Tag: Crime-court
108 ઈમર્જન્સી એમ્બુલન્સ મોડી આવતાં સીએમના ભાઈનું મોત
રાજકોટઃતા:૦૯ 108 ઈમર્જન્સી સેવાના કારણે અનેક લોકોના જીવ બચવાના દાખલા આપણે જોયા છે, તો 108ની બેદરકારીના કારણે મોતના કિસ્સા પણ આપણે જોયા છે. જો કે આ વખતે 108ની બેદરકારીનો પરચો ખુદ મુખ્યમંત્રીને જ થઈ ગયો છે. 108ને કોલ કર્યા બાદ 45 મિનિટ મોડી પડતાં તેમના માસિયારા ભાઈ અનિલભાઈનું અવસાન થયું છે. સમગ્ર ઘટના જાણમાં આવતાં જ મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપ...
ઓનલાઇન જુગાર રમવાની આદતે જીવ ગુમાવ્યોઃ 78 લાખ હારી જનારા યુવકનો આપઘાત
રાજકોટ, તા.૦૭ ગુજરાતના રાજકોટ જિલ્લામાં કૃણાલ મહેતા નામની વ્યક્તિએ બુધવારે રાત્રે મોટા માવામાં કુવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓનલાઈન જુગાર રમીને ૭૮ લાખ રૂપિયા હારી ગયા બાદ યુકવે આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ કૃણાલ મહેતાનો મૃતદેહ સવારે મળી આવ્યો હતો. તપાસમાં જા...
ગોંડલમાં પુત્રના ગળે ચાકુ રાખીને મહિલા સાથે દુષ્કર્મ
રાજકોટઃ05 ગોંડલમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી, જેમાં એક નરાધમ દ્વારા પુત્રના ગળે છરી રાખીને તેની માતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. આટલું જ નહીં મહિલા પાસેથી રૂ.1.20 લાખ જેટલી રકમ અને ઘરેણાં પણ લૂંટી લેવામાં આવ્યાં.
શહેરમાં વાહન અકસ્માતની ત્રણ ઘટનામાં બાળક સહિત ત્રણનાં મોત
અમદાવાદ, તા.4
શહેરના ત્રણ જુદાજુદા વિસ્તારમાં બનેલા વાહન અકસ્માતના બનાવમાં એક બાળક, મહિલા અને આધેડનું મોત નીપજ્યું છે. કાર ડ્રાઈવરની બેદરકારીએ ફ્લેટના ચોકીદારના માસૂમ બાળકનો જીવ લઈ લીધો છે.
શહેરના નારણપુરામાં કાર ડ્રાઈવરે રિવર્સ લેતાં ગફલત કરતાં બાળકનું, આનંદનગર રોડ પર પૂરપાટ કારચાલકની અડફેટે બાઈક પર સવાર દંપતી પૈકી મહિલા અને નવા નરોડામાં કાર...
માનસિક અસ્વસ્થ પરિણીતાએ 13માં માળેથી ઝંપલાવતા વૃદ્ધ પર પડી, બંનેના મો...
અમદાવાદ, તા.04
ખોખરા સર્કલ પાસે આવેલા પરિષ્કાર-રના ઈ-બ્લોકના 13માં માળેથી એક પરિણીતાએ ઝંપલાવતા નીચેથી પસાર થતા વૃદ્ધ પર પડતા બંનેનું ફંગોળાઈને જમીન પર પટકાવાથી સ્થળ પર જ મોત નિપજ્યું છે. આપઘાત કરવા છલાંગ લગાવનારી મહિલા નિવૃત્ત સ્કુલ કલાર્કના મોત માટે જવાબદાર બની છે. અમરાઈવાડી પોલીસે આ ઘટનાના પગલે અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે.
અમરાઈવાડીના સ...
ગોઝારા અકસ્માત બાદ લક્ઝરી બસના માલિક અને બસ ભાડે ફેરવનારએ જવાબદારીમાંથ...
પાલનપુર, તા.૦૩
ત્રિશુળિયા ઘાટ પર પલટી ગયેલી લક્ઝરી બસના માલિક અને ભાડે ફેરવનાર જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. આરટીઓએ જણાવ્યું હતું કે તપાસમાં જેમની લાપરવાહી સામે આવશે તેમની વિરુદ્ધ ગુનો દાખલ થઈ શકે છે. હાલ ડ્રાઈવર અમદાવાદ સારવાર હેઠળ છે.
ત્રિશૂળિયા ઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બસ હંકારનારનો વિડીયો મંગળવાર રાત્રે વાયરલ થયો હતો. જેમ...
રાજકોટમાં ડેન્ગ્યૂએ લીધો ભરડો, બે વર્ષની બાળકીનું તાવ બાદ મોત
રાજકોટ,તા:૦૩ શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઠેરઠેર ગંદકીના ઢગ અને મચ્છરના ઉપદ્રવના કારણે ડેન્ગ્યૂ સહિતના મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે.
વરસાદ બાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અંગે કોઈ પગલાં ભરાયાં હોય તેવું દેખાઈ રહ્યું નથી. વરસાદ બંધ થયો હોવા છતાં લગભગ બધા વિસ્તારમાં પાણીનાં ખાબોચિયાં ભરાયેલાં જોવા મળે છે. કોર્પોરે...
એસવીપી હોસ્પિટલના તબીબોની માનવતા મરી, ડીપોઝીટની જંજાળમાં દર્દીએ પ્રાણ ...
અમદાવાદ, તા.02
એસવીપી હોસ્પિટલ સતત કોઈને કોઈ કારણોસર વિવાદ માં રહે છે. આવો એક દુઃખદ કિસ્સો શનિવારે મોડી રાતે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. એસવીપી હોસ્પિટલમાં શનિવારે મોડી રાતે ગંભીર હાલતમાં લવાયેલા હાર્ટએટેક ના દર્દીની સારવાર કરવાને બદલે ડોકટરોએ પહેલા ફોર્મ ભરી ડિપોઝીટના રૂપિયા જમા કરવાનું કહેતા બબાલ થઈ હતી. આ દરમિયાન સમયસર સારવાર ન મળતા દર્દી...
માથાસુરમાં મકાન ધરાશાયી થતાં અને વિસતપુરામાં ઘરનું છજુ પડતાં બે વૃદ્ધા...
કડી, તા.૦૧
કડીના માથાસુરમાં દેવીપૂજક વાસમાં એકલવાયું જીવન જીવતા દેવીપૂજક લીલાબેન ધૂળાભાઈ (55) રવિવારે સાંજે ઘરમાં હતા. તે દરમિયાન તેમના કાચા મકાનની પાછળની દીવાલ વરસાદના કારણે ધસી પડતાં લીલાબેન મકાનના કાટમાળમાં દટાઈ ગયા હતા. આસપાસના લોકોએ મહામહેનતે બહાર કાઢી સારવાર માટે લઈ જાય તે પહેલાં તેમનું મોત નીપજ્યું હતું. માથાસુર તલાટી અમીત બોરીચાએ બનાવને ...
ટ્રોમાં સેન્ટરના દરેક બેડ ઉપર મારી મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ ક્યાં છ...
પાલનપુર, તા.૦૧
અંબાજીની અકસ્માતની ઘટનાને પગલે દાંતામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે દર્દીઓને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સમાં 5થી 10 દર્દીઓ ભરી-ભરી લવાયા હતા. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જેને લઇ સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર દર્દીઓની ચિચિયારીઓથી ખળભળી ઊઠ્યું છે. મોટાભાગના દ...
રેલિંગના કારણે બસ ખાઇમાં ન પડી અને 50 લોકોના જીવ બચી ગયા..!
પાલનપુર, તા.૦૧
અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટના ભયજનક વળાંકમાં હનુમાન મંદિર પાસે લક્ઝરી પલટતાં 21 યાત્રિકોનાં મોત થયાં છે અને 55 ઘવાયા છે. જેમાંથી 4ની હાલત ગંભીર હોવાના કારણે અમદાવાદ રિફર કરાયા છે. જીજે 1 એઝેડ 9795 નંબરની ડબલ ડેકર લકઝરી બસમાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખુડેલ અને અન્ય ગામોથી લોકો ધાર્મિકયાત્રાએ નીકળ્યા હતા અને ઊંઝા, બહુચરાજી, અંબા...
મારી દિકરી ઈશરત નિર્દોષ હતી, તેને ન્યાય મળે તે માટે પંદર વર્ષથી લડતા હ...
અમદાવાદ,તા.01
વર્ષ 2004માં અમદાવાદ પોલીસે કોતરપુર વોટર વર્કસ પાસે કોલેજ સ્ટુડન્ટ ઈશરત જહાન સહિત ચાર વ્યકિતનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું. આ એન્કાઉન્ટર બનાવટી હોવાનો પોલીસ પર આરોપ લાગ્યો હતો. આ મામલે પહેલા ગુજરાત પોલીસની એસઆઈટી અને બાદમાં સીબીઆઈએ કેસ સંભાળ્યો હતો હતો, પરંતુ આ ઘટનાના 15-15 વર્ષ બાદ ન્યાય મળતો નથી તેવી હતાશા સાથે ઈશરતની માતા શમ...
ઊંઝા તાલુકાના કહોડા ગામે ઘરમાં ઘૂસી ઊંઘમાં જ યુવકની હત્યા
ઊંઝા, તા.૩૦ ઊંઝા તાલુકાના ગામે વહેલી સવારે ઘરમાં ઘૂસી યુવકની હત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. ખાટલામાં ઊંઘી રહેલા યુવકને ધારદાર શસ્ત્રો વડે હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઓટો કન્સલ્ટિંગનો વ્યવસાય કરતો મૃતક યુવક તેના માતા પિતાનો એકનો એક હતો. ઘટનાને પગલે ઊંઝા પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ શોધવા મથામણ શરૂ કરી છે
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગા...
ધનજી વિરુદ્ધ ફરિયાદ ન નોંધાતાં મૃતકના પરિવારનો વધી રહેલો રોષ
ગાંધીનગર,તા:૦૧
ધનજી ઓડ ઉર્ફે ઢબુડી વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં ન આવતાં મૃતકના પરિવારમાં રોષ વધી રહ્યો છે. ઢબુડીએ દવા બંધ કરાવી દેતાં કેન્સરગ્રસ્ત યુવાનનું મોત થયું હતું, જે અંગે યુવકના પરિવારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે બાદમાં ધનજી હાજર થવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતાં પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો.
ડેન્ગ્યુથી પાલનપુરના પોલીસ પુત્ર અને કાણોદરની બાળકીનું મોત થયું
પાલનપુર, તા.૨૯
પાલનપુરમાં રોગચાળાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શંકાસ્પદ ડેન્ગ્યુથી પાલનપુરના 14 વર્ષના પોલીસ પુત્ર અને કાણોદરની 8 વર્ષની બાળકીનું મોત નિપજી ગયું હતું. કાણોદરની સરફરાજઅલી હસનની દીકરી મેરીસાની તબિયત બગડતાં પાલનપુર સિવિલમાં સારવાર અપાયા બાદ અમદાવાદ લઇ જવાઇ હતી. જ્યાં એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.
આ ઉપરાંત ...
ગુજરાતી
English