Friday, March 6, 2026

Tag: police

મુખ્યમંત્રીએ અંબાજી માતાજીના રથનું પ્રસ્થાન કરાવી ભાદરવી મહાકુંભને ખુલ...

આજથી અંબાજી ભાદરવી પૂનમના મહા મેળાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી ભાદરવી મહામેળાને ખુલ્લો મુક્યો છે. લાખો ભક્તોને આવકારવા માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ થનગની રહ્યું છે, અને એ મુજબની જુદી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. 860 વ્યક્તિદીઠ એક શૌચાલયનું નિર્માણ ઉપરાંત પીવાના પાણીના ટેન્કરમાંથી નળ દ્વારા પાણી મળે...

ટ્રાફિકના નિયમનો ભંગ કરનારે વાહનના વીમાની રકમ વધુ ચૂકવવી પડશે

અમદાવાદ, તા.૦૭ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને દંડવા મક્કમ ઇરાદો ધરાવતી અને જીવલેણ રોડ અકસ્માત ઘટાડવાનો પાક્કો ઇરાદો ધરાવતી સરકાર હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને વાહનના વીમાનું પ્રીમિયમ ઊંચુ ભરવું પડે તેવી સિસ્ટમ દાખલ કરવા સક્રિય બની રહી છે. આ માટે ઇરડાના અધિકારીઓ સાથે બેઠક કરીને પાઈલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરી દેવાની યોજના તૈયારી કરવામાં આવી રહ...

એક બાજુ વન મહોત્સવ, બીજી બાજુ કમિશનર કચેરીમાં બે વૃક્ષોનું નિકંદન

અમદાવાદ, તા.5 એક તરફ વૃક્ષારોપણના નામે પોલીસ વન મહોત્સવના કાર્યક્રમો યોજી રહી છે. તો બીજી તરફ શહેર પોલીસ કમિશનર કચેરી કેમ્પસમાં આવેલા બે પરિપક્વ વૃક્ષોને આડેધડ કાપી નાંખવામાં આવ્યા છે. જો કે, ભૂતકાળમાં પણ પોલીસ કમિશનર કચેરી પરિસરમાં સીસીટીવી કંટ્રોલ રૂમ તેમજ હથિયારી પોલીસના આવાસ માટે કેટલાય વૃક્ષોનું બલિદાન આપવું પડ્યું છે. શહેરમાં વિકાસન...

ગોતામાં રહેતી નર્સ સાથે મિત્રતા કરવા ફેક એકાઉન્ટ બનાવનારો યુવક ઝડપાયો

અમદાવાદ,તા:૫ શહેરના ગોતા વિસ્તારમાં રહેતી અને અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકેકામ કરતી મહિલા સાથે મિત્રતા કરવા બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનારા યુવકની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.મહિલાના તેના પતિ સાથેના ફોટાનો ઉપયોગ કરી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને મહિલાના સંબંધીઓના મોબાઈલ ફોન નંબર મેળવવાનો પણ આરોપીએ પ્રયાસ કર્યો હતો. ગોતા વ...

વિદેશી બેંકોના ખાતેદારોની ચોરાયેલી માહિતીથી એટીએમમાંથી રૂપિયા ઉપાડવાના...

અમદાવાદ, તા.5 વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્જે લીધુ...

ડીસામાં સરકારી કચેરીઓના જ લાખો રૂપિયાના વેરા બાકી હોય ત્યાં?

ડીસા, તા.૦૫ ડીસા નગરપાલિકા શહેરમાં આવેલી રહેણાંક કોમર્શિયલ આવાસો તેમજ સરકારી કચેરીઓ  પાસેથી દર વર્ષે  સફાઈ લાઈટ અને અન્ય  વેરાઓ ઉઘરાવવામાં આવે છે.  તેમાંય દર વર્ષે વેરા સમયસર ભરપાઈ  થાય તે માટે  ૧૦ ટકાનું વળતર પણ આપવામાં આવે છે.  તેમ છતાં અમુક રીઢા બાકીદારો આ વેરો ભરવામાં ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે. પાલિકા દ્વારા રહેણાંક કે કોમર્શિયલ ધારકો ને ...

સેક્સપાવર SEX વધારતી કંપની સાથે અંસુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સ...

અમદાવાદ : નાઈજીરીયામાં સેકસ પાવર વધારવાની દવા બનાવતી કંપનીને મશીન સપ્લાય કરવાના બહાને એક ગઠીયાએ 27 હજાર ડોલરનો ચૂનો લગાવી દીધો છે. નવરંગપુરા પોલીસે આ મામલે અન્સુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પૂણે ખાતે અભ્યાસ કરતા હેરીસન કીંગસ્લે નકીમે (ઉ.29 મૂળ રહે. નાઈજીરીયા) નાઈજીરીયન કંપનીમાં કામ કરતી અને યુ.કે. આયરલેન્ડ ...

મોડાસા શહેર ટ્રાફિક ગ્રસ્ત : ટી.આર.બી જવાનો મોબાઈલ પર મસ્ત

મોડાસા, તા.૦૪ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ચાર રસ્તા થી મખદૂમ ચોકડી સુધી અને ચાર રસ્તા થી ડીપ વિસ્તારમાં જેવાના મુખ્યમાર્ગો પર ગેરકાયદેસર ખડકાતા લારી-પથારાવાળા થી અને રોડ પર આડેધડ ખડકી દેવાતા બાઈક અને કાર, રીક્ષાઓ થી ધોરીમાર્ગ પણ અદ્રશ્ય બની જાય એટલી હદે દબાણ કરાતા રાહદારીઓ માટે ચાલવું ક્યાં તે યક્ષ પ્રશ્ન બની રહે છે. છાશવારે ટ્રાફિક...

“સાહેબ, મેં મારા ત્રણ સંતાનોના ગળા કાપી મારી નાખ્યા છે”!!

ભાવનગર,તા.1 ભાવનગર પોલીસ લાઈનમાં રહેતા અને  ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટની ઓફિસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલે રવિવારની બપોરે પોતાના ત્રણ સંતાનોના ગળા કાપી નાખી તેમની હત્યા કરી હતી અને હત્યા બાદ પોતે જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા રેંજ આઈજીપી અશોક યાદવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ભાવનગર પોલીસે હત્યા કરનાર કોન્સટેબલની ધરપ...

પોલીસ કંટ્રોલ રૂમમાં જ નકલી મહિલા આઈપીએસ ઘૂસી જતા હાહાકાર

અમદાવાદ, તા.30 પ્રતિબંધિત ગણાતા અને સંવેદનશીલ એવા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ઘૂસી ગયેલી એક નકલી મહિલા આઈપીએસની માધવપુરા પોલીસે ધરપકડ કરી છે. પોતાનો 2002 બેચની આઈપીએસ તરીકે પરિચય આપી કંટ્રોલ રૂમમાં રૂઆબ છાંટતી મહિલાના વર્તનથી શંકા જતા તેની વધુ પુછપરછ કરતા ભાંડો ફૂટયો હતો. આઈપીએસ તરીકેની ખોટી ઓળખ આપનારી મહિલાની પોલીસે જડતી લેતા તેની પાસેથી પ્રેસ-પો...

ધમકીની વિરોધમાં કિન્નરોના ધરણાં

હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા ગુનેગાર સંજય વ્યાસથી કિન્નરો ભયભીત બની ગયા છે. અન્ય કિન્ન્રર ગ્રુપના ઈશારે અખાડો છોડી દેવાની ધમકી આપનારા અને પેરોલ પર જેલની બહાર આવેલા ગુનેગારની ધરપકડમાં વિલંબ થતા કિન્નર મંડળને  ધરણાં પર બેસવું પડ્યું છે. એક નહીં બબ્બે કેસમાં વોન્ટેડ સંજય વ્યાસની શાહપુર પોલીસ ધરપકડ કરવામાં નિષ્ફળ ગઈ છે.

ઘરકામની બાબતમાં બહેનો વચ્ચે બોલાચાલી બાદ મોટી બહેનની આત્મહત્યા

રાજકોટ તા. ૧૭: રાજકોટના અવધ રેસિડેન્સીમાં બે બહેનો વચ્ચે ઘરકામ જેવી નાનીનાની બાબતોમાં ઝઘડો થતો હતો. ત્યારે  ફરી બે બહેનો વચ્ચે ચડભડ થતાં મોટી બહેનને લાગી આવતાં  તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે  નાની બહેને પહેલા માળની બાલ્કનીમાંથી પડતું મુક્યું હતું. જો કે તેનો ઇજાઓ થઇ હતી. અવધ રેસિડેન્સી શેરી નં. ૪ બ્લોક નં. ૧૩૧માં રહેતી સેજલ  નૈયા (ઉ....

અમદાવાદમાં વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનું કૌભાંડ પકડાયું, 2 આ...

અમદાવાદ, તા:૧૬ અમદાવાદમાં વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે, રામોલ પોલીસે બાતમીને આધારે વસ્ત્રાલ ચાર રસ્તા પાસેથી કિરણ ગલ્ચર અને ભીખા ગજ્જરની ધરપકડ કરી છે, કિરણ પાસેથી નકલી 52 HSRP નંબર પ્લેટ જપ્ત કરવામાં આવી હતી, જે પ્લેટ પેઇન્ટર ભીખા ગજ્જરની  દુકાનમાંથી લાવ્યો હોવાનું આરોપીએ કબૂલ્યું હતુ, બાદમાં પોલીસે દુકાનમાં દર...

પાલડીમાં દુકાન ભાડુઆત અને તેના પુત્રોએ વૃદ્ધ વિધવા પર હુમલો કર્યો

પાલડીમાં ભાડાની દુકાનમાં પૂજા ટ્રાવેલ્સ નામથી ધંધો કરતા પિતા અને બે પુત્રોએ દુકાન માલિક વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો છે. એલિસબ્રિજ પોલીસે આ મામલે વિનોદ, વિનોદના પુત્ર વિશાલ અને રાહુલ સામે ગુનો નોંધ્યો છે. વાસણા વૃંદાવન વિહાર સોસાયટીમાં રહેતા મજુંલાબહેન બાલચંદ વ્યાસ (ઉ.75) તેમના પુત્ર સાથે રહે છે. મજુંલાબહેનની માલિકીની દુકાન પાલડી સુવિધા ચાર રસ્તા ...

ગાંજા સાથે એક શખ્સની એસ.ઓજી.એ. ધરપકડ કરી

એસ.ઓ.જી. - ક્રાઈમ બ્રાંચે શહેરકોટડા મીટરગેજ રેલવે સ્ટેશન પાસેથી એક શખ્સને 8.820 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. પીએસઆઈ પી.કે.ભૂત અને સ્ટાફે બાતમીના આધારે મીટર ગેજ સ્ટેશન પાસેથી બાઈક પર જઈ રહેલા મજીદ રહેમાનભાઈ શેખ (રહે. ભઠીયારાની ગલી, હોજવાળી મસ્જીદ સામે, રાજપુર-ગોમતીપુર)ને રોકી તેના થેલામાંથી ગાંજાના બે પેકેટ કબ્જે કર્યા હતા. 1.21 લાખની કિંમત...