Monday, August 4, 2025

Tag: Gujarat CONGRESS

તમારા આરોગ્ય પાછળ સરકાર રોજ રૂ.4 ખર્ચ કરે છે ? દેશમાં ગુજરાત પછાત

આરોગ્ય સેવામાં સૌથી વધુ ખર્ચ હિમાચલ કરે છે, ગુજરાતનો ક્રમ સાતમો ગુજરાતમાં આરોગ્ય સેવા માટે પ્રતિ વ્યક્તિ માસિક ખર્ચ માત્ર 137 રૂપિયા, વાર્ષિક ખર્ચ 1655 રૂપિયા છે ગાંધીનગર- ભારતમાં આરોગ્યની સેવાઓમાં સૌથી વધુ ખર્ચ હિમાચલ પ્રદેશની સરકાર કરી રહી છે, જ્યારે આરોગ્યની સુવિધાઓમાં ઉત્તમ કામગીરીના દાવા કરતી ગુજરાત સરકારનો નંબર સાતમાક્રમે આવ્યો છે. તેલંગાણા...

ખેડૂતોની જમીન હડપ કરવા કાયદો સુધારાશે

ગુજરાત સરકાર ગણોત વહીવટ અને ખેતીની જમીનના કાયદામાં સુધારો કરવા જઇ રહી છે જેનો સીધો ફાયદો ઔદ્યોગિક એકમોને થવાનો છે. ઔદ્યોગિક હેતુ તેમજ ઔદ્યોગિક પાર્ક માટે જમીન ખરીદનાર માટે કલમો ઉમેરવામાં આવી છે અને ખેડૂતોની જમીન સરળતાથી ઉદ્યોગપતિઓ હડપ કરી શકે તે માટે કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. સરકારે એવું નક્કી કર્યું છે કે ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે સ...

1993ની નર્મદા પરની વાત હવે સાચી પડી

1993માં જયંત પાટીલ સમિતિએ પોતાના અહેવાલમાં જાહેર કર્યું હતું કે વાસ્તવમાં પાણીનું વહેંણ 280 લાખ એકર ફૂટ થી ઘટીને 230 લાખ એકર ફૂટ રહી ગયું છે. ત્યારે મધ્ય પ્રદેશ સરકારે ડેમની ઉંચાઈ ઘટાડવાની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. કેમકે વિસ્થાપિતોને ખેતીલાયક જમીનો ફાળવી શકે તેમ નથી. 40 વરસ પહેલા યોજના બની ત્યારે નર્મદામાં પાણીની જે આવક હતી તે તો 20 વર્ષમાં જ...

વીજ કરંટથી 655ના મોત, છતાં જીઈબીને 420 વોલ્ટનો ઝટકો નથી લાગતો

2016-17મા ગુજરાતમાં 315 માણસો અને 460 પશુઓના મોત ગુજરાત વિદ્યુત બોર્ડના વીજળીના વાયરથી લાગતાં કરંટથી મોત થયા હતા. જેમાં દર વર્ષે 12 ટકાનો વધારો થઈ રહ્યો છે. 2015-16મા 408 પશુના મોત થયા હતા. 2017-18મા તે આંક વધીને 500 ઉપર પહોંચ્યો હોવાનો અંદાજ છે. આ વર્ષે મોટા પ્રમાણમાં પશુઓના મોત વીજળી કંપનીઓની બેદરકારીના કારણે થયા છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના...

રાજ્યપાલ દેવવ્રત સામે અમિત શાહ પગ ચઢાવીને બેઠા, વિદ્વતાનું અપમાન

ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દિલ્હીના ગુજરાત ભવન ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે સૌજન્ય અને રાજકીય મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક કલરાજ મિશ્રા 2018 સુધી ડિફેન્સની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યપદે પણ રહ્યા છે. તેમની અને અમિત શાહની મૂલાકાત વેળાએ ગૃહ પ્રધાને રાજ્યપાલનું સન્માન ન જળવાય ...

નર્મદામાં ભાજપનું રાજકારણ – મધ્ય પ્રદેશ બેજવાબદાર

નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, નર્મદાના પાણીની વહેંચણી અંગે મધ્યપ્રદેશના નર્મદા વિકાસ મંત્રી બધેલ દ્વારા કરાયેલ નિવેદન બેજવાબદારી પૂર્વકનું અને અભ્યાસ વગરનું છે. ચારે ભાગીદાર રાજ્યોની આ બહુકોણીય યોજના માટે સમજ્યા વગર ટીકા-ટીપ્પણ તેમણે ન કરવી જોઈએ.  નર્મદાના પાણી વીતરણ સંદર્ભે બધેલ દ્વારા કરાયેલ નિવેદનને સખત શબ્દ...

રેલવેના વડા મથક માટે મોદી કોઈ જવાબ આપતાં નથી

20 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવાની માંગણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેન્દ્રમાં ત્રણ વખત દરખાસ્ત કરવામાં આવી છે. આમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ પ્રત્યુત્તર અપાતો નથી. અને ગુજરાતને ભારોભાર અન્યાય કરાયો છે. ભાજપના 100થી વધું નેતાઓએ ગુજરાતની સાથે છ...

રેલવેમાં 90 ટકા આવક ગુજરાતની છતાં અન્યાય કરતાં મોદી

પશ્ચિમ રેલવે દેશમાં આવક (રેવન્યુ)ની દ્રષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવે છે પશ્ચિમ રેલવેની આવકનો 90 ટકા હિસ્સો ગુજરાતમાંથી મળે છે. પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈથી અમદાવાદ ખસેડવા માટેની માંગણી ઈ.સ.1989માં પ્રથમ વખત થઈ હતી. આ સમયે ગુજરાતમાં માત્ર બે રેલવે ડિવિઝન ભાવનગર અને વડોદરા ડિવિઝન હતા. તે સમયે અમદાવાદને રેલવે ડિવિઝન બનાવીને પશ્ચિમ રેલવેનું વડું મથક બન...

ગુજરાતને 2 રેલ્વે પ્રધાન મળ્યા, છતાં પશ્ચિમ રેલવેનું વડું મથકમાં અન્યા...

ગુજરાતમાંથી ત્રણ રેલવે રાજ્ય મંત્રી બન્યા છે. જે તમામ ગુજરાતના હીત જાળવવા નિષ્ફળ રહ્યા છે.  કેન્દ્રમાં 1999માં ભાજપની સરકાર રચાઈ ત્યાર બાદ અટલ બિહારી વાજપેયીની સરકારમાં અમદાવાદ પૂર્વના સાંસદ હરીન પાઠક રેલવે (રાજ્ય) મંત્રી રહ્યા હતા. પછી કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા તેમજ ભરત સોલંકી રેલવે રાજ્ય મંત્રી તરીકે રહી ચૂક્યા છે. 30 વર્ષથી ગુજરાતનું કોઈ સાંભળ...

દારુ, બિયર અને દેશી દારૂ પિનારા કેમ વધી રહ્યાં છે ?

રાજ્‍યમાં દારૂબંધી પ્રવર્તતી હોવા છતાં છેલ્લા પાંચ વર્ષમાં રાજ્‍યમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ કયા સંજોગોમાં પકડાયો ? રાજ્‍યમાં છેલ્લા પાંચ વર્ષમાં એટલે ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮માં વિદેશી દારૂની ૩.13 કરોડ બોટલ પકડાય એટલે રૂ. 404 કરોડ પકડવામાં આવ્‍યો. બિયરની બોટલો રૂ. 67 કરોડ બોટલો પકડાઈ. દેશી દારૂ રૂ. ૯.૨૯ કરોડ લિટર પકડાયો હતો. દેશી દારૂના કેસોમાં ...

સાચું શું તમે નક્કી કરો, દેશમાં જેટલી નોકરી તેટલી જ ગુજરાતમાં, શક્ય છે...

લીમડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે ગુજરાતની રોજગારીમાં બેકારોને કેટલી નોકરી મળી છે એવો વિધાનસભામાં પ્રશ્ન પૂછતાં સરકારની પોલ ખૂલી છે. જુઠનો પ્રચાર કઈ રીતે થઈ રહ્યો છે. તે તેમાંથી બહાર આવ્યું છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી વર્ષ-ર૦૦ર થી ર૦૧૪ સુધીના પ્રકાશિત થયેલ રિપોર્ટ મુજબ રોજગાર કચેરી દ્વારા રોજગારી પુરી પાડવામાં ગુજરાત રાજય સમગ્ર ...

જે ધારાસભ્યએ અમદાવાદ શાંત કર્યું, તેને ધમકી કોણે આપી ?

અસામાજીક પ્રવૃત્તિઓનો વિરોધ કરતા ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ પ્રત્‍યે પૂર્વગ્રહ રાખી ડી.સી.પી. ધર્મેન્‍દ્ર શર્માએ ધમકી સ્‍વરૂપે વાહીયાત આક્ષેપ કરી તેઓની પ્રતિષ્‍ઠા અને રાજકીય કારકિર્દીને હાનિ પહોંચાડી હોઈ તેની યોગ્‍ય તપાસ કરવા માંગણી કરી હતી. તેમણે એક પત્ર પણ લખ્યો છે.  જયભારત સહ જણાવવાનું કે, હું દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારમાં કોંગ્રેસના ધા...

અમદાવાદનું 66 ટાઉનપ્લાનીંગ અદુરૂં, ક્યાં છે સ્માર્ટ સિટી ?

રાજ્‍યના શહેરોમાં ડ્રાફટ ટી.પી. મંજૂર થયા બાદ લાંબા સમય સુધી ફાઈનલ થતી નથી. અમદાવાદ શહેરની ૩૧૦ ડ્રાફટ ટી.પી. મંજૂર થયેલ છે તે પૈકી માત્ર ૧૦૩ ટી.પી. ફાઈનલ થયેલી છે, જ્‍યારે ૨૦૬ ટી.પી. સ્‍કીમ ફાઈનલ થવાની બાકી છે. ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૫૧ની જોગવાઈ મુજબ ડ્રાફટ ટી.પી. મંજૂર થયા બાદ બાર માસમાં ટી.પી.ને ફાઈનલ કરવાની હોય છે. જે ...

1996માં જેટલાં કર્મચારીઓ હતા એટલા આજે છે

વર્ષ ૨૦૧૯માં રાજ્‍ય સરકારના કર્મચારીઓની સંખ્‍યા ૫,૪૫,૭૬૭ જેટલી છે, તેમાંથી ૪૪,૩૮૩ કર્મચારીઓ ફીક્‍સ પગારથી, આઉટ સોર્સીંગથી અને કરાર આધારિત છે એટલે સરકારના ફુલ પગારના કર્મચારીની સંખ્‍યા ૫,૦૧,૩૮૪ છે. ૧૯૯૬માં કોંગ્રેસની સરકાર હતી ત્‍યારે રાજ્‍યમાં કર્મચારીઓની સંખ્‍યા ૫,૧૧,૦૦૦ની હતી અને ત્‍યારે ગુજરાતની વસ્‍તી અંદાજે ૩ કરોડ જેટલી હતી. આજે વસ્‍તી ૬ કરોડ ...

16 હજાર કર્મચારીઓની ભરતી આ વર્ષે થશે

રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરાયું છે અને તે મુજબ પ્રતિવર્ષ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી ત્રણ વર્ષમાં ૬૦,૦૦૦ થી વધુ જગ્યાઓ ભરવાનું અમારૂ આયોજન છે. આ વર્ષે ૧૬,૫૦૦ જગ્યાઓ ભરવાની મંજૂરી પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મળી ગઇ છે.  અંદાજપત્ર સત્ર દરમિયાન થયેલી જાહેરાત અનુસાર  સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ...