Tag: corruption
ગુજરાત યુનિ.માં ઉત્તરવહી ચકાસણીમાં ગેરરીતિ કરનારા પ્રોફેસરને બ્લેકલીસ્...
અમદાવાદ, તા.૦૬
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ગુજરાત કોલેજના પ્રોફેસર આર.કે. શાહએ આચરેલી ગેરરીતિઓની તપાસ માટે રચાયેલી કમિટીએ આપેલા અહેવાલના આધારે તમામ ગેરરીતિઓ પુરવાર થતાં તેમને પરીક્ષાની કામગીરીમાંથી કાયમી ધોરણે બાકાત રાખવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ભવિષ્યમાં નાણાંકીય કામકાજ હોય તેવી કોઇ જવાબદારી આ પ્રોફેસરને યુનિવર્સિટીએ ન સોંપવી અને સરકારે ...
કોંગ્રેસને રાહત: તાલાલાના કોંગ્રેસ ધારાસભ્ય ભગા બારડનું સભ્યપદ યથાવત
ગાંધીનગર,તા.06
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનું ધારાસભ્ય તરીકેનું સભ્ય પદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ યથાવત રાખ્યું છે. કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ પર ભ્રષ્ટાચારના આરોપને લીધે સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી રહતી. જેના લીધે વિધાનસભાના નિયમ મુજબ બે વર્ષ કરતા વધારે સજા થ...
પંદર સો કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જીએસટી વિભાગે ગાળીયો કસ્યો
અમદાવાદ,તા.03 અમદાવાદમાં ગત જુલાઇ મહિનામાં સ્ટેજીએસટીના 282 કંપનીઓના 6 હજાર કરોડી વધુના કૌભાંડના પર્દાફાશ કર્યા બાદ હવે બોગસ બિલિંગનું હબ બની ગયેલા સુરતમાં કૌભાંડીઓ સામે હવે GST વિભાગે ગાળીયો કસ્યો છે. લગભગ દોઢ હજાર કરતાં પણ વધુ કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં સુરત GST વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જે અંતર્ગત 80થી વધુ શંકાસ્પદ પે...
અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકારણી કરી બે કરોડના કૌભાંડની તપાસ અભેરાઈ પર ચ...
પ્રશાંત પંડિત
અમદાવાદ, તા. 0૩
શહેરના ઉત્તરઝોનમાં આવેલી અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકારણી કરી અમપા તિજારીને રૂપિયા બે કરોડનો આર્થિક ફટકો પહોંચાડનારા સામે એક વર્ષ અગાઉ વિજિલન્સ તપાસની મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરી કૌભાંડને અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યું છે. અનિલ સ્ટાર્ચની મિલ્કતોને લાભ કરાવવા જે તે સમયે ડેપ્યુ...
સામાન્ય કરદાતાને નળ, ગટર જોડાણ કાપવાની ધમકી આપનારું તંત્ર કરોડોના બાકી...
પ્રશાંત પંડિત,
અમદાવાદ,તા:૦૨
રૂપિયા આઠ હજાર કરોડનું રાજ્યનું બીજા નંબરનું વાર્ષિક અંદાજપત્ર ધરાવતા અમપાના વહીવટી તંત્રમાં એસ્ટેટ અને ટીડીઓ પછી ટેક્સ વિભાગ ભ્રષ્ટાચારમાં બીજા નંબરે છે. સામાન્ય કરદાતાને ટેક્સ ભરવામાં એક દિવસ પણ મોડું થાય તો ૧૮ ટકા વ્યાજ ચઢાવી દેતું અમપાનો વેરાવિભાગ અમદાવાદ શહેરમાં વર્ષોથી કરોડો રૂપિયાનો કર ન ભરનારાઓ પાસેથી બાકી...
સેબીએ તમામ બેન્કોને 24 કલાકમાં એનપીએના આંકડાઓ રજૂ કરવા આદેશ કર્યો
અમદાવાદ,તા.02
શેરબજારમાં લિસ્ટ થયેલી તમામ બેન્કોને તેમની નોન પરફોર્મિંગ એસેટ્સ-એનપીએની વિગતો 24 કલાકમાં જ જાહેર કરી દેવા આદેશ કર્યો છે. એનપીએ સામે કેટલી જોગવાઈ કરી છે અને પ્રોવિઝન કરવામાં નિશ્ચિત મર્યાદાથી ઉપર ગયા છે કે નહિ તેની વિગતો માત્ર 24 કલાકમાં જ રજૂ કરી દેવા આદેશ કર્યો છે. રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ રજૂ કરવા માટે રિઝર્વ બેન્કે માગણી કરી તેન...
ધૂંવાવમાં ભળતા નામે કરોડોની જમીન હડપ કરવાના કૌભાંડમાં કલેકટરનો એક તરફી...
જામનગર,તા:૨૧
જામનગરની ભાગોળે ધૂંવાવમાં આવેલી પટેલ પરિવારની કરોડોની જમીન હડપ કરવા બોગસ ભળતા નામની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી કરી કૌભાંડ આચરવામાં આવતાં આ મામલે પોલીસ ફરિયાદ થયાં બાદ ચકચારી પ્રકરણમાં જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવતાં જિલ્લા કલેકટરે તાત્કાલિક એક તરફી મનાઈ હુકમ આપતાં કૌભાંડિયાઓના હાથ હેઠાં પાડ્યાં છે.
કૌભાંડિયાઓની મૉડસ ઑપરેન્ડી...
બરવાળા ડેરીમાં મંત્રી-ચેરમેનના ભ્રષ્ટ્રાચારને લઈ ડેરી બે મહિનાથી બંધ
ભાભર, તા.૧૭
ભાભર તાલુકાના બરવાળા ગામની સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં રોજનું 2700 લીટર દૂધ ભરાવતા 200 ગ્રાહકો પરેશાન છે. અહીં ચેરમેન અને મંત્રીના ભ્રષ્ટાચારને લઇને છેલ્લા બે મહિનાથી ડેરી બંધ રહેતા હાલાકી ભોગવી રહ્યા છે.
બરવાળા ગામની સહકારી દૂધ ડેરીમાં ગેર વહીવટના કારણે છેલ્લા બે માસથી ડેરી બંધ પડી છે. ગ્રાહકોના દૂધ ભાવ વધારાના પૈસા અને એક મહિનાનો...
ઈડર પાલિકામાં ભ્રષ્ટ વહીવટની પત્રિકા ફરતી થતાં ખળભળાટ
ઇડર, તા.૧૭
ઇડર પાલિકામાં ભ્રષ્ટ અને અંધેર વહીવટ ચાલતો હોવાની આક્ષેપવાળી પૂર્વ પાલિકા પ્રમુખના નામજોગ પત્રિકાઓ દુકાને દુકાને ફરીને વિતરણ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. જોકે પાલિકા દ્વારા આક્ષેપો પાયા વિહોણા હોવાનુ કરી નકારાઇ રહ્યું છે. ઇડર પાલિકાના પૂર્વ પ્રમુખ ડૉ. હરીશ એ. ગુર્જરે મુખ્યમંત્રીને લખેલા ખુલ્લા૫ત્રની પત્રિકાઓનુ ઇડરમાં દુકાને દુકાને ફ...
રાજયનાં નવ લાખ આઉટસોર્સ કર્મચારીઓની ભરતીનું અબજો રુપિયાનું કૌભાંડ
ગાંધીનગર, તા.18
બિનસચીવાલય કર્મચારીઓની ભરતી માટે પરીક્ષા રદ કરવામાં આવી તેની પાછળ કેટલાંક કારણો પૈકી આઉટસોર્સ માટે કામ કરતી ભાજપની એજન્સીઓ પણ જવાબદાર માનવામાં આવી રહી છે. 3થી 4 લાખ કર્મચારીઓ સરકારમાં આઉટસોર્સથી લેવામાં આવેલા છે. સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં 4થી 5 લાખ બીજા કર્મચારીઓ આઉટસોર્સથી કામ કરે છે તે મળીને કુલ 9 લાખ કર્મચારીઓ આઉટસોર્સથી ...
પીજીવીસીએલના ભ્રષ્ટાચાર સામે ગ્રામજનોનો પાવર છટકયો
ગાંધીનગર, તા.૧૭
પાછોતરા વરસાદને લઈ ગુજરાતનો દુખી છે ત્યારે બીજીબાજુ સમગ્ર રાજ્યમાં વીજળી પૂરી પડવાની બાબતને લઈ ચાલતા ધાંધિયાથી લોકો દુખી છે. જેને લઈ ખેડૂતોએ કિસાન કોંગ્રેસની આગેવાનીમાં વીજ કંપનીનો ઘેરાવ કરી, બલ્બ, ટ્યુબ લાઈટ, મોટર પમ્પ, પંખામાં જમા કરાવવાનો અનોખો અને નવતર વિરોધ નોંધાવી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા તપાસ સમિતિ નીમી તપાસ કરવા અને તાત્કાલ...
જૂનાગઢ મનપાનું કૌભાંડ આવ્યું સામે, ભાડે વાહનો રાખવાનું કૌભાંડ
જૂનાગઢ,તા:૧૭ વારંવાર વિવાદમાં રહેતી જૂનાગઢ મનપાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢ મનપામાં વાહનો ભાડે રાખવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જે બજાર કિંમત કરતાં વધુ કિંમતે રાખવામાં આવતાં હતાં.
કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર મંજુલાબહેન પરસાણા દ્વારા મનપામાં ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં ખોટી રીતે ખાનગી વાહનો ભાડે રાખીને મોટું ક...
ઇલેક્ટ્રોથર્મના રુ. 480 કરોડના કૌભાંડમાં આખરે એફઆરઆઈ દાખલ થઈ
અમદાવાદ, 17
ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ ના રુ. 480 કરોડના કૌભાંડમાં તાજેતરમાં જ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ અલગ ફરિયાદ અંતર્ગત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ સીઆઇડી ક્રાઇમને એફઆઈઆર નોંધવા બહુ જ મહત્વનો આદેશ જારી કર્યો હતો, તેના અનુસંધામાં સીઆઇડી ક્રાઇમ ઘ્વારા આ સમગ્ર ચકચારભર્યા કૌભાંડમાં આખરે કંપનીના એમ...
દારૂના 900 અડ્ડાની યાદી ક્યાં છે, અલ્પેશ ઠાકોર ? રાધનપુરનો પ્રશ્ન
અલ્પેશ ઠાકોરે આપેલી મહેસાણાના દારૂના 900 અડ્ડાની યાદી યાદ કરતાં રાધનપુરના લોકો
દારુ તો દૂર ન થયો પણ હવે દારુ પીવાનો બચાવ કરતાં ઠાકોર સેનાના નેતા
મહેસાણા, તા.18
ગુજરાતને દારુના પ્રશ્ને બદનામ કરવામાં આવે છે. સરકારે કડક કાયદો મારા આંદોલનના કારણે બનાવ્યો છે. તેનો અમલ થયો છે. રાજસ્થાનમાં દારૂ બંધ કરવી જોઈએ. ગાંધીનું ગુજરાત. ગુજરાતની દારૂબંધીના કારણે ...
GJ-1 કે 27-નધણિયાતું તંત્ર : અંધેર નગરી અને ગંડુ રાજા
અમદાવાદ,16
અમદાવાદના આરટીઓ ઈસ્ટ અને વેસ્ટ, ભ્રષ્ટાચારમાં એટલા બધા ગળાડૂબ છે કે હવે લોકોની તકલીફો પણ તેમને નથી દેખાતી. ધનાઢ્ય લોકો પૈસાના જોરે જે કામ એક જ વારમાં એક કલાકથી પણ ઓછા સમયમાં કરાવી લે છે, તે જ કામ માટે સામાન્ય પ્રજાએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે અને ત્યાર બાદ પણ કામ તો નથી જ થતું. અધિકારીઓ જો કે આ બાબતને સ્વીકારવા પણ સહમત નથી.
...
ગુજરાતી
English