Monday, December 23, 2024

Tag: Mahesana

મહેસાણા અને વડનગરમાંથી 1035 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

મહેસાણા, તા.૧૪ મહેસાણા અને વડનગરમાં ઘીના બે વેપારી એકમોમાં રાત્રે નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાની રાહબરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં લૂઝ ઘી તેમજ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના ચાર સેમ્પલ મેળવીને ભેળસેળની શંકામાં કુલ રૂ. 84470ની મત્તાનો 1035 કિલો જથ્થો જપ્ત કર્યો હતો.

દંપતીના આપઘાત કેસમાં ચિઠ્ઠી મળતાં નવો વળાંક, પૈસા માગવાના ઉલ્લેખથી ખળભ...

મહેસાણા, તા.૧૩ વિજાપુર પોલીસ સ્ટેશન નજીક રહેતા વૃદ્ધ દંપતી ધનજીભાઇ પટેલ (75) અને હંસાબેન ધનજીભાઇ પટેલ (70)ના ઝેરી દવા પી આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. ઘરમાંથી મળી આવેલી ચિઠ્ઠીમાં દિનેશ લવાર ત્રણ લાખની વારંવાર ધમકી આપતો હોવાનો ઉલ્લેખ છે. આ ચિઠ્ઠીમાં મૃતકનો પુત્ર જે પરિણીતાને ભગાડી ગયો છે તેના પતિ મહેશનું પણ નામ હોઇ ચિઠ્ઠીને એફએસએલમાં મોકલાઇ ...

મહોલ્લાની પરિણીતાને પુત્ર ભગાડી જતાં વૃદ્ધ માતા-પિતાનો ઝેરી દવા પી આપઘ...

મહેસાણા, તા.12  વિજાપુર પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિ.મી. દૂર રહેતા વૃદ્ધ દંપતીએ શુક્રવારે સાંજે ઝેરી દવા પીને આપઘાત કર્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. પોલીસનું કહેવું છેકે, વૃદ્ધ દંપતિનો પુત્ર મહોલ્લામાં રહેતી પરણિત મહિલાને ભગાડી ગયો હોઇ લાગી આવતાં વૃદ્ધ દંપતીએ આપઘાત કર્યો હતો. જોકે, બનાવ સ્થળે કોઇ ચિઠ્ઠી મળી આવી નથી. આ અંગે વિજાપુર પોલીસે અકસ્માતે મ...

8000 વૃક્ષોની વસતી સામે વિસનગરના તરભ ગામની વસતી 6000

ગાંધીનગર, તા.૧૨ ગુજરાત સરકાર વૃક્ષો વાવવાની અપીલ કરે છે પરંતુ મહેસાણા જિલ્લામાં આવેલું એક ગામ એવું છે કે, આ ગામમાં જેટલી વસતી છે તેનાથી વધારે વૃક્ષો વાવવામાં આવેલા છે. લીલોતરીથી આચ્છાદિત ગામ જોવું હોય તો મહેસાણાના આ ગામમાં જવું પડે. ગામડાના યુવાનોને ફરજીયાત વૃક્ષો વાવવાનો આદેશ ગામના વડીલો દ્વારા આપવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુક...

ચાલાસણમાં 8 માસની પુત્રીની એસિડ રેડી ક્રૂર હત્યા કરનાર પિતાનો ગુનાહિત ...

મહેસાણા, તા.૧૧ ચાલાસણમાં કુટુંબીભાભીના પ્રેમમાં અંધ બનેલા પિતાએ પ્રેમમાં આડખીલી રૂપ કુટુંબીઓને ફસાવવા બુધવારે બિમાર રહેતી 8 માસની ઘોડિયામાં સુઈ રહેલી બાળકીના ગળા પર એસિડ નાખી ક્રૂર હત્યા કરી પત્ની પાસે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરાવી ફરાર થઈ ગયો હતો. ભેજાબાજ પિતાએ એસિડની બોટલ પર આંગણીના નિશાન ન પડે તે માટે ટીશર્ટથી બોટલ ઉપાડી હતી. ઘટના સ્થળે પહોંચેલ...

ચોરોએ ATMનો આગળનો ભાગ તોડ્યો, મશીન મોટુ હોઇ ન બહાર ન નિકળતાં રૂ.15 લાખ...

મહેસાણા, તા.૧૧  મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલ શંકુઝ વોટરપાર્ક નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમએમને બુધવારે રાત્રે નિશાન બનાવાતાં દોડધામ મચી ગઈ છે. તસ્કરોએ એટીએમના આગળના ભાગને તોડી કેશ ભરેલું બોક્સ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બોક્સ મોટુ અને એટીએમનો દરવાજો સાંકડો હોઇ બહાર કાઢી શક્યા ન હતા. આથી મોટી રકમ ચોરાતાં બચી ગઈ હતી. લાંઘણજ પોલીસે માત્...

દારૂની હેરાફેરીમાં 63 લાખના પાણીના RO જપ્ત

મહેસાણા, તા.૧૦ ભટારીયા ગામની સીમના ખરાબામા સાંથલ પોલીસે રેડ કરી આરઓ મશીનની નીચે છુપાવીને રાખેલ રૂ.2.68 લાખનો દારૂ ઝડપાયો હતો.સાંથલ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો હતો. સાંથલ પોલીસ બુધવારે પેટ્રોલીંગમા દરમિયાન ભટારીયા ગામની સીમના ખરાબામાં દારૂ સંબધે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે અહીથી મળી આવેલ કન્ટેનર ગાડીમાં ગોઠવેલ આરઓ ...

ગેસના 2 બાટલા ફાટતાં આગ, વીમો નહી હોવાથી ફરિયાદ ના કરાઈ

મહેસાણા, તા.10  મહેસાણા શહેરના ભરચક વિસ્તાર ગણાતા આઝાદચોકમાં આવેલા જૈન આયંબિલ ભવનમાં બુધવારે સવારે ઓળીની રસોઇ દરમિયાન ગેસની પાઇપમાં લાગેલી આગથી ગેસના બે બાટલા ફાટતાં સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી. આ સમયે આયંબિલ ભવનમાં કામ કરી રહેલા 20થી વધુ વ્યક્તિઓ આગને જોઇ ગભરાઇને બહાર નીકળી ગયા બાદ બોમ્બ વિસ્ફોટની જેમ ગેસના બે બાટલા ફાટ્યા હતા, જેને લઇ...

પાલાવાસણાથી કાલરીના 35 કિમીના રોડની ભયંકર દુર્દશા

મહેસાણા, તા.૧૦ મહેસાણાથી તીર્થધામ બહુચરાજીને જોડતા રોડ પર પાલાવાસણાથી કાલરી સુધીના 35 કિમીના ડબલ હાઇવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે ગણ્યે ગણાય નહીં એટલા છે. એમાંય પાલાવાસણાથી હનુમંત હેડુવા તેમજ બલોલથી નદાસા, આસજોલ સુધીના રોડનું તો નામોનિશાન બચ્યું નથી. બે મહિના પહેલાં જ બનેલા ચડાસણા-કાલરી રોડના પણ છોતરાં ઉડી ગયા છે. આ રોડનું કામ ચાલતું હતું ત...

જમ્મુથી નીકળેલો ગ્રીનમેન મહેસાણામાં, દેશમાં 24,000 કીલોમીટર પરિભ્રમણ ક...

મહેસાણા, તા.૧૦ પર્યાવરણ બચાવોની લોકજાગૃતિ કેળવવા વિશ્વમાં સૌથી લાંબી સાયકલ યાત્રાએ નિકળેલ રાજસ્થાનના બાડમેરના લંગેરા ગામનો 34 વર્ષીય યુવાન જમ્મુથી યાત્રા પ્રસ્થાન કરીને દેશમાં 24000 કીલોમીટર પરિભ્રમણ કરશે. સાયકલ યાત્રાની સાથે સાથે પડાવમાં ઠેરઠેર વૃક્ષારોપણના રચનાત્મક કાર્ય સાથે 10 રાજ્યના 10300 કીલોમીટર ખેડીને ગ્રીનમેનથી જાણીતા નરપતસિહ રાજપુરોહિ...

મહેસાણાના આયંબીલ ભવનના રસોડામાં ગેસના બે સિલિન્ડર ફાટ્યા, પ્રચંડ અવાજથ...

મહેસાણા, તા.૦૯ મહેસાણા શહેરના આઝાદ ચોકમાં આવેલી જૈન સમાજના આયંબીલ ભવનના રસોડામાં સવારે 10 વાગ્યે ગેસના બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો ભયાનક કહતો કે, ભવનના બારી અને બારણાના તૂટ્યા હતા તેમજ કાચની બારીઓના કાચ તૂટ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિની અહેવાલ નથી. દરમિયાન બ્લાસ્ટના પ્રચંડ અવાજથી આસપાસના લોકો ગભરાયા હતા. આયંબીલ ભવનમાં સવ...

સડેલી મગફળીના કોથળાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો

મહેસાણા, તા.૦૯ મહેસાણા એલ.સી.બી.ને દશેરાના પેટ્રોલિંગ દરમિયાન ગુંજાળા પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમી મળી હતી. જેને લઈને એલસીબીએ સડેલી મગફળીના કોથળાની આડશમાં લવાતા વિદેશી દારૂની પેટીઓ પકડી હતી. દરમિયાન ત્યાં આસપાસ તપાસમાં ભોંયરામાંથી પણ વિદેશી દારૂની પેટીઓ મળી હતી. પોલીસે રૂ.૨૨,૧૦,૦૦૦નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે...

શહેરમાં પ્લાસ્ટીક વિક્રેતાએ જ દુકાને બોર્ડ લગાવ્યું, પ્લાસ્ટીક ચમચી, પ...

મહેસાણા, તા.૦૩  બુધવારે ગાંધી જયંતીથી પ્લાસ્ટીક મુક્ત ભારતની આરંભાયેલી ઝુંબેશથી મહેસાણા શહેરમાં પ્લાસ્ટીક બેગના બદલે કપડાં અને કાગળની બેગનો ઉપયોગ કરવા સૌ વિચારતા થયા છે. બજારમાં ઘણા ખરા કાપડની થેલી લઇને ખરીદી કરતાં જોવા પણ મળી રહ્યા છે, પણ હજુ પ્લાસ્ટીકનું ચલણ ગ્રાહક સાચવવાની લ્હાયમાં શાક માર્કેટમાં જોવા મળી રહ્યું છે. તો મહેસાણામાં પ્લાસ્ટીક બે...

ગંજમાં 4-4 સિક્યુરિટી છતાં 3 પેઢીનાં તાળાં તોડી રૂ.3 લાખની ચોરી

મહેસાણા, તા.૦૩ મહેસાણા ગંજબજારમાં મંગળવારે મોડી રાત્રે તસ્કરો 3 દુકાનો અને ગોડાઉનનાં શટર તોડી રોકડ રૂ. 2.99 લાખની મત્તા ચોરી ગયા હતા. જોકે, એ ડિવિજન પોલીસે રૂ.1.94 લાખની ચોરીનો ગુનો નોંધ્યો છે. દરમિયાન, પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરાઇ છે. મહેસાણા ગંજબજારમાં બરોડા બેંકની સામેની બાજુમાં આવેલા સોહમ ટ્રેડર્સ નામની અનાજની દુકાનન...

ઉત્તર ગુજરાતમાં ૧૬.૫૮ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર સતત વરસાદથી ૨૦ ટકા ન...

મહેસાણા, તા.૦૨ ગત વર્ષે ઓછા વરસાદના કારણે અર્ધઅછતથી ખેડૂતોને ખેતીપાક બચાવવા સિંચાઇ માટે સંકટનો સામનો કરવો પડ્યો હતો. તો આ વર્ષે ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિનો માર સહન કરવો પડી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ કુલ 16.58 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર કર્યુ છે. જેમાં સૌથી વધુ ઘાસચારો, દિવેલા અને કપાસનું વાવેતર થયુ છે. પાકવૃધ્ધિના આરે...