Tuesday, July 29, 2025

Tag: Mahesana

મહેસાણાથી રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકી ઝડપાઇ, મોસ્ટ વોન્ટેડ પીંકીન...

મહેસાણા, તા.૨૫ ગાંધીનગર એલસીબીએ રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકીને ઝડપી હાથ ધરેલી પૂછપરછમાં મહેસાણાના 4 તેમજ પાટણ અને બનાસકાંઠાના 4 ગુનાની કબૂલાત કરી છે. જેને પગલે બી ડિવિજન પોલીસે મોસ્ટ વોન્ટેડ પીંકીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી કરી હતી. રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકીના તારીક ઉર્ફે દિલ્લી આરીફભાઈ અંસારી (કડી), અબ્...

સાબરડેરી દ્વારા દૂધના કિલોફેટના ભાવમાં રૂ.10નો વધારો કરાતાં પશુપાલકોમા...

હિંમતનગર, તા.૨૪ માર્ચ-2019 થી ઓક્ટો-2019 દરમિયાન નિયમિત અંતરાલે કિલોફેટના ભાવમાં સતત વધારાને પગલે પશુપાલકોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે, સાથે સાથે નવી શંકાઓ સાથે વાર્ષિક ભાવ ફેરમાં અગામી વર્ષે ઘટાડો થવાની ભીતી પણ પેદા થઇ છે. સાબરડેરીએ તા. 25/10/19 થી અમલી રૂા.10 નો ભાવ વધારી પશુપાલકોને દિવાળી ગીફ્ટ આપી છે. સાબરડેરી દ્વારા અગામી 25 ઓક્ટોબરથ...

દારૂના ચેકિંગના નામે એસટી ડ્રાઇવર કંડક્ટરની જાહેરમાં આબરૂ લૂંટાય છે

મહેસાણા, તા.૨૪  મુસાફરોની સલામતીના ભાગરૂપે એસટી બસમાં ફરજ પર ચડતા દરેક ડ્રાઇવર અને કંડકટરનું દારૂનું સેવન તો નથી કર્યું ને? તેનું બ્રીથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ રાજ્યભરમાં હાથ ધરાયું છે. એસટી નિગમની સૂચનાના પગલે મહેસાણા વિભાગના તમામ 11 ડેપોમાં પણ આલ્કોહોલ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. જોકે, આ ટેસ્ટ જાહેરમાં કરાતો હોઇ કર્મચારીઓમાં કચવાટનો સૂર ઊઠ્યો છે. જ...

ઊંઝામાં ડેન્ગ્યુથી 5 વર્ષની બાળકીનું મોત થતાં તંત્ર દોડ્યું

મહેસાણા, તા.૨૪ ઊંઝાની 5 વર્ષની બાળકીનું બુધવારે સવારે ડેન્ગ્યુના કારણે મોત થતાં જિલ્લા આરોગ્ય વિભાગ દોડતો થઇ ગયો હતો. જિલ્લામાં ડેન્ગ્યુના કારણે મોતનો આ પ્રથમ કેસ છે. જ્યારે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી રાજસ્થાનની મહિલાનું પણ ડેન્ગ્યુથી મોત થયું હતું. ઊંઝાની મહેતાફળીમાં રહેતા પરિવારની 5 વર્ષિય આરવી પાર્થકુમાર આચાર્યને તાવની ફરિ...

મહેસાણામાં સરકારીમાં 27 અને ખાનગી દવાખાનાઓમાં 379 ડેન્ગ્યુના દર્દીઓ

મહેસાણા, તા.૨૩  મહેસાણામાં છેલ્લા 16 દિવસમાં 406 જણાને ડેન્ગ્યુનું નિદાન થયું છે. મતલબ રોજ 25 વ્યક્તિ ડેન્ગ્યુનો શિકાર બની રહ્યા છે. છેલ્લા 16 દિવસમાં સરકારી દવાખાનામાં 27, જ્યારે ખાનગી દવાખાનામાં 379 દર્દીઓ ડેન્ગ્યુની સારવાર લઇ ચૂક્યા છે. ગત વર્ષની તુલનામાં ચાલુ મહિનામાં ડેન્ગ્યુના કેસ વધ્યા છે. કહેવાય છે કે, જિલ્લામાં એકમાત્ર મહેસાણા સિવિલમાં ...

મહેસાણામાં બીજી યુવતીના પ્રેમમાં પડેલો પતિ પત્નીના દસ્તાવેજો લઇ ભાગ્યો...

મહેસાણા, તા.૨૩ મારો પતિ બીજીના પ્રેમમાં પાગલ છે અને હાથમાં રહેલા દસ્તાવેજ મૂકેલી થેલી લઇને ભાગ્યો હોવાનું કહી મહિલા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં રડી પડી હતી અને પતિને શોધી કાઢવા જીદ કરી હતી. પરંતુ બનાવ એ ડિવિજનની હદનો હોઇ મહિલાને અત્રેની કચેરીએ મોકલવામાં આવી હતી. મહેસાણાની મહિલાએ 5 વર્ષ અગાઉ સોની યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં અને બે વર્ષથ...

મહેસાણામાં બે ટેન્કરમાંથી 4 હજાર લિટર ઓઇલ કાઢી પાણી ભરી દીધું

મહેસાણા, તા.૨૨  રાજસ્થાનના જેસલમેરના વાઘેવાલા ગામથી ક્રુડ ઓઇલ ભરી સાંથલ સીટીએફ આવવા નીકળેલા 2 ટેન્કરોના ડ્રાઇવરોએ રસ્તામાં પાલી ખાતે બંને ટેન્કરોમાંથી કુલ 4 હજાર લિટર ક્રુડ ઓઇલ કાઢી રૂ.20 હજારમાં બારોબાર વેચી માર્યુ હતું. જોકે, સીલબંધ ટેન્કરનો વાલ્વ ખોલાયો ત્યારે તેમાંથી ઓઇલને બદલે પાણી નીકળતાં ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ઓએનજીસીએ સાંથલ પોલીસ સ્ટે...

વડનગરમાં 200 કરોડના ખર્ચે વિશ્વકક્ષાનું અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ માટે જમી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને ઐતિહાસિક નગરી વડનગરમાં હવે વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ બનવા જઇ રહ્યું છે. અંદાજે રૂ.200 કરોડના ખર્ચે 4 એકરમાં તૈયાર થનાર આ મ્યુઝિયમ જમીનથી 18 મીટર નીચે હશે. મ્યુઝિયમ ઉપરાંત પાર્કિંગ અને કાફેટોરિયમ પણ બનશે. મ્યુઝિયમમાં વડનગરના 2500 વર્ષના ઇતિહાસની ઝાંખી પ્રદર્શિત કરાશે. મ્યુઝિયમ માટે ઉત્તર-પૂર્વ ખૂણે શર્મિષ્ઠ...

બે સગી બહેનો પર દુષ્કર્મ આચરી અન્યને વેચનારને 10 વર્ષની કેદ

મહેસાણા, તા.૧૯ 3 વર્ષ અગાઉ વિજાપુર તાલુકાની એક જ પરિવારની બે સગીર બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ બેથી વધુ જગ્યાએ પૈસા લઇ વેચી મારનારા વિજાપુર તાલુકાના નવા સંઘપુરના જીતેન્દ્ર ઉર્ફે લાલાજી ઠાકોરને શુક્રવારે મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી હતી. ગત 2 જૂન, 2016ના મજૂરીએથી પરત ફરેલા શ્રમિકે ઘરે બે સગીર પુત્રીઓના જ...

મહેસાણા, વિસનગર અને કડીમાં 39 દુકાનોમાં ફૂડ વિભાગના દરોડા, 40 કિલો મિઠ...

મહેસાણા, તા.૧૭ દિવાળી આવતાં જ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઊંઘમાંથી જાગ્યું હોય તેમ બુધવારે મહેસાણા, કડી અને વિસનગર શહેરમાં રેડ કરી ફરસાણની 39 દુકાનોમાંથી 32 નમૂના લીધા હતા. જ્યારે 40 કિલો વાસી મિઠાઇનો નાશ કર્યો હતો. દિવાળીના તહેવાર સમયે અખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ સંબંધે ઉઠેલી ફરિયાદો વચ્ચે બુધવારે મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન વિભાગે મહેસાણા શહેરમાં...

દારૂના 900 અડ્ડાની યાદી ક્યાં છે, અલ્પેશ ઠાકોર ? રાધનપુરનો પ્રશ્ન

અલ્પેશ ઠાકોરે આપેલી મહેસાણાના દારૂના 900 અડ્ડાની યાદી યાદ કરતાં રાધનપુરના લોકો દારુ તો દૂર ન થયો પણ હવે દારુ પીવાનો બચાવ કરતાં ઠાકોર સેનાના નેતા મહેસાણા, તા.18 ગુજરાતને દારુના પ્રશ્ને બદનામ કરવામાં આવે છે. સરકારે કડક કાયદો મારા આંદોલનના કારણે બનાવ્યો છે. તેનો અમલ થયો છે. રાજસ્થાનમાં દારૂ બંધ કરવી જોઈએ. ગાંધીનું ગુજરાત. ગુજરાતની દારૂબંધીના કારણે ...

મહેસાણા અને વડનગરમાંથી 1035 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

મહેસાણા, તા.૧૪ મહેસાણા અને વડનગરમાં ઘીના બે વેપારી એકમોમાં રાત્રે નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાની રાહબરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં લૂઝ ઘી તેમજ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના ચાર સેમ્પલ મેળવીને ભેળસેળની શંકામાં કુલ રૂ. 84470ની મત્તાનો 1035 કિલો જથ્થો જપ્ત કર્યો હતો. ઘીના નામે તેલની બનાવટની વનસ્પતિ બજારમ...

સતત વરસાદથી પાક બગડતાં શાકભાજીના ભાવ 50 ટકા વધ્યા

હિંમતનગર, તા.૧૨ ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં સતત વરસાદના કારણે શાકભાજીનો પાક બગડી ગયો છે. જેને કારણે બજારમાં સ્થાનિક ખેડૂતો તરફથી શાકભાજીની આવક સાવ ઘટી ગઇ છે. બીજી બાજુ કચ્છ, અમદાવાદ, ડીસા તેમજ પરપ્રાંતમાંથી શાકભાજીનો જથ્થો આવતો હોવાથી ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચને લઇ શાકભાજીના ભાવ ઉંચકાઇ ગયા છે. એમાં કેટલાક શાકભાજીના ભાવમાં 40થી 50 ટકા સુધીનો ભાવ...

મહેસાણા-વડનગર વચ્ચે ત્રણ વર્ષ બાદ 15મીથી ટ્રેન દોડતી થશે

મહેસાણા, તા.૧૩ મહેસાણા-વડનગર રેલવે લાઇનનું મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરણ કરાયા બાદ આગામી 15મીને મંગળવારથી ટ્રેન સેવા ફરી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેકને બ્રોડગેજમાં ફેરવવા માટે 34 માસ અગાઉ મીટરગેજ લાઇન પર દોડતી બે ડબ્બાની પેસેન્જર ટ્રેન બંધ કરાઇ હતી. આ ટ્રેન હવે શરૂ થતાં વિસ્તારના લોકોને સસ્તા ભાડામાં ટ્રેનની સુવિધા મળી રહેશે. હાલ દિવસમા...

કૈયલની સીમમાં ઓએનજીસીની ટેંકમાંથી ડિઝલ ચોરીનો પર્દાફાશ

મહેસાણા, તા.૧૨ કડી તાલુકાના કૈયલ ગામની સીમમાં આવેલા ઓએનજીસીની વેલ નજીક ડિઝલ ટેંકમાંથી પરોઢીયાના સુમારે ડિઝલ ચોરીનો પર્દાફાશ થયો હતો. જોકે પોલીસને જોઈને ચોરી કરી રહેલા અજાણ્યા શખસો છૂમંતર થઈ ગયા હતા. આ અંગે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કૈયલ ગામની સીમમાં ઓએ...