Tuesday, October 21, 2025

Tag: Education Department

ક્યાંથી ભણશે ગુજરાત, પ્રાથમિક શાળાઓમાં મહત્વના વિષયોના શિક્ષકો જ નથી

કેન્યુઝ,ગાંધીનગર, તા.૨૫ ગુજરાતમાં રંગેચંગે પ્રવેશોત્સવ અને ગુણોત્સવની ઉજવણી કરીને કરોડોનુ આંધણ કરાય છે. પરંતુ જ્યારે ગુણવત્તાની વાત આવે તો આપણે ત્યાંના ત્યાં જ હોઇએ છીએ. સરકારી ચોપડે મોટીમોટી વાતો થાય છે. પરંતુ હકીકત કંઇ જુદી જ છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો-આઠમામાં મુખ્ય વિષયના શિક્ષકોની ૩૦ ટકા જગ્યા ખાલી હોવાથી છાત્રોને અન્યાય થઈ રહ્યો છે....

શાળા,શિક્ષકો-છાત્રો ઘટ્યા પણ અમપાનું બજેટ વધ્યું

પ્રશાંત પંડીત અમદાવાદ,તા:૨૬ શહેરમાં છેલ્લા પંદર વર્ષથી મહાનગર પાલિકામાં ભાજપ સત્તાસ્થાને છે. મહાનગર પાલિકા હસ્તક ચાલતી નગર પ્રાથમિક શાળા સંચાલન બોર્ડમાં પણ તેમના જ પક્ષના હોદ્દેદારો છે. સૌને શિક્ષણ આપવાની મોટી-મોટી વાતોની વચ્ચે શહેરમાં છેલ્લા દાયકામાં શાળાઓ ઘટી, શિક્ષકો ઘટ્યા, વર્ગો પણ ઘટ્યા અને શિક્ષકો પણ ઘટ્યા માત્ર વધતું રહ્યું છે તો વાર્ષ...

શિક્ષણનો વેપાર ક્યારથી….?

ગાંધીનગર,તા:25 ભણતર સાથે ગણતરમા અવ્વલ નંબરે ગણાતા ગુજરાત રાજ્યનું શિક્ષણ એટલી હદે નીચે ઉતારી દેવા સાથે તેનું વેપારીકરણ કરી નાખવામાં આવ્યું છે કે જેને લઇને ભવિષ્યે સર્વશ્રેષ્ઠ કે તેજસ્વી યુવાધન ગુમાવવામાં ગુજરાત પ્રથમ નંબર આવે તો આશ્ચર્ય નહીં હોય.....! ખૂદ રાજ્ય સરકાર ભણતરનો ભાર વિદ્યાર્થીઓના માથેથી નહીં પણ પોતાના માથેથી ઉતારવા છેલ્લા ૧૫ વર્ષ ઉપરાં...

અમેરિકા અભ્યાસ માટે જતાં સૌથી વધારે વિદ્યાર્થીઓમાં ભારતીયો બીજા સ્થાને...

વાશિંગ્ટન,તા.૧૯ અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં ભણવા જનારા વિદ્યાર્થીઓમાં ભારતીયોનો ક્રમ ચીન પછી બીજા છે. ભારત ખાતેથી ૨૦૧૮-૨૦૧૯માં ૨,૦૨,૦૦૦થી વધુ વિદ્યાર્થી અમેરિકા ગયા હતા. અમેરિકા જતાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા સતત દસ વર્ષથી સૌથી વધુ રહી છે. ‘૨૦૧૯ આૅપન ડાર્સ રિપાર્ટ આૅન ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સ્ચેન્જ’એ જણાવ્યું હતું કે અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં ...

11 નવેમ્બરના રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી રાજ્ય સરકારે ન કરી

ગાંધીનગર, તા. 12  સોમવારના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી ન કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય વિવાદસ્પદ બન્યો છે. નાગરિક સમાજ સંગઠનોએ ખાસ કરીને ગુજરાતમાં શિક્ષણના "કથળેલાં" સ્તરની પૃષ્ઠભૂમિની વિરૂદ્ધ રાજ્ય સરકાર આ પ્રસંગથી હટાવતી હોવાનો આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ દિને ઉજવણી કરી ન હતી.  11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ સીબીએસઈ...

વેકેશન ખૂલતા પહેલાં શાળાઓને તકેદારીનાં પગલાં લેવા ડીઈઓનો આદેશ

અમદાવાદઃ તા:08 રાજ્યની તમામ શાળાઓમાં હાલમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે વેકેશન દરમિયાન જ વિદ્યાર્થીલક્ષી કામકાજ પૂર્ણ કરી દેવા માટે અમદાવાદ જિલ્લા અને શહેરના શિક્ષણાધિકારીએ આદેશ કર્યા છે. દરેક શાળાઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં એવી તાકીદ કરવામાં આવી છે કે ભૂતકાળમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા અમુક ચોક્કસ કામ વેકેશન દરમિયાન જ પૂરા કરી દેવા માટે સૂચના આ...

અધ્યાપક સહાયકની ભરતી માટે સંચાલકો સામે ઉચ્ચ શિક્ષણ વિભાગે નમતું જોખ્યુ...

અમદાવાદ, તા.૦૭ ગુજરાતમાં આગામી દિવસોમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની ભરતી કરવાની છે, ત્યારે આ ભરતી કેવી રીતે કરવી તે મુદ્દે હાલ સંચાલકો અને સરકાર વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ૯૫ ટકા મેરિટ અને ૫ ટકા મેનેજમેન્ટના માર્કસ પ્રમાણે ભરતી કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. સંચાલકો આ ભરતી કો...

આન્સર કી કોરી મુકનારા મોટાભાગના યુનિ.ના કર્મી હોવાની કુલપતિની કબૂલાત

પાટણ, તા.૦૬ હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં 30 જગ્યાઓની ભરતી પરીક્ષામાં ઉમેદવારો દ્વારા આન્સરકી કોરી મૂકતાં ભારે વિવાદ સર્જાયો છે, જેમાં જિલ્લા કલેકટર કચેરી દ્વારા ઉમેદવારોની રજુઆત શંકાસ્પદ નામોના લિસ્ટ સાથે રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપી છે. યુનિવસિર્ટી દ્વારા શંકાશીલ ઉમેદવારો જો સીસીટીવી જોવા માંગતા હોય તો બતાવાશે તેવી તૈયારી દર્શાવાઇ છે. દરમિ...

હાયર એજ્યુકેશન વિભાગે જાહેર કરેલા વાર્ષિક એકેડેમિક કેલેન્ડરની યુનિવર્...

તા.20મી ઓક્ટોબર, અમદાવાદ રાજયની તમામ યુનિવર્સિટીઓમાં શિક્ષણ, પરીક્ષા, પરિણામ અને વેકેશનની એકસૂત્રતા જળવાઇ રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જુલાઇ માસમાં વાર્ષિક એકેડેમિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ.દરેક યુનિવર્સિટીઓને આ વાર્ષિક કેલેન્ડર પ્રમાણે જ વર્ષ દરમિયાન કાર્યવાહી કરવા પણ અદેશ કર્યો હતો. શિક્ષણ વિભાગે કરેલા આદેશની વાસ્તવિક સ્થિતિ એવી છે ક...

2020ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે, શાળા 20 આંતરિક ગ...

ગાંધીનગર, તા.16 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 2020માં બોર્ડની પરીક્ષા માટે 80-20ની પદ્ધતિ અમલી કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો માત્ર 80 ગુણના રહેશે, જ્યારે આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ શાળાએ આપવાના રહેશે...

રાજયના ૧૬ ટેકનિકનલ કોર્સની ૯૩૭૮૮ બેઠકો ખાલી રહી

ગાંધીનગર, તા.૧૪ ટેકનિકલ કોર્સમાં પ્રવેશ માટેની કાર્યવાહી કરતી પ્રોફેશનલ એડમીશન કમિટી(એસીપીસી) દ્વારા ચાલુ વર્ષે જે કોર્સ અને જેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તે પૈકી કેટલી બેઠકો ભરાઇ અને કેટલી બેઠકો ખાલી પડી તેની વિગતવાર માહિતી જાહેર કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે પ્રવેશ સમિતિએ અંદાજે ૧ લાખ ૫૮ હજાર જેટલી બેઠકો માટે કાર્યવાહ...

શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ બેઠકમાં સળંગ ચાર વખત સંચાલકોને ચોર કહ્યા

અમદાવાદ, તા.13 ગુજરાતની જુદીજુદી યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઓનલાઈન હાજરી અને ખાલી પડેલી અધ્યાપકોની બેઠકો કેવી રીતે ભરવી તેના મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણમંત્રી અને કોલેજ સંચાલકો-પ્રિન્સિપાલ વચ્ચે આ મુદ્દે ચર્ચાવિચારણા કરવા માટે અત્યાર સુધીમાં ત્રણ બેઠકો મળી ચૂકી છે. તાજેતરમાં મળેલી છેલ્લી સંયુક...

ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી?, દારુના વેચાણ અંગે એસપીને પત્ર લખો.....

ગાંધીનગર,તા.13 ગુજરાતમાં શિક્ષણનો દાટ વળી ગયો છે. એક સ્કૂલ સંકુલમાં વિદ્યાર્થીઓને જ્યારે એવો પ્રશ્ન પૂછાયો કે ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી હતી. આ સવાલના કારણે રાજ્યના શિક્ષણતંત્રની આબરૂના ધજાગરા ઉડ્યાં છે. આ સંકુલે બીજો વિવાદાસ્પદ પ્રશ્ન દારૂબંધીનો પૂછ્યો હતો. આ બન્ને સવાલોના કારણે રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓને આંચકો લાગ્યો છે. દારુના...

યુનિવર્સિટીના કુલપતિએ ભવનોમાં ફરજ બજાવતાં અધ્યાપકોને બીજા-ચોથા શનિવારે...

અમદાવાદ,તા:૧૦ ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં દર બીજા અને ચોથા શનિવારે કામકાજ બંધ રાખવામાં આવે છે. પણ કેમ્પસમાં આવેલા ભવનોમાં શૈક્ષણિક કાર્યો ચાલુ રાખવામા આવે છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી ટીચર્સ એસોસીએશન ગુટા દ્વારા ટાવરની જેમ ભ‌વનોમાં પણ બીજા અને ચોથા શનિવાર રજા જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. યુનિવર્સિટીએ હાલ તો તેનો સ્વીકાર કરી લીધો છે. આ મુ...

યુનિવર્સિટીઓમાં પપેટ શોઃ જોઇએ છે પપેટ કુલપતિઓ અને પપેટ અધિકારીઓ

અમદાવાદ, તા.29 ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી કાયમી રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યાઓ ખાલી પડી છે. યુનિવર્સિટીના કામકાજ માટે મહત્વની ગણાતી આ જગ્યાઓ કયારેય ખાલી પડી રહેવા દેવાતી નથી. પણ યુનિવર્સિટીના કુલપતિએ આ બન્ને જગ્યા પર પોતાને અનુકુળ આવે તેવા અને પપેટ તરીકે કામગીરી કરી શકે તેવા અધિકારીઓની નિયુક્તિ કરી દીધી છે. હાલની સ્થિતિ એવી...