Saturday, April 19, 2025

Tag: death

પીજ ટીવી ના સૌથી પહેલા એનાઉન્સર- એન્કર અમદાવાદના શોભા મોદીનું અવસાન

શોભાબહેનને સ્મૃતિ સલામ..! એવું કહેવાય છે કે માન્ય ગુજરાતી એટલે કે સ્ટાન્ડર્ડ ગુજરાતી ભાષા મૂળ અમદાવાદ શહેર ના ખાડિયા-રાયપુર ના નાગરોની બોલાતી ગુજરાતી. લોકોમાં આ માન્યભાષા નું ઘડતર નું કામ કર્યું પાઠ્યપુસ્તકો, છાપાં, આકાશવાણી અને ટેલિવિઝને. ખાસ કરીને ઉચ્ચારોને લઈ ગુજરાતી લોકોના કાન ઘડવાનું  વિશેષ કામ કર્યું આકાશવાણીએ. આજે યાદ આવે છે આકાશવાણી ન...

વિરાટનગરના વિશાલ પટેલની હત્યા કર્યાની સિરિયલ કિલરની કબૂલાત

અમદાવાદઃ ગાંધીનગરમાં અને અમદાવાદમાં ખૌફનું વાતાવરણ ઊભું કરનારા સિરિયલ કિલરને આખરે આઠ મહિના બાદ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં હત્યારો મદન એકબાદ એક ઘટસ્ફોટ કરી રહ્યો છે, જે અંતર્ગત હવે તેણે અમદાવાદના વિરાટનગર ખાતે રહેતા વિશાલ પટેલની હત્યાની કબૂલાત કરી છે. ત્રણ લોકોને માથામાં ગોળી મારી હત્યા કરનારા મદનની લૂંટના માલ અંગેની કડકાઈથી પૂછપરછ કર...

ભિલોડા નજીક બે અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યો : ૩ યુવકો ગં...

ભિલોડા, તા.૨૧ અરવલ્લી જીલ્લામાં વાહન ચાલકો બેફામ ગતિએ વાહન હંકારતા અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ભિલોડાના કલ્યાણપુર નજીક પસાર થતી સીફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે ભટકાતા કાર ચાલકનું મોત નીપજ્યું હતું. કારમાં સવાર બે યુવાનોના શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અન્ય એક અકસ્માતમાં ધુળેટા ગામ નજીક બાઈકને અડફેટે ...

સત્તાના કોમી રમખાણોના સાક્ષી શ્રીકુમારનું પુસ્તક ગુજરાતીમાં સનસનાટી મચ...

આર.બી. શ્રીકુમાર, (નિવૃત્ત આઈ.પી.એસ.) લિખિત અંગ્રેજી પુસ્તક ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતી અનુવાદ તાજેતરમાં પડદા પાછળનું ગુજરાત શીર્ષક હેઠળ પ્રગટ થયેલ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો આ પૂર્વે હિંદી, ઉર્દૂ, મલયાલમ, તેલુગુ અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયેલ છે. નોંધવાયોગ્ય બાબત એ છે કે ૨૦૦૨માં ગોધરા રેલવે-સ્ટેશન પર થયેલ દુર્ઘટના પછી ગુજરાત...

એક ખાનગી કાર્યક્રમમાં ગીત ગાતાં ડાયસ પર જ હેડ કોન્સ્ટેબલનું મોત

જૂનાગઢ,તા:૧૭ ઝાંઝરડા બાયપાસ પર આવેલી એક હોટેલ દેશી પકવાનમાં ખાનગી કંપનીના કાર્યક્રમમાં પોતાનું ગીત રજૂ કરતાં હેડ કોન્સ્ટેબલ રતિભાઈ પરમારનું નિધન થયું. રતિભાઈ પરમાર ડાયસ પર ઝવેરચંદ મેઘાણીની રચના ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ગીત રજૂ કરી રહ્યા હતા, તે દરમિયાન જ તેમને હાર્ટએટેક આવતાં તેઓ ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. રતિભાઈ ગ...

વડાગામની માઝુમ નદીમાં નાહવા પડેલ ૨૧ વર્ષીય યુવક ડૂબતા ભારે ચકચાર

ધનસુરા, તા.૧૬  અરવલ્લી જીલ્લામાં પાણીમાં ડૂબી જવાની ઘટનાઓમાં સતત નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જીલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે નદી, નાળા, તળાવ બે કાંઠે થતા પ્રજાજનો પાણીમાં નાહવાની માજા માણવા લલચાતા ચાલુ ચોમાસામાં ૧૦ થી વધુ લોકો પાણીમાં ડૂબવાની ઘટનામાં મોત નીપજ્યું છે. ધનસુરા તાલુકાના વડાગામ નજીક થી પસાર થતી માઝુમ નદીમાં ગામના ત્રણ યુવકો નાહવા ...

પ્રજાના કારણે બન્યો બંધ, જશ કોઈક લે છે

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ મરણદોરી બની જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદે સર્વદે સૂત્ર ગુજરાતના લોકોનું છે. બંધની જળસપાટી 138 મીટર ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતનું હિત રહ્યું છે. કોઈ સરકાર કે વ્યક્તિ નહીં પણ તમામ રાજકીય પક્ષો અને તમામ લોકોએ નર્મદા અંગે લડત આપી છે. 2017માં બંધના દરવાજા બંધ કરવા મંજૂરી આપી તેનો જસ મોજીએ લીધો હતો કે, મેં ગુજર...

મુસ્લિમ પુત્રોએ જનોઈ ધારણ કરી વૃદ્ધ બ્રાહ્મણને કાંધ આપી

અમરેલી,તા:16  સાવરકુંડલાના નાવલી ગામમાં સમગ્ર દેશને કોમી એખલાસનો પાઠ ભણાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં એક વૃદ્ધ બ્રાહ્મણને મુસ્લિમ પરિવારના ચાર પુત્રોએ કાંધ આપી, એ પણ શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ ધારણ કરી. આ મિત્રોએ આજીવન એકબીજાનો સાથ તો નિભાવ્યો જ, પણ વૃદ્ધ બ્રાહ્મણે પોતાનો શ્વાસ પણ મુસ્લિમ મિત્રના ઘરે જ છોડ્યો. ત્યાં સુધી કે બંને મિત્રએ છેલ્લા એ...

શિહોરી-દીયોદર હાઈવે પર બે બાઈક ટકરાતાં એકનું મોત

શિહોરી, તા.૧૫ શિહોરી-દિયોદર હાઇવે ચીમનગઢના પાટીયા નજીક શુક્રવારે રાત્રે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું જ્યારે 3 ઘાયલ થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શિહોરી દિયોદર હાઇવે પર ચીમનગઢના પાટિયા નજીક સામસામે બે બાઈક ટકરાતાં બાઇ...

કાંકરીયા રાઈડ દુર્ઘટનાના બે મહિના પૂર્ણ: હજુ એફએસએલ કે પોલીસ રીપોર્ટ ક...

અમદાવાદ,તા.૧૫ કાંકરીયા લેઈક પરીસરમાં ૧૪ જુલાઈના રોજ રાઈડ દુર્ઘટના બની હતી.આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા.૨૫ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનાને બે મહીના પુરા થઈ ગયા.હજુ સુધી એફએસએલનો રિપોર્ટ કે આર એન્ડબી અને પોલીસનો રિપોર્ટ જાહેર કરવામા ન આવતા કાંકરીયા લેઈક પરીસરમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા પરીસર સુમસામ ભાસી રહ્યુ છે....

રાજકોટના પડધરીમાં શંકાસ્પદ કોંગોફિવરનો કેસ નોંધાયો

રાજકોટ,તા:૧૫ પડધરીના નાના સજાડિયા ગામના 42 વર્ષના યુવાનનો શંકાસ્પદ કોંગો ફિવરનો કેસ નોંધાયો, જેમાં રિપોર્ટ આવે તે પહેલાં જ દર્દીનું મોત નીપજ્યું હતું. તબિયત બગડતાં યુવાનને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાવાયો હતો, જ્યાં યુવકની તબિયત વધુ નાજુક થતાંતેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દર્દીની તબિયત વધુ બગડતાં યુવાનના બ્લડ સેમ્પલ પુણેની ઈ...

બાયડના લાલપુર-જુમાત્રાલ ગામની ૩૫ વર્ષીય મહિલાનું વીજકરંટ થી મોત

બાયડ, તા.૧૪ અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે. વીજ કરંટ લાગવાથી જીલ્લામાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બની જવાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યારે બાયડ તાલુકાના લાલપુર-જુમાત્રાલ ગામે ઘર નજીક પશુઓ માટે બનાવેલ તબેલામાં ભરાવેલી દૂધની બરણી લેવા જતા ૩૫ વર્ષીય મહિલાને વીજકરંટ લાગતા મહિલાને બચા...

ચાંદખેડાના મહિલા કોર્પોરેટરની દંબગાઈ, લોકઅપમાં પૂરેલા પતિનો વિડીયો બના...

અમદાવાદ, તા.12 ચાંદખેડાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરી સામે દિલ્હીની એક મહિલા વકીલે ગાળો બોલી ધમકી આપીહોવાની ફરિયાદ નોંધાઈ છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલી ઘરેલુ હિંસા અને છેતરપિંડીની ફરિયાદમાં લંડનથી ભારતમાં એરપોર્ટ પર ઉતરેલા રાજશ્રીબહેન કેસરીના પતિ જપમનદીપ અહલુવાલીયાની લુકઆઉટ સરક્યુલરના આધારે ધરપકડ થઈ હતી અને આરોપી જપ...

મોબાઈલ ફોન માટે બાળકની હત્યા કરી લાશને દાટી દેનારો હત્યારો ઝડપાયો

અમદાવાદ, તા.૧૧ દેત્રોજ તાલુકાના રામપુરા-ઘટીસણા રોડ પર 11 વર્ષના બાળકનું ગળુ કાપી હત્યા કર્યા બાદ લાશને દાટી દઈ પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરનારા હત્યારાને અમદાવાદ એલસીબીએ ઝડપી લીધો છે. પ્રવિણ ઉર્ફે ભોલો ઉર્ફે પવલો બજાણીયાએ એક મોબાઈલ ફોન માટે બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે હત્યારા પાસેથી લૂંટી લેવાયેલો મોબાઈલ ફોન કબ્જે લીધો છે. ...

આગામી વિધાનસભા સત્રમાં ટેબલ પર અહેવાલ મૂકવામાં આવશે

અમદાવાદ, તા. 06 વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોની તપાસ કરનાર નાણાવટી-મહેતા પંચનો રિપોર્ટ વિધાનસભામાં ટેબલ કરવા મુદ્દે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં એડવોકેટ જનરલે કહ્યું કે, આગામી વિધાનસભા સત્ર દરમિયાન આ પંચનો બીજા ભાગનો રિપોર્ટ મૂકવામાં આવશે. નાણાવટી અને મહેતા પંચના બીજા ભાગના રિપોર્ટમાં ગોધરા ટ...