Friday, September 20, 2024

Tag: Diwali

દિવાળીમાં અમદાવાદ ફાયર વિભાગની તમામ તૈયારીઓ પૂર્ણ, કર્મચારીઓની રજા રદ્...

દિવાળી પહેલા અમદાવાદ ફાયર વિભાગએ તૈયારીઓ શરૂ કરી છે. ફટાકડાના કારણે આગ ન લાગે તેના માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ઇમરજન્સીના સમયમાં માત્ર ફાયર કર્મચારીઓને રજા મળશે. તો વળી બીજી બાજુ ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ  કરવામાં આવી છે. ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ ચાલુ વર્ષે ઔદ્યોગિક એકમોની આસપાસના વિસ્તારોમાં ફટાકડાથી આગ ન લાગે...

દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ: પકડાયા તો પાંચ વર્ષની જેલ અથવા એક ...

દેશના પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષણ અનહદ વધી ગયાના અહેવાલ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ના આંકને વટાવી ગયો હતો. પર્યાવરણવાદીઓએ દાવો કર્યો હતો કે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સવારે સડકો પર ગાઢ ધૂમ્મસ જેવું પ્રદૂષણ હતું પ્રદૂષણનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું કે આજે શુક્રવારે સવારે સડકો પર ગાઢ ધૂમ્મસ જેવું પ્રદૂષણ હતું. વિઝિબિલિટી ઘટી ઘઇ હતી અન...

અમદાવાદની ઓળખ બન્યું દિવાળી ગિફ્ટ પેક !!

અમદાવાદ,તા:૨૭ દિવાળી-નૂતન વર્ષ નિમિતે  મીઠાઈ-ડ્રાય ફ્રૂટ્સની   ગિફ્ટ પેકેટમાં આપલે થતી હોય છે. ત્યારે એક સાંસ્કૃતિક લોક નૃત્ય  સંસ્થા દ્વારા સ્નેહીજનોને આપવા માટે નવીનતમ  હેરિટેજ સીટી અમદાવાદની વૈશ્વિક ઓળખ બનેલો ચબુતરાને ગિફ્ટ પેક બનાવાયો છે. જેમાં ડ્રાય ફ્રૂટ્સ મુકવામાં આવ્યા છે. કલાત્મક ચબુતરાની લાકડાની  પ્રતિકૃતિમાં મુકાયેલા ડ્રાય ફ્રૂટ્સના ઉપયો...

રાજ્યની જેલમાં માત્ર 559 મહિલા કેદીઓ હોવાનો એનસીઆરબીના અહેવાલમાં ઉલ્લે...

ગાંધીનગર, તા. 26 કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતી મહિલા કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ધનતેરસના દિવસથી એટલે કે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કુલ આઠ દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતોને આધીન જામીન લઈને પેરોલ પર જઈ શકશે. આ નિર્ણય અનુસાર ...

તસ્કરોના ટાર્ગેટ પર એટીએમ, ઘીકાંટા અને સરખેજમાં ચોરીનો પ્રયાસ

અમદાવાદ, તા.26 ના તહેવારોમાં તસ્કરોએ એટીએમને ટાર્ગેટ કર્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા અગિયાર દિવસમાં તસ્કરોએ સરખેજમાં બે અને ઘીકાંટામાં એક એમ કુલ ત્રણ એટીએમ તોડ્યા છે. દસ દિવસ અગાઉ સરખેજના એસબીઆઈના એટીએમને કાપી તસ્કરો 9.39 લાખ ચોરી ગયા છે. જ્યારે આજે વહેલી પરોઢે સરખેજ ગામમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર એક પરપ્રાંતીય શખ્સને ડીસમીસ-પાના સાથે ...

ચાઈનીઝ ફટાકડા ફોડતા અને વેંચતા પહેલા સાવધાન થઈ જજો

અમદાવાદ,તા.24 દિવાળીની ઘરાકી માર્કેટમાં હવે જોવા મળી રહી છે, તેમાં પણ બાળકોને પ્રિય એવા ફટાકડાની મોટાપાયે ખરીદી થઈ રહી છે. પરંતુ જો બાળકોને આપ ચાઈનીઝ ફટાકડા ખરીદી આપો છો તો સાવધાન થઈ જજો. કેન્દ્ર સરકાર દ્વારા ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના પગલે આવા ફટાકડા ફોડવા પર આપને સજા પણ થઈ શકે છે. કસ્ટમ્સ પ્રિન્સિપલ કમિશનર દ્વારા આ અં...

ખંભાળિયામાં મંદીના માર વચ્ચે નિસ્તેજ દિવાળી : બજારોમાં ઘરાકીનો અભાવ

અમદાવાદ,તા:૨૧ હિન્દુઓના પવિત્ર પર્વ દિપોત્સવી તથા નૂતન વર્ષ નિમિતે અગાઉના વર્ષોમાં ભારે ઉતેજના અને ઉમંગ ભર્યો માહોલ પખવાડીયા પૂર્વે જ છવાઇ જતો. તમામ વેપાર-ધંધાઓમાં ભારે તેજી સાથે બજારોમાં દિવાળીની અનેરી રોનક જોવા મળતી હતી. આ સુવર્ણ દિવસો હાલ જાણે સ્વપ્ન બની ગયા હોય, તેવો ભાસ ખંભાળિયાના વેપારીઓ તથા વિવિધ ધંધાર્થીઓ કરી રહ્યા છે. ખંભાળિયા શહેરના વેપ...

દેશી હિસાબના ચોપડા પર ટેક્નોલોજી- જીએસટીનો બમણો માર !!

દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે અમદાવાદના માણેકચોક પાસે આવેલું કાગદી બજારમાં પરંપરાગત દેશી હિસાબના ચોપડા બનાવતા કારીગરો વ્યસ્ત જણાય છે. અલબત્ત, આધુનિક સમયમાં દેશી ચોપડાનું ચલણ ઘટી રહ્યું છે. વેપારીઓ અનુસાર કોમ્પ્યુટરમાં હિસાબ-કિતાબની જાળવણી થતા પરંપરાગત ચોપડાનું વેચાણ લગભગ ૪૦ થી ૫૦ ટકા જેટલું ઘટ્યું છે.વળી, કાગળ પરનો ૧૨ ટકા અને ચોપડા પર ૧૮...

ધનતેરસની ઉજવણી કરવા અમિત શાહ 25મીએ અમદાવાદ આવશે

ગાંધીનગર, તા. 18 દિવાળીના તહેવારો દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન આગામી 25 ઓક્ટોબરે ગુજરાતાન બે દિવસના પ્રવાસે આવશે. તેઓ ગુજરાતમાં ધનતેરસ ઉજવશે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન 20મી ઓક્ટોબરે પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. દિવાળીના તહેવારોને કારણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 25 અને 26 ઓક્ટોબર દરમિયાન ગુજરાત આવશે. તેઓ દિવાળી દરમિયાન આવત...

ડીફેકટ લાયબલિટીવાળા શહેરમાં કેટલા કીલોમીટરના રોડ છે તેનાથી સ્થાયી સમિત...

અમદાવાદ,તા.૧૮ અમદાવાદ શહેરમાં આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં તુટેલા રસ્તાઓ મામલે મેયરે કરેલા નિવેદનથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી શકે છે.સ્થાયી સમિતિના ચેરમેન અમુલ ભટ્ટે આજે કહ્યુ,શહેરમાં હાલ રોજ ૧૫ ટન ડામરની મદદથી રોડ રીસરફેસની કામગીરી કરાઈ રહી છે.સાથે જ તેમને પુછવામાં આવ્યુ કે,શહેરમાં જે રોડ તુટેલા છે એ પૈકી ડીફેકટ લાયબલિટીવાળા રોડ કેટલા ...

દિવાળીના તહેવાર અગાઉ શહેરમાં મીઠાઈ-ફરસાણ વિક્રેતાઓને ત્યાં તવાઈ

દિવાળીના તહેવારો નજીક આવતા અમપાના હેલ્થ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણ વિક્રેતાઓને ત્યાં તવાઈ બોલાવીને મીઠો માવો,વરખવાળી કાજુકતરી સહીતના નમુના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે. બે દિવસમાં કુલ ૩૩ એકમોને નોટીસ ફટકારીને ૧૬૦ કીલોગ્રામ જથ્થાનો નાશ કરાયો છે. કુલ મળીને રૂપિયા ૪૪,૫૦૦નો વહીવટી ચાર્જ વસુલાયો છે. આ અંગે મળતી માહીતી અનુસાર, શહેરમાં આગામી...

જીટીયુએ દિવાળીના વેકેશનમાં પરીક્ષા ગોઠવતાં વિવાદ, હવે એક સપ્તાહ પરીક્ષ...

અમદાવાદ,17 ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા તાજેતરમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પ્રમાણે દિવાળીના વેકેશનમાં પણ ડિપ્લોમા ઈજનેરી અને ડિગ્રી ઈજનેરીની પરીક્ષા લેવી પડે તે પ્રકારે કાર્યક્રમ નક્કી કરાયો હતો. આ મુદ્દે વિદ્યાર્થીઓની રજૂઆત અને સરકાર દ્વારા પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરવામાં આવતાં આજે યુનિવર્સિટી દ્વાર...

રાજ્યની તમામ આરટીઓ દિવાળી-બેસતા વર્ષ સિવાયના તમામ દિવસોમાં ચાલુ રહેશે

ગાંધીનગર, તા. 17 રાજ્યમાં 31મી ઓક્ટોબરથી વાહનવ્યવહારના નવા નિયમો અમલમાં આવવાના છે ત્યારે રાજ્યના પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે લોકોનો ધસારો ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આ સંજોગોને પહોંચી વળવા માટે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે દિવાળી અને બેસતા વર્ષ સિવાયના તમામ દિવસો દરમિયાન આરટીઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમો અમલી ક...

નકલી બરફી બનાવતા 45 એકમો પકડાયા, મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં....

દિવાળી તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અખાદ્ય બરફી બનાવતા 45 એકમોને 3 વર્ષ ખોટી રીતે ચાલવા દીધા બાદ સીલ કર્યા છે. આવા 100થી વધું બરફી કેન્દ્ર છે જે ફૂડ ઈન્સ્પેક્ટરને મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં. તેથી ચાલવા દેવામાં આવતાં હતા. મહેસાણા જિલ્લામાં 21 એકમો સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 8 મીઠી બરફી બનાવતી ફેકટરી સીલ થઈ છે. https://yo...

ખાનગી લકઝરી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ, ભાડામાં બમણો વધારો કરાયો

અમદાવાદ, તા. 12 દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત તરફ આવતા મુસાફરોની મજબૂરીનો લાભ ઉઠાવીને ખાનગી બસ ટ્રાવેલ્સ સંચાલકોએ ભાડાં વધારી દીધા છે. સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામોમાં આવવા માટે ખાનગી બસ ટ્રાવેલ્સ દ્વારા ભાડાંમાં બમણો વધારો કરી દીધો છે. એટલું જ નહિ ખાનગી લક્ઝરી બસના સંચાલકો દ્વારા સ્લિપર ...