Saturday, March 7, 2026

Tag: Crime-court

ભોયણમાં છોકરી ભગાડી જવાની અદાવતમાં આધેડ પર તલવાર વડે હુમલો

ડીસા, તા.૧૦ ડીસાના ભોંયણ પાસે રવિવારે રાત્રે સેવા કેમ્પ પર એક શખ્સે તલવાર વડે હુમલો કરી રણજિતજી રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અગાઉ આ શખ્સ એક પરણિત મહિલાને લઇને નાસી ગયો હતો. દરમ્યાન રણજીતજીએ તેને ઠપકો આપ્યો હતો. જે બાબતની અદાવત રાખી તલવાર વડે હુમલો કરતા તેની વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભોયણ નજીક સેવા કેમ્પ દરમિયાન રવિ...

બરવાલા ચોકડી પાસેથી પોલીસે દેશી તમંચા સાથે ત્રણને ઝડપ્યાં

બોટાદ,તા.09 બોટાદ જીલ્લા પોલીસની ટીમ  ગઢડા જલજીલીણી અગીયારના તહેવાર નિમીત્તે તથા માનનીય મુ.મંત્રીશ્રી ના ગઢડા મુકામેનો પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત  રાણપુર મીલટ્રી હાઇવે રોડ ઉપર બરવાળા ચોકડી પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન એક કાળા કલરનીકાર  માલણપુર ગામ તરફથી આવતા તે ગાડી શંકાસ્પદ જણાઇ હતી.  ગાડી રોકીને તેને  ચેક કરતા ગાડીમાંથી ત્રણ ઇસમો...

વિડિયો વાઇરલ થયાં બાદ પોલીસે બૂટલેગરને ત્યાં રેડ કરીને દારૂ ઝડપ્યો

અમદાવાદ,તા.09  સરદારનગરનો દારૂ કટિંગનો વીડિયો પ્રસિદ્ધ થયો હતો તે જૂનો હતો, વીડિયો વાયરલ થયાના બીજા દિવસે આરોપી બલિયાને ત્યાં રેડ પાડીને 144 વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 37 હજાર સાથે ધરપકડ કરીને તેને પાસામાં મોકલી અપાયો છે. જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર હોવાનું સરદારનગરના પોલીસ ઈન્સ્પેકટર સી. આર. જાદવે જણાવ્યુ હતું. શહેરમાં દારૂના ધંધા માટે સરદારન...

વાડજ પોલીસ સ્ટેશન માથે લઈ પીએસઆઈને ધમકી આપનારા કિન્નરની ધરપકડ

અમદાવાદ, તા.9 મારા વિરૂદ્ધમાં ખોટી ફરિયાદો કેમ દાખલ કરો છો તેમ કહીને એક કિન્નરે વાડજ પોલીસ સ્ટેશન માથે લીધુ હતું. પીએસઆઈ સાથે ઝઘડો તેમજ બિભત્સ વર્તન કરી છરી મારવાની ધમકી આપનારા કિન્નરની આખરે વાડજ પોલીસે ધરપકડ કરી હતી. વાડજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.આર.મિશ્રાએ કિન્નર પુરૂષોત્તમ ઉર્ફે પ્રાંઝલદે વાલજી ગોહિલ (રહે. કૃષ્ણનગરની ચાલી, રામાપીરનો ટેકરો,...

ફેક કરન્સીના સુત્રધારોને પબજી ગેમ રમતાં-રમતાં એક નવો સાથી મળી ગયો!

અમદાવાદ, તા.09 ભાવનગર ફેક કરન્સી રેકેટના સૂત્રધાર મનાતા પરેશ સોલંકી અને પ્રતિક નકુમે નોટબંધી પહેલા અને તે જ વખતે કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો માર્કેટમાં ઘુસાડી હોવાની હકીકત બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે આ રેકેટમાં આરોપીઓએ ટેકનોલોજી જબરદસ્ત ઉપયોગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. અંદાજે એક કરોડ કરતા પણ વધુ રકમની નકલી નોટ ભાવનગર પોલીસના સ્પે...

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઈલ ફોન મળ્યા, ત્રણ કેદી સામે ફરિયાદ

અમદાવાદ, તા.8 સેન્ટ્રલ જેલ સ્ટાફે એક જ દિવસમાં બે મોબાઈલ ફોન શોધી કાઢી ત્રણ કેદી સામે નામજોગ ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ એસઓજીને સોંપી દીધી છે. પ્રથમ વખત સીસીટીવી ફૂટેજની મદદથી પાકા કામના કેદીએ પ્લાસ્ટીકની ડોલમાં છુપાવેલો મોબાઈલ ફોન જેલ કર્મચારીઓએ શોધી કાઢ્યો છે. સાબરમતી જેલના ગ્રુપ-2ના જેલર કનુભાઈ એસ. પટણીએ બે પાકા કામના કેદ...

આગામી વિધાનસભા સત્રમાં ટેબલ પર અહેવાલ મૂકવામાં આવશે

અમદાવાદ, તા. 06 વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોની તપાસ કરનાર નાણાવટી-મહેતા પંચનો રિપોર્ટ વિધાનસભામાં ટેબલ કરવા મુદ્દે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં એડવોકેટ જનરલે કહ્યું કે, આગામી વિધાનસભા સત્ર દરમિયાન આ પંચનો બીજા ભાગનો રિપોર્ટ મૂકવામાં આવશે. નાણાવટી અને મહેતા પંચના બીજા ભાગના રિપોર્ટમાં ગોધરા ટ...

વાત્રકમાં ૬ યુવાનો ડૂબ્યા, બે મૃતદેહ મળ્યા

અરવલ્લી,તા.6 અરવલ્લી જીલ્લાના નજીક પસાર થતી વાત્રક નદીના પટમાં કેશરપુરાના છ યુવાનો નદીમાં ડૂબી જતા ભારે ચકચાર મચી હતી. છ યુવકો વાત્રક નદીમાં ડૂબી ગયા હોવાની ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં કેશપુરા ગામ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ નદીમાં જંપલાવી પાણીમાં ગરકાવ થયેલા યુવકોની શોધખોળ આદરી હતી. ઘટનાસ્થળે વહીવટી ત...

ડૉકટરે બનાવટી ચલણી નોટ છાપવાની ગેંગ બનાવીઃ 1,50લાખના બનાવટી ચલણ સાથે છ...

ભાવનગર,તા,7 સામાન્ય માણસ ગરીબીને કારણે અથવા શ્રીમંત થવાની ઘેલછામાં ગુનો કરે પણ ભાવનગરના એક ડૉકટર જે અગાઉ સરકારી ડૉકટર તરીકે ફરજ બજાવી ચુકયા હતા અને હાલમાં પોતાનું ખાનગી દવાખાનું ચલાવતા, તેમને પણ શ્રીમંત થવાની અભરખા જાગ્યા અને તેમણે એક ગેંગ બનાવી રૂપિયા 2000 અને 500ની બનાવટી ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરી હતી પણ આ  મામલે ભાવનગરના સ્પેશીય ઓપરેશન ...

રાજકોટના ચર્ચાસ્પદ લવજેહાદ કેસમાં મુસ્લિમ યુવક અને તેની માતા છ દિવસના ...

રાજકોટ,તા.06 રાજકોટમાં લવજેહાદના ચોકાવનારા કિસ્સામાં યુનિવસિર્ટી પોલીસ આરોપી અને તેની માતાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી મૈત્રીકરાર કબજે કરવા તપાસનો શરુ કરી છે.યુવતીના મંગેતર સહિત  જમીલના ભાઈઓ તેમજ સંડોવાયેલા મિત્રોની શોધખોળ શરૂ કરી છે તેમજ યુવતીને ધમકાવી નિવેદન અપાવનાર એડવોકેટ કોણ છે તેના સહિતની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા...

રાજ્યમાં કોંગોનો કાળો કેર : ૬૧ શંકાસ્પદ, નવ પોઝીટીવ અને ચારના મોત

અમદાવાદ, તા.5 અમરેલી, જામનગર , ભાવનગર અને બનાસકાંઠા સુંધી પહોંચેલા કોંગોએ કાળો કેર વર્તાવ્યો છે.  જેમાં અત્યાર સુંધી કુલ ૬૧ શંકાસ્પદમાંથી ૯ પોઝીટીવ અને ચારના મોત થયાં છે. જેને કારણે આરોગ્ય ખાતું દોડતું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ આરોગ્ય વિભાગ રોગચાળો વ્યાપક બન્યો હોવાની ના પાડે છે. તો બીજી બાજુ કોંગો બાદ વડોદરામાં દેખાયેલા લેપ્ટોસ્પારો...

ગોતામાં રહેતી નર્સ સાથે મિત્રતા કરવા ફેક એકાઉન્ટ બનાવનારો યુવક ઝડપાયો

અમદાવાદ,તા:૫ શહેરના ગોતા વિસ્તારમાં રહેતી અને અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકેકામ કરતી મહિલા સાથે મિત્રતા કરવા બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનારા યુવકની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.મહિલાના તેના પતિ સાથેના ફોટાનો ઉપયોગ કરી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને મહિલાના સંબંધીઓના મોબાઈલ ફોન નંબર મેળવવાનો પણ આરોપીએ પ્રયાસ કર્યો હતો. ગોતા વ...

વિદેશી બેંકોના ખાતેદારોની ચોરાયેલી માહિતીથી એટીએમમાંથી રૂપિયા ઉપાડવાના...

અમદાવાદ, તા.5 વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્જે લીધુ...

ધાનેરામાં દવાની દુકાને પંજાબ પોલીસની તપાસથી મેડિકલ લોબીમાં ખળભળાટ

ધાનેરા, તા.૦૫ ધાનેરામાં ગંજરોડ પર આવેલી એક દુકાન પર આજે બપોરના સમયે અચાનક પંજાબ પોલીસ પ્રતિબંધિત દવા પંજાબ રાજ્યમાં મોકલનાર વેપારીની તપાસ અર્થે આવતા વેપારીઓના ટોળા એકઠા  થયા હતા. આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ ધાનેરામાં ગંજરોડ પર આવેલી એક દુકાન જે કેટલાક સમય પહેલા કોઈ મેડિકલ એજન્સી માટે ભાડે આપેલી હતી, તે એજન્સી દ્વારા તે સમયે પ્રતિબંધિત ડ્રગ...

સેક્સપાવર SEX વધારતી કંપની સાથે અંસુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સ...

અમદાવાદ : નાઈજીરીયામાં સેકસ પાવર વધારવાની દવા બનાવતી કંપનીને મશીન સપ્લાય કરવાના બહાને એક ગઠીયાએ 27 હજાર ડોલરનો ચૂનો લગાવી દીધો છે. નવરંગપુરા પોલીસે આ મામલે અન્સુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પૂણે ખાતે અભ્યાસ કરતા હેરીસન કીંગસ્લે નકીમે (ઉ.29 મૂળ રહે. નાઈજીરીયા) નાઈજીરીયન કંપનીમાં કામ કરતી અને યુ.કે. આયરલેન્ડ ...