Monday, February 23, 2026

Tag: Palanpur

ગોઝારા અકસ્માત બાદ લક્ઝરી બસના માલિક અને બસ ભાડે ફેરવનારએ જવાબદારીમાંથ...

પાલનપુર, તા.૦૩  ત્રિશુળિયા ઘાટ પર પલટી ગયેલી લક્ઝરી બસના માલિક અને ભાડે ફેરવનાર જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. આરટીઓએ જણાવ્યું હતું કે તપાસમાં જેમની લાપરવાહી સામે આવશે તેમની વિરુદ્ધ ગુનો દાખલ થઈ શકે છે. હાલ ડ્રાઈવર અમદાવાદ સારવાર હેઠળ છે. ત્રિશૂળિયા ઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બસ હંકારનારનો વિડીયો મંગળવાર રાત્રે વાયરલ થયો હતો. જેમ...

માલણ દરવાજા નજીક સાંકડા માર્ગને લીધે એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ

પાલનપુર, તા.૦૨ પાલનપુરના માલણ દરવાજા નજીક મંગળવારે માંડવીથી અંબાજી જતી એસટી બસના ડ્રાઇવરને ડિવાઇડર ન દેખાતા બસ ડિવાઇડર પર ચડી ગઇ હતી અને બસમાં સવાર પેસેન્જરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પરંતુ બસના ડ્રાઇવરે બસ પરનો કાબૂ જાળવી રાખતાં જાનહાનિ ટળી હતી. અંબાજીથી દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ પર સોમવારે લક્ઝરી બસ પલ્ટી જવાની ઘટનાને પગલે 21 લોકોના મોત નિપ...

ટ્રોમાં સેન્ટરના દરેક બેડ ઉપર મારી મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ ક્યાં છ...

પાલનપુર, તા.૦૧ અંબાજીની અકસ્માતની ઘટનાને પગલે દાંતામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે દર્દીઓને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સમાં 5થી 10 દર્દીઓ ભરી-ભરી લવાયા હતા. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જેને લઇ સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર દર્દીઓની ચિચિયારીઓથી ખળભળી ઊઠ્યું છે. મોટાભાગના દ...

ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, સતલાસણામાં 8 ઈંચ, ભાભર અને રાધનપુરમ...

પાલનપુર, તા.01  કચ્છ પાસે સર્જાયેલી વેલમાર્ક લોપ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાતાં સમગ્ર ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું હતું. 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સતલાસણા અને ભાભરમાં 7.5 ઇંચ તેમજ રાધનપુરમાં 7 ઇંચ ખાબક્યો હતો. તો હારીજમાં 4.5, પાટણ, દિયોદર અને કાંકરેજમાં 4 ઈંચ, સિદ્ધપુરમાં 3.5, વિસનગર, મહેસાણા, સરસ્વતી, સાંતલપુર અને શંખેશ્વરમાં 3 ઇંચ...

રેલિંગના કારણે બસ ખાઇમાં ન પડી અને 50 લોકોના જીવ બચી ગયા..!

પાલનપુર, તા.૦૧ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટના ભયજનક વળાંકમાં હનુમાન મંદિર પાસે લક્ઝરી પલટતાં 21 યાત્રિકોનાં મોત થયાં છે અને 55 ઘવાયા છે. જેમાંથી 4ની હાલત ગંભીર હોવાના કારણે અમદાવાદ રિફર કરાયા છે. જીજે 1 એઝેડ 9795 નંબરની ડબલ ડેકર લકઝરી બસમાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખુડેલ અને અન્ય ગામોથી લોકો ધાર્મિકયાત્રાએ નીકળ્યા હતા અને ઊંઝા, બહુચરાજી, અંબા...

વિજચેકિંગમાં ગયેલા નાયબ ઈજનેરને વાવના ઉમેદપુરાના સરપંચે માર માર્યો, બે...

પાલનપુર, તા.29  વાવના ઉમેદપુરા ગામે વિજ જોડાણ ચેક કરી પરત ફરતી યુજીવીસીએલની ટીમને નવા બની રહેલા એક ઘરમાં વિજ ચોરી કરાઇ હોવાનો શક જતા ટીમ તે ઘર તરફ તપાસમા જતી હતી. તે સમયે ગામના સરપંચે આવી તપાસ અટકાવી યુજીવીસીએલના નાયબ ઇજનેરને મારમારી યુજીવીસીએલની ટીમને એક ઓરડીમા પુરી દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા નાયબ ઇજનેરે સરપંચ અને તેના સાગરીત સામે મ...

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશથી દાંતા- અમીરગઢની 20 ખાણોમાં ખનન અટકાવ્ય...

પાલનપુર, તા.૨૯ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશથી દાંતા અમીરગઢની 20 ખાણોમાં ખનન કાર્ય પર રોક લગાવાઈ છે. એનજીટીના હુકમના પગલે 11 લીઝ સંપૂર્ણ બંધ થાય એવી સ્થિતિ સર્જાઈ છે. અભ્યારણ ક્ષેત્રમાં વધુ ખોદકામ થયું હોવાનું સામે આવતા 9 લીઝને વધારાના વિસ્તારોમાં ખનન પર પ્રતિબંધ લગાવાયો છે. અધૂરામાં પૂરું લાપરવાહી દાખવનાર કલેકટર, ભૂસ્તર, વન, પ્રદુષણ સહિતના વિભા...

ડેન્ગ્યુથી પાલનપુરના પોલીસ પુત્ર અને કાણોદરની બાળકીનું મોત થયું

પાલનપુર, તા.૨૯ પાલનપુરમાં રોગચાળાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શંકાસ્પદ ડેન્ગ્યુથી પાલનપુરના 14 વર્ષના પોલીસ પુત્ર અને કાણોદરની 8 વર્ષની બાળકીનું મોત નિપજી ગયું હતું. કાણોદરની સરફરાજઅલી હસનની દીકરી મેરીસાની તબિયત બગડતાં પાલનપુર સિવિલમાં સારવાર અપાયા બાદ અમદાવાદ લઇ જવાઇ હતી. જ્યાં એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. આ ઉપરાંત ...

શશીવનમાં ગાંધીજીની 375 કિલોની તાંબાની પ્રતિમા મુકાશે

પાલનપુર, તા.૨૮  પાલનપુરમાં પહેલી વાર ગાંધીજીની પ્રતિમા ખુલ્લી મુકાશે. 375 કિલોની તાંબાની પ્રતિમા શશીવનમાં ઉભી કરવામાં આવનાર છે. રૂ.13.50 લાખની પ્રતિમાનું બીજી ઓકટોબરે વિદ્યામંદિર સંસ્થા દ્વારા અનાવરણ કરાશે. પાલનપુરની શૈક્ષણિક સંસ્થા વિવિધલક્ષી વિધામંદિરના ડાયમંડ જયુબિલી કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટીઓએ મહાત્મા ગાંધીજી ની પ્રતિમાની શહેરમાં સ્થાપના ...

ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે

ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા 2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...

કોટડા ગામે એક માસથી પગાર ન મળતાં ગ્રાહકોએ દૂધ ડેરીને તાળાં મારી દીધા

દિયોદર, તા.૨૫ દિયોદર તાલુકાના કોટડા(ફો) ગામે દૂધ ડેરીના ગ્રાહકોને એક મહિનાથી દૂધના પૈસા ન મળતાં ઉશ્કેરાયેલા લોકોએ સોમવારે સાંજે દૂધ ડેરીને તાળાંબંધી કરી જ્યાં સુધી પગાર નહીં થાય ત્યાં સુધી ડેરી બંધ રાખવાની ચીમકી આપી હતી. આ દરમિયાન ગ્રાહકો અને ડેરીના મંત્રી તેમજ ચેરમેન વચ્ચે બોલાચાલી થતા મામલો બીચકયો હતો. બીજી બાજુ કેટલાક ગ્રાહકોએ મંત્રી દ્વારા ઉ...

28 સ્થળ ઉપરાંત વધુ 5 હોસ્પિટલમાંથી પોરા મળતાં દંડ

પાલનપુર, તા.૨૫  પાલનપુરના ગઠામણ ગામમાં થોડા દિવસ અગાઉ ડેન્ગ્યુથી એક બાળકીનું મોત નીપજ્યા બાદ સફાળા જાગેલા આરોગ્ય વિભાગે સાત દિવસમાં 11 હોસ્પિટલ અને હોટલ, પાર્લર અને ટાયરોની દુકાનોમાં તપાસ કરતાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં દંડ ફટકાર્યો હતો. મંગળવારે વધુ 5 ખાનગી હોસ્પિટલ અને 5 નાના મોટા પાર્લર અને ભોજનલયોમાં ડેન્ગ્યુના બ્રીડિંગ મળ્યા હતા. જે મામલે...

જોરાપુરા ગામે ભેંસ ચોરીની તપાસમાં ગયેલી દાંતા પોલીસને રીંછનો દાટેલો મૃ...

પાલનપુર, તા.૨૪ દાંતા પોલીસ ભેંસોની ચોરી મામલે આરોપીઓની તપાસ દરમિયાન જોરાપુર ગામે ગઇ હતી. તપાસ દરમિયાન એક ખેતર નજીક જમીનમાંથી બહાર કાઢેલી માટી દેખાતા પોલીસે શંકા વ્યક્ત કરી તપાસ કરાવતા અંદરથી ભેંસના મૃતદેહની જગ્યાએ રીંછનો મૃતદેહ મળતાં પોલીસ ચોંકી ઊઠી છે. આ અંગે પોલીસે ત્વરિત વન વિભાગને જાણ કરતાં દાંતીવાડાના વેટરનરી તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવી જે...

લાખણીના મડાલ પ્રા.આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટરમાંથી દારૂની 100 બોટલ...

પાલનપુર, તા.૨૪ લાખણીના મડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટરમના એક રૂમની અભરાઈ પરથી દવાની જગ્યાએ દારૂની 100થી વધુ ખાલી બોટલ મળતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોમ્પ્યુટર રૂમમાંથી પણ દારૂની અડધી ભરેલી બોટલ મળી છે. અહીં પહોંચેલા ગ્રામજનોએ વિરોધ નોંધાવતાં મેડિકલ ઓફિસરે સ્ટાફના તમામ કર્મીઓ પાસે માફીપત્ર લખાવી દીધું હતું. જોકે ...

માધવી ડેરીની પાલનપુર અને છાપી બ્રાન્ચમાંથી 15 લાખ કરચોરી પકડાઇ

મહેસાણા, તા.૨૪  દૂધ અને માવા મિઠાઇની પ્રોડક્ટથી ઉત્તર ગુજરાતમાં જાણીતી માધવી ડેરી ફર્મના વડામથક પાલનપુરથી લઇને ફ્રેન્ચાઇઝ એકમો સહિત 18 સ્થળોએ જીએસટી વિભાગે શનિવારથી હાથ ધરેલા સર્ચમાં સોમવારે તપાસ પૂરી કરી હતી. જેમાં પાલનપુર હેડઓફિસ ખાતેથી રૂ. 12 લાખ અને છાપીની ફ્રેન્ચાઇઝ એકમથી રૂ. 3.58 લાખ મળી રૂ. 15.58 લાખની કરચોરી શોધી રીકવરી કરી હતી. જ્યારે પ...