Thursday, April 2, 2026

Tag: gujarat

મધ્ય પ્રદેશના વિરોધ બાદ નર્મદામાં વીજ ઉત્પાદન શરૂ, બંધની ટોચની સપાટીએ ...

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ૨૫ મી જુલાઇ,૨૦૧૯ના રોજ સૌ પ્રથમ તેનું ક્રેસ્ટ લેવલ - ટોચની સપાટી પાર કરીને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવીને સવારના ૮ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૨૧.૯૮ મીટર થઈ હતી. તેમ નર્મદા ડેમ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.યુ.દલવાણીએ જાહેર કર્યું હતું.  121.92 મીટર સપાટી વટાવે એટલે બંધના દર...

સંજીવ ભટ્ટે રિટ મામલે સરકારને નોટિસ

જામનગર સેસન્સ કોર્ટના આજીવન કેદની સજાને પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો તે મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો મંગાવવામાં આવ્યો છે.જામજોધપુર કસ્ટોડીયલ કેસ મામલે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને જામનગર સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સાલ 1990ના વર્ષમાં જામનગર પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મૃત્યુ થયું ...

ઓલ ઇન્ડિયાના ટોપ ૨૫માં અમદાવાદ બ્રાન્ચના ૧૦ વિદ્યાર્થીઓ સ્થાન મેળવ્યુ....

ધી ઇન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા જૂન માસમાં લેવાયેલી સી.એસ.ફાઉન્ડેશનની પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યુ છે. અમદાવાદની એક વિદ્યાર્થિની ખુશી સંઘવીએ સમગ્ર દેશમાં ફાઉન્ડેશનમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. જયારે ટોપ ૨૫માં અમદાવાદના ૮ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ છે. પહેલી વખત ઇન્સ્ટિટયુટમાંથી જ કોચિંગ કરનારા બે વિદ્યાર્થીઓએ પ...

વાયબ્રન્ટ સમિટ ૨૦૧૫માં ૧૬,૩૦,૩૦૯ કરોડના ઉદેશ સામે માત્ર ૨,૮૬,૭૨૯ કરોડન...

વાયબ્રન્ટ સમિટ ૨૦૧૫માં રૂ. ૧૬,૩૦,૩૦૯ કરોડના ઈન્વેસ્ટમેન્ટ ઇંટેન્શન (રોકાણ ઉદેશ) સામે માત્ર રૂ. ૨,૮૬,૭૨૯ કરોડનું રોકાણ થયું હોવાની મુખ્યમંત્રી (ઉદ્યોગ) દ્વારા આજે વિધાનસભામાં લેખિતમાં માહિતી આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ૨૦૧૫ અને ૨૦૧૭માં થયેલા ઈન્વેસ્ટમેન્ટ ઇંટેન્શનના આધારે રાજયમાં નવી ૭૨,૧૧,૮૦૦ રોજગારી ઊભી થવાનો અંદાજ હતો. વિધાનસભ...

એક્સપોર્ટ રિફંડ મામલે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

એક્સપોર્ટ રિફંડ મામલે હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જીએસટીમાં 9 ટકા વ્યાજ સાથે રિફંડ ચૂકવા માટે આદેશ આપવામાં આવ્યો છે. એક વેપારી દ્વારા હાઇકોર્ટમાં કરોડોનું રિફંડ પેન્ડિંગ હોવાની અરજી કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા મન સામાનનું જયારે એક્સપોર્ટ કરવામાં આવે છે. ત્યારે ગુડ્સ એન્ડ સર્વિસ રિફંડના અંદર ટેબલ 6એ મુજબ એક્સપોર્ટ માલ સામાન ...

હેરીટેજ મિલ્કતો અને કાંકરીયા દુર્ઘટના મામલે મ્યુનિ.નું ભેદી વલણ

અમદાવાદ શહેરના વિવિધ વોર્ડમાંથી ચાર વર્ષ અગાઉ ચૂંટાઈને આવેલા અને તેમાં પણ શાસક ભાજપ પક્ષના જ કોર્પોરેટરોના ફોન મ્યુનિ.અધિકારીઓ ન ઉપાડતા હોવા અંગે ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા હતા.ઉપરાંત ૪ જૂલાઈના રોજ બનેલી કાંકરીયાની રાઈડ દુર્ઘટના અને ગતરોજ શહેરમાં સીલ કરવામાં આવેલા ૨૩ હેરીટેજ બિલ્ડીંગોને તોડીને બની રહેલા બાંધકામો...

છેલ્લા બે વર્ષમાં અમદાવાદ-સુરતમાં 17 હજાર પશુની કતલ 

અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયેલા માન્ય કતલખાનામાં છેલ્લા બે વર્ષમાં ૧૭,૪૪૭ પશુઓની કતલ કરવામાં આવી હોવાની શહેરી વિકાસ મંત્રીએ લેખિતમાં માહિતી આપી છે. વિધાનસભામાં આજે કોંગ્રેસનાં માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો કે, તા. ૩૧-૦૫-૨૦૧૯ની સ્થિતિએ અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલા રેગ્યુલેટેડ/રજિસ્ટર્ડ કતલખાના આવેલા છે? અને ઉક્ત સ્થિતિએ કત...

અમદાવાદ શહેરમાંથી બે વર્ષમાં 35 નકલી પોલીસ પકડાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન નકલી પોલીસ બનીને લોકોની પાસેથી પૈસા પડાવતા 35 શખ્સો ઝડપાયા હોવાની માહિતી ગૃહ રાજ્ય મંત્રીએ લેખિતમાં માહિતી આપી હતી. અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો કે, તા. 31-05-2019ની સ્થિતિએ અમદાવાદ શહેરમાંથી નકલી પોલીસ બનીને લોકોને હેરાન કરતાં, પૈસા ઉઘરાવતા અને ડરાવતા કેટલા...

રાજુલામાં આવેલા સર્વર રૂમમાંથી ચાલતા સસ્તા અનાજના કાળાબજારના મસમોટા કૌ...

મામલતદાર કચેરીના ઓપરેટર તુષાર ઓઝાએ બોગસ સોફ્ટવેરનો ભાંડો ફોડ્યો અન્ય રાજ્યોના બોગસ આધારકાર્ડનો જથ્થો હાથ લાગ્યો, ફિંગરપ્રિન્ટ-બારકોડ સ્કેનર અને 17 લેપટોપ-કોમ્પ્યુટર કબ્જે લીધા અમરેલી જિલ્લામાં ભૂતિયા રેશનકાર્ડના કૌભાંડ બાદ તંત્રએ હાથ ધરેલી તપાસમાં સસ્તા અનાજના કાળાબજારના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજુલાની એક દુકાનમાંથી ચાલતા રેકેટની ત...

2018માં ભ્રષ્ટાચારની 8792 ફરિયાદો

2018માં ભ્રષ્ટાચારની 8792 ફરિયાદો અહેવાલના વર્ષ દરમ્યાન મળેલી અરજી 8792 પ્રાથમિક તપાસ માટે મોકલવામાં આવેલી ફરિયાદો 915 તપાસ કરી કાર્યવાહી માટે મોકલેલી ફરિયાદો 5939 અરજદાર પાસે વધુ વિગત માગી છે 118 આયોગે દફતર કરેલી અરજીઓ 1820   ક્યારે કેટલી ફરિયાદો થઇ છે... 2016 8412 2017 7541 2018 8...

વિજીલંસ આયોગને 8792 ફરિયાદો મળી

ગુજરાત તકેદારી આયોગને સરકારના વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશન તરફથી ભ્રષ્ટાચારના કેસોમાં પ્રાથમિક તપાસના રિપોર્ટ અધુરા અથવા તો મોડાં મળતા નહીં હોવા અંગે આયોગે સરકારના વિભાગોની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. આયોગે કહ્યું છે કે અમારા બનાવેલા પત્રક પ્રમાણે પ્રાથમિક તપાસ થતી નથી તેથી રિપોર્ટમાં વિલંબ થાય છે અને આવશ્યક પગલાં લઇ શકાતા નથી. આયોગને એક...

મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ ૨૮મીથી ગાંધીઆશ્રમ ખાતે ૭૨ કલાકના ઉપવાસ કર...

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલતાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા આગામી તા. ૨૮મી જુલાઇથી ગાંધીઆશ્રમ ખાતે ૭૨ કલાકના ઉપવાસ આંદોલન શરૂ કરશે તેમ ગુજરાત મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળ, ગાંધીનગરના પ્રમુખ ચંદનસિંહ વાઘેલાએ જણાવ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૮ વર્ષથી અમારું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઇકો...

મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તા.૨૬મી સુધી બીજા રાઉન્ડની ચો...

વિદ્યાર્થીઓ તા.૨૬મી સુધી બીજા રાઉન્ડની ચોઇસ આપી શકશે : તા.૨૭મીએ સવારે ૧૦-૩૦ કલાકે કોલેજની ફાળવણી કરાશે મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ચાલતી કાર્યવાહીમાં પહેલો રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ખાલી પડેલી બેઠકો અને EWS કેટેગરીમાં નવી મંજુર થયેલી ૩૬૦ બેઠકોની સાથે ઓલ ઇન્ડિયા કવોટામાં પરત આવેલી ૭૬ બેઠકો સાથે હવે બીજો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. પહેલા રાઉન્ડ...

નવ વર્ષની ઉંમરે ૧૦૦ થી વધારે ગોલ્ફ ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવેલ પલ શિ...

ગુજરાતના ગૌરવસમી જૂનાગઢની નવ વર્ષીય ગોલ્ફર દીકરી પલ શિંગાળાનું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને માન. કેબીનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા દ્વારા સન્માન નવ વર્ષની ઉંમરે ૧૦૦ થી વધારે ગોલ્ફ ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવેલ પલ શિંગાળા ગુજરાતનાં જૂનાગઢની રહેવાસી પલ શિંગાળા ગુજરાતનું ગૌરવ હોવા ઉપરાંત ‘બેટી બચાવો બેટી પઢાવો’ ઝુંબેશનું ઉત્ત...

ચારિત્ર્યહીન ગૌરવ દહીયા ભૂર્ગભમાં ઉતરી ગયો

પરિણીત હોવા છતાં દિલ્હીની યુવતિ સાથે સંબંધો બાંધનારા ચારિત્ર્યહીન આઈએએસ ગૌરવ દહીયા વિવાદમાં ફસાતા ભૂર્ગભમાં ઉતરી ગયો છે. ગાંધીનગરની સેકટર-7 પોલીસે આજે ગૌરવ દહીયાનું નિવેદન નોંધવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ ગૌરવ ઘરે કે ઓફિસમાં ક્યાંય મળ્યો ન હતો. પરિણીત આઈએએસ ઓફિસર ગૌરવ રામપાલ દહીયાએ દિલ્હીની એક યુવતિને પોતાની જાળમાં ફસાવી લગ્નનું નાટક કર્યું હ...