Tag: Dantivada
ભોંયણ ગામે એક સાથે 3 મૃતકોની અંતિમયાત્રા નીકળતાં ગામ હિબકે ચઢ્યું
ડીસા, તા.૧૪
દાંતીવાડાના મારવાડા પાસે શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરીને પસાર થતી ટ્રક પલટી મારતા ભોયણ ગામના ત્રણ પિતરાઇ ભાઇઓના મોત નિપજ્યા હતા. જોકે રવિવારે ડીસાના ભોંયણ ગામમાં ત્રણ લોકોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.
દાંતીવાડાના વાવધરા ગામથી શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરેલ ટ્રક ડીસા તરફ આવી રહી હતી. દરમિયાન મારવાડા નજીક ચાલકે ...
ગટરના ગંદા પાણી 3 કિમી દૂર સાંતરવાડા સુધી પહોચતાં મામલતદારને આવેદન
દાંતીવાડા, તા.૧૨
દાંતીવાડા તાલુકામાં ચોમાસા બાદ કાદવ-કીચડ ફેલાયા છે. ત્યારે પાંથાવાડા પંચાયતના ગટરના પાણી સાંતરવાડા સુધી પહોંચતા ગામલોકો ઘરની બહાર નિકળતા પણ અચકાઇ રહ્યાં છે. ગામમાં ગંદકીના લીધે ગંભીર રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત ઉભી થઇ છે. જેને લઇ શુક્રવારના મોટી સંખ્યામાં ગામલોકો ભેગા થઇ દાંતીવાડા મામલતદારને આવેદન આપી જાહેરમાર્ગે ફેલાતી ગંદકી...
યુવક અને છાપીનો 8 વર્ષિય બાળક ડેન્ગ્યુની ઝપટમાં
દાંતીવાડા, તા.૧૦
પાંથાવાડામાં એક યુવક ડેન્ગ્યુમાં સપડાતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે. જ્યારે વડગામ તાલુકાના છાપી ખાતે લાટીબજારમાં રહેતા એક 8 વર્ષીય બાળકને ડેન્ગ્યુ પોઝીટીવ રિપોર્ટ આવતાં પંથકમાં ખળભળાટ મચ્યો છે.
દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં રહેતા 17 વર્ષીય દેવ જગદીશભાઈ ખંડેલવાલને તાવ આવતાં ડીસાની...
પાલનપુરમાં બે ઈંચ વરસાદ, માલણ દરવાજા પાસેના 20 પરિવારોનું સ્થળાંતર કરા...
પાલનપુર, તા.૦૩
ઉત્તર ગુજરાતમાં રવિવારે રાતથી સોમવાર સુધી સામાન્ય ઝાપટાંથી લઇ 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જો કે, સોમવાર સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં છુટાછવાયા હળવા ઝાપટાં જ વરસ્યા હતા. છેલ્લા 24 કલાકની વરસાદની સ્થિતિ જોઇએ તો 47 પૈકી 37 તાલુકામાં હળવાથી માંડી 4 ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 4 ઇંચ, પોશીનામાં સ...
દાંતીવાડામાં ખેડૂતે બે એકર જમીનમાં ચંદનના 500 વૃક્ષ ઊછેર્યા
દાંતીવાડા, તા.૦૨
બનાસકાંઠાના દાંતીવાડા ભોમમાં પથ્થરોનું વધારે પ્રમાણ જોવા મળે છે. ત્યારે નીલપુર ગામના ખેડૂત દ્વારા દાંતીવાડા તાલુકામાં 2014માં પ્રથમ વાર બે એકર જમીનમાં 500 ચંદનના છોડનું સફળ વાવેતર કરી જાણે કૃષીક્ષેત્રે અનોખી પહેલ કરી અન્ય લોકોને પણ આધુનિક ખેતી કરવા પ્રેરણા આપી હતી.
ચંદનની ખેતી માત્ર ભારતમાં જ થાય છે અને તેના ગર્ભમાંથી નીકળતું...
દાંતીવાડાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસેથી 14 લાખની બિનહિસાબી રોકડ મળી આવી...
પાલનપુર, તા.૨૫
2018માં દાંતીવાડાના તત્કાલીન રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રકાંત જોશી રૂ.12 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા હતા. જેને પગલે આરોપી ચંદ્રકાંત જોશી વિરુદ્ધ પાલનપુર એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચ લેવાનો ગુનો નોંધાયો હતો. જેની તપાસ દરમિયાન આરોપીના રહેણાક એવા સરકારી ક્વાર્ટરમાંથી રૂ. 13 લાખ 75 હજાર 930ની રોકડ રકમ મળી આવી હતી. આ મામલે તપાસ ...
દાંતીવાડાના હડમતીયા ડેમમાં પાણી આવતાં લોકોમાં ખુશી
દાંતીવાડા, તા.૧૨
દાંતીવાડા તાલુકામાં ત્રણ ડેમ આવેલા છે, જે પૈકીઆજ રોજ તાલુકાના ડેરી ગામમાં આવેલા હડમતીયા ડેમમાં પાણીની આવક થતાં આજુબાજુના ગામોમાં કૂવા અને બોરવેલોમાં પાણી ઊંચા આવવાની આશા પ્રવર્તી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ દાંતીવાડાના અંતરીયાળ વિસ્તારમાં આવેલો આ ડેમ આજુબાજુમાં આવેલા ડેરી, હરીયાવાડા, ઓઢવા, શેરગઢ, રાણોલ, તાલેનગર, ભીલાચલ, રાજકોટ જ...