Sunday, March 16, 2025

Tag: Flood Damage

ધોલેરા હજુ 2થી 4 ફૂટ પાણીમાં, 12 દિવસે સ્થિતિ સામાન્ય

ભારે વરસાદથી ધોલેરા સર અને સ્માર્ટ સિટી પાણીમાં ડૂબી ગયું છે. 4 હજાર લોકોની વસતી ધરાવતાં ધોલેરા ગામમાં 2થી 4 ફૂટ પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે. ગામ લોકોએ શાળા અને સરકારી મકાનોમાં આશ્રય લેવો પડ્યો છે. કેટલાક કુટુંબોને આશ્રય માટેની જગ્યા ન હોવાથી ધોલેરા માટે બનેલા નવા માર્ગો ઉપર જ રહેવું પડ્યું છે. અહીં 12 દિવસ સુધી પાણી ભરાયેલા રહેશે...

જો નર્મદા બંધ 138 મીટર ભરાયો હોત તો 192 ગામ સાથે 40 હજાર ઘર જ ડૂબી ગયા...

નર્મદા બચાવો આંદોલનનો દાવો છે કે જો ડેમને આશરે 138 મીટરની મહત્તમ ઊંચાઈએ ભરવામાં આવે તો 192 ગામો અને આશરે 40,000 પરિવારોના ઘર, મિલકત અને ખેતરો ડૂબી જશે. તમામ વિસ્થાપિત લોકોને ન તો યોગ્ય વળતર આપવામાં આવ્યુ છે, ન તો તેમના યોગ્ય પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદા બચાવો આંદોલન નેતા મેધા પાટકરની આગેવાની હેઠળ વિસ્થાપનની સ્થિતિને કારણે નારાજ લોકોએ ...

હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું, લોકોના ઘરોમાં વરસાદી પાણી

શહેરમાં શુક્રવારે વહેલી સવારે ચારથી છના સમયમાં ભારે ગાજવીજ સાથે વરસેલા વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા. અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હાટકેશ્વર સર્કલ વધુ એક વખત બેટમાં ફેરવાયું હતું. બાપુનગર વિસ્તારમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં પૂર્વના વિસ્તારોના ગટરના પાણી બેક મારતા પાણીની સપાટી ૩૩ ફૂટ પર...