Tag: crime
બોડકદેવની કેક શોપમાંથી તસ્કરો 12 હજારની ચોરી કરી ફરાર
અમદાવાદ, તા. 8. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી એક કેક શોપના શટરનું તાળું તોડીને તસ્કરો રૂ. 12 હજારની રોકડ રકમ ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે શોપ માલિકે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા દિલીપકુમાર દોલતરામ ભૂરાની બોડકદેવ વિસ્તારમાં જૈન ડેરીની બ...
અગાસીનો દરવાજો તોડીને તસ્કરોએ ઘરમાંથી લાખોની ચોરી કરી
જુનાગઢ તા. ૭ પત્નીની સારવાર માટે અમદાવાદ ગયેલા જૂનાગઢનાં વેપારીનાં બંધ મકાનમાંથી તસ્કરો રૂા.૮.૯૦ લાખની માલમતાની ચોરી કરીને નાસી ગયા હતા. સનસની ફેલાઇ ગઇ છે. જૂનાગઢમાં નવા નાગરવાળા શેરી નં.ર,વણઝારા ચોક પાસે હરસિધ્ધિ કૃપા નામના બે માળનાં મકાનમાં રહેતા લોહાણા વેપારી દિપક કારીયા (ઉ.પ૪)નાં પત્ની ગીતાબેનના ફેફસાની સારવાર માટે પરિવાર સાથે અમદાવાદ ગયા હ...
જમીન ખાલી કરવા મુદ્દે ધમકીઓ આપી યુવાનને માર માર્યો
અમદાવાદ, તા. 8.
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં લાકડાંનું પીઠું ધરાવતા યુવાનને બે અજાણ્યા શખ્સે આવીને માર માર્યો હતો. તેમજ આ જગ્યા ખાલી કરી નાખજે નહિ તો, જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. આ અંગે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ઘાટલોડિયા પોલીસ લાઇન...
રતનપુર ચેકપોસ્ટેથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્ટલ સાથે અમદાવાદના બે યુવાનો ...
મોડાસા, તા.૦૬
અરવલ્લી પોલીસે તાજેતરમાં જ શામળાજી પાસેથી બે દેશી પીસ્ટલ સાથે ગ્વાલિયર મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. હજુ તો તેની તપાસ પોલસ કરી રહી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે પરની રતનપુર ચેકપોસ્ટ પાસેથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્ટલ સાથે અમદાવાદના બે શખ્સોને એસઓજી અને શામળાજી પોલીસે બાતમીના આધારે દબોચી લીધા હતા...
ખોખરામાં મકાન વેચવાના મુદ્દે પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યો
અમદાવાદ, તા.6 .
શહેરના ખોખરા વિસ્તારમાં મકાન વેચવાની તકરારમાં પુત્રએ 83 વર્ષના પિતાને માર માર્યો હતો. આ અંગે પિતાએ ખોખરા પોલીસ મથકમાં પુત્ર સામે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જો કે, પિતાને માર માર્યા બાદ પુત્ર પલાયન થઇ ગયો હતો. જેથી પોલીસે ફરાર પુત્રની તપાસ શરૂ કરી છે.
ખોખરા ખાતે 83 વર્ષિય હિંમતલાલ ભવાનભાઇ મિસ્ત્રી પોતાના દિકરા અને...
બાયડમાં આઠ ઘરફોડ કરનાર રૂ.4.57 લાખની મત્તા સાથે મહિસાગરનો ચોર ઝડપાયો
બાયડ, તા.૦૫
બાયડના ચોઇલામાં શનિવારની રાત્રીએ સાંઇબાબા અને બહુચર માતાજીના મંદિરને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે બાર કલાક કરતા ઓછા સમયમાં તસ્કર ટોળકીના સાગરીતને ઝડપી પાડી રૂ.4,57,380નો મુદ્દામાલ કબજે લઇ આઠ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખી પંચમહાલ જિલ્લાની તસ્કર ટોળકીને ઝબ્બે કરવા બાયડ પી.એસ.આઇ કે.કે. રાજપૂતે કવાયત હાથધરી છે.
બાયડ અને ...
गुजरात का अंधा कानून – गुजकोटोक – नागरिक अधिकार हनन
गुजरात कंट्रोल ऑफ ऑर्गेनाइज्ड क्राइम बिल, जिसे छोटा नाम गुजकोतोक भी कहा जाता है। जिसे आज राष्ट्रपति ने मंजूरी दे दी है। वास्तव में, आतंकवाद के खिलाफ लड़ाई के लिए पोटा को निरस्त करने के बाद, भारत सरकार ने अन-फुल एक्टिविटीज संशोधन अधिनियम -1 बनाया है। आतंकवाद का मुकाबला करने के लिए इसमें बहुत कड़े और पर्याप्त प्रावधान हैं। इसके बावजूद बीजेपी, जो गुजर...
ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યારી મનિષા પકડાઈ, જાણો હત્યાકાંડની તમા...
ભાજપના પુર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનપશાળી કેસના લાંબા સમયથી ફરાર આરોપી મનિષા અને તેના સાથી સુજીત ભાઉને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમની રેલવે પોલીસને સફળતા મળી છે. ચાલુ વર્ષે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદમાં ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે તેમને રેલવે કોચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. રેલવે પોલીસની તપાસમાં બહાર આ...
વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં પથ્થરમારો, ભાજપના ધારાસભ્યની કાર પર ...
અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં આવેલી વિદ્યાનગર પોલીસ ચોકી પાસે વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ સાંજે ચાલી રહ્યો હતો. જેના પર પથ્થમારો કરવામાં આવતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં એક કાર્યકરને પથ્થર વાગતા લોહીલુહાણ થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણીની કારના કાચ તુટ્યા હોવાનું પણ જાણવા મ...
ટ્રાફિકના નિયમો નવા પરંતુ મેમો બુક જૂની!!
અમદાવાદ,તા.02
તા. 1 નવેમ્બરથી નવા ટ્રાફિક નિયમનો અમલ થઈ ગયો છે. ઢેર ઢેર ટ્રાફિક પોલીસ લોકોને નવા નિયમ મુજબ લોકોને દંડ તો ફટકારી રહી છે. પરંતુ ટ્રાફિક પોલીસ પાસે નવી મેમો બુક નથી ટ્રાફિક પોલીસ પોતાના જૂની મેમો બુક સાથે નવા નિયમ મુજબ દંડ ફટકારી રહી હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસ પાસે જૂના ટ્રાફિક નિયમન ભંગ દર્શાવતી બુક છે. નવા નિય...
ડીસામાં સગીરને નગ્ન કરી સોટીથી મારમારી હેવાનિયત દર્શાવતો વીડિયો ઉતારના...
ડીસા, તા.૦૨
ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તારમાં રહેતા સગીરને નદીના પટમાં લઈ જઈ નગ્ન કરી મારમારી અપશબ્દો બોલી ધમકી આપી તેનો વીડિયો બનાવી વાઇરલ કર્યા મામલે 5 શખ્સો વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 4 શખ્સોની અટકાયત કરી છે.
ડીસામાં છેલ્લા દોઢ માસમાં સોસિયલ મીડિયામા બેથી વધુ વાઇરલ થયેલા વિડીયોએ ચકચાર મચાવી છે. વેમ્પનો મેકઅપ કર...
અમીરગઢના ચૌહાણગઢ ગામે બાઈક ચાલકને ધમકી
અમીરગઢ. તા.૩૧
અમીરગઢના ચૌહાણગઢ ગામે શનિવારે ભરતસિહ હીરસિહ ચૌહાણ બાઈક લઇ મજુરો લેવા જઇ રહ્યા હતા.તે સમયે મહાદેવના મંદીર નજીક 4 શખ્સોએ રસ્તો રોકી તારા બાપનો રસ્તો છે. અહી આંટા ફેરા મારે છે, કહી લાકડી તેમજ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી ભરતસિહએ ગીરીરાજસિહ પ્રતાપસિહ ચૌહાણ, કિશનસિહ પ્રતાપસિહ ચૌહાણ, સચિનસિહ દલપતસિહ ચૌહાણ અને...
ડીસામાં દિવાળી ટાણે તસ્કરો સક્રિય : બે બંધ મકાનના તાળા તૂટ્યા
ડીસા, તા.૨૬
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વોએ માથું ઉચક્યું હોય તેમ એક પછી એક અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે. જેમાં લૂંટ, ચિલ ઝડપ અને ચોરીની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે, ત્યારે દિવાળી ટાણે તસ્કર ટોળકી સક્રિય હોય તેમ ગઇ ગુરુવારની રાત્રે ડીસાની સ્નેહકુંજ સોસાયટીમાં બંધ પડેલા મકાનને નિશાન ...
પોસ્ટ ઓફિસને નિશાન બનાવીને ત્રિકમ વડે તિજોરી તોડવાનો પ્રયાસ
રાજકોટ,તા.26 શહેરમાં તસ્કરો પોતાની રીતે તહેવારની ઉજવણી કરવા મેદાને પડ્યા છે. બે દિવસ અગાઉ બે મકાનમાં ત્રાટકી લાખોની માલમત્તા ઉઠાવી ગયા હતાં. હવે માધાપર ગામની પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટકયા હતા.બારી તોડીને ચોર અંદર ઘુસી ગયા હતાં અને સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. જો કે ટેબલોના કોઇ ખાનામાંથી કંઇ હાથ આવ્યું નહોતું. એ પછી તસ્કરોએ ત્રિકમનો ઉપયોગ કરી તિજ...
ગૃહરાજ્યપ્રધાનના મતવિસ્તાર વટવામાં બેફામ બનેલા બુટલેગરનો દંપતી પર હુમલ...
અમદાવાદ, તા. 26
રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી થતી હોવાની સરકારની વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં બુટલેગરો બેફામ અને બેખોફ બન્યા છે. રાજ્યના ગૃહરાજ્યપ્રધાનના વિસ્તાર એવા શહેરના વટવા પોલીસ મથકની હદમાં બુટલેગરોએ ચાની કીટલી ચલાવતાં પતિ-પત્ની પર હુમલો કર્યો હતો. બુટલેગરોએ લાકડી અને લોખંડના સળિયા વડે દંપતીને માર મારી તેમનો CCTV કેમેરા પણ તોડી નાખ્યો હતો....
ગુજરાતી
English