Tag: Khedbrahma
શિક્ષણની સાથે ઔષધિય જ્ઞાન આપે છે ગોરીયાફળોની શાળા
હિંમતનગર, તા.૧૪
ખેડબ્રહ્મા તાલુકાની ગોરીયાફળો સરકારી પ્રાથમિક શાળામાં 1 થી 5 માં 111 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં નાના બાળકોને પ્રકૃતિના ખોળે રહી પ્રકૃતિ અને આયુર્વેદનુ શિક્ષણ આપવામાં આવે છે.
આધુનિક શિક્ષણને પ્રાકૃતિક શિક્ષણ સાથે જોડી અહીં બાળકોને આયુર્વેદનુ શિક્ષણ આપવામાં આવે છે. શાળાના આચાર્ય મહેશભાઇ જણાવે છે કે, આ શાળામાં એક ઔષધ બાગ બન...