Sunday, March 8, 2026

Tag: GUJARAT BJP

આનંદીબેન કરતાં રૂપાણીએ ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ઘટાડી દીધા

રાજ્યમાં ભ્રષ્ટાચાર વિહિન શાસન સ્થાપિત કરવાની વાતોમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં તકેદારી આયોગ અને સરકરી વિભાગોમાં ભ્રષ્ટાચાર અંગેની છેલ્લા 5 વર્ષમાં 40,660 ફરિયાદો મળી છે તે દર્શાવે છે કે રાજ્યની પ્રજા ભ્રષ્ટાચારથી પરેશાન છે.  ૨૦૧૩માં ૧૦૦૬, ૨૦૧૪માં ૭૨૨, ૨૦૧૫માં ૫૧૧, ૨૦૧૬માં ૪૯૮ અને ૨૦૧૭માં ૪૧૩ કિસ્સાઓમાં  ખાતાકીય કાર્યવાહી હાથ ધરવા ભલામણ ક...

ગુજરાતની વડી અદાલતનો આદેશ મોલ માલિકોના ખિસ્સામાં

ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં જ મોલ મલ્ટીપ્લેક્સ દ્વારા પાર્કિંગનાં ચાર્જ ન ઉઘરાવવા મામલે મહત્વનો ચૂકાદો આપ્યો હોવા છતાં શહેરનાં કેટલાંક મોલ મલ્ટીપ્લેક્સ દ્વારા આજે પણ આ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. અને આટલું ઓછું હોય એમ અમપા અને પોલીસ દ્વારા આવા મોલ મલ્ટીપ્લેક્સ સામે પગલાં ભરવાનો કોર્ટનો આદેશ હોવા છતાં પણ સત્તાધીશો દ્વારા પણ ...

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભૂલ કબૂલી માફી માંગે, હાર્દિક સામે પણ આવા કેસ

ભાજપની સરકારો સામે આંદોલન કરીને સત્તાને પડકારનારા હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી અનેક પ્રકારના અદાલતી દાવાઓનો સામનો કરી રહ્યાં છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વાઇરલ વિડિઓ વિવાદ મામલે અગોતરા જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં રીત દાખલ કરી હતી. હાઇકોર્ટે જીગ્નેશ મેવાણીને વાઇરલ વિડિઓ શેયર કરવા બાબતે ભૂલ થઈ હોવાનું કબૂલાત કરતો સોગંદનામું રજુ કરવા માટે આદેશ...

વીએસ હોસ્પિટલ પ્રજાને પરત આપો, નવી એસવી તમે રાખો, મુખ્ય પ્રધાનને મળતા ...

ગુજરાતના 71 ધારાસભ્યો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતની અસલી ગરીબો માટેની વીએસ હોસ્પિટલ પ્રજાને પરત કરો અને શ્રીમંતો માટે બનાલેવી એસવી હોસ્પિટલ સરકારને સોંપી દો. ગુજરાત ભરના દર્દીઓ જ્યાં આવતાં હતા તે વીએસ હોસ્પિટલની પાસે ભવ્ય નવી એસવી હોસ્પિટલ બનાવી છે. જૂની બંધ કરીને નવી શરૂં કરી છે. પહેલાં ગરીબો માટે સારવાર થતી હતી...

ભાજપના મેયર બિજલ હવે મડદા પર ચાર્જ લે છે

મોત થાય તો કઈ ફી નહીં, હવે બધી નવી હોસ્પિટલમાં ડેથ થાય તો એક રૂપિયો ફ્રી નથી. જુનીમાં તમામ ખર્ચ ફ્રી કરી દેવાતું હતું. નવી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ થાય તો રૂ.5થી 6 હજારનું ખર્ચ રોજનું થાય છે. રાજકારણ પહેલા મેડિકલ કોલેજને ટ્રસ્ટમાં લઇ ગયા. હોસ્પિટલ વગર કોલેજ ચલાવવી શક્ય ન હોઈ, હોસ્પિટલ બનાવાઇ. હવે નવી હોસ્પિટલને દર્દી મળે એ માટે જૂની હોસ્પિટલના બે...

જ્યાં મોદી ત્યાં મોંઘવારી, વીએસની લડત આગળ ચાલી

અમપા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ પબ્લિક હોસ્પિટલ (SV)નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.  જેમાં ૯૦ કન્સલ્ટેશન રૂમ છે, પહેલા દિવસે માત્ર ૩૨ દર્દીઓને ઓપીડી થઈ હતી. પ્રથમ દિવસે એકપણ દર્દીને દાખલ કરવામાં આવ્યો ન હતો. પહેલા કેઝયુલ્ટીમાં રોજ ૪૦૦ દર્દીઓ આવતા હતા હવે 25 ટકા જ આવે છે. બાળ દર્દીઓને મોંઘી સારવાર અપાય છે. વી.એસ. હોસ્‍પિટલમાં બંધ ...

10 હજાર કરોડની મોદીની મેટ્રોના ઠેકાણા નથી

છૂક છૂક ગાડી છે, 4300 કરોડના ખર્ચ પછી 6 કિલોમીટર ચાલે છે અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2020 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો ગુજરાત સરકાર વિધાનસભામાં કર્યો છે. એટલે કે 2020ના અંત સુધીમાં અમદાવાદ મેટ્રોરેલનું કામ પૂર્ણ થતાં અમદાવાદની જનતાને મેટ્રોરેલમાં સફર કરવા મળશે. 15 વર્ષના વિલંબથી મેટ્રો રેલ ચાલી રહી છે. વડાપ્રધાન મન...

અમદાવાદના મેયર બિજલ પટેલની ઉઘાડી લૂંટ,

અમદાવાદની નવી સરદાર પટેલ -એસપી હોસ્પિટલમાં ડેથ થાય તો એક રૂપિયો ફ્રી નથી. વી એસ હોસ્પિટલમાં તમામ ખર્ચ ફ્રી કરી દેવાતું હતું. નવી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ થાય તો રૂ.5થી 6 હજારનું ખર્ચ રોજનું થાય છે. અમદાવાદના મેયર બિજલ પટેલે ગરીબ દર્દીઓ પાસેથી ઊંચી ફી લઈને ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. બિજલ પટેલ અમદાવાદના પાંચમાં મહિલા મેયર છે. સ્ટેન્ડિંગ ચેરમેન બ્ર...

તમારા આરોગ્ય પાછળ સરકાર રોજ રૂ.4 ખર્ચ કરે છે ? દેશમાં ગુજરાત પછાત

આરોગ્ય સેવામાં સૌથી વધુ ખર્ચ હિમાચલ કરે છે, ગુજરાતનો ક્રમ સાતમો ગુજરાતમાં આરોગ્ય સેવા માટે પ્રતિ વ્યક્તિ માસિક ખર્ચ માત્ર 137 રૂપિયા, વાર્ષિક ખર્ચ 1655 રૂપિયા છે ગાંધીનગર- ભારતમાં આરોગ્યની સેવાઓમાં સૌથી વધુ ખર્ચ હિમાચલ પ્રદેશની સરકાર કરી રહી છે, જ્યારે આરોગ્યની સુવિધાઓમાં ઉત્તમ કામગીરીના દાવા કરતી ગુજરાત સરકારનો નંબર સાતમાક્રમે આવ્યો છે. તેલંગાણા...

ખેડૂતોની જમીન હડપ કરવા કાયદો સુધારાશે

ગુજરાત સરકાર ગણોત વહીવટ અને ખેતીની જમીનના કાયદામાં સુધારો કરવા જઇ રહી છે જેનો સીધો ફાયદો ઔદ્યોગિક એકમોને થવાનો છે. ઔદ્યોગિક હેતુ તેમજ ઔદ્યોગિક પાર્ક માટે જમીન ખરીદનાર માટે કલમો ઉમેરવામાં આવી છે અને ખેડૂતોની જમીન સરળતાથી ઉદ્યોગપતિઓ હડપ કરી શકે તે માટે કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. સરકારે એવું નક્કી કર્યું છે કે ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે સ...

વીજ કરંટથી 655ના મોત, છતાં જીઈબીને 420 વોલ્ટનો ઝટકો નથી લાગતો

2016-17મા ગુજરાતમાં 315 માણસો અને 460 પશુઓના મોત ગુજરાત વિદ્યુત બોર્ડના વીજળીના વાયરથી લાગતાં કરંટથી મોત થયા હતા. જેમાં દર વર્ષે 12 ટકાનો વધારો થઈ રહ્યો છે. 2015-16મા 408 પશુના મોત થયા હતા. 2017-18મા તે આંક વધીને 500 ઉપર પહોંચ્યો હોવાનો અંદાજ છે. આ વર્ષે મોટા પ્રમાણમાં પશુઓના મોત વીજળી કંપનીઓની બેદરકારીના કારણે થયા છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના...

અમદાવાદમાં 10 હજાર ઘરમાં વીજળી નથી, વિકાસ અંધારામાં

અમદાવાદમાં અનુસૂચિત જાતિના ગરીબ અને વંચિત એવા 10 હજાર પરિવારોના ઘરવાં વિજળી જ ન હતી. ભાજપના તમામ મુખ્ય પ્રધાનો દાવો કરતાં આવ્યા છે કે ગુજરાત સમૃદ્ધ છે અને દરેક સુખી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં 10 હજાર પરિવારોના ઘરમાં વિજળી ન હોવાનું મળી આવ્યું હતું. બે વર્ષમાં વીજ જોડાણ અપાયું છે. હજું પણ હજારો ઘરમાં વીજળી નથી. ૨૦૨૨ સુધી દરેક પરિવારની પાસે પોતાનું...

રાજ્યપાલ દેવવ્રત સામે અમિત શાહ પગ ચઢાવીને બેઠા, વિદ્વતાનું અપમાન

ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દિલ્હીના ગુજરાત ભવન ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે સૌજન્ય અને રાજકીય મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક કલરાજ મિશ્રા 2018 સુધી ડિફેન્સની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યપદે પણ રહ્યા છે. તેમની અને અમિત શાહની મૂલાકાત વેળાએ ગૃહ પ્રધાને રાજ્યપાલનું સન્માન ન જળવાય ...

નર્મદામાં ભાજપનું રાજકારણ – મધ્ય પ્રદેશ બેજવાબદાર

નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, નર્મદાના પાણીની વહેંચણી અંગે મધ્યપ્રદેશના નર્મદા વિકાસ મંત્રી બધેલ દ્વારા કરાયેલ નિવેદન બેજવાબદારી પૂર્વકનું અને અભ્યાસ વગરનું છે. ચારે ભાગીદાર રાજ્યોની આ બહુકોણીય યોજના માટે સમજ્યા વગર ટીકા-ટીપ્પણ તેમણે ન કરવી જોઈએ.  નર્મદાના પાણી વીતરણ સંદર્ભે બધેલ દ્વારા કરાયેલ નિવેદનને સખત શબ્દ...

રેલવેના વડા મથક માટે મોદી કોઈ જવાબ આપતાં નથી

20 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવાની માંગણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેન્દ્રમાં ત્રણ વખત દરખાસ્ત કરવામાં આવી છે. આમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ પ્રત્યુત્તર અપાતો નથી. અને ગુજરાતને ભારોભાર અન્યાય કરાયો છે. ભાજપના 100થી વધું નેતાઓએ ગુજરાતની સાથે છ...