Tag: Kiddneping
જૂની અદાવતમાં યુવકનું અપહરણ કરીને માર મારી મોબાઈલ લૂંટી લીધો
અમદાવાદ, તા. ૨૫.
શહેરના પાલડી વિસ્તારમાં રહેતા યુવકનું જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ ટુ વ્હિલર પર અપહરણ કરીને રિવરફ્રન્ટ પર ગુજરી બજાર પાસે લઈ જઈને માર માર્યો હતો. તેમજ તેનો મોબાઈલ લૂંટીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. આ અંગે યુવકે ત્રણ શખ્સો સામે પાલડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પાલડી વિસ્તારમા...
આખરે પોલીસ પર હુમલો કરનાર અને ગાયિકાનું અપહરણ કરનાર બે બૂટલેગર ઝડપાયા
અમદાવાદ, તા.૨૦
શહેરના રામોલ પોલીસના પીએસઆઈ અને કોન્સ્ટેબલ ઉપર છરી વડે હુમલો કરવાના ગુના અને ગાયિકા ભૂમિ પંચાલનું અપહરણ કરીને ખંડણી માંગવાના કેસના આરોપી અને બૂટલેગર એવા બે શખ્સોની રામોલ પોલીસે ધરપકડ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ૧૦ ઓક્ટોબરના રોજ રાતના શહેરના રામોલ પોલીસ સ્ટેશનની સુરેલિયા ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ અર્જુન ભરવાડ સુરેલિયા રોડ ઉપર ...
ભાવનગરના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનારા ખંડણીખોરની ધરપકડઃ ચાર અપહર...
રાજકોટ, તા. ૧૭ :. ભાવનગરના ખોજા વેપારીનું અમદાવાદમાંથી અપહરણ કરી ખંડણી માંગવાના ગુન્હામાં પકડાયેલ રાજકોટના રમીઝ સેતાને કોર્ટે ૩ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. અપહરણ અને ખંડણી પ્રકરણના મુખ્ય સૂત્રધાર વસીમ કથીરી સહિત પાંચ ષડયંત્રકારોની જસદણ પોલીસે શોધ શરૂ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે જસદણના પાંચ ટોબરા તરીકે ઓળખાતા ડુંગર વિસ્તારમાં એક ...
મોરબીમાંથી અપહ્રત બાળક સાથે અપહરણકાર દંપતિની ધરપકડ કરતી પોલીસ
મોરબી તા. ૦૭: સુરત પંથકના અપહ્રત બાળકને મોરબી પોલીસે મુકત કરાવી પોલીસે અપહરણ કરનારા દંપતિને ઝડપી લઇને સુરત પોલીસના હવાલે કર્યા હતા. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરીને અપહરણ કરનાર શખ્શોએ બાળકને મોરબીમાં રાખી ખંડણી માંગતા હોવાની પોલીસને બાતમી મળી હતી.મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમે અપહરણ કરનાર દંપતિને ઝડપી લેવા જુદી - જ...
અમરેલીમાં પિતા પાસેથી રૂ.2.5 કરોડ પડાવવા પુત્રીનું અપહરણનું તરકટ
અમરેલી,તા:૨૮ તાલાલાના ધુસિયા ગામની વડોદરામાં નોકરી કરતી યુવતીએ પિતા પાસેથી નાણાં પડાવવા માટે પોતાના અપહરણનું તરકટ ઊભું કર્યું, જેમાં તેના પ્રેમીએ તેનો સાથ આપ્યો. યુવતીએ અપહરણનું નાટક કરી પિતાને રૂ.2.5 કરોડની ખંડણી માટે પરપ્રાંતીય યુવક પાસેથી હિન્દીમાં ફોન કરાવ્યો હતો.
તાલાલાના ધુસિયા ગામના નગાભાઈ બારડની પુત્રી દિશા વડોદરામાં કો-જેન્ટ કંપનીમાં ક...
વ્યાજની વસૂલાતના મામલે બે યુવકોનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો
અમદાવાદ, તા.27
રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં બાકી હિસાબ પેટે 2.40 લાખ કાઢનારા વ્યાજખોરના ઈશારે પાંચ શખ્સો બે યુવકનું અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ મામલે રામોલ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. જો કે, વ્યાજખોર શંકરને પોલીસ પકડી શકી નથી.
વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા ભરત રાવળ મિસ્ત્રી કામ કરી પરિવારનું...
પ્રેમલગ્નની અદાવતમાં યુવક અને પરિવાર પર હુમલો
અમદાવાદ,તા:૧૧ યુવતીના પ્રેમલગ્નનાં ત્રણ વર્ષ બાદ સમાધાન માટે બોલાવી પરિજનો દ્વારા હુમલો અને ત્યાર બાદ યુવતીનું અપહરણ કર્યાનો ચોંકાવનારો કિસ્સો બનવા પામ્યો છે. યુવતીના પરિજનોએ સમાધાન માટે બોલાવી યુવકના પરિજનો પર સશસ્ત્ર હુમલો અને ત્યારબાદ યુવકના પરિવાર પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં યુવકના પરિવારજનો પણ ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટના...