Tag: gang
ગેંગ વોર – સુરતના ગેંગ લીડર હાર્દિક પટેલ અને સૂર્યાની હત્યા
સુરતમાં ફરી એકવાર ગેંગવાર થયું છે. સુરતના વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠી(સુરેશ શ્રીરામભાઈ પવાર)ની ઓફિસમાં સાતેક જેટલા ઈસમો તીક્ષ્ણ તલવાર, છરા, ચપ્પા સહિતના ઘાતક હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા. બે હત્યા કરવામાં આવી છે.
એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્...
કારના કાચ તોડી કિંમતી સામાન-રોકડ ચોરતી વડોદરાની ગિલોલ ગેંગ ઝડપાઈ
છેલ્લા કેટલાય મહિનાઓથી એસ.જી.હાઈ-વે, બોડકદેવ અને સિંધુભવન રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડી તેમાંથી કિંમતી સામાન-રોકડની ચોરી કરનારી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. વસ્ત્રાપુર પોલીસે વડોદરાના બે કુખ્યાત ગુનેગારોને ઝડપી પાડી તેમની પાસેથી એક લાખ રોકડ, ગુનામાં વાપરેલી બે ગિલોલ, કાર, બે ડીસમીસ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પકડાયલા બંને આરોપીઓ નિર્મલ આહીર ...
ઈન્સ્યોરન્સ પોલિસીના નામે વધુ એક વ્યક્તિ સાથે 10.20 લાખની છેતરપિંડી
અમદાવાદ, તા. 18
ઈન્સ્યોરન્સ પોલિસીના નામે લોકોની સાથે છેતરપિંડી કરતી ગેંગનો વધુ એક યુવક ભોગ બન્યા હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાઈ છે. જેમાં આ ગેંગે બોડકદેવના યુવક સાથે રૂ. 10.20 લાખની ઠગાઇ અંગે છેતરપિંડી કરવા અંગે એક યુવતી સહિત ચાર જણા સામે ફરિયાદ નોંધવાઇ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના બોડકદેવના સીમંધર ટાવરમાં રહેતા માર્કંડેય ...
શામળાજી મંદિરમાં અછોડા તોડતી ઉદેપુરની મહિલા ગેંગ.
અરવલ્લી જીલ્લા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂનમના દિવસે હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે ઉમટે છે ગુરુ પૂર્ણિમાનું હિન્દૂ સંસ્કૃતિમાં વિશિષ્ઠ મહત્વ હોવાથી દર વર્ષે હજ્જારોની સંખ્યામાં શામળાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ભક્તોની ભીડનો લાભ ઉઠાવવા રાજસ્થાનના ઉદેપુરની નાથ અને કાલબેલિયા ગેંગની મહિલાઓની જુદી-જુદી ટીમો...