Tag: Mahatma Gandhi
જયેશ ઈશ્વર પટેલે ગાંધીજીના 12 મકાનો ગેરકાયદે પચાવી પાડ્યા
ઈશ્વર પટેલના કાળા કરતૂત 23 નવેમ્બર 1966થી બહાર આવવા લાગ્યા હતા. ગાંધીજીના અંતિમ અનુયાયી પરીક્ષિતલાલ મજમુદારનું અવસાન થતાં સમગ્ર ગુજરાતમાંથી પરીક્ષિતલાલ સ્મારક નિધિ એકઠો કરવાનું નક્કી કર્યું હતું. ફાળામાં હજારો રૂપિયાના ગોલમાલ થઈ હતી. તે સમયના સંચાલક ડાહ્યાભાઈ નાયકે જાહેર કર્યું હતું કે, દાનની પાવતીનો હિસાબ આવી ગયો છે પણ સુંદરલાલ સોલંકી અને દલપત શ્ર...
હું છું ગાંધી: ૨૬ રાયચંદભાઈ
છેલ્લા પ્રકરણમાં મેં લખ્યું કે મુંબઈના બારામાં દરિયો તીખો હતો. જૂન-જુલાઈમાં હિંદી મહાસાગરને વિશે એ નવાઈની વાત ન ગણાય. દરિયો એડનથી જ તેવો હતો. સહુ માંદા હતાં, એકલો હું મજા કરતો હતો. તોફાન જોવા ડેક ઉપર રહેતો. ભીંજાતો પણ ખરો. સવારના ખાણા વખતે ઉતારુઓમાં અમે એકબે જ હોઈએ. અમારે ઓટની ઘેંસ રકાબી ખોળામાં મૂકીને ખાવી પડતી, નહીં તો ઘેંસ જ ખોળામાં પડે એવી સ્થિ...
ગાંધીજીના પ્યારા ત્રણ વાંદરા હ્રદય કૂંજમાંથી ચોરાયા
ગાંધીજીને સૌથી વધારે ત્રણ વાંદરાનું રમકડું પ્યારું હતી.
ત્રણે નામો જાપાનીઝ ભાષામાં છે.
પહેલો વાંદરો, કીકાઝારુ (Kikazaru)ના બંને હાથોથી બંને કાનો ઢંકાયેલા હોય છે – ખરાબ સાંભળવું નહીં.
બીજો વાંદરો, મીઝારૂ (Mizaru)ના બંને હાથોથી બંને આંખો ઢંકાયેલી હોય છે – ખરાબ જોવું નહીં.
ત્રીજો વાંદરો, ઈવાઝારુ (Iwazaru)ના બંને હાથોથી મોં ઢંકાયેલુ હોય છે ...
હું છું ગાંધી: ૨૫. મારી મૂંઝવણ
બારિસ્ટર કહેવાવું સહેલું લાગ્યું, પણ બારિસ્ટરું કરવું અઘરું જણાયું. કાયદાઓ વાંચ્યા પણ વકીલાત કરવાનું ન શીખ્યો. કાયદામાં મેં કેટલાક ધર્મસિદ્ધાંતો વાંચ્યા તે ગમ્યા. પણ તેમનો ધંધામાં કેમ ઉપયોગ કરી શકાશે એ સમજ ન પડી. ‘તમારુ જે હોય તે એવી રીતે વાપરો કે જેથી બીજાની મિલકતને નુકસાન ન પહોંચે.’ આ તો ધર્મવચન છે. પણ તેનો, વકીલાતનો ધંધો કરતા અસીલના કેસમાં કેમ ઉ...
હ્રદય કૂંજમાં મૂકેલો ગાંધીનો રેંટિયો બનાવટી છે ?
ગાંધીજીએ સુતરના તાંતણા રેટીયા પર કાંતિને ભારતની આઝાદી અપાવી સ્વનિર્ભર બનાવવાનું આંદોલન શરૂ કર્યું હતું તે રેંટિયો સાબરમતી આશ્રમના હ્રદય કૂંજમાં મૂકવામાં આવ્યો છે તે અસલી હોવાનો કોઈ પુરાવો આશ્રમ પાસે નથી. તે ક્યાંથી આવ્યો છે તેની કોઈ નોંધ પણ આશ્રમ પાસે નથી. કારણ કે 1930થી 1950 સુધીમાં તો આશ્રમ ખાલી થઈ ગયો હતો. ગાંધીજીની કોઈ ખાસ ચીજ ન હતી. જે હતી તે ...
હું છું ગાંધી: ૨૪. બારિસ્ટર તો થયા – પણ પછી?
જે કામ – બારિસ્ટર થવા – ને સારું હું વિલાયત ગયો હતો તેનું મેં શું કર્યું એનું વર્ણન મેં આટલે લગી મુલતવી રાખ્યું છે. હવે તેને વિશે કંઈક લખવાનો સમય આવ્યો છે.
બારિસ્ટર થવા સારું બે વસ્તુની જરૂર હતી. એક તો ‘ટર્મ ભરવી’ એટલે સત્ર સાચવવાં. વર્ષમાં ચાર સત્ર હોય. તેવાં બાર સાચવવાં. બીજી વસ્તુ કાયદાની પરીક્ષા આપવી. સત્ર સાચવવાં એનો અર્થ ‘ખાણાં ખાવાં’;...
ગાંધીજીની લાકડી અને પાદુકા નકલી
ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની અમદાવાદમાં સ્થાપના કરી તેનો ઉદ્દેશ જગતહિતની અવિરોધ એવી દેશસેવા કરવાની કેળવણી લેવી ને એવી દેશસેવા કરવાનો સતત પ્રયત્ન કરવો એ આશ્રમનો ઉદ્દેશ છે એવું ગાંધીજીએ લખ્યું છે. તેના 12 નિયમો જાહેર કર્યા હતા. જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, સ્વદેશી, અભય, અસ્પૃશ્યતા, વર્ણાશ્રમ, સહિષ્ણુતા નિયમો હતો.
જેમાં અ...
હું છું ગાંધી: ૨૩. મહાપ્રદર્શન
સન ૧૮૯૦માં પારીસમાં મહાપ્રદર્શન ભરાયું હતું. તેની તૈયારીઓ વિશે હું વાંચતો. પારીસ જોવાની તો તીવ્ર ઇચ્છા હતી જ. આ પ્રદર્શન જોવા જાઉં તો બેવડો લાભ થાય એમ વિચાર્યું. પ્રદર્શનમાં એફિલ ટાવર જોવાનું ખેંચાણ બહુ હતું. એ ટાવર કેવળ લોખંડનો છે. એક હજાર ફૂટ ઊંચો છે. એક હજાર ફૂટ ઊંચું મકાન ઊભું જ ન રહી શકે એવી તે પહેલાં કલ્પના હતી. બીજું તો પ્રદર્શનમાં ઘણુંયે હત...
ગાંધીઆશ્રમ વગર જ અમદાવાદને હેરીટેજ જાહેર કરાયું અને હવે ગાંધીજી કેમ ય...
ગાર્ગી રાવલ
અમદાવાદ, તા.23
ગાંધી આશ્રમ એ યુનેસ્કો હેરિટેજ સાઇટ તરીકે વર્ગીકૃત થયેલ અમદાવાદનો ભાગ નથી. જ્યારે અમદાવાદ માટે હેરિટેજ ડોઝીયર તૈયાર કરવામાં આવ્યું ત્યારે ગાંધી આશ્રમને બાકાત રાખવામાં આવ્યો હતો. ગાંધી આશ્રમનો સમાવેશ કર્યા વગર હેરિટેજ સિટી તરીકે અમદાવાદની જાહેરાત કરવામાં આવી હતી. આશ્રમને 100 વર્ષ પૂરા થયા છતાં તેને સ્મારક તરીકે હ...
હું છું ગાંધી: ૨૦. ધાર્મિક પરિચયો
૨૪ ઓક્ટોમ્બર
વિલાયતમાં રહેતાં વર્ષેક થયું હશે તેવામાં બે થિયૉસૉફિસ્ટ મિત્રોની ઓળખાણ થઈ.બન્ને સગા ભાઈ હતા ને અવિવાહિત હતા. તેઓએ મારી પાસે ગીતાજીની વાત કરી. તેઓ એડવિન આર્નલ્ડનો ગીતાજીનો અનુવાદ વાંચતા હતા, પણ મને તેઓએ તે તેમની સાથે સંસ્કૃતમાં વાંચવા નોતર્યો. હું શરમાયો, કેમ કે મેં તો ગીતા સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં વાંચી જ નહોતી! મારે તેમને કહેવું પડયુ...
ગાંધીજીએ યુદ્ધમાં ભાગ લીધો ત્યારે અપાયેલા મેડલોની ચોરી થઈ
ગાંધીજીના નિવાસસ્થાન હ્રદય કૂંજમાંથી બે સુવર્ણચંદ્રક ગુમ થઈ ગયા હતા. આ સુવર્ણ ચંદ્રકો ગાંધીજીએ 1899માં દક્ષિણ આફ્રિકાના બોઅર યુદ્ધ વખતે અને 1906માં ઝુલુ પ્રજાના યુદ્ધ વખતે શાંતિ માટે ભાગ લીધો હતો તે માટે દક્ષિણ આફ્રિકાની બ્રિટિશ સરકારે ગાંધીજીને આપ્યા હતા. ચંદ્રકો ગાંધીજી માટે કોઈ મહત્વ ધરાવતાં ન હતા. પણ તે ચંદ્રક ઐતિહાસિક રીતે અમૂલ્ય હતા. તે હવે એ...
હું છું ગાંધી: ૨૨. નારાયણ હેમચંદ્ર
આ જ અરસામાં સ્વ. નારાયણ હેમચંદ્ર વિલાયતમાં આવ્યા હતા. લેખક તરીકે તેમનું નામ મેં સાંભળ્યું હતું. તેમને હું નૅશનલ ઇન્ડિયન ઍસોસિયેશનવાળાં મિસ મૅનિંગને ત્યાં મળ્યો. મિસ મૅનિંગ જાણતાં હતાં કે મને બધાની સાથે ભળતાં નહોતું આવડતું. હું તેમને ત્યાં જતો ત્યારે મૂંગે મોઢે બેઠો રહેતો; કોઈ બોલાવે તો જ બોલું.
તેમણે નારાયણ હેમચંદ્રની ઓળખાણ કરાવી.
નારાયણ હેમ...
વિનોબા અને મીરા કુટીર તોડી પાડી, આજે નકલી કુટીરને અસલી બતાવાય છે
જવાહરલાલ નહેરુએ સ્મારક સંગ્રહાલયને 10 મે 1963ને રોજ ખુલ્લું મૂકતાં કહ્યું હતું કે, "હું વિચારુ છું કે, મને આ જુના સ્થળે તમે આમંત્રણ આપ્યું છે, આ સ્થળ યાદોથી ભરેલું છે. એ સારું થયું કે તમે અહીં એક મ્યુઝિયમ બાંધ્યું છે - એક સુંદર મ્યુઝિયમ....”
દેશના પહેલાં વડાપ્રધાન અને આઝાદી સમયના ગાંધીજીના સાથીદાર જવાહર લાલ નહેરુએ મ્યુઝિયમ ખૂલ્લું મૂક્યું તેના 7...
હું છું ગાંધી: ૨૧. નિર્બલ કે બલ રામ
ધર્મશાસ્ત્રનું ને દુનિયાના ધર્મોનું કંઈક ભાન તો થયું, પણ તેવું જ્ઞાન મનુષ્યને બચાવવા સારું પૂરતું નથી નીવડતું. આપત્તિ વેળા જે વસ્તુ મનુષ્યને બચાવે છે તેનું તેને તે વેળા નથી ભાન હોતું. નથી જ્ઞાન હોતું. નાસ્તિક જ્યારે બચે છે ત્યારે કહે છે કે પોતે અકસ્માતથી બચી ગયો. આસ્તિક એવે પ્રસંગે કહેશે કે મને ઈશ્વરે બચાવ્યો. ધર્મોના અભ્યાસથી, સંયમથી ઈશ્વર તેના હૃ...
ગાંધીજીનો વારસો સાચવતા ટ્રસ્ટની રચના સરદાર પટેલે કરીને ફંડ એકઠું કર્યુ...
30 જાન્યુઆરી 1948માં મહાત્મા ગાંધીનું અવસાન થતાં સાબરમતી આશ્રમનું એક નવું જ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. ગાંધીજીની મિલકતોની સારી રીતે જાળવણી થાય અને તેમાં વધારો થાય તે માટે આ ટ્રસ્ટની રચના કરવા માટે સરદાર પટેલે શરૂઆત કરી હતી. આ ટ્રસ્ટનું નામ રાખવામાં આવ્યું હતું , સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટ. જેના ટ્રસ્ટી તરીકે જી. વી. માવલંકર, ...