Tag: Epidemic
મહામારીમાં વૃદ્ધો માટે મોદી સરકારે હવે માર્ગદર્શિકા જાહેર કરી
આખી દુનિયામાં કોરોના મહામારીના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને તે સંખ્યામાં સતત ખૂબ વધારો થઇ રહ્યો છે. કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે ભારત સરકારે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન સહિત સંખ્યાબંધ કડક પગલાં લીધા હોવા છતાં, આપણે સૌ આ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરીએ અને આ બીમારીના સંક્રમણની સાંકળ તોડવા માટે જરૂરી પગલાં તેમજ સાવચેતી લઇએ તે ખૂબ જ મહત્વપૂર્ણ...
રોગચાળાને ડામવા માટે શહેરના વિદ્યાર્થીઓને ભણાવાશે સાવચેતીના પાઠ
અમદાવાદ, તા. 10
રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર રોજે રોજ વધી રહ્યો છે. આ તબક્કે અમદાવાદ શહેરમાં પણ રોગચાળો તીવ્ર ગતિથી વધી રહ્યો છે. ત્યારે ડેન્ગ્યૂ અને મેલેરિયા સહિતના રોગચાળાને ડામવામાં અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)નું આરોગ્ય વિભાગ તો પ્રયાસ કરી રહ્યું છે. અને તેના પગલે હવે શિક્ષણ વિભાગ પણ આ રોગચાળાને ડામવાના અભિયાનમાં જોડાયું છે. જિલ્લા શિક્ષણાધિકારી ...
નિયમિત સાફસફાઈના અભાવમાં રાજકોટ મેયરનો સ્થાનિકો દ્વારા ઘેરાવ કરાયો
શહેરમાં રોગચાળાએ માઝા મૂકી છે, ત્યારે સ્થાનિકો કોર્પોરેશન દ્વારા યોગ્ય સાફસફાઈ કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે. જો કે કોર્પોરેશન આ અંગે સદંતર નિષ્ફળ નીવડ્યું છે.
શહેરમાં સાફસફાઈના અભાવમાં લોકોને પડતી હાલાકીના કારણે લોકો રસ્તા પર આવી ગયા હતા. લાખાજી રોડ પર કોર્પોરેશન દ્વારા યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવતી હોવા અંગે સ્થાનિકોએ રોડ પર આવી વિરોધ પ્રદર...
બગસરામાં મચ્છરોના ઉપદ્રવ ન થાય તે માટે સરવેની કામગીરી કરીને અનેક લોકોન...
બગસરા શહેરમાં હાલ ભારે વરસાદ પછી ચારેકોર મચ્છરજન્ય રોગચાળો ફેલાયેલો છે. જે અન્વયે જિલ્લા આરોગ્ય તેમજ તાલુકા હેલ્થ કચેરી દ્વારા રોગચાળાને કાબૂ કરવા માટે તારીખ 19 થી ૨૦ ઓક્ટોબર બે દિવસ શહેરમાં ૮૨ ટીમો દ્વારા સરવ કરવામાં આવ્યુ હતું. અમરેલી જીલ્લાના બગસરા શહેરમાં સતત વરસાદ રહેલા ભારે વરસાદ પછી મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે હાલ અમરેલી જિલ્લા ...
રાજકોટ સિવિલમાં ડેન્ગ્યૂના કેસના પગલે ડોક્ટર્સ-મીડિયા કર્મચારીઓ આમનેસા...
રાજકોટ,તા:૧૭ સૌરાષ્ટ્રભરમાં ડેન્ગ્યૂના કારણે સ્થિતિ વણસી રહી છે. જામનગરમાં તો સ્થિતિ એટલી વિકટ બની છે કે હોસ્પિટલમાં ઊભરાતા દર્દીઓના કારણે પલંગ પણ ઓછા પડી રહ્યા છે, જેથી દર્દીઓને નીચે સૂવડાવવાનો વારો આવી રહ્યો છે. જામનગરની આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલથી બેડ મગાવવાની ફરજ પડી છે.
તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ ડેન્ગ્ય...
બી જે મેડિકલ કોલેજ પાસે મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા જંતુનાશક દવાઓ અને ફોગ...
અમદાવાદ, તા.15
અમદાવાદમાં માત્ર ૧૨ દિવસમાં ડેન્ગ્યુ ના ૪૦૦ જેટલા કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થઈ ગયું છે. તો બીજીબાજુ સરકારી બી જે મેડીકલ કોલેજમાં મચ્છરનાશક કામગીરી માટે જરૂરી દવાઓ અને ફોગીંગ મશીન જ ઉપલબ્ધ નથી.
શહેરમાં ડેન્ગ્યુ, ટાઈફોઈડ, મેલેરિયા, ઝાડા ઉલટી અને કમળા ના કેસો સતત નોંધાઇ રહ્યા છે. જેને પગલે મ્યુનિ કોર્પોરેશન દ્વારા ...
શું તમે જાણો છો કે ઝીકા અને ડેન્ગયુ માટે એક જ મચ્છર જવાબદાર છે.
ગાંધીનગર,તા.13
સમગ્ર રાજયમાં ડેન્ગયુનો રોગચાળો વકરી રહ્યો છે પરંતુ ઝીકાનો કોઈ કેસ નોંધાયો નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, ઝીકા વાયરસ એડીસ ઈજીપ્તી નામના માદા મચ્છરના કારણે ફેલાવો પામે છે. ભારતમાં ઝીકા વાયરસના ફેલાવા માટે એડેસ ઈજીપ્તી નામની પ્રજાતિ મુખ્યત્વે જવાબદાર છે. આ જ મચ્છરની પ્રજાતિ ડેન્ગયુ કે યલો ફિવર માટે પણ જવાબદાર છે.
રાજયમ...
મેઘરજમાં ચાર મહિનામાં ગટરની પાઇપ લાઇનો તૂટી જતાં ગંદકીનું સામ્રાજ્ય
મેઘરજ, તા.૦૯ મેઘરજના ઇન્દીરા નગર કેથોલીક માર્ગ ઉપર રામનગર સોસાયટીની ચોકડી પાસે ગટર યોજનાની પાઇપ લાઈન તૂટી જવાને લઈ ગંદકી પેદા થવાના કારણે આજુબાજુની સોસાયટીઓમાં રહેતાં 300 ઉપરાંત પરીવારો ત્રાહીમામ્ પોકારી ઉઠયા છે. જેને લઈ ભયંકર રોગચાળો પેદા થવાના કારણે વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો છે.
મેઘરજ પંચાલ માર્ગ ઉપર ઈન્દિરાનગર, રામનગર સહીતની 10 જેટલ...
રાજકોટમાં ડેન્ગ્યૂએ લીધો ભરડો, બે વર્ષની બાળકીનું તાવ બાદ મોત
રાજકોટ,તા:૦૩ શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઠેરઠેર ગંદકીના ઢગ અને મચ્છરના ઉપદ્રવના કારણે ડેન્ગ્યૂ સહિતના મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે.
વરસાદ બાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અંગે કોઈ પગલાં ભરાયાં હોય તેવું દેખાઈ રહ્યું નથી. વરસાદ બંધ થયો હોવા છતાં લગભગ બધા વિસ્તારમાં પાણીનાં ખાબોચિયાં ભરાયેલાં જોવા મળે છે. કોર્પોરે...
ડેન્ગ્યુથી પાલનપુરના પોલીસ પુત્ર અને કાણોદરની બાળકીનું મોત થયું
પાલનપુર, તા.૨૯
પાલનપુરમાં રોગચાળાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શંકાસ્પદ ડેન્ગ્યુથી પાલનપુરના 14 વર્ષના પોલીસ પુત્ર અને કાણોદરની 8 વર્ષની બાળકીનું મોત નિપજી ગયું હતું. કાણોદરની સરફરાજઅલી હસનની દીકરી મેરીસાની તબિયત બગડતાં પાલનપુર સિવિલમાં સારવાર અપાયા બાદ અમદાવાદ લઇ જવાઇ હતી. જ્યાં એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.
આ ઉપરાંત ...
અમદાવાદ મ્યુનિ.કોર્પાે.માં બેવડી નીતિ ચાલી રહી છે.
અમદાવાદ,તા:૨૯ શહેરને મચ્છર અને મેલેરીયામુક્ત કરવા માટે ઘણાં સમયથી સર્વે કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત શૈક્ષણિક સંકુલો, કન્સ્ટ્રકશન સાઈટો, હોટેલ, મોલ્સ, હોસ્પિટલ વગેરે સ્થળે સર્વે કામગીરી દરમ્યાન બ્રીડીંગ મળી આવતાં નોટીસ, દંડ અને સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવી છે.
જ્યારે આજરોજ મ્યુનિ.કોર્પાેરેશન અને સરકારી ક્ચેરીઓમાં મોટાપાયે મચ્છર બ્રીડી...
કોન્ટ્રાકટર દ્વારા મંથર ગતિએ ચાલતા કામને કારણે ખુલ્લી ગટરલાઈનથી રોગચાળ...
અમદાવાદ, તા.૨૭
અમદાવાદમાં મચ્છરો ઉપદ્રવના કારણે બિમારીના વાવડ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક ખાનગી મિલકતોના માલિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મોટાપ્રમાણમાં નોટીસો પણ પાઠવવામાં આવી રહી છે પણ સૌથી આઘાતજનક બાબત બહાર આવી છે કે, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા ચાલતા પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારીનો નમૂનો ...
ધારીમાં સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયાં, દરરોજના 300થી વધુને સારવાર
ધારી, તા. 27,ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથુ ઉચક્યું છે. વરસાદ બાદ ગંદકી અને પાણી ભરાઇ જવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લઇને ડેંન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાના ભરડામાં અનેક લોકો સપડાઇ રહ્યાં છે. ત્યારે અમરેલીના ધારીનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યું છે. દરરોજ ૩૦૦ થી ૪૦૦ જેટલા દર્દીઓની ઓ.પી.ડી. હોય છે અને દિવસેને દિવસ...
પોલિસ પ્રજાની મદદ કરે છે પણ પોલિસની મદદ કોણ કરશે…?
મોડાસા, તા.૨૬
અરવલ્લી જીલ્લાનું એકમાત્ર મહિલા પોલીસ સ્ટેશનની આજુબાજુ વરસાદી પાણી ભરાઈ રહેતા મહિલા પોલીસ અધિકારી સહીત કર્મચારીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ સ્ટેશને આવનારી મહિલા અરજદારો પણ પાણીમાંથી પસાર થવું પડતું હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહિલા પોલીસસ્ટેશનની આજુબાજુ સતત પાણી ભરાઈ રહેતા હોવાથી મચ્છરજન્ય રોગચાળ...
ધાનેરામાં રોગચાળો વકરતા 5 તબીબ એક જ રૂમમાં દર્દીઓને તપાસે છે
ધાનેરા તા.૨૬
ધાનેરામાં રોગચાળાની સ્થિતિ દિનપ્રતિદિન વકરી રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉમટી રહ્યા છે. તેવામાં ધાનેરાની મુખ્ય સરકારી હોસ્પિટલની દર્દીઓ તપાસવાની રૂમની જે તસવીર સામે આવી છે કે ચોંકાવનારી છે. રેફરલ હોસ્પિટલની મુખ્ય રૂમમાં એક સાથે પાંચ તબીબો બેસીને દર્દીઓ તપાસી રહ્યા છે. હોસ્પિટલમાં પલંગની સંખ્યા પુરતી ન હોવાથી એક પલંગ ...