Friday, March 14, 2025

Tag: Kadi

મહેસાણામાં બીજી યુવતીના પ્રેમમાં પડેલો પતિ પત્નીના દસ્તાવેજો લઇ ભાગ્યો...

મહેસાણા, તા.૨૩ મારો પતિ બીજીના પ્રેમમાં પાગલ છે અને હાથમાં રહેલા દસ્તાવેજ મૂકેલી થેલી લઇને ભાગ્યો હોવાનું કહી મહિલા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં રડી પડી હતી અને પતિને શોધી કાઢવા જીદ કરી હતી. પરંતુ બનાવ એ ડિવિજનની હદનો હોઇ મહિલાને અત્રેની કચેરીએ મોકલવામાં આવી હતી. મહેસાણાની મહિલાએ 5 વર્ષ અગાઉ સોની યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં અને બે વર્ષથ...

કૈયલની સીમમાં ઓએનજીસીની ટેંકમાંથી ડિઝલ ચોરીનો પર્દાફાશ

મહેસાણા, તા.૧૨ કડી તાલુકાના કૈયલ ગામની સીમમાં આવેલા ઓએનજીસીની વેલ નજીક ડિઝલ ટેંકમાંથી પરોઢીયાના સુમારે ડિઝલ ચોરીનો પર્દાફાશ થયો હતો. જોકે પોલીસને જોઈને ચોરી કરી રહેલા અજાણ્યા શખસો છૂમંતર થઈ ગયા હતા. આ અંગે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કૈયલ ગામની સીમમાં ઓએ...

કડી થોળ રોડ ઉપર આવેલ લાખોના ખર્ચે બનેલ અંડરબ્રિજમાં સળિયા દેખાયા

કડી, તા.૦૯ કડી શહેરમાં આ વર્ષે અવિરત ચાલું રહેલા વરસાદથી રસ્તાઓ બિસ્માર થવાની સાથે જોખમી બન્યા છે. કડીના થોળ રોડ ઉપરના આવેલ અન્ડરબ્રિજ, બાલાપીર, હાઇવે અને નંદાસણ રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. સારા વરસાદના પગલે પ્રવાસીઓનો ધસારો આ રોડ પર વધુ રહે છે. જેમાં તાજેતરમાં નિતિન પટેલે ઉદ્ઘાટન કરેલ બ્રિજ ઉપર લોખંડના સળિયા બહાર આવી જતાં જાનહાનિ થઇ શકવાની ...

માથાસુરમાં મકાન ધરાશાયી થતાં અને વિસતપુરામાં ઘરનું છજુ પડતાં બે વૃદ્ધા...

કડી, તા.૦૧ કડીના માથાસુરમાં દેવીપૂજક વાસમાં એકલવાયું જીવન જીવતા દેવીપૂજક લીલાબેન ધૂળાભાઈ (55) રવિવારે સાંજે ઘરમાં હતા. તે દરમિયાન તેમના કાચા મકાનની પાછળની દીવાલ વરસાદના કારણે ધસી પડતાં લીલાબેન મકાનના કાટમાળમાં દટાઈ ગયા હતા. આસપાસના લોકોએ મહામહેનતે બહાર કાઢી સારવાર માટે લઈ જાય તે પહેલાં તેમનું મોત નીપજ્યું હતું. માથાસુર તલાટી અમીત બોરીચાએ બનાવને ...

ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, સતલાસણામાં 8 ઈંચ, ભાભર અને રાધનપુરમ...

પાલનપુર, તા.01  કચ્છ પાસે સર્જાયેલી વેલમાર્ક લોપ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાતાં સમગ્ર ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું હતું. 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સતલાસણા અને ભાભરમાં 7.5 ઇંચ તેમજ રાધનપુરમાં 7 ઇંચ ખાબક્યો હતો. તો હારીજમાં 4.5, પાટણ, દિયોદર અને કાંકરેજમાં 4 ઈંચ, સિદ્ધપુરમાં 3.5, વિસનગર, મહેસાણા, સરસ્વતી, સાંતલપુર અને શંખેશ્વરમાં 3 ઇંચ...

કુખ્યાત શરીફખાનની હત્યાથી તંગદિલી, મૃતક Dysp મંજીતા વણઝારા પર હુમલાનો ...

કડી, તા.૨૫ કડીના કસ્બા વિસ્તારમાં રહેતા કુખ્યાત શરીફખાન ઘોરીની ગાડીને સોમવારે રાત્રે જાસલપુર નજીક કસ્બાની જ અસામાજિક તત્વોની ગેંગે ટક્કર મારી તેનું અન્ય ગાડીમાં અપહરણ કરી શહેરના ચબૂતરા ચોકમાં લઈ આવ્યા હતા. અહીં જાહેરમાં તેની ઉપર લોખંડની પાઈપો અને ધોકા વડે હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. જેમાં તેનું સારવાર દરમિ...

કડીમાં 49 વર્ષ જૂની પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી

કડી, તા. 28 કડીના ખાખચોક વિસ્તારમાં બનાવેલી 49 વર્ષ જૂની નવ લાખ લિટરની ઓવરહેડ પાણીની ટાંકી જર્જરીત બની જતા પાલિકાએ જમીનદોસ્ત કરી હતી. શહેરના ખાખચોક અને કસ્બા વિસ્તારના રહીશોની પાણીની સમસ્યા હલ કરવા 1971માં નવ લાખ લિટરની 15 મીટર ઊંચી પાણીની ટાંકી બનાવી પીવાના પાણીની સમસ્યા જેતે સમયે પાલિકાએ હલ કરી હતી. 49 વર્ષ બાદ ઓવરહેડ ટાંકી જર્જરીત થઈ જતા બિનઉ...