Tag: Hindi Day
હિન્દી દિવસ: ભાષાકીય દંભનો દિવસ
પ્રો. હેમંતકુમાર શાહ
આજના હિન્દી દિવસ માટેની શુભકામનાઓ આજે બહુ ફરે છે સામાજિક માધ્યમોમાં. શું ફેર પડે છે એનાથી? આખા દેશમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં અંગ્રેજી માધ્યમો ઘૂસી ગયાં છે. ભારતીય ભાષાઓનું સત્યાનાશ ગયું છે અને હજુ જવાનું છે. કારણ એ છે કે રાજ્ય સરકારો અને ભારત સરકારના વહીવટમાં અંગ્રેજીની બોલબાલા છે. ત્યાંથી અંગ્રેજી નીકળે તો જ હિન્...