Tag: Patan
પિતાને લકવો થયો હોવા છતાં મને સસ્પેન્ડ કરી : પાટણના મહિલા કોર્પોરેટર
પાટણ, તા.૧૩
પાટણમાં પાલિકાની સામાન્ય સભામાં ગેરહાજર રહેલ મહિલા કોર્પોરેટરોને જિલ્લા પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા હતા જેમાં એક મહિલા કોર્પોરેટર તેમના પિતાને લકવાની અસર થઇ ગઇ હોઇ જવું પડશે તેમ કહીને ગયા હતા પણ છતાં કિન્નાખોરીથી સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું જણાવ્યું છે.
કોર્પોરેટર હંસાબેન ભોગીલાલ પરમારે જણાવ્યા મુજબ પાલિકાની સભા મળી તેના આગલ...
એમફિલ પ્રવેશ પરીક્ષામાં 50 %પરીક્ષાર્થી નાપાસ, 3 વિષયોની ફરી પરીક્ષા લ...
પાટણ, તા.૧૩
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એમફિલ અભ્યાસક્રમ માટે યોજાયેલ ઓનલાઇન પ્રવેશ પરીક્ષામાં 583માંથી ફક્ત 241 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં 16 વિષયોમાંથી અંગ્રેજીમાં 4, સંસ્કૃતમાં 2 અને ફીઝીકલ એજ્યુકેશનમાં તો એક પણ વિદ્યાર્થી પાસ થયો ન હતો. જેને લઈ બેઠકો જેટલા વિદ્યાર્થીઓ પાસ ન થતા યુનિવર્સિટી દ્વારા આ વિષયોની ફરી પરીક્ષા યોજવા માટે ચર્ચા...
પાટણ માર્કેટમાં કપાસ ખરીદીની શરૂઆત, પ્રથમ દિવસે 800 મણની ખરીદી કરાઈ
પાટણ, તા.04
કપાસનું ઉત્પાદન શરૂ થઈ જતાં પાટણ માર્કેટયાર્ડમાં ગુરુવારથી કપાસની ખરીદી ના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા પ્રથમ દિવસે જ 800 મણ કપાસ ની ખરીદી કરવામાં આવી હતી પરંતુ વરસાદના કારણે કપાસ ભેજવાળો આવતો હોવાથી ભાવ મણ ના રૂપિયા 700 થી 1051 સુધીના રહ્યા હતા.
પાટણ જિલ્લામાં 43000 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કર્યું છે પરંતુ પાછોતરા વરસાદે ક...
શાકભાજીના વેપારીઓએ પ્લાસ્ટિક મુક્ત બનવા રેલી કાઢી લોકોને અપીલ કરી
પાટણ, તા.૦૩
પાટણ શહેરમાં ગાંધી જ્યંતિની ઉજવણી નિમિતે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દેવીપૂજક સમાજ અને પાલિકા દ્વારા રેલી યોજી શહેરીજનો અને વેપારીઓને અપીલ કરી હતી. તેમજ શહેરીજનોને શાકભાજી લેવા માટે પાલિકા દ્વારા કાપડની થેલીનું વિતરણ કરાયું હતું. જિલ્લાના અધિકારીઓ પણ બજારોમાં ફરી વેપારીઓને પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા અપીલ કરી હતી.
શહેરમાં દરરોજ 100 થ...
બાળકોને હોંશે હોંશે આવવું ગમે તે માટે ઠીકરીયા પ્રાથમિક શાળાને ટ્રેનના ...
પાટણ, તા.૨૩
બાળકોને હોંશે...હોંશે... શાળાએ આવવું ગમે તે માટે રાધનપુર તાલુકાના છેવાડે આવેલી ઠીકરીયા પ્રાથમિક શાળાના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિએ બાળ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી શાળાને વિકસાવી છે. જેમાં તેમણે 25 દિવસ પહેલા બાળકોને ખૂબ જ ગમતી ટ્રેનને શાળાના ત્રણ વર્ગખંડની બહારની દીવાલો પર એ રીતે ચીતરાવી છે કે, જાણે કોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી ...
બી ડિવિજનનો એએસઆઇ આરોપી પાસેથી 6 હજારની લાંચ લેતાં ઝબ્બે
પાટણ, તા.૨૮
પાટણ શહેર બી ડીવીજન પોલીસ સ્ટેશનના એએસઆઇ ધીરજીભાઈ સાંકાભાઈ દેસાઈ રૂ.6000ની લાંચ 1 કેસના આરોપી પાસેથી લેતાં રંગેહાથ એસીબીની ટ્રેપમાં પકડાઇ ગયા છે. પાટણ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફરજ બજાવતા એએસઆઈ ધીરજીભાઈ સાંકાભાઈ દેસાઈએ એક શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં કેસ થયેલ હોઈ જલદીથી રજુ કરવા, હેરાન નહી કરવા અને કાગળોમાં મદદ કરવા સારૂ રૂ.10000/-ની ...
યુનિ.માં સેનેટની ચૂંટણીમાં બોગસ મતદાનના આક્ષેપને લઈ પાટણ MLAની હાઈકોર્...
પાટણ, તા.૨૮
ઉત્તર ગુજરાત યુનિવસિર્ટીમાં 2017માં યોજાયેલ સેનેટની ચૂંટણીમાં ખોટા દાતાઓ ઉભા કરી બોગસ મતદાન કરાવી સેનેટ બન્યા હોવાની દલીલ સાથે પાટણ ધારાસભ્ય દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવતા કોર્ટે શિક્ષણ વિભાગના અગ્રસચિવને 45 દિવસમાં તેમની પિટિશનનો નિકાલ કરવા હુકમ કર્યો છે.
પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા ગતરોજ પ્રેસ મિટિંગ યોજી પત્રકારો...
ઈન્ચાર્જ કુલપતિની નિમણુંકને હાઈકોર્ટમાં પડકાર
પાટણ, તા.૨૫
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટીમાં ડો.અનિલ નાયકની ઇન્ચાર્જ કુલપતિ તરીકે ખોટી રીતે નિમણુંક કરવામાં આવી હોવાની ગુજરાત હાઇકોર્ટમાં કો-વોરંટો નામની પિટિશન સુજાણપુર કોલેજના ટ્રસ્ટી દશરથભાઇ પટેલ દ્વારા કરાતાં કોર્ટે દાખલ કરતાં યુનિવર્સિટીમાં કુલપતિ પદ ફરીવાર કાનુની વિવાદમાં આવી ગયું છે. જેને લઇ મંગળવારે યુનિવર્સિટી સંકુલમાં પણ ચર્ચ...
છેલ્લા અઠવાડીયાથી નવા કાયદાને લઇ પાટણ આરટીઓ કચેરીમાં ધમધમાટ
પાટણ, તા.૧૭
છેલ્લા અઠવાડીયાથી નવા કાયદા અમલવારી લઇને પાટણ આરટીઓ કચેરીમાં ભારે ઘસારો રહેતો હોય છે, તેવો સોમવારે જુના વાહન ધારકો નવી નંબર પ્લેટ એચએસઆરપી નંબર ફિટ કરાવવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. નવા લર્નિંગ લાયસન્સ માટે અરજદારો વાહન ટેસ્ટ, જુના વાહન ઓનલાઇન કરાવવા વગેરે પ્રક્રિયામાં આરટીઓ કચેરી વ્યસ્ત બની હતી.
એચએસઆરપી નંબર પ્લેટ ફિટ કરવવામાં વાહ...
મહિલાએ બે બાળકો સાથે અગ્નિસ્નાન કર્યું, ત્રણેને લોકોએ બચાવી લીધા
પાટણ, તા.૧૬
સમી તાલુકાના રાફુ(કૈલાશપુરા) ગામે મહિલાએ ચાર માસની દીકરી અને બે વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન કરતાં ચકચાર મચી ગઇ હતી. આ સમયે આગને જોઇ નાસી ગયેલી ચાર વર્ષની દીકરીએ જાણ કરતાં આસપાસથી દોડી આવેલા લોકોએ આગ ઓલવી બે બાળકો અને મહિલાને બચાવી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પતિને અન્ય યુવતી સાથે આડાસંબંધ હોવાના વહેમમાં મહિલાએ આ પગલું ભર્યું હોવાનું ...
સિધ્ધપુર પંથકના 50 જણા સાથે હજના નામે 85.50 લાખની ફરિયાદ
પાટણ, તા.૧૪
સિદ્ધપુર પંથકના હજયાત્રા કરવા ઇચ્છુક 50 મુસ્લિમ બિરાદરો પાસેથી વિઝા મેળવી આપવા અને અન્ય વ્યવસ્થા કરી આપવા માટે રૂ.85.50 લાખ ચેક મારફતે નાણાંકીય વ્યવહાર કર્યા બાદ ન વિઝા લાવી આપ્યા કે ન હજયાત્રા કરાવતાં વિશ્વાસઘાત છેતરપિંડી કરનાર હિંમતનગરના એજન્ટ અને મુંબઇના બે શખ્સો સામે કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.
સિદ્વપુર તાલુકાના વાઘ...
પાટણમાં પીયુસીના બમણાથી વધુ ચાર્જ લેતા સેન્ટર સંચાલકો
પાટણ, તા.૧૫
પાટણમાં પીયુસી સેન્ટરોમાં વાહન ચાલકોની લાંબી લાઈનો લાગતા સેન્ટરો વાળાઓ તકનો લાભ લઇ સરકારની નિયત ફી કરતાં ડબલ કમાણી કરી રહ્યા છે અને પાવતીની રકમ કરતા ડબલ પૈસા ઉઘરાવતા હોવાની વાહન ચાલકો બુમરાણ કરતા જોવા મળી રહ્યા છે.
પાટણમાં ટ્રાફિક નવા દંડના ડરથી વાહન ચાલકો જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા દોડી રહ્યા છે, ત્યારે મોટાભાગના વાહન ચાલકોએ પીયુસી...
પાટણ શાકમાર્કેટમાં એજન્ટ પરવાના સિવાય કામ નહિ કરી શકે
પાટણ, તા.૧૧
પાટણ સરદાર પટેલ શાકમાર્કેટમાં 12 સપ્ટેમ્બરથી રૂ.100 ની ખરીદી પર બે રૂપિયા યુઝર ચાર્જભરવો પડશે. તેમજ હવે શાકમાર્કેટમાં શાકભાજીનો વ્યવસાય કરવા માટે કમિશન એજન્ટે માર્કેટ કમિટિ પાસેથી ફરજિયાત યુઝર પરવાનો લેવો પડશે.
શાકમાર્કેટમાં અત્યાર સુધી 50 કિલો શાકભાજીની ખરીદી પર માર્કેટ કમિટિ દ્વારા અઢી રૂપિયા યુઝર ચાર્જ વસુલવામાં આવતો હતો, પરંતુ...
પાણીનો બગાડ અટકાવવા અને વીજબિલ ઘટાડવા 45000 નળ જોડાણોમાં મીટર લગાવાશે
પાટણ, તા.૧૦
પાટણ પાલિકાની સામાન્યસભા સોમવારે મળી હતી જેમાં ગત સામાન્ય સભામાં બહુમતીથી નામંજુર કરાયેલા પૈકી 54 કામોને ભાજપા અને કોંગ્રેસના ઉપસ્થિત તમામ સભ્યોએ સર્વાનુંમતે મંજૂરી આપી હતી. જેમાં મોટાભાગના કામો રોડ રસ્તા, બ્લોક પેવીંગ, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની લાઇન, તેમજ રોડ ડીવાઇડરના કામોનો સમાવેશ થાય છે. આ બધા કામો હવે તાત્કાલિક શરૂ કરીને દિવાળીન...
તલની ફેક્ટરીનું પ્રદૂષિત પાણી ખેતરોમાં ઘૂસી જતાં વ્યાપક નુકસાન
સિદ્ધપુર, તા.૦૯
સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામ પાસે આવેલ એક તલની ફેક્ટરીના માલિકોની મનમાની અને તંત્રને ઘોળીને પી ગયા હોય તેમ ખેતરોની બાજુમાં આવેલ તલની ફેક્ટરીમાંથી પ્રદૂષિત પાણી ખેતરોમાં છોડવામાં આવે છે. જે પાણી બહુ જ દુર્ગંધ સહિત કેમિકલયુક્ત પાણી હોવાથી ખેડૂતોની જમીન અને આરોગ્ય માટે ભયંકર હાનિકારક તેમજ આજુબાજુના ખેતરોમાં આવેલ પાકો નિષ્ફળ જવાના આર...