Friday, November 22, 2024

Tag: Monsoon

22 દિવસ વરસાદ ખેંચાય તો ખેડૂતોના કરોડો રૂપિયાના બિયારણ ગુમાવવા પડે એવી...

ગાંધીનગર, 6 જૂલાઈ 2021 ગુજરાતમાં છેલ્લાં 10 દિવસથી વરસાદ નથી. હજું 12 જૂલાઈ 2021 સુધી આવવાની કોઈ શક્યતા હવામાન વિભાગ બતાવતું નથી. આમ 22 દિવસ વરસાદ ખેંચાતા 45 લાખ હેક્ટરમાંથી ઓછામાં ઓછા 50 ટકા વિસ્તારમાં પાક સામે જોખમ ઊભું થયું છે. વરસાદ ખેંચાતા જે પાકને સિંચાઈ છે તેમાં પણ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો થઈ શકે છે. 28 જૂનમાં 24 લાખ હેક્ટર વાવેતર થઈ ગયા...

ચોમાસા પહેલાં 200 બંધોમાં 64 લાખ અબજ લીટર સિંચાઈનું પાણી વપરાયા વગર પડ...

ગાંધીનગર, 17 જૂન 2021 નર્મદા બંધમાં 48 ટકા પાણી ભરી રખાયું છે. આખા રાજ્યના 206 બંધોમાં 40 ટકા પાણી ભરી રખાયું છે.  64 લાખ અબજ લીટર પાણી પડી રહ્યું છે. પાણી સાવ નકામું પડી રહ્યું છે. જો તે પાણી ખેતરમાં આપવામાં આવ્યું હોત તો તેનાથી કૃષિ અર્થતંત્ર એકદમ વેગવાન બની ગયું હોત. કૃષિ અર્થતંત્ર સારું થાય તો બાંધકામ ઉદ્યોગ અને વાહન ઉદ્યોગમાં તેજી આવતી હોય છે...

મુંબઇમાં 46 વર્ષનો રેકોર્ડ તૂટ્યો 12 કલાકમાં 12 ઇંચ વરસાદ

મુંબઇમાં 4 મહિનાનો વરસાદ બે મહિનામાં પડી ગયો છે. ભારે વરસાદ અને પવનને કારણે મુંબઇની રફતાર અટકાવી દીધી છે. 12 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા શહેરના તમામ વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. વૃક્ષો પડી ગયા છે. રેલવે સેવા ઠપ્પ થઇ ગઇ છે, હાઇવે બંધ થઇ ગયા છે, રસ્તાઓ ડુબી ગયા છે અને ઘરોમાં પાણી ઘુસી ગયા છે. કોલાબામાં 12 કલાકમાં 293.8 મીમી વરસાદ નોંધાયો. 46 વર્ષ બાદ ...

ગઈ કાલે અમદાવાદ માં સૌથી વધારે વરસાદ, જાણો તમારા જિલ્લામાં કેટલો વરસાદ...

જીલ્લો તાલુકો 6 TO 8 8 TO 10 10 TO 12 12 TO 14 14 TO 16 16 TO 18 06.00 to 18.00hrs 1 અમદાવાદ ધંધુકા 24 66 0 6 0 0 96 2 અમદાવાદ દસ્ક્રોઇ 23 3 0 0 0 0 26 3 અમદાવાદ વિરમગામ 22 2 0 0 0 0 24 4 અમદાવાદ સાણંદ 5 5 0 0 0 0 10 5 અમદાવાદ ધોળકા 6 3 0 0 0 0 9 6 અમદાવાદ ...

સુરત સહિત દક્ષિણ ગુજરાતના શહેરોમાં ધોધમાર વરસાદ

સુરત, ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે, રાજકોટ, અમરેલી, ધારી, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઇ છે, સુરત અને ઉમરપાડામાં ગઇકાલ રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉમરપાડા તાલુકામાં કલાકોમાં 9 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે, લોકોએ અવર જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્...

હવે પાકિસ્તાન ગુજરાતને વરસાદ આપશે, બે-ત્રણ દિવસની આગાહી…

ગાંધીનગર, તા. 11 ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થવાનું નામ લેતું નથી. આ વખતે દિવાળી પછી પણ શિયાળાની હૂંફાળી શરૂઆત છતાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થઇ રહ્યાં છે. હવે પાકિસ્તાન ગુજરાતને વરસાદ આપશે. એક નવી આફત પાકિસ્તાન તરફથી આવી રહી છે. રફ અને સાયક્લોનિક સર્ક્યૂલેશન ઊભું થયું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક રફ અને સાયક્લોનિક સરક્યૂલેશન સાઉથ પાકિ...

લણણી માટે ઉભા રૂ પાક પર વરસાદ-વાવાઝોડા છતાં ઉપજઉતારા વિક્રમ આવશે

મુંબઈ, તા. ૧૧ ઓક્ટોબર એન્ડ અને ગત સપ્તાહે ગુજરાત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારમાં પડેલો જતા-ચોમાસાનો વરસાદ, પહેલી ચૂંટાઈ માટે તૈયાર રૂ પાકને ૮થી ૧૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) નુકશાન પહોચાડશે. અમેરિકન કૃષિ મંત્રાલયનો અંદાજ છે કે જતા ચોમાસાનો વરસાદ છતાં હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદકતા ગતવર્ષની ૪૫૮ કિલોથી વધીને ૪૯૭ કિલો આવશે...

ભારે વરસાદથી મોડાસા-ધનસુરા રોડ પર પડેલા વૃક્ષો હટાવી ટ્રાફિક પૂર્વરત ક...

મોડાસા, તા.૦૧  પોલીસ કાયદાનો અમલ કરાવવાની એમની કર્તવ્યશીલતા દર્શાવી રહી છે, અને તેની સાથે સાથે મુશ્કેલીગ્રસ્તને મદદરૂપ થવાનો માનવીય અભિગમ અને ફરજ આ શાખા ચૂકતી નથી. પોલીસ પ્રજાની મિત્ર તરીકેની જવાબદારી સંભાળી રહી છે. ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન અરવલ્લી જીલ્લા ટ્રાફિક પોલીસે માનવતા દાખવી ધોધમાર વરસાદ અને ભારે પવનથી મોડાસા-ધનસુરા રોડ પર પડેલા ૧...

કચ્છના માતાનામઢ ગામમાં પાણી ફેરવાયુ

કચ્છના માતાનામઢ ગામમાં પાણી ફેરવાયુ. કોઈ ડેમ તૂટ્યો નથી, અડધો કલાકમાં ત્રણેક ઇંચ વરસાદ પડ્યો છે ઍટલે આવી સ્થિતી જોવા મળી છે. https://youtu.be/OyTHmy7I1O8

ગુજરાત રાજયમાં 84 ટકાથી વધુ વરસાદ; મેઘમહેરથી ૪૦ ડેમો છલકાયાં

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને કારણે અત્યાર સુધીમાં એટલે કે ૧૪ ઑગસ્ટ-સવારે ૮.૦૦ વાગ્યે  સરેરાશ ૮૪  ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ ૨૦૪  જળાશયોમાંથી ૩૪  જળાશયો ૨૫  થી ૫૦  ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે ૪૦  જળાશયો છલકાઈ ગયા  છે. 30 જળાશયો ૭૦  થી ૧૦૦  ટકા તેમજ 30 જળાશયો ૫૦  થી ૭૦  ટકા વચ્ચે ભરાયાં છે. સરદાર સરોવર જળાશય કૂલ સંગ્...

સારા વરસાદથી ખેડૂતોને રાહત થઈ, વાવણી જોરમાં

ઉત્તર ગુજરાતમાં રવિવાર મોડી રાત સુધી હળવા વરસાદ બાદ સોમવાર સવારથી વરસાદે સંપૂર્ણપણે વિરામ લીધો હોઈ વાતાવરણ સામાન્ય વાદળછાયું રહ્યું હતું. બપોરના સમયે ઉઘાડ નીકળતાં મહત્તમ તાપમાન 31.6 થી 31.9 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં સિઝનનો 420.80 મીમી એટલે કે 57.96% વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના અત્યાર સુધીના સરેરાશ વરસાદમાં જૂન મહિનામાં...

વરસાદી પાણી ભરાઇ ન રહે તેની અગમચેતીરૂપે જામનગરમાં હાથ ધરાઇ પ્રિમોનસૂન ...

જામનગર મહાનગરપાલીકા દ્વારા હવે ચોમાસાના ધમાકેદાર પ્રારંભ બાદ પ્રિ મોનસૂન કામગીરી આરંભાઇ છે. શહેરના  દિગ્વીજય પ્લોટ-49 પાસેની કેનાલમાંથી પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત કેનાલો, ગટરોની સફાઇ  આંરભાઇ હતી, ગટરની  કેનાલોમાંથી મોટી માત્રામાં કચરો બહાર કઢાયો હતો. જેમા્ં  પ્લાસ્ટીકનો કચરો  વધુ હતો. તેમાંય પોલીથિન, પ્લાસ્ટિકની બોટલો વગેરે લોકો દ્વારા વગર વિચારે ...

હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું, લોકોના ઘરોમાં વરસાદી પાણી

શહેરમાં શુક્રવારે વહેલી સવારે ચારથી છના સમયમાં ભારે ગાજવીજ સાથે વરસેલા વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા. અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હાટકેશ્વર સર્કલ વધુ એક વખત બેટમાં ફેરવાયું હતું. બાપુનગર વિસ્તારમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં પૂર્વના વિસ્તારોના ગટરના પાણી બેક મારતા પાણીની સપાટી ૩૩ ફૂટ પર...

શહેરનું ક્રિકેટનું સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયું

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોની સાથે પશ્ચિમના વિસ્તારો માટે પણ શનિવારની વહેલી સવારે વરસાદ આફત બનીને આવ્યો હતો. શહેરના ઈન્કમટેક્સ પાસે આવેલું સરદાર પટેલ સ્ટેડિયમ વરસાદી પાણી ભરાતા સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયું હતું. ઉપરાંત શહેરમાં રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી એસવીપી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાતા સ્ટાફે વરસાદી પાણી ઉલેચવાની ફરજ પડી હતી. શ...

સાણંદના શેલા ગામે દીવાલ ધરાશાયી થતાં ચાર વ્યક્તિના મોત નિપજ્યાં

અમદાવાદ શહેર અને જિલ્લામાં શુક્રવારે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગત રાત્રિના સમયે ભાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અમદાવાદ શહેરનાં સિમાડે આવેલ સાણંદ તાલુકાના શેલા ગામમાં રાત્રિના અઢી વાગ્યાના સુમારે એક નવા બની રહેલા નિસર્ગ બંગલોની કમ્પાઉન્ડની દીવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ બાજુમાં પ્લોટમાં કાચા મકાનમાં રહેતા શ્રમજીવી પરિવારના મકાન ઉપર પ...