Tag: Mahatma Gandhi
હું છું ગાંધી: ૯૬ ઘરમાં ફેરફારો ને બાળકેળવણી
ડરબનમાં ઘર માંડેલું તેમાં ફેરફારો તો કર્યા જ હતા. મોટું ખર્ચ રાખેલું છતાં વલણ સાદાઈ તરફ હતું. પણ જોહાનિસબર્ગમાં ‘સર્વોદય’ના વિચારોએ વધારે ફેરફાર કરાવ્યા.
બારિસ્ટરના ઘરમાં જેટલી સાદાઈ રાખી શકાય તેટલી તો દાખલ કરી જ. છતાં કેટલાંક રાચરચીલાં વિના ચલાવવું મુશ્કેલ હતું. ખરી સાદાઈ તો મનની વધી. દરેક કામ પોતાને હાથે કરવાનો શોખ વધ્યો, ને તેમાં બાળકોને પણ પ...
હું છું ગાંધી: ૯૫ ‘જેને રામ રાખે’
હવે તુરતમાં દેશ જવાની અથવા તો ત્યાં જઈને સ્થિર થવાની આશા મેં છોડી હતી. હું તો પત્નીને એક વર્ષની ધીરજ દઈને દક્ષિણ આફ્રિકા પાછો આવ્યો હતો. વર્ષ તો વીત્યું ને મારું પાછું ફરવાનું દૂર થયું. તેથી છોકરાંને બોલાવવાનો નિશ્ચય કર્યો.
છોકરાં આવ્યાં. તેમાં મારો ત્રીજો દીકરો રામદાસ પણ હતો. તે રસ્તે સ્ટીમરના નાખુદાની સાથે ખૂબ હળી ગયો હતો, ને તેની સાથે રમતાં ત...
હું છું ગાંધી: ૯૪ પોલાકે ઝંપલાવ્યું
ફિનિક્સ જેવી સંસ્થા સ્થાપ્યા પછી હું પોતે તેમાં થોડો જ સમય વસી શક્યો એ મને હમેશાં દુઃખની વાત રહી છે. એની સ્થાપના વખતે મારી કલ્પના એ એ હતી કે હું પણ ત્યાં જ વસીશ, મારી આજીવિકા તેમાંથી મેળવીશ, ધીમે ધીમે વકીલાત છોડીશ, ફિનિક્સમાં પડયો જે સેવા થઈ શકશે તે કરીશ ને ફિનિક્સની સફળતા એ જ સેવા ગણીશ. પણ આ વિચારોનો ધારેલો અમલ તો ન જ થયો. એવું મારા અનુભવમાં મેં ઘ...
હું છું ગાંધી: ૯૩ પહેલી રાત
ફિનિક્સમાં પહેલો અંક કાઢવો સહેલું ન નીવડયું. બે સાવચેતી મને ન સૂઝી હોત તો એક એક અઠવાડિયું બંધ રહેત અથવા મોડો નીકળત. આ સંસ્થામાં એન્જિનથી ચાલનારા સંસ્થા વસાવવાની મારી દાનત ઓછી જ હતી. જ્યાં ખેતી પણ હાથ વડે કરવાની હતી ત્યાં છાપું પણ હાથે જ ચલાવી શકાય એવાં યંત્રોથી ચાલે તો સારું એમ મનમાં હતું. પણ તે ન બને એવું આ વેળા લાગેલું, તેથી ત્યાં ઑઇલ-એન્જિન લઈ ગ...
હું છું ગાંધી: ૯૨ ફિનિક્સની સ્થાપના
સવારે પ્રથમ તો મેં વેસ્ટની સાથે વાત કરી. ‘સર્વોદય’ની મારા ઉપર થયેલી અસર મેં તેમને કહી સંભળાવી, ને સૂચવ્યું કે ‘ઇન્ડિયન ઓપીનિયન’ને એક ખેતર ઉપર લઈ જવું. ત્યાં સહુ એકસરખો ખાધાખરચ પૂરતો ઉપાડ કરે, સહુ પોતાની ખેતી કરે, અને બચતા વખતમાં ‘ઇન્ડિયન ઓપીનિયન’નું કામ કરે. વેસ્ટે એ સૂચનાનો સ્વીકાર કર્યો. દરેકનું ખાધાખરચ ઓછામાં ઓછું ત્રણ પાઉન્ડ થાય એવી ગણતરી કરી. ...
હું છું ગાંધી: ૯૧ એક પુસ્તકની જાદુઈ અસર
આ મરકીએ ગરીબ હિંદીઓ ઉપરનો મારો કાબૂ, મારો ધંધો ને મારી જવાબદારી વધાર્યા. વળી યુરોપિયનોમાં મારી વધતી જતી કેટલીક ઓળખાણો પણ એવી નિકટ થતી ગઈ કે તેથીયે મારી નૈતિક જવાબદારી વધવા માંડી.
જેમ વેસ્ટની ઓળખાણ મને નિરામિષાહારી ભોજનગૃહમાં થઈ તેમ પોલાકને વિશે બન્યું. એક દિવેસે હું જે ટેબલે બેઠો હતો ત્યાંથી દૂરના ટેબલે એક નવજુવાન જમતા હતા. તેમણે મને મળવાની ઇચ્છ...
હું છું ગાંધી: ૯૦ લોકેશનની હોળી
જોકે દરદીઓની સારવારમાંથી મારા સાથીઓ અને હું મુક્ત થયા તોપણ મરકીમાંથી ઉત્પન્ન થયેલાં બીજાં કામો તો માથે ઊભાં જ હતાં.
લોકેશનની સ્થિતિ વિશે મ્યુનિસિપાલિટી ભલે બેદરકાર હોય, પણ ગોરા શહેરીઓના આરોગ્યને વિશે તો તેની ચોવીસે કલાક જાગ્રત હતી. તેમનું આરોગ્ય જાળવવા સારુ ખર્ચ કરવામાં તેમણે કચાશ નહોતી રાખી, અને આ પ્રસંગે મરકીને આગળ વધતી અટકાવવા સારુ તો તેણે પા...
હું છું ગાંધી: ૮૮ ‘કુલી લોકેશન’ એટલે ઢેડવાડો?
હિંદુસ્તાનમાં આપણી મોટામાં મોટી સમાજસેવા કરનારા ઢેડ, ભંગી ઇત્યાદિ જેને અસ્પૃશ્ય ગણીએ છીએ તેને ગામ બહાર નોખા રાખીએ છીએ, ગુજરાતીમાં તેમના વાસને ઢેડવાડો કહીએ છીએ, ને તે નામ લેતાં સુંગાઈએ છીએ. આ જ પ્રમાણે ખ્રિસ્તી યુરોપમાં એક જમાનામાં યહૂદીઓ અસ્પૃશ્ય ગણતા ને તેમને સારુ જે ઢેડવાડો વસાવવામાં આવતો તેનું નામ ‘ઘેટો’ કહેવાતું. તે અપશુકનિયું નામ ગણાતું. આ જ પ...
હું છું ગાંધી: ૮૭ ‘ઇન્ડિયન ઓપીનિયન’
હજુ બીજા યુરોપિયન ગાઢ પરિચયો આપવાના રહે છે, પણ તે પહેલાં બેત્રણ અગત્યની નોંધ લેવાની આવશ્યકતા છે.
એક પરિચય હમણાં આપી દઉં. મિસ ડિકને દાખલ કર્યેથી જ મારું કામ હું પૂરુ કરી શકું તેમ નહોતું. મિ. રીચને વિશે હું અગાઉ લખી ચૂક્યો છું. તેમની સાથે તો મને સારો પરિચય હતો જ. તે વેપારી પેઢીમાં સંચાલક હતા. ત્યાંથી છૂટી મારી નીચે આર્ટિકલ લેવાની મેં સૂચના કરી. તે...
હું છું ગાંધી: ૮૬ અંગ્રેજી પરિચયો
જોહાનિસબર્ગમાં મારી પાસે એક વેળા ચાર હિંદી મહેતા થઈ ગયા હતા. તેમને મહેતા ગણવા કે દીકરા એ નથી કહી શકતો. એટલેથી મારું કામ ન સર્યું. ટાઇપિંગ વિના તો ન જ ચાલે. ટાઇપિંગનું કંઈક જ્ઞાન હતું તે માત્ર મને જ. આ ચાર જુવાનોમાંના બેને ટાઇપિંગ શીખવ્યું, પણ અંગ્રેજી જ્ઞાન કાચું હોવાને લીધે તેમનું ટાઇપિંગ કદી સારું ન થઈ શક્યું. વળી આમાંથી જ મારે હિસાબ રાખનાર પણ તૈ...
હું છું ગાંધી: ૮૫ અંગ્રેજોના ગાઢ પરિચયો
આ પ્રકરણમાં લખતાં એવો પ્રસંગ આવ્યો છે કે સત્યના પ્રયોગોની આ કથા કેવી રીતે લખાઈ રહી છે તે મારે વાંચનારને જણાવવું જોઈએ.
જ્યારે કથા લખવાનો આરંભ કર્યો ત્યારે મારી પાસે કશી યોજના તૈયાર નહોતી. મારી પાસે કંઈ પુસ્તકો, રોજનીશી કે બીજાં કાગળિયાં રાખીને હું આ પ્રકરણો નથી લખતો, લખવાને દિવસે જેમ મને અંતર્યામી દોરે છે તેમ લખું છું એમ કહી શકાય. જે ક્રિયા મારામ...
હું છું ગાંધી: ૮૪ એક પુણ્યસ્મરણ ને પ્રાયશ્ચિત્ત
મારા જીવનમાં એવા બનાવો બન્યા જ કર્યા છે કે જે વડે હું અનેક ધર્મીઓના અને અનેક જાતિઓના ગાઢ પરિચયમાં આવી શક્યો છું. એ બધાઓના અનુભવો પરથી એમ કહી શકાય કે મેં સગાં અને પરાયાં, દેશી અને પરદેશી, ગોરા અને કાળા, હિંદુ અને મુસલમાન અથવા ખ્રિસ્તી, પારસી કે યહૂદી વચ્ચે ભેદ નથી જાણ્યો. મારું હૃદય એવા ભેદને ઓળખી જ નથી શક્યું એમ કહી શકું છું. આ વસ્તુને મારે વિશે હુ...
હું છું ગાંધી: ૮૩ બળિયા સાથે બાથ
હવે એશિયાઈ અમલદારો તરફ નજર કરીએ.
એશિયાઈ અમલદારોનું મોટામાં મોટું થાણું જોહાનિસબર્ગમાં હતું. એ થાણામાં હિંદી, ચીના વગેરેનું રક્ષણ નહીં પણ ભક્ષણ થતું હતું એમ હું જોઈ રહ્યો હતો. મારી પાસે રોજ ફરિયાદો આવેઃ ‘હકદાર દાખલ થઈ નથી શકતા, ને બેહક સો સો પાઉન્ડ આપીને આવ્યે જાય છે. આનો ઇલાજ તમે ન કરો તો કોણ કરશે? મને પણ એવી જ લાગણી હતી. જો આ સડો ન નીકળે તો માર...
હું છું ગાંધી: ૮૨ એક સાવચેતી
પ્રવાહપતિત કથાના પ્રસંગને હજુ આવતા પ્રકરણ લગી મુલતવી રાખવો પડશે.
ગયા પ્રકરણમાં માટીના પ્રયોગોને અંગે હું જે લખી ગયો તેના જેવો મારો ખોરાકનો પ્રયોગ પણ હતો, એટલે એ વિશે આ સમયે થોડું લખી નાખવું ઉચિત સમજું છું. બીજું કેટલુંક પ્રસંગોપાત્ત હવે પછી આવશે.
ખોરાકના મારા પ્રયોગો અને તેને વિશેના વિચારોનો વિસ્તાર આ પ્રકરણોમાં નહીં કરાય. એ વિશે મેં ‘આરોગ્ય ...
હું છું ગાંધી: ૮૧ માટી અને પાણીના પ્રયોગ
મારા જીવનની સાદાઈ વધતી ગઈ તેમ તેમ રોગોને સારુ દવા લેવાનો અણગમો જે મૂળથી હતો તે વધતો ગયો. જ્યારે હું ડરબનમાં વકીલાત કરતો ત્યારે દાક્તર પ્રાણજીવનદાસ મહેતા મને તેડવા આવેલા. તે વેળા મને નબળાઈ રહેતી અને સોજા પણ કોઈ કોઈ વાર રહેતા. તેને સારુ તેમને દવા કરી હતી અને તેથી મને આરામ થયેલો. આ પછી દેશમાં પાછો આવ્યો ત્યાં લગી મને નોંધ લેવા યોગ્ય વ્યાધિ થવાનું સ્મર...