Monday, December 23, 2024

Tag: Mahesana

મહેસાણામાં જમીન રીસરવે માં સુધારા માટે બે વર્ષથી ધક્કા ખાતા વૃદ્ધ કચે...

મહેસાણા, તા.08  મહેસાણા જિલ્લામાં જમીન રીસર્વેમાં થયેલા ધાંધિયામાં અરજી કર્યાના લાંબા સમય સુધી સુધારો ન અટવાયેલા ખેડૂતો દૂર દૂરથી મહેસાણાની ડીઆઇએલઆર કચેરીએ આંટાફેરા લગાવતા હોય છે અને ક્યાં તબક્કે સુધારો પહોચ્યો તેની પૃચ્છા જાણવા સંબધિત અધીકારી ન મળે ત્યારે ફાંફે ચઢતા હોય છે.આવી સ્થિતિ ગુરુવારે બહુમાળી ભવનના બ્લોક 4માં ત્રીજા માળે આવેલ ડીઆઇએલઆર ક...

પાલોદર બાયપાસ માટે સંપાદિત જમીનનું રૂ. ૨૫ કરોડ વળતર ચૂકવતાં જપ્તી વોરં...

મહેસાણા, તા.૦૭ મહેસાણા તાલુકાના પાલોદર ગામના ખેડૂતોની બાયપાસ માટે સંપાદિત જમીનનું રૂ.25 કરોડનું વળતર નહીં ચૂકવનાર માર્ગ મકાન વિભાગની કચેરી વિરુદ્ધ કોર્ટે કાઢેલું વોરંટ બજાવવા ગયેલા 12 ખેડૂતોના શાબ્દીક રોષ વચ્ચે મુખ્ય કાર્યપાલક ઇજનેરે વળતર ચૂકવવા એક મહિનાનો સમય માગ્યો હતો. પાલોદર ગામની સીમમાંથી નીકળેલા બાયપાસ માટે 50 ખેડૂતોની વર્ષ 2010માં જમીન સ...

મહેસાણામાં સરકાર રચિત ટીપી કમિટીની બેઠક સામે હાઇકોર્ટનો સ્ટે

મહેસાણા, તા.૦૫ કોંગ્રેસ શાસિત મહેસાણા નગર પાલિકામાં આઠ મહિનાથી ટીપી કમિટીની બેઠક નહીં મળતાં સરકારે ભાજપના 6 કોર્પોરેટર અને ત્રણ અધિકારી મળી 9 સભ્યોની કમિટી રચી દીધી હતી અને મંગળવારે આ કમિટીની પ્રથમ બેઠક બોલાવાઇ હતી. જોકે, તેની સામે કોંગી સદસ્ય જયદિપસિંહ ડાભીએ હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરતાં મંગળવારે મળવારી ટીપી બેઠક સામે સ્ટે આપી આગામી તા.13મીએ વધુ ...

લણવા નજીક વાહનના કાગળો માગતાં પીએસઆઈને કચડી નાખવાનો પ્રયાસ કર્યો

પાટણ, તા.૦૫ ચાણસ્મા-મહેસાણા હાઈવે પર લણવા નજીક પીએસઆઈ આર.વી. પટેલ તેમની ટીમ સાથે રવિવારે વહેલી પરોઢે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે પસાર થઇ રહેલી ડાલાના ચાલક પાસે કાગળો માગતાં ચાલકે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીએસઆઈ ખસી જતાં સાઈડની ટક્કર વાગતાં હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હતી. ટક્કર મારી ચાલક સહિત શખ્સો મહેસાણા તરફ ભાગી છૂટ્યા હતા. પો...

માવઠાથી ખેડૂતોના હાથનો કોળિયો ઝૂંટવાયો

મહેસાણા, તા.૦૩ મહેસાણા જિલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ઊંઝામાં 16 મીમી, જ્યારે વિસનગરમાં 9 મીમી વસ્યો હતો. તો સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં સતલાસણામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. વડનગરમાં પણ બપોરે વરસાદી ઝાપટું વરસ્યું હતું. જોકે થોડાક સમય વરસાદ પડ્યા બાદ બંધ થઇ ગયો હતો. જ્યારે વડનગરમાં પણ 1...

ધરોઈ ડેમ લાભપાંચમના દિવસે જ 100 ટકા ભરાયો

મહેસાણા, તા.૦૨ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ શુક્રવારે લાભ પાંચમના દિવસે જ તેની પૂર્ણક્ષમતાએ એટલે કે 622.01 ફૂટે છલોછલ ભરાયો છે. 2017 પછી આ વર્ષે ડેમ પૂરેપૂરો ભરાયો છે. ડેમના ઉપરવાસમાં નવરાત્રિના ગાળામાં થયેલા વરસાદના કારણે પાણીની સતત આવક ચાલુ રહેતાં ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો હોવાનું ધરોઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આવું છેલ્લા 15 વર્...

યાર્ડ ધમધમ્યા : જીરુંમાં લાભપાંચમ, ઊંઝામાં રૂ.3305નો ભાવ પડ્યો

ઊંઝા, તા.૦૨  શુક્રવારે લાભ પાંચમના શુભમુહૂર્તમાં જિલ્લાના મહેસાણા, ઊંઝા, વિસનગર, વિજાપુર, કડી, ઉનાવા સહિતના માર્કેટયાર્ડોના વેપારીઓએ શ્રી સવા સાથે વેપાર-ધંધાના શ્રી ગણેશ કર્યા હતા. ઊંઝા અને ઉનાવા માર્કેટયાર્ડમાં ખુલતા બજારે ખેડૂતોના ધસારા અને નવીન સોદાના પ્રારંભ સાથે યાર્ડ ફરી ધમધમતાં બન્યા છે. ખુલતા માર્કેટે ઊંઝામાં જીરુંના ભાવ રૂ.2600થી રૂ.330...

જીપમાંથી ઊતરતા જ ઓએનજીસીની ગેસ લાઇનમાં વિસ્ફોટ; ડ્રાઇવર- સફાઇકર્મી, ખે...

મહેસાણા, તા.01  મહેસાણા તાલુકાના મીઠા ગામની સીમમાં ખેતરમાંથી પસાર થતી ઓએનજીસીની પાઇપ લાઇનમાંથી બે દિવસથી થતું લીકેજ જોવા બુધવારે રાત્રે જીપ લઇને ગયેલા ખેડૂત, ઓએનજીસીનો સફાઇ કામદાર અને ડ્રાઇવર જીપમાંથી નીચે ઉતર્યા ત્યાં જ ધડાકા સાથે જીપ અને ખેતરમાં આગ ભડકી ઊઠી હતી. આથી ત્રણેય જીવ બચાવવા નેળિયામાંથી સળગતી હાલતમાં 300 મીટર સુધી દોડ્યા હતા. જેમાં ગં...

દિવાળીના તહેવારોમાં શક્તિપીઠ બહુચરાજીમાં મા બહુચરના દર્શનાર્થે ભક્તોની...

મહેસાણા, તા.૩૧ શક્તિપીઠ બહુચરાજીમાં દિવાળીના તહેવારોમાં માતાજીના દર્શનને લઇને વહેલી સવારથી જ ભકતોની લાંબી કતારો લાગી છે. ‘બોલ મારી બહુચર, જય જય બહુચર’ના જયઘોષથી મંદિર પરિસર સતત ગૂંજતું રહે છે. દિવાળીથી કારતક સુદ ત્રીજ સુધીમાં અંદાજે ચાર લાખથી પણ વધુ માઇભક્તોએ મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રિકોને દર્શનમાં તકલીફ ના પડે તે માટે દર્શના...

શંખલપુરમાં 11 લાખના ખર્ચે 51 ફૂટ ઊંચી પક્ષી કોલોની અને લેક વ્યૂ વિથ સિ...

મહેસાણા, તા.૩૧ જિલ્લાના મોડેલ વિલેજ શંખલપુરમાં સુવિધાના વધુ બે સોપાનોનો ઉમેરો થયો છે. ગ્રામ પંચાયત દ્વારા લોક ભાગીદારીથી 51 ફૂટ ઊંચું ભવ્ય પક્ષીઘર તેમજ લેક વ્યૂ વિથ સિનિયર સિટીઝન પાર્કનું નિર્માણ કરાયું છે. શંખલપુર ગામ તળાવના કિનારે રૂપિયા 6 લાખના ખર્ચે 51 ફૂટ ઉંચી અને 912 ખાના ધરાવતી પક્ષીકોલોનીનું નિર્માણ ગામના દાતા અલ્પેશકુમાર ભગવાનભાઇ પટે...

ઉત્તર ગુજરાતમાં લોકોએ ઉમંગ, ઉત્સાહથી દિવાળી પર્વને વધાવ્યુ વેપારીઓએ ચો...

મહેસાણા, તા.૨૭ આસ્થા, ઉમંગ અને ઉત્સાહથી દોડધામભર્યા જીવનમાં નવા ઉત્સાહનો સંચાર કરતું પાવન પર્વ દિવાળી રવિવારે જિલ્લાવાસીઓ મનભરીને મનાવ્યો હતો. ફટાકડા તેમજ મિઠાઇ દ્વારા દિવાળીની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી હતો. દિવાળી પૂર્વે શનિવારે મહેસાણા, વિસનગર, કડી, વિજાપુર, ઊંઝા, વડનગર, ખેરાલુ, બહુચરાજી, સતલાસણા સહિતના નગરોમાં જોરદાર ...

મહેસાણા સ્ટેશને ટ્રેનો મોડી પડતાં મુસાફરોમાં કચવાટ સાથે હંગામો મચાવ્યો...

કલોલ, તા.૨૬ કલોલથી ખોડિયાર સાબરમતી ટ્રેક પર ડબલ લાઇનનું કામ ચાલતું હોઇ 5 ટ્રેનો બંધ કરાઇ છે, જ્યારે અન્ય ટ્રેનો મોડી આવતી હોઇ મુસાફરોની હાલત દયનીય બની છે. ગુરુવારે રાત્રે બરેલી- ભુજ ટ્રેન અઢી કલાક મોડી આવતાં મુસાફરોએ હંગામો મચાવ્યો હતો. નોંધનીય છે કે, નેટ પર પણ ટ્રેનો સંબંધે કોઇ માહિતી મુકાતી ન હોવાના કારણે મુસાફરો અટવાયા હતા. ટ્રેક સમારકામને...

મહેસાણા પાલિકા કોંગ્રેસની, ટીપી કમિટી ભાજપ સરકારની

મહેસાણા, તા.૨૬ કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં કોંગી કોર્પોરેટરોના આંતરિક વિખવાદોના કારણે મુદત પૂરી થયાના ત્રણ મહિના પછી પણ સૌથી મહત્વની ટાઉન પ્લાનિંગ (ટીપી) કમિટીની રચના નહીં કરી શકતાં વિપક્ષ ભાજપે સરકારી રાહે ટીપી કમિટીની રચનાનો ખેલ પાડી દીધો છે. પાલિકામાં હાલ ભલે કોંગ્રેસનું શાસન હોય પણ રાજ્યના શહેરી વિકાસ વિભાગે નીમેલી આ કમિટીના તમામ 6 સ...

રાજપુર પાટિયા પાસે જુગારધામમાંથી નિવૃત્ત જમાદાર, પોલીસકર્મી સહીત 13 જુ...

મહેસાણા, તા.૨૫ ગાંધીનગર મોનીટરીગ સેલે બાતમીના આધારે કડીના રાજપુર પાટીયા સામે ભમરીયાપુરા રેઇનબો પેર મીલની પાછળ આવેલા વીનુજી ઠાકોરના ખેતરમાં ચાલતા જુગારધામ પર રેડ કરી રોકડ રૂ. 48470 સાથે 13 જુગારી ઝડપ્યા હતા. પોલીસ રેડમા નિવૃત જમાદાર અને પોલીસકર્મી પણ હાથમા આવી જતા સમગ્ર જુગારનો મામલો પોલીસ બેડામા ચર્ચાસ્પદ બન્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસ...

18 વર્ષથી ખેરાલુ બેઠક ભાજપ પાસે, સતત પાંચમી જીત, મતની ટકાવારી બે વર્ષમ...

મહેસાણા, તા.૨૫ ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરની 29,091 મતની જંગી લીડથી વિજય થયો હતો. મત ગણતરીના તમામ 20 રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું હોઇ રસાકસીના માહોલ વગર ભાજપની એકતરફી જીત થઇ હતી. ચાર ઉમેદવારોમાંથી એનસીપી અને અપક્ષના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઇ હતી. બપોરે 12 વાગ્યાના અરસામાં પરિણામ આવી જતાં ભાજપના સમર્થકો, કાર્યકરોએ બાસણ...