Thursday, September 4, 2025

Tag: education

એમફિલ પ્રવેશ પરીક્ષામાં 50 %પરીક્ષાર્થી નાપાસ, 3 વિષયોની ફરી પરીક્ષા લ...

પાટણ, તા.૧૩  હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એમફિલ અભ્યાસક્રમ માટે યોજાયેલ ઓનલાઇન પ્રવેશ પરીક્ષામાં 583માંથી ફક્ત 241 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં 16 વિષયોમાંથી અંગ્રેજીમાં 4, સંસ્કૃતમાં 2 અને ફીઝીકલ એજ્યુકેશનમાં તો એક પણ વિદ્યાર્થી પાસ થયો ન હતો. જેને લઈ બેઠકો જેટલા વિદ્યાર્થીઓ પાસ ન થતા યુનિવર્સિટી દ્વારા આ વિષયોની ફરી પરીક્ષા યોજવા માટે ચર્ચા...

શિક્ષિકાએ આઠ વર્ષના વિદ્યાર્થીને સ્ટીલની ફૂટપટ્ટી મારતા સોળ ઉઠી ગયા

  અમદાવાદ,તા.10 શહેરના વટવા વિસ્તારમાં આવેલી શાળાનો ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લેશન ન લાવતા શિક્ષિકાએ તેને સ્ટીલની ફૂટપટ્ટીથી માર માર્યો હતો. જેથી વિદ્યાર્થીને શરીર ઉપર સોળ ઉઠી જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વટવા વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો આઠ વર્ષનો વિદ્યાર્...

વિદ્યાર્થીઓના નામ, જન્મતારીખ અને અટક જિલ્લા શિક્ષણાધિકારી બદલી શકશે

ગાંધીનગર, તા. 09 ગુજરાતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર હવેથી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ પણ પોતાનું નામ તથા અટક અને જન્મ તારીખમાં સુધારો સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી જ કરાવી શકશે. અત્યાર સુધી આવો સુધારો વર્તમાન જોગવાઈ મુજબ ધોરણ ૧૦ની પરીક્ષા બાદ કરાવી શકાતો ન હત...

સરકારી આયુર્વેદ-હોમિયોપથી કોલેજોની ૨૯ ખાલી બેઠકો માટે આજથી કાર્યવાહી

અમદાવાદ,તા:૦૯ રાજ્યમાં આયુર્વેદ અને હોમિયોપથીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારી કોલેજોમાં ૨૯ જેટલી બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે હવે નવેસરથી એક દિવસનો રાઉન્ડ કરવાનું નક્કી કરાયું છે. જે વિદ્યાર્થીઓ આ બેઠકો પર પ્રવેશ ઈચ્છતા હોય તેઓએ આવતીકાલે તા.૧૦ ઓક્ટોબરે સાંજે ૪ વાગ્યા સુધી ચોઈસ ફીલિંગની પ્રક્રિયા કરવાની રહેશે. સ્વનિર્ભર આયુર્વેદ અને...

આગ લાગ્યાની ગણતરીની સેકન્ડમાં જ ફાયર બ્રિગેડને ઘટનાસ્થળના લોકેશન સાથે ...

અમદાવાદ, તા. 06 છ મહિના પહેલા સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગમાં 20 વિદ્યાર્થીઓનાં મોતની ઘટનાનું પુનરાવર્તન રોકવા અમદાવાદના ચાંદખેડાના એક વિદ્યાર્થીએ નવી એડવાન્સ ફાયર સેફ્ટી એલાર્મ સિસ્ટમ ડેવલપ કરી છે. જેનું વર્કિંગ મોડેલ પણ તૈયાર કરી દેવાયું છે. આ એલાર્મ ગોડાઉન, હોટેલ, હોસ્પિટલ, મોલ જેવા સ્થળો પર અચાનક આગ લાગવા પર ...

જીઈબી અને એફએસએલના સ્પષ્ટ અભિપ્રાય બાદ આચાર્યની બેદરકારી બહાર આવતા ફરિ...

ખેરાલુ, તા.04 ખેરાલુ તાલુકાના મલેકપુર ગામના ભાઠા વિસ્તારની પ્રાથમિક શાળામાં આઠ દિવસ અગાઉ ધોરણ 7માં અભ્યાસ કરતા કિશોરનું પાણીની મોટરના વાયરથી વીજકરંટ લાગવાથી મોત નીપજવાના બનાવમાં કિશોરના પિતાએ ખેરાલુ પોલીસ મથકે સ્કુલના આચાર્યની બેદરકારીને લીધે દીકરાનું મોત થયાની બુધવારે સાંજે ફરિયાદ નોંધાવતાં પોલીસે આચાર્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે સબ...

આ છે અમદાવાદ મહાનગર પાલિકાની જર્જરિત શિક્ષણ વ્યવ્સ્થા..!!!

અમદાવાદ,તા.02 અમદાવાદના જમાલપુરના લોલવાલ પીપલી વિસ્તારમાં આવેલી શાળાઓની જર્જરીત હાલત સામે આવી છે. મહાનગર પાલિકા  સંચાલિત આ શાળાની હાલત જોઈએ ત્યારે અહી બાળકો કેવી રીતે ભણી શકતા હશે તેવો પ્રશ્ન થઈ આવે. શાળા નંબર 1-2ની શું છે હાલત? જમાલપુર વિસ્તારમાં આવેલી ઉર્દુ શાળા નં 1-2 ની ઈમારતમાં સિમેન્ટના પોપડા બાજી ગયેલા જોવા મળે છે,  બારીઓ કોઈ જોરદાર...

મકોડી પહેલવાન જયદીપે પડકાર ઊભો કર્યો અને જીત મેળવી

આજે એક એવા યુવાન સાથે ઓળખાણ થઈ જેણે મિત્રો અને લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે જેથી સૌની બોલતી બંધ થઈ ગઈ. રાજકોટમાં રહેતો જયદીપ નાટડા શરીરે બહુ પાતળો હતો. ધોરણ ૧૨નો અભ્યાસ પુરો કરીને કોલેજમાં આવ્યો ત્યારે વજન માત્ર ૪૪ કિલો જ હતું. કોલેજમાં મિત્રો એની મજાક કરતા. મકોડી પહેલવાન જેવા જયદીપ સાથે કોઈ બહાર જવા પ...

ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે

ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા 2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...

અમને નોકરી આપો કાં તમે નોકરી છોડોના લગાવ્યા સૂત્રોચ્ચાર

ગાંધીનગર, તા. 24 ટેટની પરીક્ષા પાસ કરી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા ભરતી નહિ કરવામાં આવતા બેરોજગાર શિક્ષકોનો એક મોરચો આજે સ્વર્ણિમ સંકુલ 1માં શિક્ષણ પ્રધાનના કાર્યાલય સુધી આવી ગયો હતો. અને ભારે સૂત્રોચ્ચાર કરતાં કહ્યું કે, અમને નોકરી આપો કાં તમે નોકરી છોડી દો. અને ભારે હોબાળો મચાવી દીધો હતો. બાદમાં ગાંધીનગર પોલીસ આ તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કર...

ગૂજરાત વિદ્યાપીઠમાં ખાલી પડેલી રજિસ્ટ્રારની જગ્યા માટે નવેસરથી ભરતી પ્...

અમદાવાદ,તા.19 ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ખાલી પડેલી રજિસ્ટ્રારની જગ્યા માટે થોડા સમય પહેલા જાહેરાત આપીને અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અરજીઓના આધારે ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. જોકે, કોઇ લાયક ઉમેદવાર ન મળતાં હવે ફરીવાર જાહેરાત આપવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. વિદ્યાપીઠના કાયમી રજિસ્ટ્રાર ખીમાણી નિવૃત્ત થયા બાદ આ જગ્યા ખાલી પડી હતી. નિયમ પ્રમાણ...

એલ.ડી. અને વિશ્વકર્મા ઇજનેરી કોલેજોમાં આજથી એનબીએના ઇન્સ્પેક્શન બાદ એક...

અમદાવાદ, તા.૧૯  રાજયમાં આવતીકાલથી એલ.ડી.ઇજનેરી અને વિશ્વકર્મા ઇજનેરી કોલેજમાં નેશનલ બોર્ડ ઓફ એક્રેડીટેશનની ટીમ ઇન્સ્પેક્શન કરવા માટે આવશે. આવતીકાલ તા.૨૦મીથી લઇને ૨૨મીએ સાંજ સુધી ઇન્સ્પેક્શન કર્યા બાદ ટીમ પોતાનો અહેવાલ એનબીએને સુપ્રત કરશે. જેના આધારે એક માસથી લઇને ત્રણ માસ સુધીમાં જોડાણ આપવા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા કાઉન્સ...

નૃત્ય છોડી સત્તા મેળવવા મહિલા કલાકારોની લાઈન, પુરૂષો કેમ ન દેખાયા ?

ભરતનાટ્યમ, નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત કલાકારો ભાજપા જોડાવા લાઈન લાગી હતી. જેમાં મતી મહેશ્વરી નાગરાજન, મતી રાધા ભાસ્કર મેનન,  સ્મિતા શાસ્ત્રી, ડૉ. ઉમા અનંતાણી,  પારૂલ પટેલ,  કુમુદ ભટ્ટ,  શર્મિષ્ઠા સરકાર,  શીતલ બારોટ સહિત ૪૦ થી વધુ કલાગુરુઓને ભાજપાનો ખેસ પહેરાવી  આવકાર્યા હતા. માત્ર મહિલા કલાકારો સત્તા માટે લાઈનમાં ઊભા હતા. પણ પૂરૂષ કલાકારોને ભા...

હોમિયોપેથી અને આયુર્વેદમાં પ્રવેશની પ્રક્રિયા અટવાઈ ગઈ

અમદાવાદ, તા. 16 હોમિયોપેથી અને આયુર્વેદમાં સાત કોલેજોની મંજૂરી ન આવતાં સમગ્ર પ્રવેશ પ્રક્રિયા વિલંબમાં પડી રહી છે. આ કોલેજોની મંજૂરી ન આવવાના કારણે પેરા મેડિકલ ફિઝિયોથેરાપી અને નર્સિગ પ્રક્રિયા પણ અટકી ગઈ છે. હવે પ્રવેશ સમિતિ દ્વારા આગામી તા.૨૦મી પહેલા આયુર્વેદ-હોમિયોપેથીની બાકી સાત કોલેજોની મંજૂરી ન આવે તો પણ કાર્યવાહી પૂર્ણ કરી દેવાનું નક્કી ક...

રાજયની 150 શાળાઓમાં મંજુરી વગર ચાલતા ધો.12ના વર્ગોને મંજુરી કયારે?

અમદાવાદ,તા:૧૬ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ભૂલના કારણે નવી શાળાઓની મંજૂરી માટેની દરખાસ્ત સ્વીકારવાની કાર્યવાહી કરી ન હોવાથી રાજયની અંદાજે 150 શાળાઓમાં ધો.૧૨ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ધો.૧૧ની મંજૂરી બાદ ક્રમિક વર્ગની મંજૂરીની દરખાસ્ત સ્વીકારવામાં આવી ન હોઈ શાળાઓને મંજૂરી મળી નથી. આ ૧૫૦ પૈકી ૧૦૦...