના કારણે કારણે સાત લોકોનાં મોત, મ્યુનિ. રેકોર્ડમાં પા...
અમદાવાદ,તા:૨૩ શહેરના નાગરિકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના રોગનો ભોગ બનતા આંકડા કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ક્યારે મ્યુનિ. કમિશનર દ્વારા તંત્રની ઉપર જઈને રોગચાળાને ડામવા મુકાયેલા વોલેન્ટિયર્સ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કમિશનરે દૈનિક રૂ.500ના દરથી એક હજાર વોલેન્ટિયર્સની ભરતી કરી છે, જેમને કોઈપણ જાતની તાલીમ વિના જ ફીલ્ડમા...