Tag: Health Department
વાંકાનેરમાં કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ પણ મહિલાને ગર્ભ રહ્યો
મોરબી,તા:૦૩ વાંકાનેરના ગારિયા ગામની શ્રમિક પરિવારની મહિલાએ બે સંતાનો બાદ દોઢ વર્ષ પહેલાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું. માંડ રોજગારી મેળવી ગુજરાન ચલાવનારાં દંપતીએ બંને બાળકોના ભવિષ્યને સુંદર કરવા આ પગલું ભર્યું હતું. જો કે આ ઓપરેશન બાદ પણ મહિલા ગર્ભવતી બનતાં સરકારી હોસ્પિટલની કામગીરી પર સવાલ ઊભા થયા છે.
વારિયા ગામે રહેતા શ્રમિક દંપતીએ બ...
અમદાવાદમાં ડેન્ગ્યુના ૮૯૯ કેસની સામે ર૦૧૯ સપ્ટેમ્બરમાં ૧ર૩પ કેસ
અમદાવાદ,તા:૦૪ અમદાવાદ શહેરમાં રોગચાળો બેકાબુ બની રહ્યો છે.. ચોમાસામાં થયેલ ભારે વરસાદ અને ત્યારબાદ થઈ રહેલ માવઠા અને ભેજયુક્ત વાતાવરણના પરિણામે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તેમજ મેલેરીયા, ઝૈરી મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા જીવલેણ રોગના કેસ ચિંતાનજક હદે વધી રહ્યા છે. મ્યુનિસિપલ આરોગ્ય ખાતા મચ્છરોની ઉત્પત્તિ પર નિયંત્રણ લેવા માટે ડોર ટુ ડોર ...
આરોગ્ય વિભાગ દ્વારા ઘેરઘેર ફોગિંગ અને દવા છંટકાવવાની કામગીરી કરવામાં આ...
જામનગર, તા.૨: જામનગરમાં પાણીજન્ય રોગચાળો ઓછો થવાનું નામ નથી લેતો. જામનગર જિલ્લાની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેંગ્યુના ૪૫ દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવના સારવાર હેઠળ છે. જયારે ૪૫ જેટલા દર્દીઓને ડેંગ્યુની સારવાર આપી રજા આપવામાં આવી છે.સરકારી હોસ્પિટલ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલ-દવાખાનાઓમાં પણ ડેંગ્યુના અનેક કેસો...
અમરાઈવાડીમાં ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા એક મહીલાને ગંભીર ઈજા પહોંચી
અમદાવાદ,તા.0૧
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નાગરવેલ હનુમાન વિસ્તાર ખાતે આવેલી જગદીશ પંડિતની ચાલીમાં અમપા હેલ્થ વિભાગ દ્વારા શુક્રવારે સવારે જે સમયે ફોગીંગની કામગીરી કરાઈ રહી હતી એ સમયે ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા મહીલાને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાઈ હતી.આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.સ્થાનિક...
ભેમપોડામાં ડિપ્થેરીયાથી બાળકનું સારવાર દરમિયાન મોત
માલપુર, તા.01
માલપુર તાલુકાના ભેમપોડામાં 13 વર્ષના બાળકને આરોગ્ય વિભાગના સર્વેક્ષણ દરમિયાન ડિપ્થેરિયાના લક્ષણો જણાતાં અમદાવાદ સિવિલમાં બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડિપ્થેરિયાથી બાળકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. નોંધનીય છે કે અરવલ્લી જિલ્લામાં ડિપ્થેરીયાથી મોતનો આ પ્રથમ કેસ નોંધાયો છે.
આરોગ્ય વિભાગ માલપુરના સર્વેક્ષણ દરમિયાન ...
સિવિલ હોસ્પિટલમાં અજીબોગરીબ કેસ:બે જીભવાળી નવજાત બાળકીની સર્જરી કરવામા...
અમદાવાદ, તા.24
કોઈપણ વ્યક્તિને ત્યાં દીકરીનો જન્મ થાય એ વાત લક્ષ્મીજીની પધરામણી ગણાય છે. પરંતુ નવજાત બાળકી એક નહીં પણ બબ્બે જીભ ધરાવતી હોય તો માતાપિતાની વેદનાનો પાર રહેતો નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરોએ બે જીભ ધરાવતી અનોખી બાળકીની સર્જરી કરી હોવાનું જાણવા મળ્યું છે.
લુણાવાડાના સંતરામપુરથી એક દંપતી એક અનોખી બાળકી ને લઈને અમદાવાદ સિવિલ હ...
ઊંઝામાં ડેન્ગ્યુથી 5 વર્ષની બાળકીનું મોત થતાં તંત્ર દોડ્યું
મહેસાણા, તા.૨૪
ઊંઝાની 5 વર્ષની બાળકીનું બુધવારે સવારે ડેન્ગ્યુના કારણે મોત થતાં જિલ્લા આરોગ્ય વિભાગ દોડતો થઇ ગયો હતો. જિલ્લામાં ડેન્ગ્યુના કારણે મોતનો આ પ્રથમ કેસ છે. જ્યારે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી રાજસ્થાનની મહિલાનું પણ ડેન્ગ્યુથી મોત થયું હતું.
ઊંઝાની મહેતાફળીમાં રહેતા પરિવારની 5 વર્ષિય આરવી પાર્થકુમાર આચાર્યને તાવની ફરિ...
મહેસાણામાં સરકારીમાં 27 અને ખાનગી દવાખાનાઓમાં 379 ડેન્ગ્યુના દર્દીઓ
મહેસાણા, તા.૨૩
મહેસાણામાં છેલ્લા 16 દિવસમાં 406 જણાને ડેન્ગ્યુનું નિદાન થયું છે. મતલબ રોજ 25 વ્યક્તિ ડેન્ગ્યુનો શિકાર બની રહ્યા છે. છેલ્લા 16 દિવસમાં સરકારી દવાખાનામાં 27, જ્યારે ખાનગી દવાખાનામાં 379 દર્દીઓ ડેન્ગ્યુની સારવાર લઇ ચૂક્યા છે. ગત વર્ષની તુલનામાં ચાલુ મહિનામાં ડેન્ગ્યુના કેસ વધ્યા છે. કહેવાય છે કે, જિલ્લામાં એકમાત્ર મહેસાણા સિવિલમાં ...
મનપાએ રાજકોટના પિત્ઝા પાર્લરો પર તપાસ હાથ ધરીને નમૂના લીધા
રાજકોટ તા. ર૩ દિવાળીના તહેવારોમાં જન આરોગ્ય હિતાર્થે મ્યુ. કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા ખાદ્ય પદાર્થોનાં ધંધાર્થીને ત્યાં ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં વિવિધ વિસ્તારમાં પીઝા પાર્લરોમાં તપાસ કરી ૧૪ નમૂના લેવામાં આવ્યા છે. જયારે મેજીક શુધ્ધ આયોડાઇઝ સોલ્ટનો નમૂનો નાપાસ થતા ટી. ટી. સોલ્ટ સપ્લાયર્સને રૂ. ૩૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અંગે...
વડગામના મેતામાં નવ વર્ષની કિશોરીને શંકાસ્પદ ડિપ્થેરિયા થતાં ખળભળાટ
છાપી, તા.૨૨
બનાસકાંઠાના વડગામ તાલુકાના મેતા ગામમાં એક નવ વર્ષની બાળકી ડિપ્થેરિયાની ઝપેટમાં આવતા તાલુકામાં ખળભળાટ સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવી સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળે છે.
સરહદી બનાસકાંઠાના ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે છ બાળકો ભોગ બનતા જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. દરમિયાન આ રોગ ટૂંકા ગાળામાં વડગામના ગામડાંઓ સુધી પહોંચતા લોક...
રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત, અત્યાર સુધીમાં ૭૩૧૯ કેસ નોંધાયા
ગાંધીનગર, તા. 22
રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી ડેન્ગ્યૂનો કહેર ફેલાયો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યૂના અત્યાર સુધીમાં 7319 કેસ નોંધાયા છે. જે પૈકી 21 ઓક્ટોબરે 145 કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના કેસમાં વધારાને લઈને સરકાર ચિંતિત છે. અને આ અંગે પગલાં પણ લેવાઈ રહ્યા છે.
રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંહે...
કુંવરજી બાવળિયાએ હોસ્પિટલમાં લીધી સારવાર, કેબિનેટ મિનિસ્ટર પણ ડેન્ગ્યૂ...
રાજકોટમાં કોર્પોરેશનની બેદરકારીનો ભોગ લાખો લોકો બની રહ્યા છે, પરંતુ હવે ખુદ જસદણ-વીંછિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ડેન્ગ્યૂના ડંખનો ભોગ બન્યા છે.
કુંવરજી બાવળિયાને સામાન્ય તાવ આવતાં તેમણે તાત્કાલિક નિદાન કરાવ્યું હતું, જેમાં ડેન્ગ્યૂની અસર જણાતાં તેમને રાજકોટની સદભાવના હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ડોક્ટર્સ દ્વારા તેમને આરામ ...
બગસરામાં મચ્છરોના ઉપદ્રવ ન થાય તે માટે સરવેની કામગીરી કરીને અનેક લોકોન...
બગસરા શહેરમાં હાલ ભારે વરસાદ પછી ચારેકોર મચ્છરજન્ય રોગચાળો ફેલાયેલો છે. જે અન્વયે જિલ્લા આરોગ્ય તેમજ તાલુકા હેલ્થ કચેરી દ્વારા રોગચાળાને કાબૂ કરવા માટે તારીખ 19 થી ૨૦ ઓક્ટોબર બે દિવસ શહેરમાં ૮૨ ટીમો દ્વારા સરવ કરવામાં આવ્યુ હતું. અમરેલી જીલ્લાના બગસરા શહેરમાં સતત વરસાદ રહેલા ભારે વરસાદ પછી મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે હાલ અમરેલી જિલ્લા ...
ગુજરાતની 10 કૃષિ બજાર સમિતિઓમાં આવતી હર્બલ વનસ્પતિઓની આવક 100 કરોડની
ઔષધીય વનસ્પતિઓના ખેત ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાને મજબૂતી આપવાની દિશામાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમમાં વર્ષોનો અનુભવ ધરાવતા અને રાજ ફૂડ ફાર્માના દવેએ દાહોદ ,ગોધરા ,નડિયાદ વગેરે સ્થળોએ એ.પી.એમ.સી માં આવતી વનસ્પતિઓની વિશદ ચર્ચા કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની 10 કૃષ...
રાજ્યમાં નકલી અને બનાવટી મીઠાઈ બનાવતા 45 એકમોને સીલ કરાયા
ગાંધીનગર, તા.18
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ મીઠાઈ બનાવતા એકમો પર તવાઈ શરૂ કરી દીધી છે. વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અખાદ્ય બરફી બનાવતા 45 જેટલા એકમોને સીલ કરી દીધી છે તેમ જ આ એકમોને તેમનું લાઈસન્સ રદ્દ કેમ ન કરવું તે અંગેની નોટીસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ વર્ષ ચાલવા દ...