Saturday, August 9, 2025

Tag: Crime Branch

ગંજમાં 4-4 સિક્યુરિટી છતાં 3 પેઢીનાં તાળાં તોડી રૂ.3 લાખની ચોરી

મહેસાણા, તા.૦૩ મહેસાણા ગંજબજારમાં મંગળવારે મોડી રાત્રે તસ્કરો 3 દુકાનો અને ગોડાઉનનાં શટર તોડી રોકડ રૂ. 2.99 લાખની મત્તા ચોરી ગયા હતા. જોકે, એ ડિવિજન પોલીસે રૂ.1.94 લાખની ચોરીનો ગુનો નોંધ્યો છે. દરમિયાન, પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરાઇ છે. મહેસાણા ગંજબજારમાં બરોડા બેંકની સામેની બાજુમાં આવેલા સોહમ ટ્રેડર્સ નામની અનાજની દુકાનન...

ગોઝારા અકસ્માત બાદ લક્ઝરી બસના માલિક અને બસ ભાડે ફેરવનારએ જવાબદારીમાંથ...

પાલનપુર, તા.૦૩  ત્રિશુળિયા ઘાટ પર પલટી ગયેલી લક્ઝરી બસના માલિક અને ભાડે ફેરવનાર જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. આરટીઓએ જણાવ્યું હતું કે તપાસમાં જેમની લાપરવાહી સામે આવશે તેમની વિરુદ્ધ ગુનો દાખલ થઈ શકે છે. હાલ ડ્રાઈવર અમદાવાદ સારવાર હેઠળ છે. ત્રિશૂળિયા ઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બસ હંકારનારનો વિડીયો મંગળવાર રાત્રે વાયરલ થયો હતો. જેમ...

બાળ રિમાન્ડ હોમમાંથી ભાગીને યુવકની હત્યા કરનારો આરોપી મહિને ઝડપાયો

અમદાવાદ, તા.3 મહેસાણા બાળ રિમાન્ડ હોમની દિવાલ કૂદીને ચાર મહિનાથી ફરાર થયેલા અને મહિના અગાઉ મિત્રો સાથે મળીને યુવકની હત્યા કરનારા એક ગુનેગારની એસઓજી-ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પ્રેમ લગ્ન કરનાર યુવકની ઓઢવ વિસ્તારમાં હત્યા કરનારા ચાર આરોપીઓ પૈકી ત્રણની સ્થાનિક પોલીસે ધરપકડ કરી લીધી હતી. જ્યારે સચિન ઉર્ફે ગુડ્ડુ ચાવલા-ખટીક હત્યા કેસમાં વોન્ટેડ હતો...

પિતા પાસેથી 2.5 કરોડની ખંડણી માગનારી પુત્રી અને તેના મિત્રની ધરપકડ

અમરેલી, તા:૦૩  એસઓજી અને અમરેલી સિટી પોલીસે પિતા પાસેથી રૂ.2.5 કરોડની ખંડણી માગનારી પુત્રી અને તેના મિત્રની ધરપકડ કરી લીધી છે. તાલાલામાં રહેલા નગાભાઈ બારડની પુત્રી દિશા વડોદરામાં રહીને નોકરી કરતી હતી, જેણે પોતાના જ અપહરણનું નાટક કરીને તેના મિત્ર પાસે 2.5 કરોડની ખંડણીનો પિતાને ફોન કરાવ્યો હતો. દિશા વડોદરાથી પરત અમરેલી આવવા નીકળી હતી, જે મુજબ દિશા...

ગેરકાયદે કોલ સેન્ટરને અમેરિકન નાગરિકોનો ડેટા પૂરો પાડતા 2 શખ્સની ધરપકડ...

અમદાવાદ,તા:૦૩ લોનના નામે અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરનારા બે શખ્સોની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. વસ્ત્રાપુર રેલવે ફાટક પાસે કારની અંદર બેસીને આ શખ્સો અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપતા અને તેમની પાસેથી ડોલર પડાવતા હતા. વેજલપુર પોલીસે બંને શખ્સ પાસેથી કાર અને બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરી છે. વેજલપુર પોલીસને વસ્ત્રાપુર રેલવે ફાટ...

ખુલ્લા પીજી રૂમમાંથી બે મહિલાઓ ચાર મોબાઈલ ફોન ચોરીને ફરાર

અમદાવાદ, તા.2 વસ્ત્રાપુર નહેરૂપાર્ક વિસ્તારમાં આવેલા જલારામ પીજીના ખુલ્લા ફલેટમાંથી બે અજાણી મહિલાઓ ચાર મોબાઈલ ફોન ચોરી કરીને ફરાર થઈ ગઈ છે. ફલેટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બંને આરોપી મહિલાઓ કેદ થઈ જતા વસ્ત્રાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી છે. મૂળ રાજકોટના રહિશ અને અમદાવાદમાં એસ.જી.હાઈ-વે પર ખાનગી કંપનીમાં નોકરી કરતા અમ...

એસવીપી હોસ્પિટલના તબીબોની માનવતા મરી, ડીપોઝીટની જંજાળમાં દર્દીએ પ્રાણ ...

અમદાવાદ, તા.02 એસવીપી હોસ્પિટલ સતત કોઈને કોઈ કારણોસર વિવાદ માં રહે છે. આવો એક દુઃખદ કિસ્સો શનિવારે મોડી રાતે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. એસવીપી હોસ્પિટલમાં શનિવારે મોડી રાતે ગંભીર હાલતમાં લવાયેલા હાર્ટએટેક ના દર્દીની સારવાર કરવાને બદલે  ડોકટરોએ પહેલા ફોર્મ ભરી ડિપોઝીટના રૂપિયા જમા કરવાનું કહેતા બબાલ થઈ હતી. આ દરમિયાન સમયસર સારવાર ન મળતા દર્દી...

હિરાના વેપારીઓની કાર આંતરીને પંદર લાખ કરતા વધુની લૂંટ કરનારા આઠ લૂંટાર...

રાજકોટ, તા., 0૨ જસદણની સરદાર ડાયમંડ માર્કેટમાં હિરાના વેપારીઓને ધોળે દિવસે કાર આંતરી લાખોની લૂંટ કરનારા આઠ લૂંટારૂઓને પોલીસે ઝડપી પાડ્યાં છે. લાખોની કિંમતના હિરા અને રોકડની લુંટનો ભેદ જીલ્લા પોલીસ વડાના સુપરવિઝન હેઠળ જીલ્લા એલસીબી અને જસદણ પોલીસે ૪૮ કલાકમાં જ ઉકેલી નાંખ્યો હતો.  રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરીષદમાં વિગતો આપતા રૂરલ એસપી બલ...

બાપુનગરના પીઆઈને ધમકી આપવા બદલ વિક્કી ત્રિવેદીને ભાજપે સસ્પેન્ડ કર્યો

અમદાવાદ, તા. 01 શહેર ભાજપ દ્વારા પોલીસને ધમકી આપનાર ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદીને વીડિયોના માધ્યમથી પોલીસને ગાળો આપવાની ઘટના બાદ તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે પરામર્શ કર્યા બાદ ભાજપા યુવા મોરચાના પ્રદેશ કારોબા...

બર્થ-ડે પાર્ટી માટે દારૂ-બિયર લઈને જતા બે યુવક ઝડપાયા

અમદાવાદ, તા.1 બર્થ-ડેની પાર્ટી આપવા માટે સ્કોચ વ્હીસ્કી અને 20 બિયર લઈને જઈ રહેલા બે યુવકોને સોલા પોલીસે ભાડજ સર્કલ પરથી ઝડપી લીધા છે. ધ્રુવ પટેલનો બર્થ ડે નિમિત્તે મિત્રોને પાર્ટી આપવા માટે દારૂ-બિયરનો જથ્થો લઈને નિયત સ્થળે પહોંચે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. ધ્રુવની સાથે કારમાં હાજર તેના મિત્ર જય પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. બંને યુવ...

દિવાળીની બોણી ઉઘરાવવાના મુદ્દે શહેરમાં વ્યંઢળ વોર, બે હુમલા

અમદાવાદ, તા.૦1 શહેરમાં દિવાળીની બોણી ઉઘરાવવાના તેમજ હદના મુદ્દે વ્યંઢળો પર અન્ય જૂથે હુમલા કર્યા હોવાની એક જ દિવસમાં બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આંબાવાડીમાં રિક્ષાચાલક પર હુમલો થતા વ્યંઢળ જૂથ એક ફલેટના ધાબા પર સંતાઈ ગયું હતું. જ્યારે સરસપુરમાં તિક્ષ્ણ હથિયાર વડે એક વ્યંઢળ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યા બાદ અન્ય કિન્નરના વાળ કાપી નાંખ્યા છે. આજ...

ધાનેરાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવા...

ધાનેરા, તા.૦૧  ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળામાં ચાલતા ગેર વહીવટ બાબતે ગ્રામજનો દ્વારા અવાર-નવાર તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા સોમવારે શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. જેના કારણે શાળાના શિક્ષકોએ શાળાની બહાર બેસી રહેવું પડ્યું હતું. તેમજ આ બાબતે જિલ્લા શિક...

પાનની પિચકારી મારનારા ચારસો થી વધુ દંડાયા,હજારોનો દંડ વસૂલાયો

રાજકોટ,તા.01 રાજકોટ રેલવે ડિવિઝનના એડીઆરએમેં જણાવ્યું હતું કે તારીખ 16 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટ ડિવિઝનમાં જુદાજુદા મથકો ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત યોજાયેલા અલગ-અલગ કાર્યક્રમો પૈકી રેલવેસ્ટેશનો ખાતે પાન-માવા જ્યાં ત્યાં થૂંકીને ગંદકી કરનારા પ્રવાસીઆે પાસેથી રેલવે સત્તાવાળાઆે દ્વારા 73,500 રુપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત  ક...

વિકલાંગ શખ્સે લોન અપાવવાના બહાને અનેક ને છેતર્યા

રાજકોટ તા. ૩૦: ગાંધીગ્રામ ગૌતમનગરમાં રહેતા વિકલાંગ શખ્સે  જાહેર ખબર છપાવી જરૂરીયાતમંદો સાથે રોકડની ઠગાઇ કરતા એ ડીવીઝન પોલીસે  ગુનો નોંધી આ શખ્સની ધરપકડ કરી છે. તેણે લોનના નામે સાતથી વધુ લોકોને છેતર્યાનું ખુલતા પોલીસે તેના રીમાન્ડ મેળવી તપાસ શરુ કરી છે. જામનગર પટેલ  કોલોની અરિહંત રેસીડેન્સી માં રહેતા અને હાલ કુવાડવા જીઆઇડીસીમાં  કારખાનામાં સીકયુરીટી...

મારી દિકરી ઈશરત નિર્દોષ હતી, તેને ન્યાય મળે તે માટે પંદર વર્ષથી લડતા હ...

અમદાવાદ,તા.01 વર્ષ 2004માં  અમદાવાદ પોલીસે કોતરપુર વોટર વર્કસ પાસે કોલેજ સ્ટુડન્ટ ઈશરત જહાન સહિત ચાર વ્યકિતનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું. આ એન્કાઉન્ટર બનાવટી હોવાનો પોલીસ પર આરોપ લાગ્યો હતો. આ મામલે પહેલા ગુજરાત પોલીસની એસઆઈટી અને બાદમાં સીબીઆઈએ કેસ સંભાળ્યો હતો હતો, પરંતુ આ ઘટનાના 15-15 વર્ષ બાદ ન્યાય મળતો નથી તેવી હતાશા સાથે ઈશરતની માતા શમ...