Tag: Fraud
અમપાના કર્મચારીની ઓળખ આપી તોડ કરવા ગયેલા બે શખ્સો ઝડપાયા
અમદાવાદ, તા.૧૦
અમપાના કર્મચારી તરીકે ઓળખ આપીને ચવાણાની દુકાનના માલિકનો તોડ કરવા નિકળેલા બે ગઠીયાઓ ઝડપાઈ જતા અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. દુકાન માલિકને શંકા જતા બંને ગઠીયાઓ આબાદ રીતે પકડાઈ ગયા છે.
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા કાનજી દેસાઈની માલિકીની દુકાન ભાડે રાખી કિશનસીંગ ભૈરવનાથ ચવાણાના નામથી ધંધો કરે છે. કિશનસિંગ વતનમાં ગયા હોવા...
લાખો રૂપિયાની લોનના ચક્કરમાં ઠગ ટોળકીએ 91 હજાર પડાવ્યાં
અમદાવાદ, તા.10
વિરમગામ તાલુકામાં રહેતા શિક્ષક અને તેમના મિત્રને લાખો રૂપિયાની લોન આપવાની લાલચ આપી જુદાજુદા ચાર્જ પેટે રૂપિયા 91,637 પડાવી ઓફિસ બંધ કરી ઠગ ટોળકી ફરાર થઈ ગઈ છે. આ મામલે નવરંગપુરા પોલીસે શીવ રાઠોડ, વિજય મહીડા, બિનીતા અને રંજન સામે ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રિત...
ઝોમેટોમાંથી પિઝા રિફંડની લાલચ આપી ગઠિયાએ સેરવી લીધા રૂ.60,885
અમદાવાદ, તા.8
‘ખરાબ થયેલા પિઝા બદલી નહીં આપીએ રિફંડ આપીશું’ તેમ કહીને એક ગઠિયાએ યુવકને એક નહીં બબ્બે વખત છેતર્યો છે. સાણંદ ખાતે જય હિંદ રેસ્ટોરન્ટ ચલાવતા ઋષભ શાહના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ.60,885 ગઠિયો સેરવી ગયો છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીના ફોન નંબરના આધારે તપાસ શરૂ કરી છે.
થલતેજ સુરધારા બંગલોઝમાં રહેતા ઋષભ વરાં...
ઝોમેટોમાંથી પિઝા રિફંડની લાલચ આપી ગઠિયાએ સેરવી લીધા રૂ.60,885
અમદાવાદ, તા.8
‘ખરાબ થયેલા પિઝા બદલી નહીં આપીએ રિફંડ આપીશું’ તેમ કહીને એક ગઠિયાએ યુવકને એક નહીં બબ્બે વખત છેતર્યો છે. સાણંદ ખાતે જય હિંદ રેસ્ટોરન્ટ ચલાવતા ઋષભ શાહના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ.60,885 ગઠિયો સેરવી ગયો છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીના ફોન નંબરના આધારે તપાસ શરૂ કરી છે.
થલતેજ સુરધારા બંગલોઝમાં રહેતા ઋષભ વરાં...
પિતા પાસેથી 2.5 કરોડની ખંડણી માગનારી પુત્રી અને તેના મિત્રની ધરપકડ
અમરેલી, તા:૦૩ એસઓજી અને અમરેલી સિટી પોલીસે પિતા પાસેથી રૂ.2.5 કરોડની ખંડણી માગનારી પુત્રી અને તેના મિત્રની ધરપકડ કરી લીધી છે.
તાલાલામાં રહેલા નગાભાઈ બારડની પુત્રી દિશા વડોદરામાં રહીને નોકરી કરતી હતી, જેણે પોતાના જ અપહરણનું નાટક કરીને તેના મિત્ર પાસે 2.5 કરોડની ખંડણીનો પિતાને ફોન કરાવ્યો હતો. દિશા વડોદરાથી પરત અમરેલી આવવા નીકળી હતી, જે મુજબ દિશા...
ગેરકાયદે કોલ સેન્ટરને અમેરિકન નાગરિકોનો ડેટા પૂરો પાડતા 2 શખ્સની ધરપકડ...
અમદાવાદ,તા:૦૩ લોનના નામે અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરનારા બે શખ્સોની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. વસ્ત્રાપુર રેલવે ફાટક પાસે કારની અંદર બેસીને આ શખ્સો અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપતા અને તેમની પાસેથી ડોલર પડાવતા હતા. વેજલપુર પોલીસે બંને શખ્સ પાસેથી કાર અને બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરી છે.
વેજલપુર પોલીસને વસ્ત્રાપુર રેલવે ફાટ...
વિકલાંગ શખ્સે લોન અપાવવાના બહાને અનેક ને છેતર્યા
રાજકોટ તા. ૩૦: ગાંધીગ્રામ ગૌતમનગરમાં રહેતા વિકલાંગ શખ્સે જાહેર ખબર છપાવી જરૂરીયાતમંદો સાથે રોકડની ઠગાઇ કરતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આ શખ્સની ધરપકડ કરી છે. તેણે લોનના નામે સાતથી વધુ લોકોને છેતર્યાનું ખુલતા પોલીસે તેના રીમાન્ડ મેળવી તપાસ શરુ કરી છે. જામનગર પટેલ કોલોની અરિહંત રેસીડેન્સી માં રહેતા અને હાલ કુવાડવા જીઆઇડીસીમાં કારખાનામાં સીકયુરીટી...
વડાલીમાં વાહનચાલકોને રોકી પૈસા પડાવતી 9 યુવતીઓ ઝબ્બે
વડાલી, તા.૨૯
વડાલી- ખેડબ્રહ્મા માર્ગ પર આવેલા રેલવેફાટક નજીક પોલીસની ટ્રાફિક ડ્રાઈવ હતી. તે દરમિયાન અજાણી નવેક યુવતીઓ પેન્ટ શર્ટ પહેરી શાકમાર્કેટમાં આંટાફેરા મારતી હોવાની માહિતી મળતા મહિલા પોલીસને સાથે રાખી શાકમાર્કેટમાં પહોંચી યુવતીઓને ઝડપી પાડી હતી અને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા મહિલાઓની ગતિવિધીઓ શંકાસ્પદ લાગતા તમામ વિરુદ્ધ ગુનો નોંધવામા...
વિસનગરના સદુથલા ગામના યુવક સાથે ઓએનજીસીમાં નોકરીની લાલચ આપી ઠગાઈ
વિસનગર, તા.૨૭
વિસનગર તાલુકાના સદુથલા ગામના યુવકને ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપી 9.75 લાખની ઠગાઈ આચરતાં ચકચાર મચી છે. ભોગ બનનારા યુવકના પિતાએ ભાવસોર ગામના શખ્સ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તાલુકાના સદુથલા ગામમાં રહેતા ભરતભાઇ ચતુરભાઇ પટેલના દીકરા હર્ષદને વર્ષ 2012માં બાસણા કોલેજમાં ડિપ્લોમાના અભ્યાસ દરમ...
અસલી પોલીસને ચકમો આપી નાસી જનાર નકલી પીએસઆઇ ઝડપાયો
અમદાવાદ, તા. ૨૧. શહેરના હેબતપુર રોડ ઉપર નકલી પિસ્તોલ લગાવીને પીએસઆઇ બનીને ટ્રેક્ટર ચાલકો પાસેથી તોડ કરનાર શખ્સ ગુરુવારે સાંજે સોલા પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો. પરંતુ સોલા પોલીસે તેના ટુ વ્હિલરના નંબર પરથી તેને શોધીને ઝડપી લીધો હતો.
સોલા પોલીસની શી ટીમ દ્વારા ઝડપી લેવાયેલા આ આરોપીનું નામ પારસ ઉર્ફે પાર્થ સુથાર છે. તે મૂળ રાણપુર પાસેના ગામનો વ...
સરકારી યોજનાની ભળતી વેબસાઈટ બનાવી છેતરપીંડીનો પ્રયાસ થતા ફરિયાદ
અમદાવાદ, તા. 19
સરકારી યોજના અંગેની યોજના અંગે સરકારી વેબસાઈટના ભળતા નામની વેબસાઈટ બનાવીને સીએનજી સ્ટેશનની ઓનલાઈન એપ્લિકેશનની નોંધણી શરુ કરી હતી આ અંગે ગુજરાત ગેસ લિમિટેડને જાણ થતા આ મામલે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ લિમિટેડની ગુજરાત ગેસ...
ટેલિકોમ કંપનીમાં રોકાણ કરીને તગડુ કમિશન કમાવવાની લાલચે યુવાને લાખો ગુમ...
રાજકોટ તા. ૧૯: નાણાનું રોકાણ કરીને તગડા કમિશનની લાલચ આપીને અનેક લોકો સાથે છગાઇ આચરવામાં આવી છે. ઓઇએન ટેલિકોમ કંપનીમાં રોકાણ કરી ૬ ટકા લેખે કમિશન મળવો તેવી મોટીમોટી વાતો કરીને શહેરના ખાદીભવન પાસે ઓફિસ ધરાવતાં બોટાદના તરઘરા ગામના યુવાન સાથે રૂ. 65.75 લાખની ઠગાઇ થઇ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જામનગર રોડ પર રહેતાં શખ્સે છેતરપિંડી કરતાં આ સમગ્ર પ્...
સિધ્ધપુર પંથકના 50 જણા સાથે હજના નામે 85.50 લાખની ફરિયાદ
પાટણ, તા.૧૪
સિદ્ધપુર પંથકના હજયાત્રા કરવા ઇચ્છુક 50 મુસ્લિમ બિરાદરો પાસેથી વિઝા મેળવી આપવા અને અન્ય વ્યવસ્થા કરી આપવા માટે રૂ.85.50 લાખ ચેક મારફતે નાણાંકીય વ્યવહાર કર્યા બાદ ન વિઝા લાવી આપ્યા કે ન હજયાત્રા કરાવતાં વિશ્વાસઘાત છેતરપિંડી કરનાર હિંમતનગરના એજન્ટ અને મુંબઇના બે શખ્સો સામે કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.
સિદ્વપુર તાલુકાના વાઘ...
ડૉકટરે બનાવટી ચલણી નોટ છાપવાની ગેંગ બનાવીઃ 1,50લાખના બનાવટી ચલણ સાથે છ...
ભાવનગર,તા,7
સામાન્ય માણસ ગરીબીને કારણે અથવા શ્રીમંત થવાની ઘેલછામાં ગુનો કરે પણ ભાવનગરના એક ડૉકટર જે અગાઉ સરકારી ડૉકટર તરીકે ફરજ બજાવી ચુકયા હતા અને હાલમાં પોતાનું ખાનગી દવાખાનું ચલાવતા, તેમને પણ શ્રીમંત થવાની અભરખા જાગ્યા અને તેમણે એક ગેંગ બનાવી રૂપિયા 2000 અને 500ની બનાવટી ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરી હતી પણ આ મામલે ભાવનગરના સ્પેશીય ઓપરેશન ...
રિસોર્ટના ધંધામાં રોકાણના નામે નિવૃત્ત આર્મીમેન સાથે બે લાખની ઠગાઈ
ગોવામાં આવેલા રિસોર્ટમાં રોકાણ કરવા માટે નિવૃત આર્મીમેનને વિશ્વાસમાં લઈને બે લાખ રૂપિયા પડાવી લેનારા આહુજા બંધુ સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.
ગાંધીનગરના ભાટ ગામ ખાતે નારાયણ એવન્યુમાં રહેતા નિવૃત આર્મીમેન બિનયકુમાર બિનાયક સીતારામ યાદવ વર્ષ 2016માં જજીસ બંગલો રોડ પર ન્યૂયોર્ક પ્લાઝા ખાતે ધી ગ્રાન્ડ ચંદ્રા રિસોર્ટ એન્ડ હોલિડ...