Tag: Gandhi
હું છું ગાંધી – ૧૨૭: કુંભ
મારે દાક્તર પ્રાણજીવનદાસ મહેતાને મળવા રંગૂન જવાનું હતું. ત્યાં જતાં કલકત્તામાં શ્રી ભૂપેદ્રનાથ બસુના આમંત્રણથી હું તેમને ત્યાં ઊતર્યો હતો. અહીં બંગાળી વિવેકની પરિસીમા આવી હતી. આ વેળા હું ફળાહાર જ કરતો. મારી સાથે મારો દીકરો રામદાસ હતો. જેટલો સૂકો ને લીલો મેવો કલકત્તામાં મળે તેટલો એકઠો કરવામાં આવ્યો હતો. સ્ત્રીઓએ રાતોરાત જાગીને પિસ્તાં આદિને પલાળી ત...
હું છું ગાંધી – ૧૨૬: મારો પ્રયત્ન
પૂના પહોંચીને ઉત્તરક્રિયા વગેરે ઊજવીને સોસાયટીએ કેમ નભવું અને મારે તેમાં જોડાવું કે નહીં, એ પ્રશ્ન અમે બધા ચર્ચતા થઈ ગયા. મારી ઉપર મોટો બોજો આવી પડયો. ગોખલે જીવતાં મારે સોસાયટીમાં દાખલ થવાનો પ્રયત્ન કરવાપણું નહોતું. મારે કેવળ ગોખલેની આજ્ઞાને અને ઇચ્છાને વશ થવાનું હતું. આ સ્થિતિ મને ગમતી હતી. ભારતવર્ષના તોફાની સમુદ્રમાં ઝંપલાવતાં મને સુકાનીની જરૂર હ...
હું છું ગાંધી – ૧૨૫: ત્રીજા વર્ગની વિટંબણા
બર્દવાન પહોંચીને અમારે ત્રીજા વર્ગની ટિકિટ લેવાની હતી. તે મેળવતાં વિટંબણા પડી. ‘ત્રીજા વર્ગના ઉતારુને ટિકિટ વહેલી આપવામાં નથી આવતી,’ એવો જવાબ મળ્યો. હું સ્ટેશનમાસ્તર પાસે ગયો. મને તેમની પાસે કોણ જવા દે? કોઈએ દયા કરી સ્ટેશનમાસ્તરને બતાવ્યા, ત્યાં પહોંચ્યો. તેમની પાસેથી પણ ઉપરનો જ જવાબ મળ્યો. ‘બાર ઊઘડ્યાં’ ત્યારે ટિકિટ લેવા ગયો. પણ સહેલાઈથી ટિકિટ મળે...
હું છું ગાંધી – ૧૨૪: શાંતિનિકેતન
રાજકોટથી હું શાંતિનિકેતન ગયો. ત્યાં ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મને પ્રેમથી નવરાવ્યો. સ્વાગતના વિધિમાં સાદાઈ, કળા અને પ્રેમનું સુંદર મિશ્રણ હતું. ત્યાં મને કાકાસાહેબ કાલેલકરની પહેલી મુલાકાત થઈ.
કાલેલકર ‘કાકાસાહેબ’ કેમ કહેવાતા હતા એ તો ત્યારે હું જાણતો જ નહોતો. પણ પાછળથી માલૂમ પડયું કે કેશવરાવ દેશપાંડે, જેઓ વિલાયતમાં મારા સમકાલીન હતા ને જેમ...
હું છું ગાંધી – ૧૨૩: ધમકી એટલે?
મુંબઈથી મારા વડીલ ભાઈની વિધવાને અને બીજા કુટુંબીઓને મળવા સારુ રાજકોટ થતા પોરબંદર જવાનું હતું તેથી ત્યાં ગયો. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડતને અંગે મેં મારો પહેરવેશ ગિરમીટિયા મજૂરને લગતો જેટલો કરી શકાય તેટલો કરી નાખ્યો હતો. વિલાયતમાં પણ ઘરમાં એ જ પોશાક પહેરતો. દેશમાં આવીને કાઠિયાવાડનો પહેરવેશ રાખવો હતો. તે દક્ષિણ આફ્રિકામાં મારી સાથે રાખ્યો હતો. ...
હું છું ગાંધી – ૧૨૨: ગોખલેની સાથે પૂનામાં
હું મુંબઈ પહોંચ્યો કે તુરત મને ગોખલેએ ખબર આપી હતીઃ ‘ગવર્નર તમને મળવા ઇચ્છે છે, અને પૂના આવતાં પહેલાં તેમને મળી આવવું યોગ્ય ગણાશે.’ તેથી હું તેમને મળવા ગયો. સામાન્ય વાતો કર્યા પછી તેમણે કહ્યું:
‘તમારી પાસેથી હું એક વચન માગું છું. સરકારને લગતું તમારે કંઈ પણ પગલું ભરવું હોય તો તે પહેલાં તમે મને વાત કરો ને મળી જાઓ એમ હું ઇચ્છું.’
મેં જવાબ દીધોઃ
...
નિર્ભયા કાંડ વખતે PMને બંગડીઓ મોકલનાર સ્મૃતિ ઈરાનીએ કહ્યું રાહુલ ગાંધી...
ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય યુવતી સાથે થયેલ ગેંગરેપ મામલે જ્યાં વિપક્ષ ભાજપ સરકારને ઘેરી રહ્યું છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકાર અને ઉત્તર પ્રદેશ પોલીસની ભૂમિકા અને તેમનું પીડિતાના પરિવાર સાથેનું વલણ સવાલો ઉભા કરી રહ્યું છે તો આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભાજપ સરકારના પક્ષે આવી છે અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
રાહુલ ...
હાથરસ જઈ રહેલા રાહુલ અને પ્રિયંકાને પીડિત પરિવારને મળવાની મળી મંજૂરી, ...
કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી સહિત કેટલાય કોંગ્રેસી સાંસદો અને કાર્યકરોના કાફલા સાથે દિલ્હીથી રવાના થયા છે અને હાથરસ જઈ રહ્યા છે. જ્યાં તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા છે. પ્રિયંકા અને રાહુલ ડીએનડી ફ્લાઈવે પર પહોચી ગયા છે.
https://twitter.com/ANI/status/1312324025998163969
જ્યાં કોંગ્રેસના...
હું છું ગાંધી – ૧૨૧: પહેલો અનુભવ
હું દેશમાં આવ્યો તે પહેલાં ફિનિક્સથી જેઓ પાછા ફરવાના હતા તેઓ આવી પહોંચ્યા હતા. ગણતરી એવી હતી કે હું તેમના પહેલાં પહોંચીશ, પણ હું લડાઈને સારુ લંડનમાં રોકાઈ ગયો એટલે ફિનિક્સવાસીઓને ક્યાં મૂકવા એ એક પ્રશ્ન મારી પાસે હતો. સૌ એકસાથે જ રહી શકે અને ફિનિક્સ આશ્રમનું જીવન ગાળી શકે તો સારું એમ મારા મનમાં હતું. હું કોઈ આશ્રમ ચલાવનારના પરચિયમાં નહોતો કે જેથી ત...
ટાગોર હોલમાં ગાંધીજી પરની ફિલ્મો બતાવાશે
ફિલ્મ સમારોહ નિદેશાલય દ્વારા ‘ગાંધી’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘હેલ્લારો’ ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’ અને ‘આઈ.એમ. કલામ’ ફિલ્મો દર્શાવાશે
અમદાવાદ, 4 માર્ચ 2020
ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલય દિલ્હી હેઠળ કાર્યરત ફિલ્મ સમારોહ નિદેશાલય દ્વારા દેશમાં ઉજવાઈ રહેલ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં શહેરીજનો માટે પાલડીના ટાગોર હોલ ખાતે તારીખ ૪ થ...
હું છું ગાંધી: ૧૨૦ અસીલ જેલમાંથી કેમ બચ્યો?
પારસી રુસ્તમજીના નામથી તો આ પ્રકરણો વાંચનાર સારી પેઠે વાકેફ છે. પારસી રુસ્તમજી એકીવખતે અસીલ અને જાહેર કામમાં સાથી બન્યા; અથવા તેમને વિશે તો એમ પણ કહેવાય કે તે પ્રથમ સાથી બન્યા ને પછી અસીલ. તેમનો વિશ્વાસ મેં એટલે લગી સંપાદન કર્યો હતો કે તેમના ખાનગી ઘરવ્યવહારમાં પણ તે મારી સલાહ માગતા ને તેને અનુસરતા. તેમને દરદ થાય તોપણ તેમાં મારી સલાહની જરૂર જણાતી, ન...
હું છું ગાંધી: ૧૧૯ અસીલો સાથી થયા
નાતાલ અને ટ્રાન્સવાલની વકીલાતમાં એ ભેદ હતો કે નાતાલમાં ઍડ્વોકેટ અને ઍટર્ની એવો ભેદ હોવા છતાં, બન્ને બધી કોર્ટમાં એકસરખી રીતે વકીલાત કરી શકતા, જ્યારે ટ્રાન્સવાલમાં મુંબઈના જેવો ભેદ હતો. ત્યાં અસીલની સાથેનો બધો વહીવટ ઍડ્વોકેટ ઍર્ટની મારફતે જ કરી શકે. બારિસ્ટર થયો હોય તે ઍડ્વોકેટ અથવા ઍટર્ની ગમે તે એકનો પરવાનો લઈ શકે ને પછી તે ધંધો જ કરી શકે. નાતાલમાં...
હું છું ગાંધી: ૧૧૮ ચાલાકી?
મારી સલાહની યોગ્યતા વિશે મને મુદ્દલ શંકા નહોતી. પણ તે કેસને પૂરો ન્યાય આપવાની મારી યોગ્યતા વિશે શંકા પુષ્કળ હતી. એવો જોખમવાળા કેસની દલીલ વરિષ્ઠ અદાલતમાં મારે કરવી એ મને બહુ જોખમભરેલું લાગ્યું. તેથી મનમાં ધ્રૂજતો ધ્રજૂતો હું ન્યાયાધીશોની સામે ઊભો રહ્યો. જેવી પેલી ભૂલની વાત નીકળી તેવા જ એક ન્યાયાધીશ બોલી ઊઠયાઃ
‘આ ચાલાકી ન કહેવાય?’
હું રાતોપીળો ...
હું છું ગાંધી: ૧૧૭ વકીલાતનાં કેટલાંક સ્મરણો
હિંદુસ્તાનમાં આવ્યા પછી મારા જીવનની ગતિ કેમ ચાલી તેના વર્ણન ઉપર આવતાં પહેલાં મેં ઇરાદાપૂર્વક છોડી દીધેલા કેટલાક ભાગમાંનો થોડો આપવાની જરૂર જણાઈ છે. કેટલાક વકીલ મિત્રોએ વકીલાતના સમયનાં ને વકીલ તરીકેનાં સ્મરણોની માગણી કરી છે. આ સ્મરણો એટલાં બધાં છે કે તે ભરવા બેસું તો તેનું જ એક પુસ્તક થઈ જાય. એવાં વર્ણનો મેં જે મર્યાદા આંકી છે તેની બહાર જાય છે. પણ કે...
હું છું ગાંધી: ૧૧૬ રવાના
મિ. કૅલનબૅક દેશ જવાના નિશ્ચયથી અમારી સાથે નીકળ્યા હતા. વિલાયતમાં અમે સાથે જ રહેતા હતા. પણ લડાઈને લીધે જર્મન લોકો ઉપર ખૂબ જાપ્તો હતો, ને કૅલનબૅક સાથે આવી શકવા વિશે અમને બધાને શક હતો. તેમને સારુ પાસ મેળવવા મેં ઘણો પ્રયત્ન કર્યો. મિ. રૉબર્ટ્સ પોતે તેમને પાસ મેળવી આપવા ખુશી હતા. તેમણે બધી હકીકતનો તાર વાઇસરૉય ઉપર કર્યો. પણ લૉર્ડ હાર્ડિંગનો સીધો ને સટ જવ...