Friday, September 20, 2024

Tag: Gujrat

વિદેશમાં નોકરી-અભ્યાસનું પ્રલોભન આપી શિક્ષિકા પાસેથી રૂ.61.90 લાખની છે...

પાલનપુર, તા.૨૪ વિદેશમાં નોકરી અને અભ્યાસનું પ્રલોભન આપી ચાર શખ્સો દ્વારા શિક્ષિકા પાસેથી રૂ.61.90 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ પાલનપુરની શિક્ષિકા પાસેથી સુરત અને પંજાબના ચાર શખ્સો દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. પાલનપુરના ન્યૂ એલ.પી. સવાણી રોડ પર રહેતાં વર્ષાબહેન ગુલવાની એક ખાનગી ક્લાસીસમાં નોકરી કરે છે, જેઓ અગા...

ક્રિપ્ટો કરન્સીના નામે કરોડોની છેતરપિંડી આચરનારી રાજકોટની ટોળકીને સીઆઈ...

અમદાવાદ, તા.24 ક્રિપ્ટોકરન્સી રેકેટની અનેક ફરિયાદો સીઆઈડી ક્રાઈમમાં અત્યાર સુધીમાં નોંધાઈ ચૂકી છે. લગભગ નોંધાયેલી તમામ ફરિયાદ અને ભોગ બનનારા લોકો સુરતના છે, જ્યારે તાજેતરમાં નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદમાં રાજકોટ વિસ્તાર ચમક્યો છે. પાવરયાત્રા પ્રા.લિ.ના રાજકોટ અને વડોદરાના બે ડાયરેક્ટરે એજન્ટ્સની મદદથી કરોડો રૂપિયા ઉઘરાવી લઈને છેતરપિંડી આચરી છે....

પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યો એ બંને હાર્યાઃ કોંગ્રેસ પ્રમુખ

અમદાવાદ,24 ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સમર્થન બદલ તમામ મતદારોનો હૃદયથી આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકશાહી બચાવવા માટે બંધારણની રક્ષા માટે અને મૂલ્ય આધારિત રાજનીતિની એક રાહ ચીંધવા માટે મતદાતાઓ જે મતદાન કર્યું અને કોંગ્રેસને સમર્થન આપ્યું એ અભિનંદનને પાત્ર છે. જે ...

ઊંઝામાં ડેન્ગ્યુથી 5 વર્ષની બાળકીનું મોત થતાં તંત્ર દોડ્યું

મહેસાણા, તા.૨૪ ઊંઝાની 5 વર્ષની બાળકીનું બુધવારે સવારે ડેન્ગ્યુના કારણે મોત થતાં જિલ્લા આરોગ્ય વિભાગ દોડતો થઇ ગયો હતો. જિલ્લામાં ડેન્ગ્યુના કારણે મોતનો આ પ્રથમ કેસ છે. જ્યારે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી રાજસ્થાનની મહિલાનું પણ ડેન્ગ્યુથી મોત થયું હતું. ઊંઝાની મહેતાફળીમાં રહેતા પરિવારની 5 વર્ષિય આરવી પાર્થકુમાર આચાર્યને તાવની ફરિ...

કેમિકલ ઉદ્યોગમાં મંદીના મંડાણ

અમદાવાદ,ગુરૂવાર વૈશ્વિક મંદીની અસર ગુજરાત અને ભારતના કેમિકલ ઉદ્યોગ પર અને તેમાંય ખાસ કરીને ડાઈઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સની નિકાસ પર જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં ઘટેલા કામકાજની અસર ઓક્ટોબર મહિનાને અંતે વધું જોવા મળશે. વિશ્વના બજારમાં મંદીની અસર હવે ભારતના ઉદ્યોગો પર પણ જોવા મળી રહી છે. કેમિકલ એન્ડ ડાઈઝના એક્સપોર્ટર અને કેમેક્સિલની ગુજરાત રિજ...

મંદીના માહોલમાં પોતાના ખર્ચા ઉપર ગુજ્જુઓ કાપ મૂકી રહ્યા છે

અમદાવાદ, તા. 24 મંદીના માહોલ વચ્ચે હવે લોકો પોતાના ખર્ચાઓ પર પણ કાપ મૂકવા માટે મજબૂર થઈ ગયા છે. એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર મસમોટા દાવા કરીને લોકોમાં એવું ઠસાવી રહી છે કે, ક્યાંય મંદીનો માહોલ નથી. પરંતુ મેદાની હકીકત કંઈક અલગ વસ્તુ જ બયાન કરે છે. અમદાવાદ શહેરના દુકાનદારો, વાહનોના ડિલર્સ વગેરેને આ વર્ષે તહેવારો દરમિયાન જોઈએ એવો પ્રતિસાદ ઉપભોક્...

પાડોશી રાજ્યો પાસેથી લેવાના છે 6436 કરોડ

ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કારણે એક તરફ રાજ્ય સરકાર કહે છે કે કરોડોની ટેક્સની રકમ ગુમાવવી પડી રહી છે. પરંતુ બીજી તરફ નર્મદા સરોવરની કુલ ચાર રાજ્યોની ભાગીદારી છે. જેમાં ગુજરાતને ભાગીદાર રાજ્યો પાસેથી કરોડોની રકમ લેણી નીકળે છે. જો આ લેણી રકમ ગુજરાતને મળે તો ઘણો ફર્ક પડી શકે છે. જેમાં મધ્યપ્રદેશ સરકાર પાસેથી ૪૩૯૬ કરોડનું લેણુ છે.ગુજરાતને ભાગીદાર રાજ્ય...

મ્યુનિસિપલ કમિશનરની સત્તા પર કાપ મુકાતા જાહેર હિતની અરજી

અમપામાં હાલ ડેપ્યુટી કમિશનરની કુલ બાર જગ્યા છે.આ પૈકી આઠ જગ્યાઓ ભરાઈ છે.આઠ પૈકી સાત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે.રાજય સરકારે ૨૩ મે-૨૦૧૮થી ઠરાવ કરી તમામ મહાનગરપાલિકાઓમાં ડેપ્યુટી કમિશનરની નિમણૂંક કરવાની સત્તા જે અગાઉ મ્યુનિસિપલ કમિશનર હસ્તક હતી તે છીનવી લીધી હોઈ આ નિર્ણય સામે પુર્વ વિપક્ષનેતા બદરૂદીન શેખ દ્વા...

શહેરનું વસ્ત્રાપુર તળાવ ભરવામાં પ્રજાની પરસેવાની કમાણી, અમુલ્ય પાણીનો ...

અમદાવાદ,તા.19 કેન્દ્રીય ગૃહમંત્રીની સુચનાને પગલે મુખ્યમંત્રી રુપાણીએ મ્યુનિ.કમિશ્નરને શહેરના તળાવો ભરવાની કામગીરીના આદેશ કર્યા હતા. જેથી ચોમાસાની સિઝન દરમિયાન અમપા દ્વારા શહેરના તળાવો ભરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ અભિયાન અંતર્ગત નવા પશ્ચિમઝોન, પશ્ચિમઝોન તેમજ દક્ષિણઝોનના તળાવો ભરવામાં આવ્યા હતા. વસ્ત્રાપુર, ચંડોળા તળાવમાં નર્મદા ની...

ગુજરાતના ઉદ્યોગોને ઉઝબેકિસ્તાનમાં ફાર્માસ્યુટિકલ અને ટેક્સ્ટાઇલ સેક્ટર...

ગાંધીનગર, તા.૧૯ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર અંદિજાન રિજિયનમાં યોજાઈ રહેલા ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ– ‘ઓપન અંદિજાન’ના પ્રારંભ અવસરે ભારત-ઉઝબેકિસ્તાન– ગુજરાતના સદીઓ જૂના સંબંધોનો સેતુ હવે વર્તમાન સમયમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સ્વરૂપે વિસ્તર્યો છે તેમ જણાવ્યું હતું. મુખ્યપ્રધાનએ ઉઝબેકિસ્તાન પ્રવાસનો પ્રારંભ અંદિજાનમ...

સેનામાં ચાલુ ફરજે જવાનનું મૃત્યુ થતાં તેના પાર્થિવ દેહને અમદાવાદ લવાયો...

અમદાવાદ, તા. 19 શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને સેનામાં ફરજ બજાવતા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં તેમના પાર્થિવ દેહને સન્માન સાથે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં પોસ્ટ ઓફિસની સામે રાવના વંડામાં રહેતા હરીશચંદ્ર રામરાજ મૌર્ય (ઉ.40) ભારતીય ભૂમિદળમાં જવાન તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં તેમનું પોસ્ટિંગ લેહ લદાખ...

બ્લેક લિસ્ટ કરાયેલી વીમા કંપનીમાં ભરેલી રકમનું વળતર કોણ આપશે

ગાંધીનગર, તા. 18 રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાકવીમાની રકમ નહિ ચૂકવવા બદલ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને ચાર વર્ષ બાદ બ્લેક લિસ્ટ કરી છે. ચાર વર્ષ સુધી સરકારે કેમ કોઈ પગલાં ન ભર્યા અને હવે પગલાં ભર્યા તો ખેડૂતોને નુકશાન થયું છે તેનું પૂરેપૂરું વળતર કોણ ચૂકવશે એવા સવાલો ઉઠી રહ્યા છે. કેમ કરી બ્લે...

ફટાકડાની દુકાનોમાં આગહાની ટાળવા ચાલુ વર્ષની દિવાળીમાં ફાયર બિગ્રેડ કડક...

અમદાવાદ, તા.18 દિવાળી દરમિયાન ફટાકડાની દુકાનોમાં બનતી આગની ઘટના ટાળવા આ વર્ષે ફાયર બ્રિગેડ કડક હાથે કાર્યવાહી કરવાના મૂડમાં છે. જેથી ફાયરના નિયમોનું ઉલ્લંઘન કરનારનું ફટાકડાના દુકાનદારોના લાયસન્સ રદ્દ કરવા ઉપરાંત નાણાંકીય દંડ પણ ફટકારવામાં આવશે એમ ફાયર સત્તાવાળા દ્વારા જાણવા મળ્યું છે. ફાયરકર્મીઓની રજાઓ રદ ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા પ્ર...

ગાંધીનગરમાં વારસાઇ અરજીની સુવિધા હવે ઓનલાઇન કરવાનો નિર્ણય

ગાંધીનગર,તા.16 રાજય સરકાર દ્વારા વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને ઓનલાઇન એન.એ. ને મળેલ પ્રતિસાદના પગલે રાજય સરકાર દ્વારા ખેતી-બિન ખેતીના પ્રિમિયમની પરવાનગી પણ ઓનલાઇન આપવા રાજય સરકારે વિચારણા કરી છે. રાજય સરકાર દ્વારા આ દિશામાં વધુ એક સેવા વારસાઇ ફેરફાર નોંધની અરજી પણ ઓનલાઇન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીન...

2000ની નોટનું પ્રિન્ટીંગ બંધ, નોટ બંધ થશે તેની અટકળો તેજ બની

ગાંધીનગર, તા.૧૬ ભારતીય રીઝર્વ બેન્કે 2000 રૂપિયાના દરની નોટો પ્રિન્ટ કરવાનું બંધ કરી દેતાં બજારમાં એવી હવાએ જોર પકડ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવશે. સચિવાલયના મીનાબજારમાં કેટલાક વ્યાપારીઓએ 2000ની નોટ લેવાનું બંધ કર્યું છે. પરંતુ રીઝર્વ બેન્કે ખુલાસો કર્યો છે કે, 2000ના દરની નોટનું પ્રિન્ટીંગ બંધ કર્યું છે પરંતુ આ નોટો ચલણમાં છે. ...