Friday, February 13, 2026

Tag: corruption

ગુજરાતના આઠ શહેરોમાં ટ્રાફિકના ગુનામાં કેશલેસ દંડ પ્રણાલીનો અમલ કરાશે

ગાંધીનગર- ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદાનો અમલ શરૂ થયો છે ત્યારે નવા દંડના દરો કોઇપણ વાહનચાલક રોકડમાં ચૂકવી શકે તેવી હાલત નહીં હોવાથી સરકારે દંડ વસૂલ કરવા માટે કેશલેસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે મોટર વાહન સબંધિત ગુનાઓની વસૂલાત કાર્ડમશીન દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કે રાજ્યના આઠ ...

વાહનચાલકો ડેબિટ, ક્રેડિટ કે પે એપ્લિકેશન દ્વારા દંડ ભરી શકશે

ગાંધીનગર, તા. 20 રાજ્યમાં મોટર વ્હિકલ એક્ટમાં કરાયેલા સુધારા બાદ ટ્રાફિકના દંડની વસૂલાતમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવી રાખવા માટે રાજ્યના ગૃહ વિભાગે કાર્ડ સ્વાઈપ મશીન કે ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિ અમલી કરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભે ગૃહ વિભાગ દ્વારા વિવિધ બેન્કો સાથે ચર્ચા વિચારણા શરૂ કરી છે. અને આ મામલે આગામી એકબે દિવસમાં વિચાર...

અમદાવાદની ગુનાખોરીનો જીવતો જાગતો ઈતિહાસ એટલે પત્રકાર જયદેવ પટેલ

અમદાવાદ, તા.19 સમાજમાં ઘટતી વરવી ઘટનાઓ અને ભ્રષ્ટાચારને સમાચારનું સ્વરૂપ આપી લોકો સમક્ષ ઉજાગર કરનારા પત્રકાર જયદેવ પટેલનું ગુજરાત મીડિયા ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું. જયદેવ પટેલ 60 વર્ષથી સતત પત્રકાર તરીકે કામ કરી રહ્યા છે, જેમનું આજીવન પત્રકાર તરીકે સિદ્ધિ મેળવવા મુદ્દે સન્માન કરવામાં આવ્યું છે. જયદેવભાઈએ આજીવન ગુજરાત સમાચાર માટે કામ કર...

સત્તાના કોમી રમખાણોના સાક્ષી શ્રીકુમારનું પુસ્તક ગુજરાતીમાં સનસનાટી મચ...

આર.બી. શ્રીકુમાર, (નિવૃત્ત આઈ.પી.એસ.) લિખિત અંગ્રેજી પુસ્તક ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતી અનુવાદ તાજેતરમાં પડદા પાછળનું ગુજરાત શીર્ષક હેઠળ પ્રગટ થયેલ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો આ પૂર્વે હિંદી, ઉર્દૂ, મલયાલમ, તેલુગુ અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયેલ છે. નોંધવાયોગ્ય બાબત એ છે કે ૨૦૦૨માં ગોધરા રેલવે-સ્ટેશન પર થયેલ દુર્ઘટના પછી ગુજરાત...

નૃત્ય છોડી સત્તા મેળવવા મહિલા કલાકારોની લાઈન, પુરૂષો કેમ ન દેખાયા ?

ભરતનાટ્યમ, નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત કલાકારો ભાજપા જોડાવા લાઈન લાગી હતી. જેમાં મતી મહેશ્વરી નાગરાજન, મતી રાધા ભાસ્કર મેનન,  સ્મિતા શાસ્ત્રી, ડૉ. ઉમા અનંતાણી,  પારૂલ પટેલ,  કુમુદ ભટ્ટ,  શર્મિષ્ઠા સરકાર,  શીતલ બારોટ સહિત ૪૦ થી વધુ કલાગુરુઓને ભાજપાનો ખેસ પહેરાવી  આવકાર્યા હતા. માત્ર મહિલા કલાકારો સત્તા માટે લાઈનમાં ઊભા હતા. પણ પૂરૂષ કલાકારોને ભા...

સહકારી ક્ષેત્રમાં બેન્કના ચેરમેન – મેનેજિંગ ડિરેક્ટરની મુદત લંબ...

અમદાવાદ,તા:18 સહકારી બેન્કોને આર્થિક કૌભાંડોથી બચાવવા માટે બહુ જ સમજી વિચારીને તૈયાર કરવામાં આવેલી કાયદાકીય જોગવાઈઓને ઉલટાવવા માટે ગુજરાતના સહકારી આગેવાનો એક થઈને ટોચના હોદ્દેદારોની સમયાવધિ વધારવા માટે સરકારમાં ધા નાખી છે. ગુજરાત રાજ્ય કોઓપરેટીવ બેન્ક ફેડરેશને ગુજરાતની સહકારી બેન્કો ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના હોદ્દાની મુદત અઢી વ...

સરકારી-અર્ધસરકારી સંસ્થાઓમાં કોન્ટ્રાકટરો ચોથા વર્ગનાં કર્મચારીઓને અન...

અમદાવાદ,તા.18  રાજ્યભરની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, નગરપંચાયતો, ગ્રામપંચાયતો , જિલ્લા કલેકટર કચેરીઓ તેમજ તમામ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ મેનપાવર સપ્લાય કરતી જુદી આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા અન્યાય અંગે સરકારમાં ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મહામંડળ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. કોન્ટ્રાકટ પ્રથા હેઠળ આઉટસોર્સ એજન્સીઓને...

પ્રજાના કારણે બન્યો બંધ, જશ કોઈક લે છે

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ મરણદોરી બની જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદે સર્વદે સૂત્ર ગુજરાતના લોકોનું છે. બંધની જળસપાટી 138 મીટર ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતનું હિત રહ્યું છે. કોઈ સરકાર કે વ્યક્તિ નહીં પણ તમામ રાજકીય પક્ષો અને તમામ લોકોએ નર્મદા અંગે લડત આપી છે. 2017માં બંધના દરવાજા બંધ કરવા મંજૂરી આપી તેનો જસ મોજીએ લીધો હતો કે, મેં ગુજર...

મોદીના જન્મદિને નર્મદા કાંઠે લોકોની જન્મભૂમિ ડૂબી

નર્મદા બંધની સપાટી વધી હોત તો મધ્યપ્રદેશના ધર, બરવાની, અલીરાજપુર અને ખારગોન જિલ્લાના વિસ્તારો નર્મદા નદી નજીક આવેલા આંશિક રીતે ડૂબી જવાના છે. સરકારી આંકડા મુજબ, સરદાર સરોવર ડેમની મહત્તમ ઉંચાઇ આશરે 138 મીટર જેટલી ભરવાને કારણે મધ્યપ્રદેશના 141 ગામોના 18,386 પરિવારો ડૂબી જશે. મધ્ય પ્રદેશના વિસ્થાપિતો માટે આશરે 3,000 હંગામી મકાનો અને 88 કાયમી પુનર્વ...

નરેન્દ્ર મોદીના સમયના નર્મદા બંધના કૌભાંડો

નર્મદા સિંચાઈની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું ? નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં...

એક જ કુટુંબની રૂ.500 કરોડની ખેતીની જમીન રહેણાંક વિસ્તારમાં ફેરવવાનું ભ...

ગાંધીનગર, તા.૧૨ અમપાની ટાઉનપ્લાનિંગ કમિટિ દ્વારા ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા એક બિલ્ડર જૂથને ફાયદો કરાવવા માટે થઈને ગોપાલપુર, સૈજપુર અને લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ૫૦ થી ૬૦ સર્વે નંબરોમાંથી ખેતી ઝોન દૂર કરી રહેણાંક વિસ્તારમાં ફેરવવાની દરખાસ્ત પસાર કરવામાં આવી છે. જંત્રીના ભાવ પ્રમાણે એક જ કુટુંબની રૂ.500 કરોડની જમીન થવા જાય છે. સરકારની મં...

ભ્રષ્ટાચારનું સોગંદનામું

ગાંધીનગર, તા.12 62 વર્ષના રમેશ મનુભાઈ વણીક-દેસાઈએ 9 સપ્ટેમ્બર 2019ના રોજ સત્ય પર પ્રતિજ્ઞા લઈને સોગંદનામું બનાવ્યું છે કે, અમરેલીના પાણી દરવાજા વિસ્તારમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ચલાવું છું. મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદારની સુચનાથી દુકાન ચલાવવા માટે અને તેમની કચેરી તરફથી કોઈ હેરાનગતી ન થાય તે માટે મારે દર મહિને રૂ.5,000 આપવ...

વીજ કર્મચારીના યુનિયન નેતાની લાખોની ઉચાપત

રાજકોટઃ વીજ કર્મચારીઓના એક યુનિયનના નેતા ભ્રષ્ટાચારના પગલે ટાંચમાં લેવાયા છે. વીજ કર્મચારી અને યુનિયનના નેતા વિરુદ્ધ ભ્રષ્ટાચાર કરી નાણાંની ઉચાપતની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ આરોપીએ પવનચક્કીના યુનિટ એડજસ્ટમેન્ટમાં ગેરરીતિ આચરીને 6 લાખની રકમની ઉચાપત કરી છે, જેમાં ગ્રાહકને રસીદ આપ્યા બાદ સિસ્ટમમાં રસીદને રદ કરી નાણાંની ઉચાપ...

અમદાવાદ મેટ્રો રેલમાં બેન્ક કરપ્ટ IL & FS કંપનીને ફરીથી કોન્ટ્રાક્...

ગાંધીનગર,તા.11 અમદાવાદની મેટ્રો રેલમાં સરકારે ફરીથી બેન્ક કરપ્ટ કંપની આઈએલ& એફએસ (IL & FS) ને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ કંપની તેનું કામ 12મી સપ્ટેમ્બરથી શરૂ કરી દેશે. આમ કરવાનું કારણ એવું છે કે આ કંપનીને કાઢીને જે કંપની લેવામાં આવી હતી તેણે પણ કામ કરવાની અનિચ્છા દર્શાવી હતી તેથી ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન ફસાઇ ગયું છે, હવે ફરી...

પાર્કિંગની જગ્યામાંથી મલાઈ તારવી લેનારા હવે પાર્કિંગના નામે નાગરિકોની ...

પ્રશાંત પંડીત અમદાવાદ, તા.11 શહેરમાં પોલીસ અને અમપા દ્વારા વાહન પાર્ક સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદમાં 10 હજાર કોમર્શિયલ બિલ્ડીંગો એવા છે કે જેમાં પાર્કિંગની જગ્યા વેચીને મારી હોવાથી રોજના હજારો વાહનો માર્ગ પર પાર્ક કરવામાં આવી રહ્યાં હોવાનો અંદાજ છે. બિલ્ડીંગોમાં ધંધા માટે આવતા મુલાકાતીઓ કે દુકાન માલિકોને માર્ગ પર કે રોડ પર આવેલી...