Tag: GUJARAT BJP
હાર પછી ભાજપનું નિવેદન જનતા અમારી સાથે છે-પંડ્યા
અમદાવાદ,તા:૨૪ મનપા ની પેટા ચૂંટણી ના પરિણામ પર ભાજપ ની પ્રતિક્રિયા, પ્રવક્તા ભરત પંડ્યા એ નિવેદન આપ્યું ગુજરાત ની જનતા ભાજપ સાથે છે અને ભાજપ સાથેજ રહેશે લોકમત નો અમે આદર કરીયે છીએ અને હૃદય પૂર્વક જનતા નો આભાર માનીએ છીએ.
ભરત પંડયાએ ૩ મહાનગર અને ૧૭ નગરપાલિકાની કુલ ૨૦ સીટનાં પરીણામો પર ભાજપની ભવ્ય જીત વધાવતાં જણાવ્યું હતું કે 3 મનપા ની પેટા ચૂંટણી ...
બાયડમાં ભાજપના પક્ષ પલટુ ધવલ ઝાલાની હાર
બાયડ ,તા:૨૪
બાયડ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જસુ પટેલની 730 મતોથી જીત થઇ છે અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલ ઝાલાની હાર થઇ છે, જનતાએ સમાજ સાથે ગદ્દારી કરનાર ધવલ ઝાલાને જાકારો આપ્યો છે, અલ્પેશ ઠાકોરના નજીકના ધવલ ઝાલાએ કોંગ્રેસ પર અનેક આરોપ લગાવીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, તેઓ અગાઉ કોંગ્રેસમાંથી જ આ બેઠક પર ચૂંટાઇ...
મુખ્યપ્રધાન રૂપાણીના જ કાર્યક્રમમાં ત્રિરંગાનું અપમાન, રાષ્ટ્રધ્વજને ઊ...
ગુજરાતના મુખ્યપ્રધાન હાલમાં ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે. જ્યાં તેઓ તેમના પ્રતિનિધિમંડળ સાથે ઉઝબેકિસ્તાનના વિવિધ સંગઠનો સાથે બેઠકો યોજી ગુજરાતમાં રોકાણની વાટાઘાટો કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે ઉઝબેકિસ્તાનના આંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ એન્ડ કોમર્સ ઓફ ઈન્ડિયા (ફિક્કી)ની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ટેબર પર ઊંધો લગાવેલો જોવા મળ્યો હતો. આ અં...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે રહેતો ભાજપનો ભાવિત દારૂની મહેફિલમાં પકડા...
અમદાવાદ : અમદાવાદથી 40 કિલોમીટર દૂર બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલામાં આવેલા 100 નંબરના બંગલામાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 10 નબીરાઓને મહેફિલ માણતા ઝડપી લીધા છે. ભાજપના કાર્યકર ભાવિત પારેખ જન્મદિવસ નિમિતે મિત્રો માટે કિંગ્સ વીલામાં શરાબની મહેફિલ ગોઠવી હતી. પોલીસે રેડ દરમિયાન સ્કોચ વ્હીસ્કીની બોટલો, 6 કાર, મોબાઈલ ફોન સહિત એકાદ કરોડનો મુદ્દામાલ...
ગુજરાતમાં વિન્ડ પાવરમાં મુશ્કેલી, મોટી કંપની આઇનોક્સ તાળા મારી દેશે
ગુજરાતમાં ભાજપની સરકારે વિન્ડ પાવર પોલિસી બનાવી હોવા છતાં વિન્ડ ઉર્જાનું ઉત્પાદન કરતી કંપનીઓની મુશ્કેલી વધી છે. દેશની સૌથી મોટી વિન્ડ ટર્બાઇન ઉત્પાદક કંપની આઇનોક્સે ગુજરાતના રોહિકાના પ્લાન્ટમાંથી ખસી જવાનું નક્કી કર્યું છે. આ કંપની 22મી ઓક્ટબરથી બંધ કરી દેવામાં આવશે.
કંપનીએ લોક-આઉટ માટે વિન્ડ ઉદ્યોગમાં પ્રવર્તમાન સ્થિતિ અને કામદારો બંનેને જવાબદા...
કરોડો રૂપિયાના રોડના કામો કોન્ટ્રાકટરોને સિંગલ ટેન્ડરથી અપાતા રોડ તુટય...
પ્રશાંત પંડિત,તા.૨૦
અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭ બાદ આ વર્ષે પણ ભારે વરસાદ અને કોન્ટ્રાકટરોની બેદરકારીના કારણે અનેક રોડ તુટયા છે.ચોકકસ કેટલા કીલોમીટરના રોડ તુટયા છે,નુકસાનીની જવાબદારી વાળા કેટલા રોડ તુટયા છે એ અંગે સ્થાયી સમિતિના ચેરમેન પોતે અજાણ હોવાનુ કહ્યુ છે.આ તરફ હાઈકોર્ટમાં અમપા દ્વારા તાજેતરમાં શહેરમાં રોડને લઈને જે સોગંદનામુ કરવામાં આવ્યુ હત...
ઉઝબેકિસ્તાનના વિવિધ રાજ્યોના વડાઓને નિમંત્રણ આપવા જ પ્રવાસ યોજ્યો?
ગાંધીનગર, તા. 21
ગુજરાતના મુખ્યપ્રધાન પાંચ દિવસના ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ શરૂ થતાં પહેલા એવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું કે, આ પ્રવાસ દરમિયાન ગુજરાત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના વ્યાવસાયિક સંબંધો વધુ વિકસાવવામાં આવશે. પરંતુ ત્રણ દિવસ દરમિયાન મુખ્યપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળે ઉઝબેકિસ્તાનના આંદિજાન, સમરકંદ અને બૂખારાના ગવર્નરોને ગુ...
બાયડના ભાજપી ઉમેદવારની ગેરકાયદે ધમધમતી એપોલો ઈજનેરી કોલેજ સામે કાર્યવા...
બાયડ, તા.19
આ દેશમાં કાયદાઓ અને નિયમો માત્ર આમ આદમી માટે જ હોય તેવુ લાગી રહ્યુ છે. જેની પર સતા અને તંત્રની છત્રછાયા છે તેઓને કાયદાના બંધનો નડતા નથી. લોકતંત્રમાં તેઓ મનસ્વીપણે વર્તી શકે છે કારણકે આ લોકો પર સતાના ચાર હાથ છે, કાયદો- પોલીસ તેમના ખિસ્સામાં છે. મનીપાવર અને મસલ પાવરથી તેઓ પ્રજાનો વિરોધી સુર પણ દાબી દેવા સમર્થ છે. હાલ ભાજપના બાયડ વિધાન...
દારૂની પરમીટના મુદ્દે શાસક-વિપક્ષ આમને સામનેઃઆરોપોના મારા વચ્ચે બેઠક મ...
રાજકોટ,તા. 19 રાજકોટ મહાનગરપાલિકામાં હાકલા દેકારા અને પડકારાનો માહોલ સર્જાયો હતો.મનપાની આજે સવારે યોજાયેલી જનરલ બોર્ડની બેઠક આરોપબાજી અને એકબીજા ઉપર કિચડ ઉછાળવાનું સમરાંગણ બની ગયું હતું. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે જોરદાર બબાલ થઇ ગઇ હતી.સામાન્ય સભામાં લોકપ્રશ્નોની ચર્ચા એક બાજુ પર રહી ગઇ હતી અને તેના બદલે વાકયુદ્ધ છેડાયું ગયું હતું....
રાજયનાં નવ લાખ આઉટસોર્સ કર્મચારીઓની ભરતીનું અબજો રુપિયાનું કૌભાંડ
ગાંધીનગર, તા.18
બિનસચીવાલય કર્મચારીઓની ભરતી માટે પરીક્ષા રદ કરવામાં આવી તેની પાછળ કેટલાંક કારણો પૈકી આઉટસોર્સ માટે કામ કરતી ભાજપની એજન્સીઓ પણ જવાબદાર માનવામાં આવી રહી છે. 3થી 4 લાખ કર્મચારીઓ સરકારમાં આઉટસોર્સથી લેવામાં આવેલા છે. સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં 4થી 5 લાખ બીજા કર્મચારીઓ આઉટસોર્સથી કામ કરે છે તે મળીને કુલ 9 લાખ કર્મચારીઓ આઉટસોર્સથી ...
દારૂના 900 અડ્ડાની યાદી ક્યાં છે, અલ્પેશ ઠાકોર ? રાધનપુરનો પ્રશ્ન
અલ્પેશ ઠાકોરે આપેલી મહેસાણાના દારૂના 900 અડ્ડાની યાદી યાદ કરતાં રાધનપુરના લોકો
દારુ તો દૂર ન થયો પણ હવે દારુ પીવાનો બચાવ કરતાં ઠાકોર સેનાના નેતા
મહેસાણા, તા.18
ગુજરાતને દારુના પ્રશ્ને બદનામ કરવામાં આવે છે. સરકારે કડક કાયદો મારા આંદોલનના કારણે બનાવ્યો છે. તેનો અમલ થયો છે. રાજસ્થાનમાં દારૂ બંધ કરવી જોઈએ. ગાંધીનું ગુજરાત. ગુજરાતની દારૂબંધીના કારણે ...
સફેદ જુલમ – અમદાવાદમાં 2.50 લાખનો વાહન ચાલકને દંડ, 1400 લોકોએ વા...
અમદાવાદ : પાંચથી વધુ ઈ-ચલણ નહીં ભરનારા વાહન ચાલકો પાસેથી રૂ.35 કરોડનો દંડ વસૂલ કરવાનો છે. પાંચથી વધુ ઈ-મેમો નહીં ભરનારા 1400 લોકો છે. 1400 લોકોએ વ્યક્તિ દીઠ સરેરાશ રૂ.2.50 લાખનો દંડ થાય છે. તે પોતાનું વાહન વેચીં નાંખે તો પણ વેરો ભરી શકે તેમ નથી. 1400 લોકોએ નોટિસ મળ્યાથી 10 દિવસની અંદર દંડ જમા કરાવવા કહેવામાં આવાયું છે.
પ્રજાના મતે ચૂંટાયેલી ભાજપ...
નરોડા વોર્ડના મહામંત્રીએ 70થી વધુ અશ્લિલ વીડિયો વ્હોટ્સ એપ ગ્રૂપમાં પો...
અમદાવાદ, તા. 15
એક બાજુ વિધાનસભાની અમરાઈવાડી બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ ભાજપના જ નરોડા વોર્ડના મહામંત્રીએ ભાજપના વ્હોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ પ્રકારની હરકત બાદ શહેર ભાજપ કે પ્રદેશ ભાજપ આ નેતા સામે કેવાં પગલાં ભરે છે તે જોવું રહ્યું.
નરોડા વોર્ડના મહામંત્રીની હરકત
...
પુત્રી માધુરીને કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમરે મારી
ગેરકાયેદસર બાંધકામની ફરિયાદ કરનારી
શાહીબાગ પોલીસે કિશન તોમર સહિત ત્રણની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા
કોંગ્રેસના નેતા કિશન તોમર ફરી એક વખત પુત્રી પર હુમલો કર્યો
અમદાવાદ : અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર અને તેમની પુત્રી માધુરી તોમરનો ફરી વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસનાં નેતા કિશન તોમર અને તેમની પુત્રી માધુરી તોમરના પારિવારિક વિવ...
‘મારા પર રાજકીય કિન્નાખોરીના ભાગ રૂપે જીએસટી અને આઈટી વિભાગના દરોડા’: ...
ગાંધીનગર,તા.13
બાયડ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર રાજુભાઈ ખાંટ ભાજપના ઉમેદવારના મોટા મત કાપે તેમ છે. ભાજપના ઉમેદવાર હારે તેમ હોવાથી ભાજપના દિલ્હી સ્થિત નેતાઓએ તેમના ઉપર આવકવેરો અને જીએસટીના દરોડા પાડવાની સૂચના અમિત શાહની મદદથી આપવામાં આવી હતી.
દરોડા પાછળ શાહની ભુમિકા
રાજુભાઈના ધનસુરા તાલુકાના વડાગામ નજીક આવેલી લક્ષ્મી ટેક્સટાઈલ પર જીએસટી ટીમે ...
ગુજરાતી
English