Tag: Palanpur
પત્ની ગર્ભવતી થતાં પતિએ બાળક ન રાખવાનું કહી મારી
પાલનપુર, તા.૨૧ અંબાજીની યુવતીને ગાંધીધામના સાસરીયાઓ અવારનવાર દહેજની માંગ કરી મારમારી રહ્યા હતા. જ્યારે યુવતી 3 માસનો ગર્ભ રહ્યો હોવાની તેના પતિને જાણ કરી તો તેના પતિએ ઉશ્કેરાઇ જઇ મારમારી કહ્યું તું અને બાળક કઇ નથી જોઇતુ તેવુ કહી છુટાછેડા લેવા દબાણ કરતા યુવતીએ પતિ સહીત સાસરીયાઓ સામે ફરીયાદ નોધાવી હતી.
અંબાજીની યુવતીના લગ્ન ગાંધીધામના આદીપુર ખાતે...
વડગામ-છાપીમાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ
પાલનપુર, તા.૨૨ શનિવારે સાંજના ચારેક વાગે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં વડગામ તાલુકામાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ જ્યારે ધાનેરામાં 21, કાંકરેજમાં 13 અને ડીસા, દાંતીવાડા, વાવ, થરાદ, દાંતામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. ઊંઝામાં સાંજના 4થી 6 બે કલાકમાં વાવાઝોડા સાથે અઢી ઇંચ (62 મીમી) પાણી પડ્યું હતું. જ્યારે સતલાસણામાં 10 મીમી અને વિજાપુરમાં 3 મ...
જમીનના ડખામાં બે જૂથો હથિયારો સાથે ધસી આવતાં તંગદિલી
પાલનપુર, તા.૨૧
પાલનપુરના સ્ટેશન રોડ નજીક આવેલી મસ્જીદ પાછળના વિસ્તારમાં જમીનના કબજા બાબતે શુક્રવારે ભર બપોરે બે જુથો વચ્ચે તિક્ષ્ણ હથીયારો વડે અથડામણ થતા ચકચાર મચી હતી. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોચે તે પહેલા જ બંને જુથોના લાકો ફરાર થઇ ગયા હતા. 8 શખ્સો લાકડીઓ, ધોકા અને બેઝબોલ સ્ટીક સાથે ધમાલ મચાવતાં જીલ્લા મેજીસ્ટે્ટના હથિયાર બંધીના જાહેરનામા...
બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા ત્રણ સગા ભાઈના મોત
પાલનપુર, તા.૨૨
આજે વહેલી સવારે લાખણી તાલુકાના લાખણી ગેળા પાસે બાઈક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા 3 સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત ને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
સવારે અકસ્માત સર્જાયો લાખણી તાલુકાના લાલપુર ગામના 3 ભાઈઓ તાલુકા મથક કોઈ કામ અર્થે વહેલી સવારે જઈ રહ્યા હત...
ટાઉન પ્લાનીંગમાં પાટીદારોને અન્યાય થતો હોવાની જિલ્લા કલેકટરને ફરિયાદ
પાલનપુર,તા.20
પાલનપુર વિકાસ નકશામાં ગરબડો બાબતે આજે અસરગ્રસ્તોએ જિલ્લા કલેકટર સમક્ષ ટીપી એક્ટ 6-બી હેઠળ અરજી દાખલ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે તેની આગેવાની લીધી હતી. અરજદાર કનુભાઈ પટેલના નામે જિલ્લા કલેકટરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
ટાઉન પ્લાનીંગમાં પાટીદારોની જમીન છે ત્યા અન્યાય
પાલનપુર વિસ્તારમાં જે જમીનો કપાતમાં જાય છે ત...
કુંભાસણની છાત્રાએ રાજ્ય કક્ષાની જુડોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
પાલનપુર, તા.૧૭
પાલનપુરના કુંભાસણ ગામની ધ્વની રાજેશકુમાર પટેલે 10 વખત રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ અગાઉ પણ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. તાજેતરમાં વડોદરા ખાતે રાજ્યકક્ષાની જુડો કરાટેની મેચમાં ગોલ્ડ મેડલ મેળવી જિલ્લા તેમજ સમાજનું ગૌરવ વધાર્યું છે.
કુંભાસણ ગામની ધ્વની પટેલ ધાણધાની સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. પિતા રાજેશકુમાર પટેલ ધાણધાની ...
બનાસકાંઠામાં 71 સ્થળોએ નમામી દેવી નર્મદે મહોત્સવ યોજાશે
પાલનપુર, તા.૧૬ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદારસરોવર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાવાની ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ નમામિ દેવી નર્મદે મહોત્સવ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ભવ્ય રીતે ઉજવાશે. આ મહોત્સવની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૬૬ સીટ અને ૫ નગરપાલિકા વિસ્તારમાં એમ કુલ-૭૧ સ્થળોએ મહોત્સવ ઉજવાશે. જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ થરાદ મુકામે કૃષિ વિજ્...
પોલીસ ટાર્ગેટ બનાવશે તો પાલનપુરના રિક્ષા ચાલકો ચક્કાજામ કરશે
પાલનપુર, તા.૧૬
16 સપ્ટેમ્બરથી વાહનચાલકો માટે નવા દંડની જોગવાઇ કરવામાં આવી છે. પાલનપુરમાં રિક્ષાચાલકોએ આ બાબતે રવિવારે પાલનપુરમાં બેઠક યોજી હતી અને રિક્ષાચાલકોને ટાર્ગેટ બનાવાશે તો રિક્ષાચાલકો ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને અનિશ્ચિત મુદ્દતની હડતાળ ઉપર ઉતરી જશે. આ બાબતે ઓટો ચાલક સંઘર્ષ સમિતિના પ્રમુખ સાજીદ મકરાણીએ જણાવ્યું કે ‘અમે અગાઉ પ...
થરાદ મુખ્ય નહેર પર કાર-ટ્રેક્ટરનો અકસ્માત
થરાદ, તા.૧૫
થરાદની મુખ્ય નર્મદા નહેર પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પરીવાર પાલનપુરથી ઢીમા દર્શનાર્થે જતો હતો. ઘટનાને પગલે કારને નુક્શાન થયું હતું. જ્યારે કારમાં સવાર ત્રણ પુરૂષ એક બાળકનો આબાદ બચાવ થયો હતો.
પાલનપુરમાં ગાયે મહિલાને શિંગડે ચડાવી
પાલનપુર, તા.૧૪
પાલનપુર શહેરના હાર્દસમાન દીલ્હીગેટ વિસ્તારમાં દીવસ દરમિયાન શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો અવર જવર કરે છે. ત્યારે છેલ્લા કેટલાક દીવસથી દીલ્હીગેટ ચોકની વચ્ચે ગાયો અડીંગો જમાવી રસ્તા વચ્ચે જ બેસી જાય છે. ગુરૂવારે વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલી બે મહિલાઓમાંની એક મહિલાને ગાયે શિંગડે ચડાવી હતી. શિંગડાથી મહિલાને ધક્કોમારત...
પાલનપુર અને ડીસામાં પણ પીયુસી અને હેલ્મેટમાં ઊઘાડી લૂંટ
પાલનપુર, તા.૧૪
પીયુસી માટે લોકોમાં ધસારો વધ્યો છે. પાલનપુરમાં રોજના 800 જ્યારે ડીસામાં 600 પીયુસી નિકળી રહ્યા છે. રજીસ્ટ્રેશનમાં ખામી અને જૂની નંબર પ્લેટવાળાઓને પીયુસીમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુરમાં ડુપ્લીકેટ આઇએસઆઇ માર્કાવાળા હેલ્મેટના 350 રૂપિયા લેવાય છે. જોકે પાલનપુરમાં હજુ હેલ્મેટ માટે કોઈ ગંભીરતા આવી નથી.
મોટર વ્હિકલ અધિન...
કુંભલમેરની યુવતી પિતાનું સપનું પુરું કરવાં બીએસએફમાં જોડાઇ
ગઢ, તા.13
પાલનપુર તાલુકાના કુંભલમેર ગામની ખેડૂતની દિકરીએ પોતાની પુત્રીને દેશ સેવા કરવા માટે લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આપી હતી. જેથી પુત્રીએ પિતાની ઇચ્છાને પુરી કરવા કઠિન મહેનત કરીને આર્મીની લેખિત તેમજ પ્રેકટિકલ પરીક્ષા પાસ કરીને પિતાની ઇચ્છા પુરી કરી છે.
પાલનપુર તાલુકાના કુંભલમેરમાં રહેતાં ખેડૂત મોતીભાઈ પાળજા(પટેલ) કે જેઓએ પોતાની પુત્રીને દ...
થરાદમાં બે, ડીસામાં પોણા બે જયારે વડગામમાં દોઢ ઈંચ વરસાદ
ડીસા, તા.૧૨
બનાસકાંઠામાં જામેલા વરસાદી માહોલ વચ્ચે છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. મંગળવારે પણ કેટલાક સ્થળે ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. મંગળવારે થરાદમાં બે ઇંચ, ડીસામાં પોણા બે તેમજ વડગામ વિસ્તારમાં વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા પુર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે બુધવારે સવારે છ વાગ્યે પુરા થયેલા ૨૪ ક...
પાલનપુરમાં કેળાની વખારમાં ફૂડ એન્ડ ડ્રગની ટીમના દરોડા
પાલનપુર, તા.૦૫
પાલનપુર શહેરના જુના માર્કેટયાર્ડમાં કેળાની વખારમાં ફૂડ એન્ડ ડ્રગની ટીમે ઓચિંતા દરોડા પાડતા અફરાતફરી મચી જવા પામી હતી. જ્યાંથી કેમિકલ યુક્ત પાણીથી પકવવામાં આવી રહેલા એક લાખ રૂપિયાનો બે ટન કેળાનો જથ્થો કબ્જે લેવાયો હતો. આ અંગે કેળા પકવવાનું કેમિકલ લેબોરેટરીમાં મોકલી જપ્ત કરાયેલો કેળાનો જથ્થો નાશ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
...
પાલનપુરમાં બે ઈંચ વરસાદ, માલણ દરવાજા પાસેના 20 પરિવારોનું સ્થળાંતર કરા...
પાલનપુર, તા.૦૩
ઉત્તર ગુજરાતમાં રવિવારે રાતથી સોમવાર સુધી સામાન્ય ઝાપટાંથી લઇ 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જો કે, સોમવાર સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં છુટાછવાયા હળવા ઝાપટાં જ વરસ્યા હતા. છેલ્લા 24 કલાકની વરસાદની સ્થિતિ જોઇએ તો 47 પૈકી 37 તાલુકામાં હળવાથી માંડી 4 ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 4 ઇંચ, પોશીનામાં સ...
ગુજરાતી
English