Wednesday, April 16, 2025

Tag: Economics

અલ્ટ્રાટેક કંપનીના ગેરકાયદે ખનન અંગે પર્યાવરણ બોર્ડની નોટીસ

અમદાવાદ,તા.08 વિવાદોથી ભરેલી ભાવનગરના તળાજા અને મહુવા તાલુકાઓમાં આવેલી અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીને ખનન માટે પર્યાવરણ બોર્ડે કારણદર્શન નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે. પર્યાવરણ બોર્ડે માઇનિંગ બંધ કેમ ન કરાવવું તે માટેની નોટિસ ફટકારી છે. ખેડૂતોના વિરોધ વચ્ચે ગુજરાત સરકારે આ કંપનીને ખનન માટે મંજૂરી આપી હતી. જેનો આસપાસના ગામલોકો અને ખેડૂતોએ ભરપૂર વ...

મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 330 પોઇન્ટ ઘટ્યો, નિફ...

અમદાવાદ,તા:08 સપ્તાહના અંતિમ સેશનમાં ભારે ઉતારચઢાવ રહ્યા હતા. બજાર તેજીમાં ખૂલ્યા પછી શેરોમાં નફારૂપી વેચવાલીએ ઘટ્યું હતું. જોકે બપોરના સેશનમાં બેન્ક શેરોની આગેવાનીએ સેન્સેક્સ ઊછળ્યો હતો. જોકે મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જેથી દિવસના અંતે 40,323.61ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 104 પોઇન્ટ તૂટીને 11,908.15ની સપાટી...

મંદી; માણેકચોક સોની બજારમાં તાળા વાગી રહયા છે 

અમદાવાદ,તા:08 મોદી સરકાર દ્વારા લદાયેલો ગેરવ્યાજબી જીએસટી અને નોટબંધીની  ગંભીર મંદીની અસર અમદાવાદના સુપ્રસિદ્ધ માણેકચોક સોની બજારમાં  જોવા મળી રહી છે.વીટમ્બણાભરી વાત એ છે કે   સોના-ચાંદીનો ભાવ આકાશ આંબી રહો છે ત્યારે માણેકચોક બજારમાં ગ્રાહકોની રાહ જોતા વેપારીઓ  સમય વ્યતીત કરી રહયા છે !!  અને કેટલીક પેઢીઓ-દૂકાનોમાં તો તાળા પણ વાગી ગયા છે. આ અંગે ...

રિઅલ્ટી ક્ષેત્રને બૂસ્ટર ડોઝથી શેરોમાં તેજીઃ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપા...

અમદાવાદ,તા:૦૭ શેરબજાર બેતરફી વધઘટે તેજી સાથે બંધ થયું હતું. સરકાર દ્વારા રિયલ્ટી ક્ષેત્રને બુસ્ટ ડોઝ આપવામાં આવ્યું હતું. આ સાથે હોમ બાયર્સ માટે સારા સમાચાર હતા. સરકારે 4,68,000 અધૂરા ઘરોને પૂરાં કરવી માટે રૂ. 25,000 કરોડના વિશેષ ફંડને કેબિનેટની મંજૂરી આપી હતી. જેને લીધે એનબીસીસી સહિત રિયલ્ટી શેરોમાં જોરદાર તેજી હતી. જેથી સેન્સેક્સ 184 પોઇન્ટ વ...

ભારતીય ઉદ્યોગો સ્પર્ધા કરી શકે તેમ ન હોવાથી RCEPમાંથી ભારત ખસી ગયું

અમદાવાદ,ગુરૂવાર ભારતના ઉદ્યોગો ના 16 દેશોમાંથી 11 દેશો સામે સ્પર્ધામાં ટકી શકે તેવી ક્ષમતા ન ધરાવતો હોવાથી ભારતે છેલ્લી ઘડીએ તેમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. પરિણામે ભારતમાંથી નિકાસ થવાની સંભાવના કરતાં ભારતમાં આયાત વધી જાય તેવી સંભાવના વધારે હતી. વિશ્વના સ્પર્ધાત્મકતાના ઇન્ડેક્સમાં ભારત આજે 68માં ક્રમે છે. આ સંજોગોમાં ચોક્કસ નિર્ણય પર આવી જવા ...

કચ્છ કોંગ્રેસના બે યુવા આખલાની લડાઈમાં પક્ષનો ખો નિકળી ગયો, અમિત ચાવડા...

કચ્છ : કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંધીને કારણે સ્ફોટક સ્થિતિ થઈ છે. કચ્છ કોંગ્રેસનાં પ્રમુખને દૂર કરવા જોઈએ તેવી પોસ્ટ કોંગ્રેસના જ એક આગેવાને કરતા કોંગ્રેસનો પણ કકળાટ બહાર હતો. કચ્છ યુથ કોંગ્રેસનાં પ્રમુખ હરી જાડેજાએ જિલ્લાનાં પ્રમુખ યજુવેન્દ્ર જાડેજાને નબળા નેતા તરીકે ચિતરીને કચ્છમાં કોંગ્રેસને બચાવવી હોય તો તેમને હટાવવા જોઈએ તેવી પોસ્ટ યુથ...

વધુ કમાતા લોકો માટે વધુ વેરો લાદીને નાણાકિય સ્રોત વધારવા સરકારના પ્રયા...

અમદાવાદ,તા.25 કેન્દ્ર સરકાર હવે આવકનો સ્રોત વધારવા માટે નવા નવા નુસખા અજમાવીર રહી છે અને એટલેજ 2019માં મે મહિનામાં સ્પષ્ટ બહુમતી મેળવ્યાં બાદ મોદી સરકારે પોતાનું પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યુ હતું. પાંચમી જુલાઈના રોજ રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામને દેશના સુપર રિચ લોકો પર સરચાર્જ લાદીને નાણાકિય સ્ત્રોત વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ સ...

યુનિ.ના તમામ અધ્યાપકોની એકસરખી ડિગ્રી દર્શાવાઈ

અમદાવાદ, તા. 06 સામાન્ય રીતે છબરડાંઓ માટે ખૂબ જ જાણીતી થયેલી ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. આ છબરડો એવો છે કે, યુનિવર્સિટીની વેબસાઈટ પર સંસ્કૃત, કાયદા તેમ જ અર્થશાસ્ત્રના અધ્યાપક હોવા છતાં તેઓ બીએસસી થયેલા દર્શાવાઈ રહ્યા છે. આટલો મોટો ગોટાળો વેબસાઈટ પર હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો તે વાતથી તદ્દન અજાણ હોવાનું જાણવા મળ્યું છે....

શેરબજારમાં સાત દિવસની તેજી પર બ્રેકઃ સેન્સેક્સ 53 પોઇન્ટ ઘટ્યો, ઇન્ફોસ...

અમદાવાદ,તા:05 સતત સાત દિવસની તેજી થયા પછી શેરબજાર આંશિક ઘટ્યું હતું. રોકાણકારોએ ઊંચા મથાળેથી શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. દિવસ દરમ્યાન સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ નફારૂપી વેચવાલી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 53.73 પોઇન્ટ ઘટીને 40,248.23ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 24.10 પોઇન્ટ ઘટીને 11,917.20ના સ્તરે બંધ રહ્યો હતો. અમ...

સતત સાત દિવસની તેજીએ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપાટીએઃ નિફ્ટી 11,900ને પાર...

સપ્તાહના પ્રારંભ તેજી સાથે થયો હતો. સેન્સેક્સ સતત સાતમા દિવસે તેજી સાથે બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ રેકોર્ડ ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. ઇન્ફોસિસ અને એચડીએફસીની આગેવાની હેઠળ તેજીની આગોકૂચ રહી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ ચોથા દિવસે 40,000ની ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 137 પોઇન્ટ વધીને 40,301.96ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 54.55 પોઇન્...

પંદર સો કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જીએસટી વિભાગે ગાળીયો કસ્યો

અમદાવાદ,તા.03   અમદાવાદમાં ગત જુલાઇ મહિનામાં સ્ટેજીએસટીના 282 કંપનીઓના 6 હજાર કરોડી વધુના કૌભાંડના પર્દાફાશ કર્યા બાદ હવે બોગસ બિલિંગનું હબ બની ગયેલા સુરતમાં કૌભાંડીઓ સામે હવે GST વિભાગે ગાળીયો કસ્યો છે.  લગભગ દોઢ હજાર કરતાં પણ વધુ કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં સુરત GST વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જે અંતર્ગત  80થી વધુ શંકાસ્પદ પે...

રાઈટ્સ લિમિટેડની રૂા. 6100 કરોડની ઓર્ડર બુક જોતાં ઇન્વેસ્ટ કરી શકાય

અમદાવાદ,રવિવાર કેન્દ્ર સરકારે પ્રમોટ કરેલી રાઈટ્સ લિમિટેડની રૂા. 6100 કરોડની તગડી ઓર્ડર બુક જોતાં અને દેશવિદેશમાંથી તેને મળી રહેલા નવા નવા ઓર્ડરને જોતાં તેના શેર્સમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારી શકાય છે. ભારત સરકાર પણ રેલવેની સુવિધામાં સતત સુધારો કરી રહી હોવાથી તેની ઓર્ડર બુકમાં વધારો થવાનું ચાલુ રહેવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. છેલ્લે ઘાનાની સરકા...

ગુજરાતની શિક્ષણ પ્રણાલિમાં અભૂતપૂર્વ ફેરફારો આવી રહ્યાં છે, બેકારી ઓછી...

ગાંધીનગર,તા.03 ભારતમાં બેરોજગારી અને પ્રતિભાઓની કમી હોવાની ગંભીર સમસ્યાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત જર્મનીની બેવડી શિક્ષણ પ્રણાલીને આવકારવા સજ્જ થયું છે. આ મોડલ ગુજરાતમાં જો કામ કરી ગયું તો સરકારનો સ્કીલ ડેવલપમેન્ટનો જે ગોલ છે તે સિદ્ધ થઇ શકશે અને શિક્ષિત બેકારોને કામ મળશે. શિક્ષણ સાથે નોકરી જર્મનીમાં જે વિદ્યાર્થીઓ તેમની સ્કૂલ શિક્ષણ પૂર્ણ...

સામાન્ય કરદાતાને નળ, ગટર જોડાણ કાપવાની ધમકી આપનારું તંત્ર કરોડોના બાકી...

પ્રશાંત પંડિત, અમદાવાદ,તા:૦૨ રૂપિયા આઠ હજાર કરોડનું રાજ્યનું બીજા નંબરનું વાર્ષિક અંદાજપત્ર ધરાવતા અમપાના વહીવટી તંત્રમાં એસ્ટેટ અને ટીડીઓ પછી ટેક્સ વિભાગ ભ્રષ્ટાચારમાં બીજા નંબરે છે. સામાન્ય કરદાતાને ટેક્સ ભરવામાં એક દિવસ પણ મોડું થાય તો ૧૮ ટકા વ્યાજ ચઢાવી દેતું અમપાનો વેરાવિભાગ અમદાવાદ શહેરમાં વર્ષોથી કરોડો રૂપિયાનો કર ન ભરનારાઓ પાસેથી બાકી...

બિનહિસાબી સોનું જાહેર કરવા માટે સરકાર માફી યોજના લાવે તેવી સંભાવના

અમદાવાદ,તા.01 સોનાનો બિનહિસાબી જથ્થાને કાયદેસર કરી આપવાની યોજનાની ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યોજનાને પ્રધાનમંત્રીના કાર્યાલયના અધિકારીઓ અને નાણાં મંત્રીના કાર્યાલયના અધિકારીઓ આખરી ઓપ આપી રહ્યા છે. દરેક વ્યક્તિદીઠ સોનાનો જથ્થો નિશ્ચિત હિસ્સો નક્કી કરવામાં આવશે. ત્યારબાદ તેનાથી વધ...