Tag: Mohandas Karamchand Gandhi
હું છું ગાંધી – ૧૨૫: ત્રીજા વર્ગની વિટંબણા
બર્દવાન પહોંચીને અમારે ત્રીજા વર્ગની ટિકિટ લેવાની હતી. તે મેળવતાં વિટંબણા પડી. ‘ત્રીજા વર્ગના ઉતારુને ટિકિટ વહેલી આપવામાં નથી આવતી,’ એવો જવાબ મળ્યો. હું સ્ટેશનમાસ્તર પાસે ગયો. મને તેમની પાસે કોણ જવા દે? કોઈએ દયા કરી સ્ટેશનમાસ્તરને બતાવ્યા, ત્યાં પહોંચ્યો. તેમની પાસેથી પણ ઉપરનો જ જવાબ મળ્યો. ‘બાર ઊઘડ્યાં’ ત્યારે ટિકિટ લેવા ગયો. પણ સહેલાઈથી ટિકિટ મળે...
હું છું ગાંધી – ૧૨૪: શાંતિનિકેતન
રાજકોટથી હું શાંતિનિકેતન ગયો. ત્યાં ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મને પ્રેમથી નવરાવ્યો. સ્વાગતના વિધિમાં સાદાઈ, કળા અને પ્રેમનું સુંદર મિશ્રણ હતું. ત્યાં મને કાકાસાહેબ કાલેલકરની પહેલી મુલાકાત થઈ.
કાલેલકર ‘કાકાસાહેબ’ કેમ કહેવાતા હતા એ તો ત્યારે હું જાણતો જ નહોતો. પણ પાછળથી માલૂમ પડયું કે કેશવરાવ દેશપાંડે, જેઓ વિલાયતમાં મારા સમકાલીન હતા ને જેમ...
હું છું ગાંધી – ૧૨૩: ધમકી એટલે?
મુંબઈથી મારા વડીલ ભાઈની વિધવાને અને બીજા કુટુંબીઓને મળવા સારુ રાજકોટ થતા પોરબંદર જવાનું હતું તેથી ત્યાં ગયો. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડતને અંગે મેં મારો પહેરવેશ ગિરમીટિયા મજૂરને લગતો જેટલો કરી શકાય તેટલો કરી નાખ્યો હતો. વિલાયતમાં પણ ઘરમાં એ જ પોશાક પહેરતો. દેશમાં આવીને કાઠિયાવાડનો પહેરવેશ રાખવો હતો. તે દક્ષિણ આફ્રિકામાં મારી સાથે રાખ્યો હતો. ...
હું છું ગાંધી – ૧૨૨: ગોખલેની સાથે પૂનામાં
હું મુંબઈ પહોંચ્યો કે તુરત મને ગોખલેએ ખબર આપી હતીઃ ‘ગવર્નર તમને મળવા ઇચ્છે છે, અને પૂના આવતાં પહેલાં તેમને મળી આવવું યોગ્ય ગણાશે.’ તેથી હું તેમને મળવા ગયો. સામાન્ય વાતો કર્યા પછી તેમણે કહ્યું:
‘તમારી પાસેથી હું એક વચન માગું છું. સરકારને લગતું તમારે કંઈ પણ પગલું ભરવું હોય તો તે પહેલાં તમે મને વાત કરો ને મળી જાઓ એમ હું ઇચ્છું.’
મેં જવાબ દીધોઃ
...
હું છું ગાંધી – ૧૨૧: પહેલો અનુભવ
હું દેશમાં આવ્યો તે પહેલાં ફિનિક્સથી જેઓ પાછા ફરવાના હતા તેઓ આવી પહોંચ્યા હતા. ગણતરી એવી હતી કે હું તેમના પહેલાં પહોંચીશ, પણ હું લડાઈને સારુ લંડનમાં રોકાઈ ગયો એટલે ફિનિક્સવાસીઓને ક્યાં મૂકવા એ એક પ્રશ્ન મારી પાસે હતો. સૌ એકસાથે જ રહી શકે અને ફિનિક્સ આશ્રમનું જીવન ગાળી શકે તો સારું એમ મારા મનમાં હતું. હું કોઈ આશ્રમ ચલાવનારના પરચિયમાં નહોતો કે જેથી ત...
હું છું ગાંધી: ૧૨૦ અસીલ જેલમાંથી કેમ બચ્યો?
પારસી રુસ્તમજીના નામથી તો આ પ્રકરણો વાંચનાર સારી પેઠે વાકેફ છે. પારસી રુસ્તમજી એકીવખતે અસીલ અને જાહેર કામમાં સાથી બન્યા; અથવા તેમને વિશે તો એમ પણ કહેવાય કે તે પ્રથમ સાથી બન્યા ને પછી અસીલ. તેમનો વિશ્વાસ મેં એટલે લગી સંપાદન કર્યો હતો કે તેમના ખાનગી ઘરવ્યવહારમાં પણ તે મારી સલાહ માગતા ને તેને અનુસરતા. તેમને દરદ થાય તોપણ તેમાં મારી સલાહની જરૂર જણાતી, ન...
હું છું ગાંધી: ૧૧૯ અસીલો સાથી થયા
નાતાલ અને ટ્રાન્સવાલની વકીલાતમાં એ ભેદ હતો કે નાતાલમાં ઍડ્વોકેટ અને ઍટર્ની એવો ભેદ હોવા છતાં, બન્ને બધી કોર્ટમાં એકસરખી રીતે વકીલાત કરી શકતા, જ્યારે ટ્રાન્સવાલમાં મુંબઈના જેવો ભેદ હતો. ત્યાં અસીલની સાથેનો બધો વહીવટ ઍડ્વોકેટ ઍર્ટની મારફતે જ કરી શકે. બારિસ્ટર થયો હોય તે ઍડ્વોકેટ અથવા ઍટર્ની ગમે તે એકનો પરવાનો લઈ શકે ને પછી તે ધંધો જ કરી શકે. નાતાલમાં...
હું છું ગાંધી: ૧૧૮ ચાલાકી?
મારી સલાહની યોગ્યતા વિશે મને મુદ્દલ શંકા નહોતી. પણ તે કેસને પૂરો ન્યાય આપવાની મારી યોગ્યતા વિશે શંકા પુષ્કળ હતી. એવો જોખમવાળા કેસની દલીલ વરિષ્ઠ અદાલતમાં મારે કરવી એ મને બહુ જોખમભરેલું લાગ્યું. તેથી મનમાં ધ્રૂજતો ધ્રજૂતો હું ન્યાયાધીશોની સામે ઊભો રહ્યો. જેવી પેલી ભૂલની વાત નીકળી તેવા જ એક ન્યાયાધીશ બોલી ઊઠયાઃ
‘આ ચાલાકી ન કહેવાય?’
હું રાતોપીળો ...
હું છું ગાંધી: ૧૧૭ વકીલાતનાં કેટલાંક સ્મરણો
હિંદુસ્તાનમાં આવ્યા પછી મારા જીવનની ગતિ કેમ ચાલી તેના વર્ણન ઉપર આવતાં પહેલાં મેં ઇરાદાપૂર્વક છોડી દીધેલા કેટલાક ભાગમાંનો થોડો આપવાની જરૂર જણાઈ છે. કેટલાક વકીલ મિત્રોએ વકીલાતના સમયનાં ને વકીલ તરીકેનાં સ્મરણોની માગણી કરી છે. આ સ્મરણો એટલાં બધાં છે કે તે ભરવા બેસું તો તેનું જ એક પુસ્તક થઈ જાય. એવાં વર્ણનો મેં જે મર્યાદા આંકી છે તેની બહાર જાય છે. પણ કે...
હું છું ગાંધી: ૧૧૬ રવાના
મિ. કૅલનબૅક દેશ જવાના નિશ્ચયથી અમારી સાથે નીકળ્યા હતા. વિલાયતમાં અમે સાથે જ રહેતા હતા. પણ લડાઈને લીધે જર્મન લોકો ઉપર ખૂબ જાપ્તો હતો, ને કૅલનબૅક સાથે આવી શકવા વિશે અમને બધાને શક હતો. તેમને સારુ પાસ મેળવવા મેં ઘણો પ્રયત્ન કર્યો. મિ. રૉબર્ટ્સ પોતે તેમને પાસ મેળવી આપવા ખુશી હતા. તેમણે બધી હકીકતનો તાર વાઇસરૉય ઉપર કર્યો. પણ લૉર્ડ હાર્ડિંગનો સીધો ને સટ જવ...
હું છું ગાંધી: ૧૧૫ દર્દને સારુ શું કર્યું?
પાંસળીનો દુખાવો નહોતો મટતો તેથી હું ગભરાયો. દવાના ઉપચારથી નહીં પણ ખેરાકના ફેરફારથી અને કંઈ બાહ્ય ઉપચારથી દર્દ જવું જ જોઈએ એટલું હું જાણતો હતો.
સને ૧૮૯૦માં અન્નાહારી અને ખોરાકના ફેરફારથી દર્દોનો ઇલાજ કરનાર દાક્તર ઍલિન્સનને હું મળ્યો હતો. તેમને મેં બોલાવ્યા. તે આવ્યા. તેમને શરીર બતાવ્યું. ને દૂધના મારા વિરોધની વાત કરી. તેમણે મને તુરત દિલાસો દીધો, ...
હું છું ગાંધી: ૧૧૪ ગોખલેની ઉદારતા
વિલાયતમાં મને થયેલ પાંસળીની વરમની હકીકત હું લખી ગયો છું. આ રોગ વખતે ગોખલે વિલાયતમાં આવી પહોંચ્યા હતા. તેમની પાસે કૅલનબૅક અને હું હમેશાં જતા. ઘણે ભાગે લડાઈની જ વાતો થતી. કૅલનબૅકને જર્મનીની ભૂગોળ મોઢે હતી, ને તેમણે યુરોપની મુસાફરી ખૂબ કરી હતી, એટલે ગોખલેને નકશો કાઢીને લડાઈનાં મથકો બતાવતાં.
મને જ્યારે વ્યાધિ લાગુ પડયો ત્યારે તે પણ એક ચર્ચાનો વિષય થ...
હું છું ગાંધી: ૧૧૩ સત્યાગ્રહનું છમકલું
આમ ધર્મ સમજીને હું યુદ્ધમાં પડયો તો ખરો, પણ મારે નસીબે તેમાં સીધો ભાગ લેવાનું ન આવ્યું એટલું જ નહીં, પણ આવે નાજુક વખતે સત્યાગ્રહ કરવાનુંયે આવી પડયું.
જ્યારે અમારાં નામો મંજૂર થયાં ને નોંધાયાં ત્યારે અમને પૂરી કવાયત આપવાનું સારુ એક અમલદારને નીમવામાં આવ્યાનું હું લખી ચૂક્યો છું. અમારી બધાની ગરજ એવી હતી કે, આ અમલદાર યુદ્ધની તાલીમ આપવા પૂરતા અમારા મ...
હું છું ગાંધી: ૧૧૨ ધર્મનો કોયડો
યુદ્ધમાં કામ કરવાને સારું અમે કેટલાક એકઠા થઈને સરકારને અમારાં નામો મોકલ્યાં, એ ખબર દક્ષિણ આફ્રિકા પહોંચી કે તુરત મારી ઉપર ત્યાંથી બે તારો આવ્યા. તેમાં એક પોલાકનો હતો. તેમાં પૂછયું હતું: ‘આ તમારું કાર્ય તમારા અહિંસાના સિદ્ધાંતની વિરુદ્ધ નથી?’
આવા તારની મને કંઈક આશા હતી જ, કેમ કે આ વિષય મેં ‘હિંદ સ્વરાજ’માં ચર્ચ્યો હતો, અને દક્ષિણ આફ્રિકામાં મિત્ર...
હું છું ગાંધી: ૧૧૧ લડાઈમાં ભાગ
વિલાયત પહોંચ્યા તો ખબર પડ્યા કે ગોખલે તો પારીસમાં રહી ગયા છે, પારીસની સાથેનો આવજાનો સંબંધ બંધ થઈ છે, ને તે ક્યારે આવશે એ ન કહી શકાય. ગોખલે તબિયતને અંગે ફ્રાન્સ ગયા હતા ત્યાં લડાઈને લીધે સપડાઈ ગયા. તેમને મળ્યા વિના દેશ જવું નહોતું. તે ક્યારે આવી શકશે એ કોઈ કહી શકે તેમ નહોતું.
દરમિયાન શું કરવું? લડાઈને વિશે મારો ધર્મ શો હતો? મારા જેલી સાથી અને સત્...