Thursday, April 17, 2025

Tag: crime

અમદાવાદ શહેરમાં યુવતિઓના શોષણ અને હુમલાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો

કિસ્સો-1 પૂર્વ પ્રેમિકા અન્ય યુવકના સંપર્કમાં છે તેવી શંકાના આધારે ચાંદલોડીયાના મિહીર ચૌધરીએ નિધી પંચાલનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ સોલામાં નોંધાઈ. કિસ્સો-2 સેટેલાઈટમાં રહેતી યુવતિ સાથે સંબંધ રાખવા માટે પૂર્વ પ્રેમી મજબૂર કરી રહ્યો હતો અને યુવતિનું ફેક એફબી એકાઉન્ટ બનાવી બ્લેકમેઈલ કરતો હોવાની ફરિયાદ સેટેલાઈટમાં થઈ. કિસ્સો-3...

ઘાટલોડીયામાં ગેંગ રેપની ધમકીથી ડરીને યુવતિએ આપઘાતનો પ્રયાસ કર્યો

ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી યુવતિની સગાઈ થઈ જતા એક તરફી પ્રેમમાં પાગલ યુવકે તેને ઉઠાવી જઈ ગેંગ રેપ કરવાની ધમકી આપી હતી. ધમકીથી ડરી ગયેલી યુવતિએ આપઘાતની કોશિષ કરતા સમગ્ર મામલો સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. સોલા પોલીસે ચાણક્યપુરી રામદેવ ચોકમાં ફેશન કીંગ નામની દુકાન ચલાવતા કનુ સિંગાડીયા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. છેલ્લા ઘણા સમયથી ઘાટલોડીયા...

થરામાં વાહન ચોર ઝડપાયો, ચાર બાઈક એક એક્ટિવાની ચોરીની કબૂલાત કરી

થરા પોલીસે બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં નંબર પ્લેટ વગરના બાઇક ચાલકની પૂછપરછ કરતાં શખ્સે 4 બાઇક,એક એક્ટિવાની ચોરીની કબૂલાત કરી હતી. થરા પોલીસે નંબર પ્લેટ વગરના બાઇક સવાર લક્ષ્મણ પીરા રબારી (ઘાંઘોળ) (રહે.ખારીયા સીમ કેનાલની બાજુમાં તા.કાંકરેજ)ને પૂછપરછ કરતાં બાઇકના કાગળ રજૂ કરી શક્યો ન હતો. આથી પોલીસે શંકાના આધારે વધુ પૂછપરછ કરતા વાહન ચોરીની કબૂલાત કર...

રિવરફ્રન્ટની પાળે બેઠેલા કપલને પરેશાન કરી નકલી પોલીસે લાફા માર્યા

વહેલી પરોઢના પોણા પાંચ વાગે રિવરફ્રન્ટની પાળ પર બેઠેલા એક કપલને નકલી પોલીસે પરેશાન કરી યુવકને લાફા માર્યા હોવાની ફરિયાદ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ લખેલાં બાઈક અને મોપેડ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. મકરબા ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં રિક્રૂટમેન્ટ કન્સલટન્ટ હિમાંશુ હરિચંદ્ર ભન્નારે (ઉ.25 રહે. સુગમ...

વિકલાંગોની ટિકિટ-પાસ તપાસવાના બહાને તોડ કરતો પાટણનો શખ્સ ઝડપાયો

પાલનપુર આરપીએફ પોલીસની ટીમે અમરાપુર – અરાવલી એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે સુરક્ષા દળના જવાનના સ્વાંગમાં વિકલાંગ યાત્રીઓનું ચેકિંગ કરી તેમની ટિકિટ અને પાસ તપાસવાના બહાને નાણાં પડાવતા પાટણના એક શખ્સને ગુરૂવારે ઝડપી લીધો હતો. જેને પાલનપુર ખાતે ગુજરાત રેલવે પોલીસને સોંપતા પીએસઆઇએ વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર આરપીએફ પોલીસની ટીમને રેલવે સુરક્ષા દળની વર્દી...

બુટમાં કટર છુપાવીને ફલાઈટમાં જઈ રહેલો આસામનો શખ્સ એરપોર્ટ પરથી ઝડપાયો

અમદાવાદથી ગુવાહાટી જતી ફલાઈટમાં જઈ રહેલા એક યુવક પાસેથી કટર મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આસામનો રહેવાસી મીજાનુર સીદ્દીકઅલી રોહમાને તેના બુટમાં વળી શકે તેવું કટર છુપાવેલું હતું. સીઆઈએસએફના સબ ઈન્સ્પેકટરે આરોપીને એરપોર્ટ પોલીસને હવાલે કરતા તેની સામે એરક્રાફટ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલો આરોપી મીજાનુર કયા ઈ...

શંકાસ્પદ મોત માં ન્યાયની માંગમાં અરવલ્લી પોલીસવડા કચેરીએ યુવકના પત્ની-...

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના વારેણા ગામનો ૨૮ વર્ષીય યુવક વનરાજસિંહ ચંદુસિંહ પરમાર ઘરે થી કામકાજ અર્થે નીકળ્યા પછી જાન્યુઆરી મહિનામાં શંકાસ્પદ હાલતમાં નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો પરિવારજનોએ જે તે સમયે યુવકની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાની રજુઆત કરી હતી આ ઘટનાને ૭ મહિના થવા છતાં મૃતક યુવકની પત્ની અને માતાએ બાયડ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી ક...

શામળાજી પોલીસે કાર ચાલકને પિસ્તોલ સાથે દબોચ્યો

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃર્તીઓ અટકાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથધરતા રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાંથી એસ-ક્રોસ કાર માંથી પિસ્તોલ સાથે એક શખ્શને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દઈ શામળાજી પોલીસે ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરનાર ઈંદોરના અશ્વિન નામના શખ્શને ઝડપી પાડવા ચક્...

સ્ત્રીના કપડા પહેરી ચોરી કરતાં ચોરોથી સાવધાન

આજે રાત્રે ડીસા તાલુકાના ભોયણ અને ઢુવામાં સ્ત્રીના કપડા પહેરી ચોર પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ચોર દિવસે 2-3 કલાકના સમયે ઘરે ઘરે ફરીને અજાણ વ્યક્તિ બની ખોટું સરનામું પુછતા લોકોમાં ચોરની શંકાયે તેનો પીછો કર્યો હતો તે ચોર ભોયણ ગામના ડીસા-સામઢી રોડ પર આવેલી બોડી ફાટક પાસે ઝુપડામાં કપડાં બદલી નાખ્યા અને ફરીથી ઘરે ધરે ફરી ખોટા સરનામું પૂછવ...

સરકારી ટેન્ડરના બહાને લાખોની છેતરપિંડી આચરનારો ઉત્તરપ્રદેશનો ચીટર ઝડપા...

ભાજપના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી, રાજનાથસિંહ સહિતના નેતાઓ સાથે ઘરોબો હોવાનો ડોળ કરી સરકારી ટેન્ડર અપાવવાના બહાને ઉત્તરપ્રદેશના વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો લગાવનારા ગઠીયાને ખાડીયા પોલીસે ઝડપી પાડ્યો છે. ઉઘરાણીના કામે અમદાવાદ આવેલા યુપીના ઠગ ગીરીશ રામદુલાર વર્માની માહિતી મળતા તેને પકડી ઉત્તરપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશ ખાતે ર...

બાયડ પોલીસે શહેરમાંથી ચોરી કરેલ રીક્ષા સાથે વાહનચોરીના ૧૩ ગુન્હામાં સં...

અરવલ્લી જીલ્લામાં બાઈક ચોરીની ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે બાયડ શહેરમાં મસ્જીદ આગળ મુકેલી રિક્ષાની ૮ દિવસ અગાઉ ચોરી થતા બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી બાયડ પીએસઆઈ કે.કે.રાજપૂત ને બાતમીના આધારે માધવ કંપા નજીક થી ચોરી કરેલ રીક્ષા સાથે પસાર થતા ત્રણ શખ્શોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ચોરીની રીક્ષા સા...

પરિવાર વતન ગયો અને તસ્કરો 2.30 લાખની રોકડ અને દાગીના ચોરી ગયા

પાલનપુરના માધુપુરા રોડ પર આવેલી ગોવિંદાગ્રીન સોસાયટીમાં રહેતો એક પરીવાર શનિવારે સાંજે સામાજીક કારણોસર પોતાના વતને જવા નિકળ્યો હતો.જેને લઇ બંધ મકાનનો લાભ ઉઠાવી રાત્રે તસ્કરો ઘરમાંથી રૂ.2.30 લાખ રોકડ તેમજ 5 તોલા સોનાની ચોરી ગયા હતા ઘટનાની જાણ ઘર માલીકને થતા પરીવારે પરત દોડી આવી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી.પોલીસે 2.30 લાખ રોકડ અને 95 હજારના જ...

વર્ષા ફલેટના બિલ્ડર અને સોસાયટીના ચેરમેન વિરૂધ્ધ અશાંતધારા ભંગનો પોલીસ...

શહેરના પાલડી વિસ્તારમાં બનેલા વર્ષા ફલેટમાં અશાંતધારાનો ભંગ થયો હોવાનો ગુનો પાલડી પોલીસે નોંધ્યો છે. પાલડીના ઈન્ચાર્જ સર્કલ ઓફિસર ડી.આર.શાહે જન કલ્યાણ કો.ઓ. હાઉસીંગ સોસાયટી (વર્ષા ફલેટ)ના ચેરમેન અમીન બરકતઅલી પંજવાણી અને બિલ્ડર નૌશાદ જી. શેખ વિરૂધ્ધ દસ્તાવેજી પૂરાવા સાથે ફરિયાદ આપી છે. પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા પાસે રિ-ડેવલપમેન્ટના નામે હિન્દુ સભ...

13 સાયબર ક્રાઈમ પોલીસ મથક સ્થપાશે

રાજયમાં સાયબર ક્રાઈમને નાથવા માટે ચાર મહાનગરોમાં અને નવ પોલીસ રેન્જમાં નવા સાયબર ક્રાઈમ પોલીસ મથક ઊભા કરાશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યુ હતું. વર્ષ ૨૦૧૯-૨૦ માટે ગૃહ વિભાગની રૂા. ૬,૬૮૭ કરોડની બજેટલક્ષી માંગણીઓ રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે નવી સેવાઓ માટે રૂા. ૭૬૭ કરોડ અને ચાલુ બાબતો માટે વઘારાના રૂા. ૧૪૪ કરોડ...