Tag: Mahesana
આજથી 2 ટકા ટીડીએસના વિરોધમાં ઊંઝા, મહેસાણા, વિસનગર, ઉનાવા યાર્ડ બંધ
મહેસાણા, તા.૦૩
વાર્ષિક એક કરોડ રૂપિયાના રોકડ વ્યવહાર ઉપર 2 ટકા ટીડીએસ કાપવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં 1લી સપ્ટેમ્બરથી રાજ્ય ભરના માર્કેટયાર્ડોના વેપારીઓ દ્વારા બંધની જાહેરાત કરાઇ હતી. પરંતુ 1લીએ રવિવાર અને તા. 2જીને સોમવારે ગણેશ ચતુર્થીનો તહેવાર હોઇ યાર્ડ બંધ જ હતા. પરંતુ મંગળવારથી મહેસાણા જિલ્લામાં મહેસાણા, ઊંઝા, વિસનગર અને ઉનાવા માર...
ભાભી અને તેના પરિવારે ઘરનું તાળું તોડ્યું : 9 સામે નામજોગ અને 50ના ટોળ...
મહેસાણા, તા.૦૩
મહિલાએ પરિવારજનો સાથે મળી મહેસાણાની વૃંદાવન પાર્ક સોસાયટીમાં આવેલા સસરાના મકાનનું તાળું તોડી પ્રવેશ કરવાની સાથે સસરાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ તેની ભાભી, 9 વ્યક્તિઓ અને 50ના ટોળાએ મકાનમાં ગેરકાયદે પ્રવેશ કર્યાની બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ ગત 19 મેના રોજ બન્યો હતો, જેની ફ...
મહેસાણામાં કચરાના નિકાલ મુદ્દે શાસક-વિપક્ષ આમનેસામને
મહેસાણા,તા:૨
મહેસાણા ન.પા. દ્વારા તાજેતરમાં જ કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ માટે બહાર પાડેલા 7.81 કરોડના ટેન્ડરનો વિપક્ષ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપના 18 સભ્યોએ ચીફ ઓફિસર પાસે લેખિતમાં વિરોધ નોંધાવતાં જણાવ્યું કે, ટેન્ડરની વિવાદાસ્પદ જોગવાઈઓ અને ક્ષતિઓને દૂર કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કેસ નગરપાલિકાએ હાલમાં જ 80 TPD વેસ્ટ પ્રોસેસિં...
ઊંઝા યાર્ડ કરોડથી વધુના ટર્ન ઓવર પર બે ટકા ટીડીએસના વિરોધમાં પડ્યું
મહેસાણા, તા.૨૯
કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં સેક્શન 194(એન) મુજબ એક કરોડ રૂપિયા કરતાં વધારે વાર્ષિક રોકડ ઉપાડ પર 2% ટીડીએસની જોગવાઇનો 1લી સપ્ટેમ્બરથી અમલમાં આવનાર છે. જોકે, હાલ બેંકોમાં તેના વિશે આરબીઆઈદ્વારા માહિતી અપાઇ નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ પાકી માહિતી ન હોવાથી વેપારીઓની મુંઝવણરૂપ આ કાયદાની સાચી માહિતી ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી...
ભાજપમાં જોડાયેલા મહેસાણા પાલિકાના પ્રમુખની પલટી, પાછા કોંગ્રેસમાં જતા ...
મહેસાણા,તા:૩૦ 2 દિવસ પહેલા જ મહેસાણા નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સહિત 7 કોંગ્રેસી નગર સેવકો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જોડાઇ ગયા હતા અને હવે આજે પાછા તેમની ઘર વાપસી થઇ છે, અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું કે હું તો નીતિનભાઇ સાથે ગ્રાન્ટની ચર્ચા કરવા ગયો હતો અને મને ખેસ પહેરાવી દેવાયો હતો, જો કે આ વા...
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે 12 ઉમેદવારના ફોર્મ રદ થયા
મહેસાણા, તા.૨૯
વાર્ષિક રૂ.9000 કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણા અર્બન કો-ઓ. બેંકના 17 ડિરેક્ટરો માટે યોજાનારી ચૂંટણીમાં બુધવારે ફોર્મ ચકાસણીમાં ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલ, ગુજરાત મલ્ટી ગેસવાળા દશરથ પટેલ સહિત 12 ઉમેદવારોના ફોર્મ રદ થતા હડકંપ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, 94 પૈકી 82 ફોર્મ માન્ય રહ્યા છે, ત્યારે 31મીએ ફોર્મ પરત ખેંચવાની અવધી બાદ ...
કડીમાં 49 વર્ષ જૂની પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી
કડી, તા. 28
કડીના ખાખચોક વિસ્તારમાં બનાવેલી 49 વર્ષ જૂની નવ લાખ લિટરની ઓવરહેડ પાણીની ટાંકી જર્જરીત બની જતા પાલિકાએ જમીનદોસ્ત કરી હતી. શહેરના ખાખચોક અને કસ્બા વિસ્તારના રહીશોની પાણીની સમસ્યા હલ કરવા 1971માં નવ લાખ લિટરની 15 મીટર ઊંચી પાણીની ટાંકી બનાવી પીવાના પાણીની સમસ્યા જેતે સમયે પાલિકાએ હલ કરી હતી. 49 વર્ષ બાદ ઓવરહેડ ટાંકી જર્જરીત થઈ જતા બિનઉ...
આધાર કાર્ડ માટે રઝળતાં વૃધ્ધાની પુત્ર-પૌત્ર સાથે ઈચ્છામૃત્યુની માગ
મહેસાણા, તા.28
બહુચરાજીના કાલરી ગામના 65 વર્ષનાં વૃદ્ધાએ 38 વર્ષના પુત્ર અને 4 વર્ષના પૌત્ર સાથે દેહ છોડવા જિલ્લા કલેકટર સમક્ષ ઇચ્છામૃત્યુની માગણી કરી છે. અંગૂઠાની છાપ નહીં મળવાના કારણે તેમનું આધારકાર્ડ નીકળતું નથી અને તેના કારણે મળવાપાત્ર સરકારી લાભો માટે છેલ્લા 2 વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાવા છતાં કોઇ પરિણામ નહીં મળતાં ઇચ્છામૃત્યુની માગણી ...
હડકાયા કૂતરાએ એક જ દિવસમાં 16ને બચકાં ભર્યાં, એકના હાથનો અંગુઠો છૂટ્ટો...
મહેસાણા, તા.૨૦
મહેસાણા નજીક પાલાવાસણા ગામમાં રવિવારે હડકાયા કૂતરાએ 16 વ્યક્તિઓને બચકાં ભરવાની ઘટનાએ ભયનો માહોલ સર્જયો છે. સરપંચે માઇક પર સાવચેતી રાખવા સૂચન કરી કૂતરાને પકડવા ખાસ યુવાનોની ટીમ બનાવી છે. પાલાવાસણામાં કૂતરાંએ બચકું ભરતાં હાથનો અંગુઠો છુટ્ટો પડ્યો હતો.
પાલાવાસણામાં રવિવારે બપોર બાદ બહાર નીકળતાં વ્યક્તિઓને પાછળથી બચકું ભરીને ભાગી જ...
મહેસાણા, ઊંઝા અને વિજાપુરમાં 33 રોડ ધોવાતા 80 લાખનું નુકસાન
મહેસાણા, તા.19
મહેસાણા જિલ્લામાં તાજેતરના વરસાદના કારણે મહેસાણા, ઊંઝા અને વિજાપુર તાલુકામાં સ્ટેટ હસ્તકના 33 રોડ ઉપર ડામરની સપાટીનું ધોવાણ, રેઇનકટ તેમજ પેચ પડી જવાથી રૂ.79.67 લાખના નુકસાનનો અંદાજ વિભાગે માંડ્યો છે. જ્યારે પંચાયત હેઠળના ગ્રામીણ રસ્તાઓમાં ખેરાલુ અને સતલાસણા તાલુકાના 6 રોડમાં સરફેસીંગ, ડામરપેચ ધોવાણથી રૂ.14.50 લાખનું નુકસાન થયું છે...
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સ્ટેટ કો.ઓપરેટિવ ટ્ર...
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સ્ટેટ કો.ઓપરેટિવ ટ્રિબ્યુનલે મોટો ફટકો આપ્યો છે, દાણ કૌભાંડના કેસમાં 30 સપ્ટેમ્બર સુધી રૂપિયા 9 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે, તેમને આ રકમ મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં જમા આપવાની રહેશે, રૂપિયા 22.50 કરોડની રિકવરી મુદ્દે વિપુલ ચૌધરીએ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી પરંતુ હવે તેમની અરજી ફગાવી...