Tag: gujarat
અમપામાં રાજકીય ગોડફાધરની મહેરબાનીના કારણે જુનિયરો પણ સીનીયર પર રાજ કરે...
અમપામાં રાજકીય ગોડફાધરની મહેરબાનીના કારણે જુનિયરો પણ સીનીયર પર રાજ કરતાં જાવા મળે છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અમદાવાદ મ્યુનિ. કમિશ્નરના પી.એસ.નૈનેશ દોશી છે. આ મહાશય સાત વર્ષ પહેલાં સ્ટેડીયમ વોર્ડમાં આસી.સીટી ઈજનેર તરીકે ફરજ બજાવતા હતાં. ઈજનેર વિભાગની સૌથી નીચી (છેલ્લી) કેડરમાં ફરજ બજાવતા નૈનેશભાઈ દોશીને ડેપ્યુટી ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી તથા ...
કીડનીના દરદીઓના ડાયાલિસિસની જવાબદારી ખાનગી સંસ્થાઓને સોંપવા સરકારે ટેન...
ટેન્ડર મેળવવા ખાનગી સંસ્થાઓ ભાવની કોમ્પિટીશનમાં નીચા ભાવ ભરી દેશે, પરંતુ દરદીઓને મળનારી સેવાઓ કે ડાયાલિસિસની ક્વોલિટી કથળી જવાની સંભાવનાઃ ધીરે ધીરે તમામ સેન્ટરોની જવાબદારી ખાનગી કંપનીઓને સોંપી દેવાય તેવી શંકા
ગુજરાતમાં 37 સેન્ટર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે, ડાયાલિસિસના સરકાર રૂા.2000 અને દરદીને આવવા જવાના રૂા. 300 ચૂકવે છે. ખાનગી કંપનીઓ ...
વર્ષા ફલેટના બિલ્ડર અને સોસાયટીના ચેરમેન વિરૂધ્ધ અશાંતધારા ભંગનો પોલીસ...
શહેરના પાલડી વિસ્તારમાં બનેલા વર્ષા ફલેટમાં અશાંતધારાનો ભંગ થયો હોવાનો ગુનો પાલડી પોલીસે નોંધ્યો છે. પાલડીના ઈન્ચાર્જ સર્કલ ઓફિસર ડી.આર.શાહે જન કલ્યાણ કો.ઓ. હાઉસીંગ સોસાયટી (વર્ષા ફલેટ)ના ચેરમેન અમીન બરકતઅલી પંજવાણી અને બિલ્ડર નૌશાદ જી. શેખ વિરૂધ્ધ દસ્તાવેજી પૂરાવા સાથે ફરિયાદ આપી છે.
પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા પાસે રિ-ડેવલપમેન્ટના નામે હિન્દુ સભ...
મેડિકલમાં તમામ 612 આદિવાસી બેઠકો પ્રથમ વખત ભરાઈ
અનુસૂચિત જનજાતિનાં વિદ્યાર્થીઓ MBBS જેવા ઉચ્ચતમ કારકિર્દી ધરાવતા અભ્યાસક્રમોમાં જરૂરી માહિતી નહીં હોવાને પરિણામે પ્રવેશ મેળવી શક્તા નથી. મેડીકલ ક્ષેત્રની પ્રવેશ માટેની NEETની પરીક્ષામાં સારો સ્કોર ન કરી શકવાને કારણે પ્રવેશ મેળવી શક્તા નથી. ૩૦૦ જેટલા કોચીંગ વર્ગો શરૂ કરાયા છે. જેના થકી આ વર્ષે ૬૧૨ અનુસૂચિત જાતિની તમામ મેડીકલ સીટો ભરાઇ છે. આદિજાતિ દુ...
આનંદીબેન કરતાં રૂપાણીએ ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ઘટાડી દીધા
રાજ્યમાં ભ્રષ્ટાચાર વિહિન શાસન સ્થાપિત કરવાની વાતોમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં તકેદારી આયોગ અને સરકરી વિભાગોમાં ભ્રષ્ટાચાર અંગેની છેલ્લા 5 વર્ષમાં 40,660 ફરિયાદો મળી છે તે દર્શાવે છે કે રાજ્યની પ્રજા ભ્રષ્ટાચારથી પરેશાન છે. ૨૦૧૩માં ૧૦૦૬, ૨૦૧૪માં ૭૨૨, ૨૦૧૫માં ૫૧૧, ૨૦૧૬માં ૪૯૮ અને ૨૦૧૭માં ૪૧૩ કિસ્સાઓમાં ખાતાકીય કાર્યવાહી હાથ ધરવા ભલામણ ક...
અમદાવાદમાં મકાનોમાં તેજી, 2.10 લાખ દસ્તાવેજો એક વર્ષમાં વધીને 2.32 લાખ...
અમદાવાદ જિલ્લામાં છેલ્લાં ર વર્ષમાં રૂ.૪.૪૧ લાખ દસ્તાવેજોની નોંધણી તથા સ્ટેમ્પ ડ્યૂટીની મળી કુલ ૬૭૨.૧૭ કરોડની નોંધણીની આવક થઇ છે. વિધાનસભામાં વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ જિલ્લામાં ૨,૦૯,૭૪૭ દસ્તાવેજો, વર્ષ ૨૦૧૮-૧૯માં ૨,૩૧,૭૩૮ દસ્તાવેજો મળી કુલ ૪,૪૧,૪૮૫ દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
વર્ષ ૨૦૧૭-૧૮માં સ્ટેમ્પ ડ્યૂટીની રૂા.૧૭૮૮....
વિડીયોથી ૧૬ લોકોને માહિતી અધિકારનો ન્યાય મળ્યો
ગુજરાત રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશ્નર આર.આર.વરસાણી દ્વારા મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડિઓ કૉંફેરન્સથી 16 અરજદારોની માહિતી આયોગ સમક્ષની અપીલ સંબંધિત પક્ષકારોની હાજરીમાં નિર્ણય અર્થે હાથ પર લેવામાં આવી હતી.
કોઈ એક અપીલમાં કમિશ્નરએ પ્રથમ અપીલ અધિકારીની અરજદાર પ્રત્યેની નિષ્કાળજીની નોંધ લઈ રૂપિયા 2500નો દંડ ફટકાર્યો હતો. આયોગની દંડ...
પાકિસ્તાનની ગોળીથી સહિદ થયેલા વડોદરાના મહંમદ આરીફ સફી અલી પઠાણને વિધાન...
વડોદરાના નવાયાર્ડ વિસ્તારના રોશન નગરમાં રહેતો મહંમદ આરીફ સફી અલી પઠાણ છેલ્લા 4 વર્ષથી જમ્મુ એન્ડ કાશ્મીર બટાલિયન 18માં ફરજ બાજવતો હતો. જમ્મુના અખનુર બોર્ડર પર ફરજ પર હતો. પાકિસ્તાન તરફથી ભારે ફાઈરિંગ થયુ હતુ જેમાં આરિફને ગોળી વાગતા તે શહીદ થયો હતો. આરીફ પઠાણ વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં રહે છે.
વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે, દરિયાપુર મતવિસ્તા...
3000 કરોડ ખર્ચ છતાં હજું, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રૂ.૩૭ કરોડ ખર્ચ થશે
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ માટે રૂ.૩૭ કરોડ અને ગરૂડેશ્વર વીયર માટે રૂ.૨૪૭ કરોડની જોગવાઇ કરી છે. ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માઇનોર-સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા રૂા. ૨૭૪૪.૨૬ કરોડ ફાળવાયા છે. પણ ગરીબોને ઘર મળે તે માટે બહું ઓછા નાણાં આપવામાં આવ્યા છે.
ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના ૧.૮૮ લાખ હેક્ટર પિયત વિસ્તાર વિકસીત કરવા માટે ભૂગર્...
નર્મદા નહેર દ્વારા 11 લાખ હેક્ટરમાં સિંચાઈ
વિકસીત થયેલા પિયત વિસ્તારની સામે ઓછી થયેલ સિંચાઇ વિસ્તાર અંગે સ્પષ્ટતા કરતાં નાયબ સરદાર સરોવર યોજના થકી કુલ ૧૮.૪૫ લાખ હેક્ટર પિયત વિસ્તારમાં વાર્ષિક ૧૭.૯૨ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇની જોગવાઇ ઉપલબ્ધ કરાઇ છે. જૂન-૧૮ સુધીમાં પ્રશાખા નહેરો સુધીના કામો પૂર્ણ કરીને ૧૬.૧૧ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા વિકસીત થઇ છે. નર્મદા પિયત વિસ્તારમાં પાણીની ઉપ...
૨૯,૨૩૧ કિ.મી. લંબાઇની નર્મદા પ્રશાખા નહેરને ભૂગર્ભ પાઇપલાઇનથી પૂરી કરી...
ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના ખેતર સુધી સિંચાઇ માટે પાણી પહોંચાડવા માટે માઇનોર અને સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા માટે રૂા.૨૭૪૪.૨૬ કરોડની જોગવાઇ કરી છે. જેમાં માઇનોર સુધીની નહેરોના બાંધકામ માટે રૂા.૧૭૩૯.૩૫ કરોડ અપાશે. જેમાંથી વધારાના ૧.૧૩ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા ઉત્પન્ન થશે.
ભૂગર્ભ પાઈપ માટે 1 હજાર કરોડ
સહભાગી સિંચાઇ યોજના અન્વયે ...
૮૯૧૧ ગામો અને ૧૬૫ શહેરોને નર્મદાનું પાણી, તો તંગી કેમ ?
નર્મદા યોજના દ્વારા નાગરિકોને પીવાના પાણી પૂરું પાડવા માટે છેલ્લા બે વર્ષમાં જલ વર્ષના સાડા સાત મહિના સુધી કોઇપણ કાપ વિના પૂરું પડાયું છે અને આવનારા સમયમાં પણ પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે, ગઇ સાલ જેટલું પાણી કરતાં જરૂર પડશે તો તેનાથી પણ વધુ પાણી આપવા અમારુ નક્કર આયોજન છે. તેમણે નાગરિકોને પાણીનો વેડફાટ ન કરવા અને પાણી બચાવવા પણ અપીલ કરી છે. યોજના...
મોદીએ અદાણીને 15 પૈસે આપેલી જમીન 13 વર્ષ બાદ હજુ એમની એમ પડી છે
કચ્છમાં ગૌતમ અદાણીની કંપનીને આપેલી ગૌચરની જમીન પરત લઈ લેવા સર્વોચ્ચ અદાવતે આદેશ કર્યાને 4 વર્ષ થઈ ગયા હોવા છતાં ગુજરાતની ભાજપ સરકારના વડા વિજય રૂપાણીએ તે જમીન પરત લીધી નથી. અદાણી પોર્ટ અને અદાણી એસઈઝેડને પોર્ટ અને સેઝ માટે લીધેલી ગૌચરની જમીન પરત કરવાના આદેશ કર્યા છે.પણ ગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકારને આ અંગે આકરો સવાલ પૂછતાં રૂપાણી સરકાર મૌન બની ગ...
તળેલા તેલની તપાસ કરવા 25 મશીનો ખરીદાશે
ઔદ્યોગિક કામદારો અને તેમના કુટુંબીજનોને તબીબી સારવાર આપવા કામદાર રાજ્ય વીમા યોજના માટે રૂ.૧૮૦ કરોડની જોગવાઇ કરાઇ છે. આ યોજના હેઠળ ૧૫,૭૮,૬૭૦ કામદારો તથા તેમના પરિવારોને તબીબી સવલતો પુરી પાડવામાં આવે છે. શ્રી પટેલે કહ્યું કે, નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે રૂ.૭૩ કરોડની જોગવાઇ કરાઇ છે. ગુણવત્તાયુક્ત ખોરાક ન...
ગુજરાતમાં કારખાના ધારા ભંગના પેડીંગ કેસોનો નિકાલ કરવા 42 વર્ષ જોઇશે
ગુજરાતમાં કારખાના ધારા ભંગના પડતર કેસોની સંખ્યા એટલી બઘી મોટી થઇ છે કે તમામ પેડીંગ કેસોનો નિકાલ કરવો હોય તો શ્રમ વિભાગને 42 વર્ષ જોઇએ, કારણ કે કેસ નિકાલની ગતિ એટલી બઘી ધીમી છે કે તેનો સમયસર નિકાલ થઇ શકતો નથી. દર વર્ષે કારખાના ધારા ભંગના કેસોમાં ઉમેરો થતો જાય છે અને પડતર કેસો પર ધ્યાન અપાતું નથી. 2015માં કારખાના ધારાના નિયમોના ભંગના ૪૩૭૫૭ પડતર કેસો ...
ગુજરાતી
English