Saturday, August 9, 2025

Tag: Crime Branch

ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે શરુ કરેલા ત્રિનેત્ર પ્રોજેકટમાં ખુદ પોલી...

અમદાવાદ,તા.14 ગુનાખોરી અને લૂંટ ચોરીની ઘટના પર બાજ રાખવા માટે પોલીસ વિભાગે અનેક નવા પ્રોજેકટ શરુ કર્યા છે. જેના એક ભાગરુપે  શહેરની 100થી વધુ ખાનગી સોસાયટીઓમાં  ત્રિનેત્ર પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે.  જો કે ચોર-લૂંટારા અને અપરાધીઓને નાથવા શરુ કરવામાં આવેલ ત્રિનેત્ર પ્રોજેકટથી પોલીસ, તંત્રની નિતી સામે જ આંગળીઓ ચિંધાઈ રહી છે. શું છે ત્રિને...

ઊંઝામાં જીરું અને વરિયાળીના શંકાસ્પદ જથ્થા સાથે ટ્રક ઝડપાઈ

ઊંઝા, તા.૧૪  ઊંઝામાં વિસનગર રોડ ઉપર આવેલી પાણીની ટાંકી સામેની હોટલ પાસેથી પોલીસે જીરું વરિયાળીના શંકાસ્પદ 552 બોરીના જથ્થા સાથે ટ્રકને ઝડપી લીધી હતી. પોલીસે કિં. 25.81.680 નોમુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઊંઝા પોલીસ ડી.સ્ટાફ ઇન્ચાર્જ પી.એસ.આઈ. કે.એમ.ચાવડાને મળેલ બાતમી કે પાણીની ટાંકી સામે જૂની જાગીર હોટલની સામે વિસનગર રોડ ઉપર એક શંકા...

રાજકોટમાં દારૂના પાંચ સ્થળે દરોડા પાડીને 6 બુટલેગર્સને ઝડપી લેવાયા

રાજકોટ,તા:૧૫ રાજકોટ જિલ્લામાં પોલીસે પાંચ સ્થળે દરોડા પાડી રૂ.1.60 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પાડેલા પાંચેય દરોડા દરમિયાન એક મહિલા સહિત છ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બે આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયા છે.

બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ

અમદાવાદ, તા. 15. શહેરના વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન સિનેમા પાસે એક વિદેશી યુવતીની છેડતી કરાયાનો બનાવ બનવા પામ્યો છે. આ ઘટના અંગેની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અન્ના મારિયા નામની એક વિદેશી યુવતી ઈટલીથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવી છે. છેલ્લા કેટલાક સમયથી તેણી શહેરના ડ્રાઈવઈન રોડ...

કોર્ટમાં મુદત માટે લઇ જઇ રહેલી પોલીસને થાપ આપીને હિતુભા ઝાલા ફરાર

સુરેન્દ્રનગર,તા.14 ગુજરાતની પોલીસ આરોપીઓને ઝડપી પાડવામાં માટે પરસેવો પાડે છે. પરંતું પકડમાં આવેલા આરોપીને સાચવી શકતી નથી. આવું જ મોરબીના ચકચાર ભર્યા ફાયરિંગ અને હત્યા કેસના આરોપી માટે થયું છે.  મોરબીના ચકચારી ફાયરિંગ કરી હત્યા નિપજાવવાના કેસના આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પોલીસને થાપ આપીને ભાગી ગયો છે. આ ખુંખાર આરોપીને અમદાવાદના શાંતિપુરા ...

લકઝુરીયસ કારમાં લોડેડ પિસ્ટલ લઈને ફરતા ત્રણ દારૂડીયાઓ ઝડપાયા

અમદાવાદ, તા.૧૩ સાયન્સ સિટી ટેનિસ કોર્ટ પાસેથી સોલા પોલીસે લકઝુરીયસ કારમાં લોડેડ પિસ્ટલ લઈને જઈ રહેલા ત્રણ શખ્સોને નશાની હાલતમાં ઝડપી લીધા છે. નશાની હાલતમાં મળેલા ત્રણેય શખ્સો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્રણ પૈકીના બે આરોપી પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી શાહપુર પોલીસના ચોપેડ વકીલને ધમકી આપવાના ગુનામાં વૉન્ટેડ હતા. સોલા પોલીસે બાતમીના આ...

કૈયલની સીમમાં ઓએનજીસીની ટેંકમાંથી ડિઝલ ચોરીનો પર્દાફાશ

મહેસાણા, તા.૧૨ કડી તાલુકાના કૈયલ ગામની સીમમાં આવેલા ઓએનજીસીની વેલ નજીક ડિઝલ ટેંકમાંથી પરોઢીયાના સુમારે ડિઝલ ચોરીનો પર્દાફાશ થયો હતો. જોકે પોલીસને જોઈને ચોરી કરી રહેલા અજાણ્યા શખસો છૂમંતર થઈ ગયા હતા. આ અંગે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કૈયલ ગામની સીમમાં ઓએ...

મહેસાણા અને વડનગરમાંથી 1035 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

મહેસાણા, તા.૧૪ મહેસાણા અને વડનગરમાં ઘીના બે વેપારી એકમોમાં રાત્રે નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાની રાહબરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં લૂઝ ઘી તેમજ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના ચાર સેમ્પલ મેળવીને ભેળસેળની શંકામાં કુલ રૂ. 84470ની મત્તાનો 1035 કિલો જથ્થો જપ્ત કર્યો હતો.

કાળિયારના ચામડા સાથે શિકારીઓની ગેંગ ઝડપાઇ, ત્રણ દિવસના રિમાન્ડ પર

જામનગર,તા.13 જામનગરમાંથી કાળિયાર હરણના ચામડાં સાથે આઠ શખ્સ ઝડપાતા દોડધામ  મચી ગઇ છે. જામનગરના પાનેલીમાં શિકાર કરી જામનગરમાં ચામડું વેંચવા આવેલા આઠેય શખ્સને વનવિભાગે સકંજામાં  લઇ લીધા હતા. આ આઠેય શિકારીઓને અદાલતમાં રજૂ કરીને ત્રણ દિવસના  કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.  શિકારી ટોળકીના મુખ્યસૂત્રધારને પકડવા માટે વનવિભાગે તપાસનો શરૂ કરી છે. જામનગર વ...

પૌત્રી સાથે શારીરિક અડપલાં કરનારા નરાધમ દાદાની ધરપકડ

અમદાવાદ, તા.12 સગી પૌત્રી સાથે બીભત્સ વર્તન અને શારીરિક અડપલાં કરનારા નરાધમ દાદાની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. 60 વર્ષીય દાદા સાથે છેલ્લા છ એક મહિનાથી પૌત્ર અને પૌત્રી એકલાં રહેતાં હતાં. આ મામલે બાળકીની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જુહાપુરા વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે તલાક થતાં બે બાળકો પતિ સાથે રહેતાં હતાં, જ્યારે તલાક ...

ભાઈને છોડાવવા ગયેલા ભાઇની હત્યા કરનારા 4 આરોપીને આજીવન કેદ

પાલનપુર, તા.12  દાંતાના ગુગરમાળ ગામે 16 જુલાઈ 2017એ ચાર શખ્સોએ ભાઈને મારતાં બચાવવા ગયેલા સગા ભાઈને લાકડી તેમજ ધોકાનો માર મારી હત્યા કરી હતી. જે કેસ પાલનપુરની સેશન કોર્ટે બે વર્ષ બાદ શુક્રવારે હત્યારાઓને આજીવન કેદની સજા ફટકારી હતી. દાંતાના ગૂગરમાળ ગામે 16 જુલાઈ 2017એ સાંજે છ વાગ્યે બળદ લઇ ઘર તરફ જતાં લલિતભાઇને 4 શખ્સોએ ”અમારૂ ખેતર છોડીને જતો ર...

ચાલાસણમાં 8 માસની પુત્રીની એસિડ રેડી ક્રૂર હત્યા કરનાર પિતાનો ગુનાહિત ...

મહેસાણા, તા.૧૧ ચાલાસણમાં કુટુંબીભાભીના પ્રેમમાં અંધ બનેલા પિતાએ પ્રેમમાં આડખીલી રૂપ કુટુંબીઓને ફસાવવા બુધવારે બિમાર રહેતી 8 માસની ઘોડિયામાં સુઈ રહેલી બાળકીના ગળા પર એસિડ નાખી ક્રૂર હત્યા કરી પત્ની પાસે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરાવી ફરાર થઈ ગયો હતો. ભેજાબાજ પિતાએ એસિડની બોટલ પર આંગણીના નિશાન ન પડે તે માટે ટીશર્ટથી બોટલ ઉપાડી હતી. ઘટના સ્થળે પહોંચેલ...

અમપાના કર્મચારીની ઓળખ આપી તોડ કરવા ગયેલા બે શખ્સો ઝડપાયા

અમદાવાદ, તા.૧૦ અમપાના કર્મચારી તરીકે ઓળખ આપીને ચવાણાની દુકાનના માલિકનો તોડ કરવા નિકળેલા બે ગઠીયાઓ ઝડપાઈ જતા અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. દુકાન માલિકને શંકા જતા બંને ગઠીયાઓ આબાદ રીતે પકડાઈ ગયા છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા કાનજી દેસાઈની માલિકીની દુકાન ભાડે રાખી કિશનસીંગ ભૈરવનાથ ચવાણાના નામથી ધંધો કરે છે. કિશનસિંગ વતનમાં ગયા હોવા...

દારૂની હેરાફેરીમાં 63 લાખના પાણીના RO જપ્ત

મહેસાણા, તા.૧૦ ભટારીયા ગામની સીમના ખરાબામા સાંથલ પોલીસે રેડ કરી આરઓ મશીનની નીચે છુપાવીને રાખેલ રૂ.2.68 લાખનો દારૂ ઝડપાયો હતો.સાંથલ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો હતો. સાંથલ પોલીસ બુધવારે પેટ્રોલીંગમા દરમિયાન ભટારીયા ગામની સીમના ખરાબામાં દારૂ સંબધે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે અહીથી મળી આવેલ કન્ટેનર ગાડીમાં ગોઠવેલ આરઓ ...

પોતાની જ દિકરી, જમાઇ અને વેવાણનું અપહરણકરાના ત્રણને ઝડપી પાડતી પોલીસ

જુનાગઢ તા. ૧૦ સંબંધોની લજવતો કિસ્સો સામે આવ્યો છે. પોતાની જ પુત્રી, જમાઇ અને વેવાણના અપહરણમાં પોલીસે વેવાઇ સહિત ૩ અપહરણકારોની ધરપકડ કરી છે. અપહરણકારો પાસેથી કાર  અને બાઇક કબ્જે કરી અન્ય અપહરણકારોની શોધ શરૂ કરી છે. પોરબંદર જિલ્લાનાં માધવપુર ગામે રહેતા રાવલ માવદીયાએ માંગરોળના મધરવાડા ગામનાં ભનુભાઇ ઉર્ફે મસરીયા મુળુભાઇ ધુડાની પુત્રી શાંતી સાથે દોઢે...