Tag: Hu Chhu Gandhi
હું છું ગાંધી: ૪૯ દેશ ભણી
હવે હું દક્ષિણ આફ્રિકામાં ત્રણ વર્ષ રહી ચૂક્યો હતો. લોકોને હું ઓળખતો થયો હતો. તેઓ મને ઓળખતા થયા હતા. સને ૧૮૯૬ની સાલમાં મેં છ માસને સારુ દેશ જવાની પરવાનગી માગી. મેં જોયું કે મારે દક્ષિણ આફ્રિકામાં લાંબી મુદત રહેવું જોઈશે. મારી વકીલાત ઠીક ચાલતી હતી એમ કહેવાય. જાહેર કામમાં મારી હાજરીની જરૂર લોકો જોતા હતા. હું પણ જોતો હતો. તેથી મેં દક્ષિણ આફ્રિકામાં કુ...
હું છું ગાંધી: ૪૮ ઘરકારભાર
મુંબઈમાં અને વિલાયતમાં ઘર માંડીને હું બેઠો હતો તેમાં ને નાતાલમાં ઘર માંડવું તેમાં ભેદ હતો. નાતાલમાં કેટલોક ખર્ચ કેવળ પ્રતિષ્ઠાને અર્થે રાખી રહ્યો હતો. નાતાલમાં હિંદી બારિસ્ટર તરીકે અને હિંદીઓના પ્રતિનિધિ તરીકે મારે ઠીક ખર્ચ રાખવું જોઈએ એમ મેં માનેલું, તેથી સરસ લત્તામાં ને સારું ઘર રાખ્યું હતું. ઘરનો શણગાર પણ સારો રાખ્યો હતો. ખાવાનું સાદું હતું પણ અ...
હું છું ગાંધી: ૪૭ ધર્મનિરીક્ષણ
આમ જો હું કોમી સેવામાં ઓતપ્રોત થઈ ગયો હતો તો તેનું કારણ આત્મદર્શનની અભિલાષા હતું. ઈશ્વરની ઓળખ સેવાથી જ થશે એમ ધારી સેવાધર્મનો સ્વીકાર કર્યો હતો. હિંદની સેવા કરતો હતો કેમ કે તે સેવા મને સહજપ્રાપ્ત હતી, તેની મને આવડત હતી. તેને મારે શોધવા નહોતું જવું પડયું. હું તો મુસાફરી કરવા, કાઠિયાવાડની ખટપટમાંથી છૂટવા અને આજીવિકા શોધવા દક્ષિણ આફ્રિકા ગયો હતો. પણ પ...
હું છું ગાંધી: ૪૬ ત્રણ પાઉન્ડનો કર
બાલાસુંદરમના કિસ્સાએ મને ગિરમીટિયા હિંદીઓના સંબંધમાં જોડયો. પણ તેમના ઉપર કર નાખવાની જે હિલચાલ ચાલી તેને પરિણામે મારે તેમની સ્થિતિનો ઊંડો અભ્યાસ કરવો પડયો.
આ ૧૮૯૪ની સાલમાં ગિરમીટિયા હિંદીઓ ઉપર દર વર્ષે પાઉન્ડ ૨૫નો, એટલે રૂ. ૩૭૫નો કર નાખવાનો ખરડો નાતાલની સરકારે તૈયાર કર્યો. આ ખરડો વાંચીને હું તો દિઙ્મૂઢ જ બની ગયો. મેં તે સ્થાનિક કૉંગ્રેસ પાસે રજૂ ...
હું છું ગાંધી: ૪૫ બાલાસુંદરમ
જેની જેવી ભાવના તેવું તેને થાય, એ નિયમ મારે વિશે લાગુ પડતો મેં અનેક વેળા જોયો છે. લોકની એટલે ગરીબની સેવાની મારી પ્રબળ ઇચ્છાએ ગરીબોની સાથે મારું અનુસંધાન સદાય અનાયાસે કરી આપ્યું છું.
‘નાતાલ ઇન્ડિયન કાýગ્રેસ’માં જોકે સંસ્થાનોમાં જન્મ પામેલા હિંદીઓએ પ્રવેશ કર્યો હતો, મહેતાવર્ગ દાખલ થયો હતો, છતાં તેમાં છેક મજૂર, ગિરમીટિયાવર્ગે પ્રવેશ નહોતો કર્યો. કા...
હું છું ગાંધી: ૪૪ નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ
વકીલનો ધંધો કરવો એ મારે સારુ ગૌણ વસ્તુ હતી ને હમેશાં ગૌણ જ રહી. મારું નાતાલમાં રહેવું સાર્થક કરવા સારુ તો મારે જાહેર કામમાં તન્મય થવું જોઈએ. હિંદી મતાધિકાર પ્રતિબંધના કાયદાની સામે માત્ર અરજી કરીને તો ન જ બેસી રહેવાય. તે વિશે પ્રવૃત્તિ ચાલુ રહે તો જ સંસ્થાનોના પ્રધાન ઉપર અસર પડે. આને સારુ એક સંસ્થાની સ્થાપના કરવાની આવશ્યકતા જણાઈ. તેથી અબદુલ્લા શેઠ સ...
હું છું ગાંધી: ૪૩ કાળો કાંઠલો
અદાલતોનું ચિહ્ન ત્રાજવું છે. તેને ઝાલનાર એક નિષ્પક્ષપાતી, આંધળી પણ ડાહી ડોસી છે. તેને વિધિએ આંધળી ઘડી છે, જેથી તે મોં જોઈને ટીલું ન કરે, પણ જે ગુણ યોગ્ય હોય તેને જ ટીલું કરે. આથી ઊલટું, નાતાલની અદાલત પાસે તો મોં જોઈને ટીલું કરાવવા ત્યાંની વકીલસભા નીકળી પડી હતી. અદાલતે આ પ્રસંગે પોતાના ચિહ્નને શોભાવ્યું.
મારે વકીલાતની સનદ લેવાની હતી. મારી પાસે મુ...
હું છું ગાંધી: ૪૨ રહ્યો
સન ૧૮૯૩ની સાલમાં નાતાલમાં હિંદી કોમના અગ્રગણ્ય નેતા શેઠ હાજી મહમદ હાજી દાદા ગણાતા. સાંપત્તિક સ્થિતિમાં શેઠ અબદુલ્લા હાજી આદમ મુખ્ય હતા. પણ તેઓ તેમ જ બીજા જાહેર કામમાં શેઠ હાજી મહમદને જ પ્રથમ સ્થાન આપતા. એટલે તેમના પ્રમુખપણા નીચે અબદુલ્લા શેઠના મકાનમાં એક સભા ભરાઈ. તેમાં ફ્રેંચાઈઝ બિલની સામે થવાનો ઠરાવ થયો. સ્વયંસેવકો નોંધાયા. આ સભામાં નાતાલમાં જન્મ...
હું છું ગાંધી: ૪૧ કો જાને કલ કી
કો જાને કલ કી
ખબર નહીં ઇસ યુગમેં પલ કી,
સમઝ મન! કો જાને કલ કી?
કેસ પૂરો થયો એટલે પ્રિટોરિયામાં રહેવાનું મને પ્રયોજન ન રહ્યું. હું ડરબન ગયો. ત્યાં જઈ હિંદુસ્તાન પાછા જવાની તૈયારી કરી. અબદુલ્લા શેઠ મને માનપાન વિના જવા દે તેમ નહોતું. તેમણે સિડનહૅમમાં મારે સારુ ખાનપાનનો મેળાવડો કર્યો. ત્યાં આખો દિવસ ગાળવાનો હતો.
મારી પાસે કેટલાંક છાપાં પડ્ય...
હું છું ગાંધી: ૪૦ ધાર્મિક મંથન
હવે પાછો ખ્રિસ્તી મિત્રો સાથેનો સંબંધ વિચારવાનો સમય આવ્યો છે.
મારા ભવિષ્યને વિશે મિ. બેકરની ચિંતા વધતી જતી હતી. તે મને વેલિગ્ટંન કન્વેન્શનમાં લઈ ગયા. પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તીઓમાં થોડે થોડે વર્ષે ધર્મ જાગૃતિ એટલે આત્મશુદ્ધિને સારુ વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે. આને ધર્મની પુનઃ પ્રતિષ્ઠા અથવા ધર્મના પુનરુદ્ધારને નામે આપણે ઓળખીએ. તેવું સંમેલન વેલિંગ્ટ...
હું છું ગાંધી: ૩૯ કેસની તૈયારી
રિટોરિયામાં મને જે એક વર્ષ મળ્યું તે મારા જીવનમાં અમૂલ્ય હતું. જાહેર કામ કરવાની મારી શક્તિનું કંઈક માપ મને અહીં મળ્યું. તે શીખવાનું અહીં મળ્યું. ધાર્મિક ભાવના એની મેળે તીવ્ર થવા લાગી. અને ખરી વકીલાત પણ અહીં જ શીખ્યો એમ કહેવાય. નવો બારિસ્ટર પુરાણા બારિસ્ટરની ઑફિસમાં રહી જે વસ્તુ શીખે છે તે વસ્તુ હું અહીં શીખી શક્યો. વકીલ તરીકે હું તદ્દન નાલાયક નહીં ...
હું છું ગાંધી: ૩૮ કુલીપણાનો અનુભવ
ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટના હિંદીઓની હાલતનો પૂરો ચિતાર આપવાનું આ સ્થાન નથી. તેનો ખ્યાલ મેળવવા ઇચ્છનારે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ વાંચવો જોઈએ. પણ તેની રૂપરેખા આપવી આવશ્યક છે.
ઑરેન્જ ફ્રી સ્ટેટમાં તો એક કાયદો કરી સન ૧૮૮૮માં કે તે પર્વે હિંદીઓના બધા હક છીનવી લેવામાં આવ્યા હતા. ત્યાં માત્ર હોટેલના વેટર તરીકે કે એવી કોઈ મજૂરીમાં રહ...
હું છું ગાંધી: ૩૭ હિંદીઓનો પરિચય
રિસ્તી સંબંધોને વિશે વધારે લખું તે પહેલાં જ તે કાળના બીજા અનુભવોની નોંધ લેવી આવશ્યક છે.
નાતાલમાં જે સ્થાન દાદા અબદુલ્લાનું હતું તે સ્થાન પ્રિટોરિયામાં શેઠ તૈયબ હાજી ખાનમહમદનું હતું. તેમના વિના એક પણ જાહેર પ્રવૃત્તિ ન ચાલી શકે. તેમની ઓળખ મેં પહેલે જ અઠવાડિયે કરી લીધી. પ્રિટોરિયાના દરેક હિંદીના સંબંધમાં આવવાનો મારો વિચાર મેં તેમને જણાવ્યો. હિંદીઓન...
હું છું ગાંધી: ૩૬ ખ્રિસ્તી સંબંધો
બીજે દિવસે એક વાગ્યે હું મિ. બેકરની પ્રાર્થનાસમાજમાં ગયો. ત્યાં મિસ હૅરિસ, મિસ ગેબ, મિ. કોટ્સ આદિની ઓળખાણ થઈ. બધાંએ ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરી. મેં પણ તેમનું અનુકરણ કર્યું. પ્રાર્થનામાં જેની જે ઇચ્છામાં આવે ઈશ્વર પાસે માગે. દિવસ શાંતિથી જાઓ, ઈશ્વર અમારાં હૃદયનાં દ્વાર ખોલો, ઇત્યાદિ તો હોય જ. મારે સારુ પણ પ્રાર્થના થઈ: ‘અમારી વચ્ચે જે નવો ભાઈ આવ્ય...
હું છું ગાંધી: ૩૫ પ્રિટોરિયામાં પહેલો દિવસ
પ્રિટોરિયા સ્ટેશને દાદા અબદુલ્લાના વકીલ તરફથી કોઈક માણસ મને મળશે એવી મેં આશા રાખી હતી. કોઈ હિંદી તો મને લેવા ન જ આવ્યા હોય એ હું જાણતો હતો, અને કોઈ પણ હિંદીને ત્યાં રહેવા ન જવાના વચનથી બંધાયો હતો. વકીલે કોઈ માણસને સ્ટેશન પર નહોતો મોકલ્યો. પાછળથી હું સમજી શક્યો કે હું પહોંચ્યો તે દિવસ રવિવાર હોવાથી, કંઈક અગવડ ભોગવ્યા વિના એ કોઈને મોકલી શકે એમ નહોતું...
ગુજરાતી
English