Saturday, March 7, 2026

Tag: Crime-court

ગુજરાતના આઠ શહેરોમાં ટ્રાફિકના ગુનામાં કેશલેસ દંડ પ્રણાલીનો અમલ કરાશે

ગાંધીનગર- ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદાનો અમલ શરૂ થયો છે ત્યારે નવા દંડના દરો કોઇપણ વાહનચાલક રોકડમાં ચૂકવી શકે તેવી હાલત નહીં હોવાથી સરકારે દંડ વસૂલ કરવા માટે કેશલેસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે મોટર વાહન સબંધિત ગુનાઓની વસૂલાત કાર્ડમશીન દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કે રાજ્યના આઠ ...

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર ઝડપાયો

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામાં જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ માહિતીના આધારે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરને ઝડપી લીધો છે. આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરની હોસ્પિટલથી સોનોગ્રાફી મશીન સહિતની સામગ્રી જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્રાંગધ્રામાં હોસ્પિટલ ધરાવતો ડોક્ટર ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતો હોવાનું જણાયું હતું. જે ...

વિરાટનગરના વિશાલ પટેલની હત્યા કર્યાની સિરિયલ કિલરની કબૂલાત

અમદાવાદઃ ગાંધીનગરમાં અને અમદાવાદમાં ખૌફનું વાતાવરણ ઊભું કરનારા સિરિયલ કિલરને આખરે આઠ મહિના બાદ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં હત્યારો મદન એકબાદ એક ઘટસ્ફોટ કરી રહ્યો છે, જે અંતર્ગત હવે તેણે અમદાવાદના વિરાટનગર ખાતે રહેતા વિશાલ પટેલની હત્યાની કબૂલાત કરી છે. ત્રણ લોકોને માથામાં ગોળી મારી હત્યા કરનારા મદનની લૂંટના માલ અંગેની કડકાઈથી પૂછપરછ કર...

બર્થડે પાર્ટીની ઉજવણીમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

અમદાવાદ, તા. 21.  શહેરના આનંદનગર વિસ્તારમાં બર્થડે પાર્ટીની ઉજવણીમાં ફાયરિંગ કરનાર શખ્સને રિવોલ્વર અને કાર સાથે આનંદનગર પોલીસે ઝડપી લીધો હતો. તેની સામે આનંદનગર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં સેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા વિનસ એટલાંટિસ બિલ્ડીંગના પાર્કિંગમાં બર્થડે પાર્ટીની ઉજવણી માટે કેટલાક યુવકો રાત્રે પોણા બા...

અસલી પોલીસને ચકમો આપી નાસી જનાર નકલી પીએસઆઇ ઝડપાયો

અમદાવાદ, તા. ૨૧. શહેરના હેબતપુર રોડ ઉપર નકલી પિસ્તોલ લગાવીને પીએસઆઇ બનીને ટ્રેક્ટર ચાલકો પાસેથી તોડ કરનાર શખ્સ ગુરુવારે સાંજે સોલા પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો. પરંતુ સોલા પોલીસે તેના ટુ વ્હિલરના નંબર પરથી તેને શોધીને ઝડપી લીધો હતો. સોલા પોલીસની શી ટીમ દ્વારા ઝડપી લેવાયેલા આ આરોપીનું નામ પારસ ઉર્ફે પાર્થ સુથાર છે. તે મૂળ રાણપુર પાસેના ગામનો વ...

સગીર યુવતીને ફસાવી દુષ્કર્મ આચરનારાને 10 વર્ષની કેદની સજા

મહેસાણાઃ ઊંઝાના મક્તુપુરમાં 14 વર્ષીય કિશોરીને લલચાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનારા આરોપીને પોક્સો કોર્ટે 10 વર્ષની સજા અને રૂ.11500નો દંડ ફટકાર્યો છે. આરોપી વિપુલ ઠાકોર 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડીને લઈ ગયો હતો. આરોપી વિપુલ કિશોરીને ખેરાલુ ખાતે રહેતી તેની બહેન મધુના ઘરે લઈ ગયો હતો, અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હ...

ભિલોડા નજીક બે અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યો : ૩ યુવકો ગં...

ભિલોડા, તા.૨૧ અરવલ્લી જીલ્લામાં વાહન ચાલકો બેફામ ગતિએ વાહન હંકારતા અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ભિલોડાના કલ્યાણપુર નજીક પસાર થતી સીફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે ભટકાતા કાર ચાલકનું મોત નીપજ્યું હતું. કારમાં સવાર બે યુવાનોના શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અન્ય એક અકસ્માતમાં ધુળેટા ગામ નજીક બાઈકને અડફેટે ...

વૃધ્ધાને ફાડી ખનારો માનવભક્ષી દિપડો પાંજરે પૂરાયો

અમરેલી તા. ર૧ : ખાંભાના મુંજયાસરમા ૭૦ વર્ષના વૃદ્ધાને ફાડી ખાનાર દિપડાને પાંજરામાં પુરવામાં વનવિભાગને પરસેવો પાડ્યા બાદ  સફળતા મળી છે. ખાંભા તાલુકાના મુંજયાસર ગામમાં વહેલી સવારે નનુબેન પરમાર (ઉ.૭૦) નામના વૃદ્ધા બાથરૂમ કરવા ગયા ત્યારે અચાનક દીપડો આવી ચડી અને વૃદ્ધા પર હુમલો કરી અને વૃદ્ધાને  ઢસડીને એક કિલોમીટર વાડીમાં જુવારના પાકમાં ફાડી ખાધા હતા. ત...

સત્તાના કોમી રમખાણોના સાક્ષી શ્રીકુમારનું પુસ્તક ગુજરાતીમાં સનસનાટી મચ...

આર.બી. શ્રીકુમાર, (નિવૃત્ત આઈ.પી.એસ.) લિખિત અંગ્રેજી પુસ્તક ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતી અનુવાદ તાજેતરમાં પડદા પાછળનું ગુજરાત શીર્ષક હેઠળ પ્રગટ થયેલ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો આ પૂર્વે હિંદી, ઉર્દૂ, મલયાલમ, તેલુગુ અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયેલ છે. નોંધવાયોગ્ય બાબત એ છે કે ૨૦૦૨માં ગોધરા રેલવે-સ્ટેશન પર થયેલ દુર્ઘટના પછી ગુજરાત...

દાણીલીમડામાં જૂની અદાવતમાં યુવકની ચાકુના ઘા મારીને હત્યા

અમદાવાદ,તા:૧૯  દાણીલીમડા વિસ્તારમાં જૂની અદાવતમાં ઉશ્કેરાઈને એક શખ્સે ચાકુના ઘા મારીને યુવાનની હત્યા કરી દીધી. ઘટના અંગે દાણીલીમડા પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને પ્રાપ્ત વિગત મુજબ દાણીલીમડાની રહેમતી મસ્જિદ પાછળ સમીમપાર્કમાં રહેતા 20 વર્ષીય શરીફને તે જ વિસ્તારની અલઅમન સોસાયટીમાં રહેતા મહંમદ અક્રમ સાથે ઝઘડો ચાલતો હતો. આ દરમિય...

લેખિત નિવેદન રજૂ કરી પોલીસ અધિકારીઓ પર આરોપ કરાયા

ગાંધીનગર, તા. 18 પાટીદારો પર વર્ષ 2015માં થયેલા દમનની તપાસના મામલે રચવામાં આવેલા પૂંજ તપાસપંચ સમક્ષ આજે બે અગ્રણીઓએ પોતાનાં લેખિત નિવેદન આપ્યાં હતાં, જેમાં પાસના તત્કાલીન કન્વીનર અને હાલ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને પાટીદાર નેતા અમરિષ પટેલે પોતાના નિવેદનમાં કેટલાક આઈપીએસ અધિકારીઓ અને પોલીસ ઈન્સ્પેક્ટર પર દમન કરવાના અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કર...

સરકારી કતલખાનામાં જ ગેરકાયદે 24 કરોડથી વધુ જાનવરની કતલ

અમિત કાઉપર ગાધીનગર,તા::18 જીવપ્રેમી, ધર્મપ્રેમી અને સંસ્કૃતિની દુહાઈ દેનારી સરકાર અને તેના કતલખાનાની વાત જ નિરાળી છે. સામે આવ્યા મુજબ સરકારી કતલખાનામાં જાનવરોની મોટાપાયે કત્લેઆમ ચાલી રહી છે. જે અંગે સંવેદનશીલ અને પ્રજાલક્ષી કામ કરવા માટે પોતાને જાણીતી કરનારી ભાજપ સરકાર આંખ આડા કાન જ કરતી હોવાનું લાગી રહ્યું છે. રાજ્યમાં હાલમાં કુલ રજિસ્ટર થયે...

રુપાણી લાલ સીગ્નલ તોડીને ભાગ્યા, આવ્યો મેમો

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને દંડ ફટકારવા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા કોઈની શરમ રાખતા નથી. ભલેને એ વાહનનો મુખ્યપ્રધાન ઉપયોગ કરતા હોય. વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે તેને રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ચોપડે અન્ય હજારો ઈ-મેમોની સાથે આ બે ચલણનો અનપેઈડની યાદીમાં સમાવેશ થાય છે. અમદાવ...

જૂનાગઢની યુવતીએ અમદાવાદના યુવાનને ફસાવ્યો હનીટ્રેપમાં

જૂનાગઢ,તા:૧૮ અમદાવાદના રહેવાસી પંકજ પાનસુરિયાને હનીટ્રેપમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે, જે અંગે જૂનાગઢના સરદારપરાની યુવતીએ તેમને ફસાવી જૂનાગઢ બોલાવ્યા અને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના બાપુનગરમાં રહેતા પંકજ પાનસુરિયા થોડા સમય પહેલાં સોશિયલ સાઈટ પર જૂનાગઢની કાજલ પટેલના સંપર્કમાં આવ્યા હતા, જ્યાં તેમની મિત્રતા...

નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં કેવડિયા આવેલા પીએસઆઈએ ગોળી મારી કરી આત્મહત...

અમદાવાદ,તા.17  નર્મદાના નીરના વધામણા કરવા કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં આવેલા નવસારીના પોલીસ સબ ઈન્સપેક્ટર એન સી ફીણવિયા (ઉં.વ 29) એ પોતાના કપાળમાં પોતાના સાથી સબ ઈન્સપેક્ટરની સર્વિસ પિસ્ટલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સીનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.  આત્મહત્યાની આ...