Tag: Dollar
ચાંદીમાં આવેલો પ્રત્યાઘાતી ઘટાડો નવી તેજીનો તંદુરસ્ત પાયો રચશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૦: ગરીબોનું સોનું ગણાતી અને જન્મજાત સટ્ટોડિયાઓની પ્રીતિપાત્ર ચાંદી નવોઢાની માફક ઊછળકુદ કરતી બરાબરની રંગમાં આવી છે. તાજેતરમાં ઓવરબોટ ચાંદીએ ખુબ ઝડપથી ઉછળકુદ કરી પણ લક્ષ્યાંકિત ૨૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)નો ભાવ વટાવી ન શકી. ચાંદીની તેજીમાં હજુ પણ જોમ અને જુસ્સો ભરેલા છે. બાર્ગેન બાયર્સ (કસીને ભાવ કરવાવાળા) અને ખરા ર...