Tag: countries
ભારતે ચાર દેશોના નાગરિકોના નિયમિત વિઝા સ્થગિત કર્યા
ભારતમાં કોરોના વાયરસના ભય વચ્ચે સરકારે ચાર દેશોના નાગરિકોના નિયમિત વિઝાને સ્થગિત કરી દીધા છે. જેમાં ઇટાલી, ઇરાન, દક્ષિણ કોરિયા અને જાપાનનો સમાવેશ થાય છે. સાવચેતી રૂપે સરકારે આ પગલું ભર્યું છે. સરકારના સત્તાવાર ડેટા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓમાં વાયરસની પુષ્ટિ થઈ છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના આરોગ્યમંત્રીએ કહ્યું છે કે રાજ્યમાં કોરોનાના ક...