Sunday, August 10, 2025

Tag: Patan

પાટણમાં આન્સર કી કોરી છોડનારા શંકાસ્પદ 11 નામો સાથે પરીક્ષા રદ કરવા કલ...

પાટણ, તા.૦૫ હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં 30 જગ્યાઓની ભરતીમાં લાગતા વળગતાઓને નોકરીમાં લેવા માટે આન્સર કી કોરી છોડાવાઇ હોવાના આક્ષેપ સાથે 11 જેટલા શંકાસ્પદ ઉમેદવારોના નામ સાથે ઉમેદવારોએ સોમવારે કલેકટરને પરીક્ષા રદ કરવા માટે માંગ સાથે આવેદન આપ્યું હતુ. યુનિ.ના કારોબારીના સભ્ય અને અધિકારીઓ દ્વારા મોટી રકમ લઈ નિમણૂંક કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ કર્ય...

લણવા નજીક વાહનના કાગળો માગતાં પીએસઆઈને કચડી નાખવાનો પ્રયાસ કર્યો

પાટણ, તા.૦૫ ચાણસ્મા-મહેસાણા હાઈવે પર લણવા નજીક પીએસઆઈ આર.વી. પટેલ તેમની ટીમ સાથે રવિવારે વહેલી પરોઢે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે પસાર થઇ રહેલી ડાલાના ચાલક પાસે કાગળો માગતાં ચાલકે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીએસઆઈ ખસી જતાં સાઈડની ટક્કર વાગતાં હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હતી. ટક્કર મારી ચાલક સહિત શખ્સો મહેસાણા તરફ ભાગી છૂટ્યા હતા. પો...

કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, મશીનો મૂકી પાણીનો નિકાલ

હારીજ-સમી ,તા:૦૩ ચોમાસામાં અવિરત વરસેલા વરસાદથી સમગ્ર વઢિયાર પંથકની નીચાણ વિસ્તારની જમીનો પાણીના બેટમાં ફેરવાઇ ગઇ છે. ત્યારે સમી તાલુકાના રવદ પાલિપુર અને સમી વચ્ચે આવેલી હજારો વિઘા જમીનનું પાણી નિકાલ કરવા ખેડૂતોએ કમર કસી છે. આઠ દસ ફાઇટર મશીન ગોઠવી છેલ્લાં ત્રણ દિવસથી રાતદિવસ એક કરી ખેતરના પાણી લોટેશ્વર માઈનોઁર કેનાલમાં ઠાલવી રહ્યાં છે. સમી તાલુકામા...

પાટણ જિલ્લાના એકમાત્ર સિદ્વપુર મગફળી કેન્દ્ર પર એક જ ખેડૂત મગફળી વેચવા...

પાટણ, તા.૦૨  પાટણ જિલ્લા સહીત સિદ્ધપુર પંથકમાં ચાલુ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું સારું ઉત્પાદન થયું છે. રાજ્ય સરકારે હવે ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ કરી છે. આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ રૂ.1018ની કિંમતથી મગફળીની ખરીદી શરુ કરાઈ છે. ટેકાના ભાવની ખરીદી માટે પાટણ જિલ્લામાં એક માત્ર સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે સેન્ટર શરુ કરવામાં આવ્યુ...

ધરમોડા ગામના માલધારીએ બન્ની ઓલાદની ભેંસ રૂ.11.11 લાખમાં સુરતના વેપારીન...

ધરમોડા, તા.૩૧ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ધરમોડાગામના માલધારી ઉત્તર ગુજરાતમાં ભેંસની કિંમતમાં સહુથી વધુ મોંઘી રૂ.11.11 લાખમાં સુરતના વેપારીને વેચાણ કરી હતી. આવી મોંઘી ભેંસ પહેલી છે અગાઉ બનાસકાંઠામાં રૂ. 3 લાખની ભેંસ વેચાણ થઇ હતી તેવું પશુપાલકોએ જણાવ્યું હતું. ચાણસ્મા તાલુકાના ધરમોડાગામે રહેતા વાઘુભાઇ વેલાભાઇ દેસાઇ પશુપાલન વ્યવસાય સાથે સંકાળાય...

સમીના બાસ્પા ગામે જૂથ અથડામણ, એકનું મોત, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પાટણ, તા.૩૧  સમીના બાસ્પા ગામે અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘર્ષણના પગલે પાટણ એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. એક વ્યક્તિનું મોત થતા મામલો વધુ ગંભીર ન બને તે માટે ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અનેક વાહનોમાં પથ...

બાળકોને હોંશે હોંશે આવવું ગમે તે માટે ઠીકરીયા પ્રાથમિક શાળાને ટ્રેનના ...

પાટણ, તા.૨૭ બાળકોને હોંશે...હોંશે... શાળાએ આવવું ગમે તે માટે રાધનપુર તાલુકાના છેવાડે આવેલી ઠીકરીયા પ્રાથમિક શાળાના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિએ બાળ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી શાળાને વિકસાવી છે. જેમાં તેમણે 25 દિવસ પહેલા બાળકોને ખૂબ જ ગમતી ટ્રેનને શાળાના ત્રણ વર્ગખંડની બહારની દીવાલો પર એ રીતે ચીતરાવી છે કે, જાણે કોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી ...

કાંદા પકવવા માટે ધરુ ઉછેર કેવી રીતે કરશો?

પાટણ, તા.૧૪ રવિ ડુંગળીના તંદુરસ્ત, ફેરરોપણી લાયક અને વધારે ધરુ મેળવવા માટે ડુંગળીના ગાદી ક્યારાને ઉનાળે પાણી આપી પછી ૨૫ માઈક્રોન (એલ.એલ.ડી.પી.ઈ) પ્લાસ્ટિકથી ઢાંકવા. ડુંગળીના બીજને થાયરમ ૭૫ ટકા એસ.ડી.ની ૩ ગ્રામ એક કિ.ગ્રા. પ્રમાણે બીજ-માવજત આપી વાવવા, ધરુ ઊગ્યા બાદ ૧૦ દિવસ પછી થાયરમ ૭૫ ટકા વે પા. ૦.૨ ટકા અથવા કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વે.પા. O.૧ ટકા અ...

સિદ્ધપુરના રાજપુર ગામમાં હડકાયા વાનરનો આતંક, 12 ને બચકા ભર્યા

સિધ્ધપુર, તા.૨૬ સિદ્ધપુરના રાજપુર ગામમાં આવેલ આનંદ પરા અને સરદાર નગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી એક વાંદરો હડકાયો થતા આવતા જતા વૃદ્ધ મહિલાઓ તથા બાળકો સહિત 12 જણાને બચકા ભરતા રહીશોને હોસ્પિટલ પહોંચાડવા પડતા રહીશોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. એક નાગરિકના જણાવ્યા પ્રમાણે સરદાર નગર આનંદ પરુ અને તેની આજુબાજુની સોસાયટીમાં ચાર દિવસથ...

રાધનપુર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી લડી રહેલો ભાજપનો ઉમેદવાર અલ્પેશ ...

પાટણ ,તા:૨૧ રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, વર્ષ ૨૦૧૭માં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પૂર હોનારત સર્જાઈ હતી, આ વખતે અલ્પેશ ઠાકોરે સેનાના કાર્યકરો ને ઘરે ઘરે મોકલી નુકસાની સર્વે કરાવ્યું હતું. આ સર્વે આધારે સરકારને ઘણી-બધી સહાય આપવાની ફરજ પડે તેમ હતી, જોકે અલ્પેશે પોતાનું ઘર ભરવા માટે સરકાર સાથે સોદાબાજી કરી ઠાકો...

પાટણ યુનિ.ના કુલપતિ બનવા માટે 10 રાજ્યોના 50 ઉમેદવારોએ અરજી કરી

પાટણ, તા.૨૦ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કુલપતિ માટે ઇચ્છુક ઉમેદવારોની અરજીઓ મંગાવી હતી. જેમાં ગુજરાત રાજ્ય સહિત દેશના 10 જેટલા રાજ્યોમાંથી કુલ 50 અરજીઓ આવી છે. જેમની દિવાળી બાદ સર્ચ કમિટી દ્વારા અરજીઓની ચકાસણી કરી ત્રણ નામ પસંદ કરશે. યુનિવર્સિટીમાં કુલપતિ ડો.બી.એ. પ્રજાપતિને સરકાર દ્વારા સસ્પેન્ડ કર્યા બાદ ખાલી પડેલી કુલપતિની જગ્યા પર નવીન કુ...

પીએસઆઈ, કોન્સ્ટેબલ પર હુમલો કરનાર જીતોડાના શખ્સને 8 માસ કેદ, 25 હજાર દ...

પાટણ, તા.૧૭ ચાણસ્મા તાલુકાના જીતોડા ગામે ત્રણ વર્ષ અગાઉ દારૂ વેચવાની પ્રવૃત્તિ કરનાર શખ્સને પકડવા જતાં ચાણસ્મા પીએસઆઇ અને કર્મચારી પર હુમલો થતાં ઇજાઓ થઇ હતી. જે કેસ પાટણ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે 1 આરોપીને 8 માસ સુધીની કેદ અને રૂ. 25000 દંડ વસુલ આવ્યે ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. ચાણસ્માના જીતોડાના ધમાજી ઉર્ફે ધમો ચેનાજી ઠાકોર ...

એમફીલમાં 261 બેઠકોમાં 189 છાત્રોનો વાયવા વિના સીધો પ્રવેશ છતાં 72 બેઠક...

પાટણ, તા.૧૭ હેમચંદ્રાચાર્ય યુનિવસિટી દ્વારા યોજાયેલ એમફિલની પ્રવેશ પરીક્ષામાં બેઠકો જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ ન થતા 13 વિષયોમાં વાયવા વગર જ સીધો પ્રવેશ આપવા છતાં 72 બેઠકો ખાલી રહેવા પામી છે, ત્યારે ત્રણ વિષયોમાં બેઠકો 50 ટકા કરતા વધુ ખાલી રહેતા દિવાળી બાદ ફરી પરીક્ષા યોજવા નિર્ણય લેવાયો છે. યુનિવસિઁટીમાં એમફિલ અભ્યાસક્રમમાં 16 વિષયોની 261 જગ્યા ...

પીએસઆઈ, કોન્સ્ટેબલ પર હુમલો કરનાર જીતોડાના શખ્સને 8 માસ કેદ, 25 હજાર દ...

પાટણ, તા.૧૭ ચાણસ્મા તાલુકાના જીતોડા ગામે ત્રણ વર્ષ અગાઉ દારૂ વેચવાની પ્રવૃત્તિ કરનાર શખ્સને પકડવા જતાં ચાણસ્મા પીએસઆઇ અને કર્મચારી પર હુમલો થતાં ઇજાઓ થઇ હતી. જે કેસ પાટણ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે 1 આરોપીને 8 માસ સુધીની કેદ અને રૂ. 25000 દંડ વસુલ આવ્યે ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

મહાદેવપુરા સાંપ્રાની ટીમ અંડર-17 ફૂટબોલમાં રાજ્યકક્ષાએ ચેમ્પિયન, દીકરી...

રમતગમત ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરતા સરસ્વતી તાલુકાના સાપ્રા (મહાદેવપુરા)ગામની દીકરીઓની ટીમ ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બનતાં ગ્રામજનોએ દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે ગામમાં ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સામૈયું કર્યું હતું, ગામમાં આનંદ અને ઉત્સાહ માહોલ સર્જાયો હતો. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ...