Friday, November 22, 2024

Tag: Gandhi

પોરબંદરના બે નેતા – ગાંધીજીએ કોંગ્રેસને મજબૂત કરી, અર્જુને 100 વ...

શક્તિસિંહ ગોહીલ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોંગ્રેસની પડી નથી, તેથી કોંગ્રેસ પડે છે ભાજપની બેસુમાર દોલત અને સત્તા ભલભલાને ખરીદી શકે છે દિલીપ પટેલ અમદાવાદ, 4 માર્ચ 2024 1915થી 1924 સુધીના 100 વર્ષમાં કોંગ્રેસને ગાંધીજીએ મજબૂર કરી આપી હતી. ગાંધીજી પોરબંદરના વતની હતા. જેમણે કોંગ્રેસને ઊભી કરી તેને 100 વર્ષ થયા છે. હવે 100 વર્ષ પછી કોંગ્ર...

ત્રંબામાં કસ્તુરબા અને મણિબેનની કુરબાની જેલના કાંકરા ખરી રહ્યાં, છે કો...

દિલીપ પટેલ અમદાવાદ , 12 જુલાઈ 2023 કસ્તુરબાધામ અને ત્રંબા એમ બે નામથી ઓળખાતુ ગામ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ તાલુકામાં આવેલું રાજકોટ-ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલુ ગામ છે. ત્રંબા ગામ હવે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં ધર્મપત્નિ કસ્તુરબા અને સરદાર પટેલના પુત્રી મણિબેન આ ગામના નાના મહેલમાં જેલમાં હતા. જેલમાં પુરનારા રાજકોટના રાજા અને અંગ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧૪૦: મજૂરોનો સંબંધ

હજુ ચંપારણમાં હું કમિટીનું કામ આટોપી રહ્યો હતો તેવામાં ખેડાથી મોહનલાલ પંડ્યાનો ને શંકરલાલ પરીખનો કાગળ ખેડા જિલ્લામાં નિષ્ફળ ગયેલા પાક અને મહેસૂલમાફી બાબત મળ્યો. ત્યાં જઈ લોકોને દોરવાનો તેમણે આગ્રહ કર્યો. સ્થાનિક તપાસ કર્યા વિના કંઈ સલાહ આપવાની મને નહોતી ઇચ્છા, નહોતી મારી શક્તિ કે હિંમત. બીજી તરફથી શ્રી અનસૂયાબાઈનો કાગળ તેમના મજૂરસંઘ બાબત હતો. મજ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૯: ઊજળું પાસું

એક તરફથી સમાજસેવાનું કામ, જે મેં ગયાં પ્રકરણોમાં વર્ણવ્યું છે, તે થઈ રહ્યું હતું, ને બીજી તરફથી લોકોનાં દુઃખની કહાણીઓ નોંધવાનું કામ વધતા પ્રમાણમાં ચાલી રહ્યું હતું. હજારો લોકોની કહાણીઓ લખાઈ તેની અસર થયા વિના કેમ રહે? મારે ઉતારે જેમ જેમ લોકોની આવજા વધતી ગઈ તેમ તેમ નીલવરોનો ક્રોધ વધતો ચાલ્યો. મારી તપાસને બંધ કરવાના તેમની તરફથી થતા પ્રયત્નો વધતા ગયા. ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૮: ગ્રામપ્રવેશ

ઘણે ભાગે દરેક નિશાળમાં એક પુરુષ અને એક સ્ત્રી એમ ગોઠવણ થઈ હતી. તેમની મારફતે જ દવાનાં ને સુધરાઈનાં કામો કરવાનાં હતાં. સ્ત્રીઓની મારફતે સ્ત્રીવર્ગમાં પ્રવેશ કરવાનો હતો. દવાનું કામ બહુ સહેલું કરી મૂક્યું હતું. એરંડિયું, ક્વિનીન અને એક મલમ એટલી જ વસ્તુઓ દરેક નિશાળમાં રાખવામાં આવતી હતી. જીભ તપાસતાં મેલી જોવામાં આવે અને બંધકોશની ફરિયાદ આવે તો એરંડિયું પા...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૭: સાથીઓ

બ્રજકિશોરબાબુ અને રાજેદ્રબાબુ તો અદ્વિતીય જોડી હતા. તેમના વિના હું એક પણ ડગલું આગળ ન જઈ શકું એવો પોતાના પ્રેમથી તેમણે મને અપંગ બનાવી મૂક્યો હતો. તેમના શિષ્યો કહો કે સાથીઓ એવા શંભુબાબુ, અનુગ્રહબાબુ, ધરણીબાબુ અને રામનવમીબાબુ, આ વકીલો લગભગ નિરંતર સાથે જ રહેતા. વિંધ્યાબાબુ અને જનકધારીબાબુ પણ વખતોવખત રહેતા. આ તો થયો બિહારી સંઘ. તેમનું મુખ્ય કામ લોકોની જ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૬: કાર્યપદ્ધતિ

ચંપારણની તપાસનો હેવાલ આપવો એટલે ચંપારણના ખેડૂતનો ઇતિહાસ આપવા જેવું છે. એવો હેવાલ આ પ્રકરણોમાં ન આપી શકાય. વળી ચંપારણની તપાસ એટલે અહિંસા અને સત્યનો મોટો પ્રયોગ. આને લગતું જેટલું મને પ્રત્યેક સપ્તાહમાં સૂઝે છે તેટલું આપું છું. તેની વધારે વિગતો તો વાંચનારને બાબુ રાજેદ્રપ્રસાદના આ લડતના (હિંદીમાં છપાયેલા) ઇતિહાસમાં ને ‘યુગધર્મ’ પ્રેસે કરાવેલા તરજુમામાં...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૫: કેસ ખેંચાયો

કેસ ચાલ્યો. સરકારી વકીલ, મૅજિસ્ટ્રેટ વગેરે ગભરાયેલા હતા. શું કરવું તે તેમને સૂઝતું નહોતું. સરકારી વકલી સુનાવણી મુલતવી રાખવાની માગણી કરી રહ્યો હતો. હું વચ્ચે પડયો ને મેં વિનંતી કરી કે મુલતવી રાખવાની કશી જરૂર નથી, કેમ કે મારે ચંપારણ છોડવાની નોટિસનો અનાદર કર્યાનો ગુનો કબૂલ કરવો છે. એમ કહીને મેં બહુ જ નાનકડું બયાન તૈયાર કર્યું હતું તે વાંચી ગયો. તે આ પ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૪: અહિંસા-દેવીનો સાક્ષાત્કાર?

મારે તો ખેડૂતોની હાલતની તપાસ કરવી હતી. ગળીના માલિકોની સામે જે ફરિયાદો હતી તેમાં કેટલું સત્ય છે તે જોવું હતું. આ કામને અંગે હજારો ખેડૂતોને મળવું જોઈએ. પણ તેમની સાથે આમ સંબંધમાં આવ્યા પહેલાં ગળીના માલિકોની વાત સાંભળવાની ને કમિશનરને મળવાની મેં આવશ્યકતા જોઈ. બંનેને ચિઠ્ઠી લખી. માલિકોના મંત્રીની મુલાકાત વખતે તેણે સાફ જણાવ્યું કે, તમે પરદેશી ગણાઓ, તમા...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૩: બિહારી સરળતા

મૌલાના મજરહુલ હક્ક અને હું એક વખત લંડનમાં ભણતાં. ત્યાર બાદ અમે મુંબઈમાં ૧૯૧૫ની મહાસભામાં મળેલા. તે વર્ષે તેઓ મુસ્લિમ લીગના પ્રમુખ હતા. તેમણે જૂની ઓળખાણ કાઢી મને પટણા જાઉં ત્યારે તેમને ત્યાં જવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને આધારે મેં તેમને ચિઠ્ઠી મોકલી ને મારું કામ જણાવ્યું. તેઓ તુરત પોતાની મોટર લાવ્યા ને મને પોતાને ત્યાં લઈ જવાનો આગ્રહ કર્યો...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૨: ગળીનો ડાઘ

ચંપારણ જનક રાજાની ભૂમિ છે. ચંપારણમાં જેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને ૧૯૧૭માં ગળીનાં ખેતરો હતાં. પોતાની જ જમીનના ભાગમાં ચંપારણના ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકને સારુ કરવા કાયદેથી બંધાયેલા હતા. આનું નામ ‘તીનકઠિયા’ કહેવાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ. મારે કબૂલ કરવું જોઈએ કે હું ત્યા...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૧: ગિરમીટની પ્રથા

નવા વસેલા અને આંતરબાહ્ય તોફાનોમાંથી ઊગરી ગયેલા આશ્રમને છોડી હમણાં ગિરમીટની પ્રથાનો થોડો વિચાર કરી લેવાનો સમય આવ્યો છે. ગિરમીટિયા એટલે પાંચ કે એથી ઓછાં વર્ષના મજૂરીના કરારનામામાં સહી કરીને હિંદુસ્તાનની બહાર મજૂરી કરવા ગયેલ મજૂરો. આવા નાતાલના ગિરમિટીયા ઉપરથી ત્રણ પાઉંડનો વાર્ષિક કર સમ ૧૯૧૪માં નાબૂદ થયો હતો, પણ એ પ્રથા હજુ બંધ નહોતી થઈ. સન ૧૯૧૬માં ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૦: કસોટીએ ચડયા

આશ્રમની હસ્તીને હજુ થોડા જ મહિના થયા હતા, તેટલામાં જેવી કસોટીની મને આશા નહોતી તેવી અમારી કસોટી થઈ. ભાઈ અમૃતલાલ ઠક્કરનો કાગળ મળ્યોઃ ‘એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવીને રહેવાની છે. તેને લેશો?’ હું ભડક્યો ખરો. ઠક્કર બાપા જેવાની ભલામણ લઈને આવનાર અંત્યજ કુટુંબ આટલું વહેલું આવે એવી મેં મુદ્દલ આશા રાખી નહોતી. સાથીઓન...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧૨૯. આશ્રમની સ્થાપના

કુંભની યાત્રા એ મારી હરદ્વારની બીજી મુલાકાત હતી. સત્યાગ્રહાશ્રમની સ્થાપના ૧૯૧૫ના મેની ૨૫મીએ થઈ. શ્રદ્ધાનંદજીની માગણી એવી હતી કે મારે હરદ્વાર વસવું. કલકત્તાના કેટલાક મિત્રોની સલાહ વૈદ્યનાથધામમાં વસવાની હતી. કેટલાક મિત્રોનો ભારે આગ્રહ રાજકોટ વસવાનો હતો. પણ જ્યારે હું અમદાવાદમાંથી પસાર થયો ત્યારે ઘણા મિત્રોએ અમદાવાદ પસંદ કરવા કહ્યું, ને આશ્રમનું ખર...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧૨૮: લક્ષ્મણ ઝૂલા

પહાડ જેવા લાગતા મહાત્મા મુનશીરામજીનાં દર્શન કરવા ને તેમનું ગુરુકુલ જોવા ગયો ત્યારે મને બહુ શાંતિ મળી. હરદ્વારનો ઘોંઘાટ ને ગુરુકુલની શાંતિની વચ્ચેનો ભેદ સ્પષ્ટ જોવામાં આવતો હતો. મહાત્માએ મને પ્રેમથી નવરાવ્યો. બ્રહ્મચારીઓ મારી પાસેથી ચસે જ નહીં. રામદેવજીની મુલાકાત પણ તે જ વખતે થઈ, અને તેમની શક્તિની ઓળખ હું તુરત કરી શક્યો. અમારી વચ્ચે કેટલીક મતભિન્નતા...